ટ્રુથ બિહાઇન્ડ લવ - 40 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 77

    " શું થયું મિત્ર...! તમારા ચહેરા પર આ ડર અને ચિંતા કેમ વર્તા...

  • પ્રિય સખી નો મિલાપ

    આખા ઘર માં આજે કઈક અલગ જ વાતાવરણ ઉભુ થયુ છે સામન્ય રીતે ઘરની...

  • ધ્યાન અને જ્ઞાન

        भज गोविन्दम् ॥  प्राणायामं प्रत्याहारं नित्यानित्य विवेक...

  • સંઘર્ષ - પ્રકરણ 11

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

શ્રેણી
શેયર કરો

ટ્રુથ બિહાઇન્ડ લવ - 40

ટ્રુથ બિહાઇન્ડ લવ
પ્રકરણ-40
સ્તુતિ ફાઇવ સ્ટાર હોટલમાં આવી. મી.વિશ્વનાથ સાથે એણે વાતચીત શરૂ કરી. એને રૂમ સુધી મોકલનાર બાલું સાથે વાત કર્યા પછી એ રૂમમાં ગઇ હતી અને રૂમમાં જતાં પહેલાં મોબાઇલ ચાલુ કર્યો સાથે સાથે રેકોર્ડીંગ ઓન કરીને અંદર ગઇ હતી.
મી. વિશ્વનાથે એને બધી વાત સમજાવી હતી કંપનની ટુર હતી કુલ 60 જણાં જવાનાં હતાં એમાં 30/20 અને છેલ્લા 10 ડીરેકટર્સ વિગેરે એમ 60 જણાં બધાને એમનાં સ્ટેટ્સ પ્રમાણે ફલાઇટ, હોટલ અને રૂમ ફાળવવાનાં હતાં બધાંજ સીંગાપુર જવાનાં હતાં. એમની ચર્ચામાં વિશ્વનાથન સાથે રૂમમાં રહેલાં જાબાન બાલ્કનીમાં જતો રહેલો થોડીવાર પછી પાછો આવીને એ સ્તુતિને ઓફર કરવા લાગ્યો કે કંઇક તો લેશો ને ? બે ગ્લાસ લાવું હુ પણ સ્તુતિએ ખૂબ જ સખ્ત અવાજે ના પાડી એટલે એ બેસી ગયો.
વિશ્વનાથે જાબાન તરફ જોયું.... થોડીવાર જોયાં કર્યું પછી એણે સ્તુતિ તરફ જોઇને કહ્યું "એમને અનૂકૂળ ના હોય તો વધુ આગ્રહ ના કર એ આપણાં ગેસ્ટ છે કામ માટે આવ્યાં છે. અને પછી સ્તુતિએ કહ્યું "કોઇ તકલીફ પડી હોય તો માફી ચાહું છું. પછી સ્તુતિને કહ્યું બીજી એક ખાસ વાત જણાવાની છે કે અમે અમારાં સ્ટાફમાં એક સ્કીમ મૂકી છે જે ખૂબ જ આકર્ષક છે અને એ... એમાં કે સીંગાપુરની કોઇ ખૂબસૂરત હોટલમાં એક રંગીન રાત સીંગાપુર કે સાથ.. એમાં એમારો સ્ટાફ ભાગ લેશે એ રંગીન રાતમાં જે સૌથી વધુ એન્ટરટેઇન કરશે અથવા પોતે એ રંગીન રાત ખૂબ એશો આરામ અને ઐયાશીથી ભોગવશે એને ગીફ્ટ કરીશું. જેથી અમે અમારાં સ્ટાફને દિવસરાતનાં કામ પછી એન્ટરટેઇન કરી ઉત્સાહ વધારી શકીએ.
સ્તુતિ તને અહીં રૂબરૂ બોલાવવાનો આશય પણ આજ હતો કે નાની નાની પણ વાત તમને શેર કરીએ અને તમે અમને સાંભળી અમારી ઇચ્છાઓ સમજી શકો બાય ધ વે થોડું કોન્ફીડેન્શીયલ પણ છે એ બધાંને સ્ટાફને ખબર જ ના પડવી જોઇએ. તો તમારે આ રીતે આખો અમારો પ્લાન તૈયાર કરી આપવાનો છે જેમાં તમે બેસ્ટ હોય એજ ઓપશન આપજો પર્ક્સની કોઇ જ સીમા નથી કોઇ રોક નથી. તો આ પ્લાન કરીને તમે ક્યારે આવશો અને ખાસ તો તમારાં મનમાં અમારી ખાસ ગીફ્ટ ટુર માટે શું. ઇમેજીનેશન છે ? અને હાં ખાસ વાત કહેવી તો ભૂલ્યો કે જે વીનર હોય એ “વર્લ્ડ ટુર વીથ ઓલ લકઝરી” માં જાય એની એક શરત રહેશે કે આખી વર્લ્ડ ટુરમાં એણે દરેક સીટી હોટલમાં માત્ર બેચલર્સ પાર્ટીમાં જ ભાગ લેવાનો છે જેમાં ગર્લ હોય કે બોય બટ શુડ બી બેચલર...
