સ્વાનુભવ Yakshita Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

શ્રેણી
શેયર કરો

સ્વાનુભવ

નમસ્કાર મિત્રો,
આજે જયારે મારી પ્રથમ રચના પ્રકાશિત થઇ છે ત્યારે ઘણોજ હર્ષ અનુભવી રહી છું.. આ સાથે સૌ પ્રથમ તો મારા પ્રેરણાસ્ત્રોત અને ગુરુ એવા "બેનામ" ભાર્ગવ જોશીનો ખુબ ખુબ આભાર કે જેમના થકી મને લખવાની પ્રેરણા મળી અને જેમના સહયોગ થકી આ રચના આપ સૌ સમક્ષ લાવી સકી ખુબ ખુબ આભાર ગુરુ..
ત્યારબાદ મારા શબ્દોમાં રહેલું ઝુનુન પારખીને પોતાના અનુભવો થકી મારા ઉત્સાહને બે ગણો કરી મને સતત પ્રોત્સાહન આપનાર આનંદસર નો ખુબ ખુબ આભાર.. આ સાથે એ તમામ વાચકમિત્રોનો ખુબ ખુબ આભાર કે જેમણે મને કૈક સારું લખવાની સલાહ આપી છે અને મારી ભૂલો બતાવી મારુ બેસ્ટ આપવામાં મને સાથ આપ્યો છે.
છેલ્લે ખાસ આભાર મારા એ પરમ મિત્રનો કે જેમના થકી હું આજે અહીં માતૃભારતી પર છું અને મારુ શ્રેષ્ઠ આપવાનો પ્રયાશ કરી રહી છું.
તો મિત્રો.. મારી આ પ્રથમ રચના હોવાથી ભૂલો હોવાની પુરી શક્યતા છે.. એ ભૂલો સુધારી વધુ સારું અને નવું લખવા માટે તમારા પ્રતિભાવ અને સૂચનો મને ઘણા મદદરૂપ થશે.. તો મારી આ રચના વાંચી તમારા કિંમતી પ્રતિભાવ આપવાનું ચૂકશો નહીં.
THANK YOU
✍🏻યક્ષિતા પટેલ
મુજને મળ્યા

શોખ હતો ફક્ત વાંચનનો
વિચાર્યું ન હતું ક્યારેક લખીશ પણ..
વાંચતા વાંચતા માતૃભારતી પર
લખવાનું હું ધીરે ધીરે શીખીશ પણ..


જાણી મારી ખૂબી મને
પ્રોત્સાહિત કરનારા મળ્યા..
ટીકાકારો ના સ્વરૂપમાં મને મારી
ભૂલો સુધરાવનારા મળ્યા..


ખામી જાણી મારી અને,
મને સમજાવનાર મળ્યા ..
માતૃભારતીના મંચ પર મને એવા
મિત્રો અને ગુરુઓ મળ્યા..


અપરાધ થાય જો મુજથી
તો મઝધાર મહી ના છોડશો..
સફર છે ઘણી લાંબી
મુજનો સાથ આપતા રેહજો..


ભટકી જાવ જો રસ્તો
તો સાચી રાહ બતાવજો..
જાણે - અજાણે ભૂલ થાય તો
નાદાન સમજી માફ કરજો..


રડતાઓને એણે હસતા કર્યા
નીરાશોને એણે ઉત્સાહિત કર્યા..
ડરતાઓને એણે નીડર બનાવ્યા
ભાલાભોળાને એણે હોશિયાર બનાવ્યા..


વાંચતાઓને લખતા કર્યા
નિત નવું શીખતાં કર્યા..
સુખદુઃખને અપાવી વાચા
લેખન થકી વહેતા કરાવ્યા..


કાયમ રહેશુ એ કાજ
માતૃભારતીના ઋણી..
આપ્યું છે એણે એવું..
ચૂકવી ના શકાય જેનું મૂલ્ય કદી...

