Kitlithi cafe sudhi - 11 books and stories free download online pdf in Gujarati

કીટલીથી કેફે સુધી... - 11

કીટલીથી કેફે સુધી
આનંદ
(11)

કાનામામાની જુની કીટલી ક્યા હતી એય હવે મળે એમ નથી. ત્યા મોટી ઇમારત બની ગઇ છે. જ્યુરી કે સબમીશનનો આગળનો દીવસ હોય એટલે દર અડધી કલાકે હુ અહી ચક્કરો લગાવતો રહેતો. મારે જ્યારે કામ ન કરવુ હોય અને બાકી ય નો રાખવુ હોય ત્યારે મે કાયમ લથડીયા ખાધા છે. મારો મગજ અતીશય જીદ્દદી છે. “લાકડી ભાંગીને બે કટકા નો થાય...” આ કહેવત મારા માટે આવગી હોય એવુ મારુ કહેવુ છે. કાઇ સુજે નહી એટલે એક્ટીવાની ચાવી લઇને નીકળી પડતો કાનામામા ને ત્યા.

અત્યારે કીટલી આગળ ખોલી છે. મને તો એના કરતા આ જગ્યા વધારે સારી લાગતી. હુ ખાલી જગ્યાને યાદ કરવાના ઇરાદેથી પાછો આવ્યો.

ફોનમા ટયુન વાગી. મેઇલની નોટીફીકેશન જેવુ લાગ્યુ. હુ ઓચીંતો એટલો બધો ખુશ થઇ ગયો. મે ફોન બહાર કાઢયો એનાથી વધારે ઉતાવળથી મારો ઉત્સાહ ઢસડાઇ ગયો. મોજુ આવ્યુ અને પાણીની સાથે મને તાણી ગયુ. મેઇલ આવ્યો ખરો પણ ફ્લીપકાર્ટનો. મને થયુ કે આવા બધા માણસોને જીવવાનો કોઇ અધીકાર જ નથી. હુ મારી જાતને ભગવાન સમાન માનવા લાગ્યો હોય એવા વીચારો મને આવવા લાગ્યા.

કયા નકામા અને કયા સારા એ નક્કી કરવામા ઘુચવાયો. ફરીથી પહેલા જેવી જ પરીસ્થીતી થઇ. હુ નક્કી નથી કરી શકતો. આ મગજમારીમાથી હવે મને ચા જ બચાવી શકે એમ છે. પાણી મા હોળી ઉછળે એમ મને અચાનક જ કોઇને મળવાનુ યાદ આવ્યુ. મારે પહોચીને જયલાને ફોન કરવાનો હતો. વાંધો કાઇ જ નથી એ માણસને પગથી માથી સુધી હુ ઓળખુ છુ. હજી પણ કયાક મસ્ત જગ્યા ગોતીને સુતો હશે; એટલે હુ વાંકમા નથી આવવાનો.

તીરુપતીમા ચમન ભાઇ અને કુલદીપને મળ્યો. ત્યાથી નીકળીને ધીમા પગલે હાલતો કાનામામાની કીટલી બાજુ ગયો. બે આડા રસ્તા ક્રોસ કરીને ચાલતો ગયો. શકિત અને ખેતલાઆપા વટાવીને ત્રીજી આવે એ કાનામામાની કીટલી. ત્યા પહોચીને ફોન કરીશ એવુ વીચારીને હુ સીધો આવ્યો. ફોન કાઢવા ગયો ત્યા એ મારી સામે જ આવી ને ઉભો રહી ગયો.

સંકટ સમયે ભગવાન દર્શન આપે એવુ મને લાગ્યુ.

“જોવો...જોવો...હવે આર્કીટેક્ટ થઇ ગયા એટલે માણસો ફોન ય નો કરે....” બાઇકની ચાવી પડતી મુકીને એ બોલી ગયો.

મારી સામે ઉભો છે તોય હુ ફોન કરવાનુ વીચારતો હતો.

“મોટુ કોણ અમે કે તમે...” નીકળીને આ જ શબ્દો નીકળ્યા.

“કરી લ્યો મજાક નાના માણસના...સાયબ...” નીચે ઉતરીને સીધો ગળે મળ્યો. એક સેકન્ડ માટે તો મને એવુ લાગ્યુ કે ચાલુ સમય ઉભો રહી ગયો. એવુ લાગ્યુ જાણે કોલેજ ના કોઇ ચાલુ દીવસે જ મળ્યા હોય.

“બાકી બધુ તો ઘરે ગયુ શુ હાલે હમણા ઇ તો ક્યો?”

“વધારે કાઇ નહી નાના-મોટા પ્રોજેકટ આવે...એ કરતા હોય...બાકી તો કેફેના નવા-નવા કન્સેપ્ટ બનાવતા હોય...” હુ આટલુ જ બોલી શક્યો. મારા જીવનમા કેટલુ ચાલે છે એતો મને જ ખબર...”