સ્તુતિ સાંભળીને ચમકી.. આ કેવાં માણસો છે કેવાં કેવાં પ્લાન કરે છે ? અને બેંગ્લોરની આ સોફ્ટવેર કમ્પની નામ તો જાણીતું છે... અને અંદર પ્રોપ્રાયટર્સ આવા વિકૃત છે ? એણે વિચાર્યું મારે શું ? બેચલર્સ પાર્ટી તો બોયજ કરતાં હોય તો અને વળી પાછું જે વધું અય્યાશી કરે એ વીનર.. આ દુનિયા ક્યાં જઇ રહી છે ? એણે વિચારો ખંખેરીને કહ્યું ઓકે આઇ વીલ ટ્રાય માય બેસ્ટ... એન્ડ આઇ વીલ સેન્ડ ઓલ ડીટેલ્સ આફ્ટર સ્ટડી યોર ટુર એન્ડ એવરીથીંગ.
વિશ્વનાથને કહ્યું ઓકે થેંક્સ પણ તમે કેટલો સમય લેશો ? અમારો આઇડીયા સમજી ગયાને ? ખૂબ કોન્ફીડેન્શીયલ છે. પ્લીઝ અને આ મારું કાર્ડ તમારે સીધો મારો જ કોન્ટેક્ટ કરવાનો રહેશે.
સ્તુતિએ કહ્યું ઓકે સર આઇ વીલ અને એટલામાં બાલું ટકોરા મારી અંદર આવ્યો અને કહ્યું "સર... પણ વિશ્વનાથે કહ્યું "બાલું... પ્લીઝ કમ આફટર સમ ટાઇમ ગો. અને જાબાને ઉભા જઇને ફરીથી કહ્યું તમે લીંબુ પાણી લેશો ? વિશ્વનાથને કહ્યું "એમને અનૂકૂળ હોય તોજ લાવો આમ વારે વારે પરેશાન ના કરો.
સ્તુતિને થયું આ સારું નથી લાગતું... એણે કહ્યું ઠીક છે લેમન જ્યુસ ચાલશે. પ્લાન સમજાઈ ગયો ત્યારે વિશ્વનાથને કહ્યું તમે ખૂબ સ્માર્ટ, નીડર્ર અને બ્યુટીફુલ છો તમારા જેવી વ્યક્તિ તો અમારી કંપનીમાં હોવી જોઇએ એમ કહીને હસવા લાગ્યો. સોરી... બટ આઇ કાન્ટ કન્ટ્રોલ માય થીંકીગ. સાચેજ તમે રીલેશનશીપ મેનેજર તરીકે કામ કરી શકો ચાહો તો મુંબઇ બ્રાન્ચમાંજ એપોઇનમેન્ટ આપી શકું.
શ્રુતિનાં કીરદારમાં સ્તુતિએ વિચાર્યું... આવી ઓફર શું ખોટી શ્રૃતિ માટે ? પણ હમણાં કોઇ ઉતાવળથી જવાબ નથી આપણે. જોઊં હજી.. તેલ જોઊં તેલની ધાર... પછી વાત. વિશ્વનાથે જોયું કે આ વિચારમાં પડી ગઇ.... રસ પડ્યો છે. એણે કહ્યું કે... આર યુ ઇન્ટરેસ્ટેડ ? તો ધર્મેશની ચિંતા ના કરીશ. હું ફોડી લઇશ.
સ્તુતિ વિચારમાંથી બહાર આવીને કહ્યું "ઓહ થેંક્સ સર બટ જસ્ટ નાઉ આઇ કાન્ટ ડીસાઇડ.. પછી હુ જણાવીશ. એ બોલે એટલામાંજ જાબાન બે ગ્લાસ લેમન જ્યુસ લાવ્યો અને એણે સર્વ કર્યું. વિશ્વનાથે સ્માઇલ કરતાં કહ્યું. થેંકસ જબાન... પણ તું વેઇટર પાસે મંગાવી શક્યો હોત કેમ તેં સર્વ કહ્યું ? પણ મને ગમ્યું.
સર ! આ જ્યુસ તમે આપણી વાડીમાંથી મંગાવેલ લીંબુમાંથી બનાવેલો છે તમે ક્યાં બહારનું આવું પીવો છો ? એટલે તમારી જ કીટમાંથી આ બનાવ્યું છે બહારનું એટલે ના મંગાવ્યું.
ઓહો. થેંકસ જબાન તું આટલો ખ્યાલ કરે છે અને સ્તુતિને કહ્યું" શ્રૃતિ.. પ્લીઝ ટેઇક ઇટ.. આ મારીજ વાડીનાં ફળનો જ્યુસ એકદમ જ ઓર્ગેનિક અને સ્વાસ્થયપ્રદ.. હેલ્ધી છે હાઇજેનીક પણ હશે જ. હસી પડ્યો.