*************************************

સમય નથી

ધીરજ અને ખંતપૂર્વક ચાલીને
મંઝિલ સુધી પોંહચવું છે મારે..

બેફામપણે દોડીને માર્ગ ભટકી જવાનો
હવે મને સમય નથી..



ભલે હોય અડચણો ભર્યા પણ
સચ્ચાઈની રાહ પર જ ચાલવું છે મારે..

જલ્દી પોંહચવાની ઝંખનામાં
ટૂંકો રસ્તો અપનાવવાનો હવે મને સમય નથી..



હૃદય મનને અનુસરી મારા લક્ષો ભણી
આગળ ધપતા રેહવું છે મારે..

લોકો ભલે ગમે તે કેહતા પણ
નાકામ વાતો સાંભળી પરેશાન થવાનો હવે મને સમય નથી..



જીત મેળવવા હર હાલમાં અડીખમ રહી
આગળ વધવું છે મારે..

હારની મનમાં દહેશત રાખી
મૂંઝાઈને બેસી રહેવાનો હવે મને સમય નથી..



અંતરમન ખુશ થાય હૈયું નાચી ઉઠે
એવા મુકામ સુધી પોંહચવું છે મારે..

થોડી સફળતાથી ખુશામતના બે બોલ સાંભળી
છકી જવાનો હવે મને સમય નથી..



પથ્થર સમજો તો પથ્થર સહી
ભાંગી તૂટી ને ફરી ઉભા થવું છે મારે..

મીણબત્તી જેમ બની પીગળીને
પડ્યા રહેવાનો હવે મને સમય નથી..



શક્યતાઓ અપાર છે.. બસ
એનીજ આરપાર થવું છે મારે.?

અશક્ય જેવું કઈ જ નથી ધરા પર તો
બેસી રહેવા તણો હવે મને સમય નથી..



હાલાતો સાથે લડી લઇ
આગળ ધપતા રેહવું છે મારે..

તપતા રહેવાનો સ્વીકાર છે પણ
તડપતા રહેવાનો હવે મને સમય નથી..



મળતા રહેતા ભલે ઘા હજાર
તોય હસીને આગળ જવું છે મારે..

માનસપટ પર પડ્યા જે ઘા
એને યાદ કરી રડવાનો હવે મને સમય નથી..



જિંદગી તારે જેમ ચાલવું હોય તેમ ચાલ,
તારાથી બે કદમ આગળ ચાલવું છે મારે..

અનુકૂળ હોય મારા થી કે પ્રતિકૂળ હોય,
એ વિચારવાનો હવે મને સમય નથી..



અજમાવી જુઓ ને ગમે તે પેંતરા,
હવે ખુદને ક્યાંય અટકાવવું નથી મારે..

સંજોગો સાથે સમાધાન કરી
મનોબળ તોડવાનો હવે મને સમય નથી...



ધ્યાન કહો કે ભલે કહો સમાધિ,
એકાગ્રતા સાથે આગળ ધપવું છે મારે..

ધૂની કહો કે ભલે માનો મને પાગલ,
એની પરવાહ કરવાનો હવે મને સમય નથી..



સકારાત્મક રાખી હવે મન મારુ,
એક ઉંચી ઉડાન ભરવી છે મારે..

નકારાત્મકતા રાખી મનમાં મારા,
સંકુચિત થવાનો હવે મને સમય નથી..




છાપ અજાણ્યા પગલાંઓની અવગણી,
ઝિલ કેરી કેડી હવે જાતે જ કંડારવી છે મારે ..

લોકોના ચીલે ચાતરેલા રસ્તાઓ પર,
પાછળ ચાલવાનો હવે મને સમય નથી..



જીવન ભલે ને હોય ભારે ઉતાવળું,
એને પણ હવે હંફાવવું છે મારે..

પડીશ..અથડાઈશ..ઝઝૂમતી રહીશ,
થાકી ને બેસી જવાનો હવે મને સમય નથી..

THANK YOU..