“એ બધુ છોડને તારે શુ હાલે ઇ કેને...શુ કરે તારી પુનમ...” હુ હસતા હસતા બોલ્યો. “હા કરી દે ફીટ દુનીયામા જેટલી છોકરી છે એને મારી સાથે...ડોફા આટલા વર્ષ થયા તોય સુધરવાનુ નામ નથી લેતો.”

“જયલા, આપણે ટી-પોસ્ટ પર જાય તો...”

“યા જાવુ...આયા રે ને આયા જ મજા આવશે...”

“હાલને હવે બેઠા શાંતીથી ત્યા થોડીવાર...”

“હાલો તમારા કેફે પર બીજુ તો શુ કેવાય તમને...” કાયમની જેમ કટાક્ષમા મને સમજાવી દીધો.

કાનામામાની કીટલી વાળા ખુણાથી વચ્ચેની શેરી વટાવીને એક દુકાન છોડી અમે ટી-પોસ્ટ પહોચ્યા. દુકાન હજી ખોલી જ હોય એવુ લાગે છે. ઓટલા પર સ્ટુલ બધા આડા-અવળા લાગે છે. ત્યા કામ કરવાવાળો માણસ અંદર સાફ-સફાઇ કરે છે. અમને આવતા જોઇને હાથથી ઇશારો કરે છે. “ભાઇ ચા બનવામા હજી વીસેક મીનીટ લાગશે.” એને થયુ હશે અમને નથી સંભળાયુ એટલે એ બોલી ગયો.

“કાઇ વાંધો નહી બાપુ મોજ કરોને...” હાથમાથી સીગારેટ ઠારતા-ઠારતા બોલ્યો.

બાજુ ના માથી બે સ્ટુલ સાઇડમા મુકીને અમે પહેલાની જેમ જ ગોઠવાયા.

“જયલા હાલને યાર વડોદરા ફરવા જાય...”

“મુકને ભાઇ શુ તારે જઇને કરવુ છે...જીંદગીમા આટલો આગળ તો વધી ગયો...હાથે કરીને કેમ દુઃખી થા છો...” એની વાત મને કાયમ અસર કરી છે. અત્યાર સુધીના પ્રવાસમા કેટલાય દીવસો એવા પણ હતા જે એના વગર અધુરા રહી જાત.

એ રાત મારી આંખ સામે મોજાની જેમ તરી આવી. આટલો પ્રયત્ન કરી મન સ્થિર રાખવા છતા આજે પાછો તણાઇ ગયો. લાગણીના મોજા જ કાઇ એવા આવે છે કે વહાણને સ્થિર નહી થવા દેતા.

“ગમે તેમ હોયને જયલા પણ મારા હ્દયમાથી નથી નીકળતુ...” હુ ફરીથી પેલા જેવી જીદ લઇને બેસી ગયો.

“આટલો ટાઇમ કાઇ નહીને અચાનક જ કેમ....મને તો ઇ નથી સમજાતુ...”
“તારી પાસે આવી જોરદાર લખવાની કળા છે...બોલવાની કળા છે...કોમ્પ્યુટર મા કાઇ બાકી નથી રેવા દીધુ...તો જોઇ છે શુ તારે...”

“કાઇ નહી રેવા દે ને યાર...” હુ ખાલી આટલુ જ બોલી શક્યો.

“આ જ વાંધો તારો...માણસોમા ટેલેન્ટ નથી હોતુ...આને છે તો આવી નાનકડી વાતો પાછળ બગાડે છે...બોલો લ્યો શુ કરવાનુ હવે...” મારી સામે જોઇને ધીમા અવાજે બોલ્યો. મારા મગજ ઉપર ઘા મારવો હોય એટલે ધીમેથી વાત કરવાની. આ રીત એ જાણી ગયો હતો ; એટલે વારંવાર એનો ઉપયોગ કરતો રહેતો.

“પણ જયલા ફરી-ફરીને ઇ જ વીચાર આવે કે હુ કાઇપણ ના કરી શક્યો...”

“એમા તારો કાઇ વાંક હતો...તે એની સાથે ક્યારેય વાત કરવાની પણ હીમ્મત કરી છે...” કોઇ બાળકને કાઇ વાત માટે રાજી કરવાનો હોય એવી રીતે એ મને સમજાવે છે.

“તે ચા પીધી પેલા...”

“થોડીકવાર પહેલા...”

દુકાનમા ભાઇ ચા ગાળે છે. જયલો ઉભો થઇને બે અડધીના બદલે આખી ચા ના કપ લઇ આવ્યો.

ચાનો એક સબળકો માર્યો. સ્વાદ હજી પણ એનો એજ છે. જરાય ફરક નથી. મને હવે થોડી રાહત થવા લાગી છે. મને અત્યારે પણ ખબર નથી કે મને વહેમ છે કે ખરેખર મારી વીચારશકિત વધી જાય છે.