સ્તુતિએ કહ્યું "ઓહ ઓકે થેંક્સ. સ્તુતિએ વાત વધારતાં કહ્યું "ઓહ તમારી વાડી પણ છે ? વિશ્વનાથને કહ્યું "હાં શ્રુતિ મારાં ફાધરનાં સમયમાં ખાલી 30 એકરની હતી અત્યારે મેં વધારે 380 એકરથી વધારીને કરી છે ખૂબ બધું પાકે છે અને એજ બધુ હું પોતે વાપરું છું અને એક્ષપોર્ટ પણ કરું છું પણ એ બધુ મારી વાઇફ અને ડોટર સંભાળે છે. બાય ધ વે અમે થોડાં સમય પછી ધર્મેશ સાથે ટાય અપ કરીને એગ્રીકલ્ચર ટુરીઝમ પણ વિચારવાનાં છીએ.. પછીનો પ્રોજેક્ટ છે. એમજ શેર કર્યું.
સ્તુતિએ કહ્યું " વાહ સર નેચરમાં રહેવાનો લહાવો કંઇક અનોખો છે. એને થયું કે સ્તવનની વાત કાઢું કે એ… ના... ના... કંઇક વધુજ પર્સનલ થઇ જશે એ અટકી ગઇ. સ્તુતિએ કહ્યું ઓકે સર હું આપના પ્લાન પ્રમાણે બધી ટુર ગોઠવી આપીશ. એકસેલન્ટ મીટીંગ એન્ડ થેંક્સ ફોર જ્યુસ હું બે દિવસમાંજ બધુ ગોઠવી દઇશ. અને આપને જાણ કરીશ મેં બધીજ રિક્વાયરમેન્ટ લખી લીધી છે. થેંકસ અગેઇન.. વિશ્વનાથે કહ્યું ઓહ ઓકે... એન્ડ માઇન્ડ માય ઓફર એન્ડ કનવે યોર આન્સર. ઓકે બાય શ્રૃતિ...
સ્તુતિ એ જગ્યાએથી ઉભી થઇ થેક્સ કહીને એ રૂમની બહાર નીકળી અને લોબી પસાર કરી ત્યાં સામે બાલું મળ્યો એણે કહ્યું "ઓહ ઓકે મેમ તમારે મીટીંગ થઇ ગઇ ને ? સ્તુતિએ કહ્યું. યસ.. થેંક્સ.. વેરી સકસેસફુલ...
બાલુંએ કહ્યું "મેમ આ તરફ આવો સરે તમને એક ગીફટ આપવા મને મેસેજ કર્યો છે એ લેતાં જાવ અને સામેથી બીજો એક જણ ઊંચો દાઢી વાળો આવ્યો એણે બાલુંને ઇશારો કર્યો. એટલે બાલું પાછો વળી ગયો અને સ્તુતિને પેલાએ કહ્યું "મેમ.. પ્લીઝ આ તરફ ખૂબ નમ્રતાથી બોલ્યો સ્તુતિને આશ્ચર્ય થયું પણ જે ઇમ્પ્રેશન લઇને નીકળી હતી એટલે કંઇ બોલી નહીં અને ફોલો થઇ.
થોડે આગળ જઇને પેલાએ એક રૂમનું બારણું ખોલી અંદર જવા ઇશારો કર્યો. એ અંદર ગઇ ત્યાં ઘણી બધી બોટલ્સ.. ફલાવર્સ, પરફ્યુમ, ડ્રીંક બોટલ્સ બધુ પડ્યુ હતું સ્તુતિ જેવી અંદર દાખલ થઇ પેલાએ કહ્યું "મેમ આઇ એમ વિક્રમ એન માય બોસ ઇઝ.. એ બોલે પહેલાં મુંજાલ અંદરની બાજુથી બહાર આવ્યો અને સ્તુતિને બેસવા ઇશારો કર્યો અને કહ્યું "શું લેશો ?
શ્રૃતિ તારુ કામ અને કામ કરવાની સ્ટાઇલ જોઇને ખૂબ આનંદ થયો છે આજે પ્હેલાં જ દિવસે આટલી સક્સેસફુલ ડીલ કરવા માટે કોન્ગ્રેચ્યુલેશન્સ. અને એણે બે જ્યુસ બોટલનું પેક અને એક ફુલોનો મોટો બુકે આપી કહ્યું "આનું કમીશન પણ કલાકમાં તારા ખાતામાં જમા થઇ જશે. કોન્ગ્રેચ્યુલેશન અગેઇન એમ કહીને એ જતો રહ્યો.
સ્તુતિએ બધું ઉચક્વું શકય નહોતું એણે વિક્રમ તરફ જોયું અને વિક્રમ સમજી ગયો હોય એમ એણે કહ્યું ડોન્ટ વરી હું લઇ લઊં છું અને નીચે સુધી પહોચાડવા માટે વ્યવસ્થા કરુ છું ડોન્ટ વરી... અને એ લોકો બહાર નીકળ્યા અને વિક્રમે સામે ઉભેલાને ઇશારો કર્યો....