તરત જ મને સારા વીચારો આવવા લાગ્યા. હુ એ વીચારવામા ખવાતો જાઉ છુ કે જયલાને મેઇલ વાળી વાત કહી દઉ કે નહી...?

“શ્રેયા ક્યાં છે અત્યારે...”

“ખબર નહી કોલેજે જવા નીકળે છે એવી વાત થઇ છેલ્લે...”

“તુ ના પાડતો તો ને આવવાની...તો કેમ આજે અચાનક...કાલે આવીને કહીશ એવુ ફોનમા કાઇ તુ વાત કરતો તો...” વાતની વચ્ચે એને અચાનક જ યાદ આવ્યુ.

હવે હુ ફસાઇ ગયો. કાલે મે ઉતાવળો થઇને ફોન તો કરી નાખ્યો. આજે થયુ કે કોઇને ન કહી તો જ સારુ. અચાનક મન બદલી ગયુ. હવે એને નહી કઉ તોય એને કાઇક તો વહેમ પડવાનો જ છે.

“મને યાદ નથી કાઇ...મે કયારે એવુ કીધુ તુ...” મને કાઇ જ ખબર નથી એવો દેખાવ હુ કરવા લાગ્યો.

“તમારી એક ની જ કોલેજ રય ગયને હવે...અમારો ક્યા કાઇ હક છે હવે તો...” વાતને ફેરવવા મારાથી બોલાઇ ગયુ.

“અરે વ્હાલા...તમારા વગર તો કોલેજ અધુરી છે...” એવો જ અવાજ અને એજ પ્રતીભા સાથે જે પહેલા બે વર્ષ પહેલા જોવા મળતો. હુ દુનીયા જીતીને પાછો ફર્યો હોય એમ આનંદ માણતો રહ્યો.

“મીલાન્જ વીસીટ કરવાનુ મન થયુ...એટલે આવી ગયો...”

“ડોફા...બાપા ને.....બનાવેશ...જયારે કોલેજમા હતો ત્યારે કોઇ દીવસ મીલાન્જમા આયવો નથીને આજે તુ મીલાન્જ મા આયવો કે એટલે માની લેવાનુ મારે...” પોલીસ ગુનેગાર ને પકડી પાડે એમ એણે મને પકડી પાડયો.

મને કોઇ ગુનો કર્યો હોય એવુ લાગે છે. મારે ખોટુ બોલવુ નહોતુ પણ સાચુ બોલવુ એ સ્વાભીમાન માટે મુર્ખાઇ જેવુ લાગે એમ છે. હુ થોડી સેકન્ડ માટે કાઇ જવાબ ન આપી શક્યો.

“એલા ભાઇ તારી પુનમ શુ કરે ઇ કે ને...”

“જો...જો...વાત ફેરવી નાયખીને...”

“ના ભાઇ એવુ કાઇ નથી....”

“માણસો ને નો કેવુ હોય તો આપણે ધરાહાર થોડા બોલાવી શકી...”

“એમ રાખો...”

“અમારી ઓકાત નહી ને તમારા લેવલની વાતો સાંભળી શકી...” એણે ફરીથી ચાલુ કર્યુ.

આ બધી વાતોનો કોઇ જ છેડો નથી આવવાનો એ અમે બન્ને બરોબર રીતે જાણીએ છીએ. તોય એકબીજાની જુની યાદોને આંખ સામે લાવવા માટે હોળીને હલેસા મારી રહ્યા છીએ.

“એકાદ શેર તો સંભળાવી દે જયલા...”

“જોવો...જોવો ફરીથી મસ્તી કરી લીધીને નાના માણસની...તમારી સામે અમારી ઓકાત કયા...” એ શુ બોલવાનો છે એ મને ખબર હતી તોય મે કહ્યુ.

“કેવુ છે શુ ઇ કે ને સીધુ...ફેરવી-ફેરવીને કેસ...” આગળની બધી વાત કોઇ નાટક હાલતુ હોય અને સંવાદ પતી ગયા હોય એમ ભુલી ગયા.

“આનંદ...પોતે સામે બેઠા હોય ત્યારે અમારાથી થોડુ કાઇ બોલાય...સ્વાભાવીક વાત છે ને...”

“હવે રેવા દે ને...”

“શુ રેવા દઉ હોય ઇ તો વેવારે કેવુ પડે ને...”

“તારે ચા પીવી બીજી...”

“ભાઇ હજી એક પીને આયવો તો અને એક અત્યારે તે પીવડાયવી...”

“કેટલી પીવી ભાઇ તારે...ઓહ હા કા તમે કોણ છો એ તો ભુલાઇ ગયુ.” અમે બેય ખડખડાટ હસી પડયા.

હુ ઉભો થઇને ચા લેવા ઉપડયો...

(ક્રમશ:)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED