ટ્રુથ બિહાઇન્ડ લવ
પ્રકરણ-38
સ્તુતિ 2 દિવસની સવારે જે મેસેજ આવ્યો તમે એ ચેક કરીને શ્રૃતિનો ફોન લઇ એનો ફોન શ્રૃતિ પાસે મૂકીને નીકળી ગઇ અને બહાર નીકળી પેલો મેસેજ ઓપન કરે એએ અંદર આપેલો ફોન નંબર જોયો અને એનાં પર ડાયલ કરી.
ફોનમાં રીંગ જઇ રહી હતી થોડીવાર પછી સામેથી ફોન ઊંચકાયો... ઓહ હાય. શ્રૃતિ ગુડમોર્નિગ આર ચુ રેડી ફોર યોર ફર્સ્ટ પ્રોજેક્ટ ? યુ આર સો પંક્ચુઅલ વેલ ઓકે ડીયર હું તને એડ્રેસ મેસેજ કરુ છું ત્યાં તુ પહોંચી જા તને ત્યાં કલ્યાન્ટ સાથે રૂબરૂ મીટીંગ થશે અને એ પ્રમાણે આગળ નું પ્લાન કરી આવજો. આઇનો યુ આર સો સ્માર્ટ.. બેસ્ટ લક એન્ડ બી પ્રીપેર.. અને ફોન મૂકાઇ ગયો.
સ્તુતિએ વિચાર્યુ હું કાંઇ બોલી જ નહી.. ખાલી હં હં કર્યું અને મેં એનું નામ કેમ ના પૂછ્યું કે કોણ બોલે છો ? પણ એવું કેમ પૂછું ? શ્રૃતિને તો ખબર જ હશે કે કોણ ફોન કરશે અને ઇન્ફરમેશન આવશે. ઠીક છે મેસેજ આવે એટલે આગળ વાત. ત્યાંજ ફોનમાં મેસેજ નું નોટીફીકેશન આવ્યું. અને એણે એડ્રેસ વાંચ્યુ.. ઓહો ફાઇવસ્ટાર હોટલ ? અને સ્તુતિએ ટેક્ષીને ઉભી રાખી એડ્રેસ કહ્યું અને ટેક્ષી નીકળી.
***************
શ્રૃતિ હજી સૂઇ રહી હતી પ્રણવભાઇને એક ફોન આવ્યો અને એમણે શ્રૃતિને ઉઠાડી કહ્યું તું ઘરે જ છે કે ઓફીસ જવાની આમ પણ આજે રવિવાર છે તારી મોમ પણ કોઇ આગળની મીટીંગ છે એટલે ગઇ છે પણ હમણાં જ આવી જશે. રજાનાં દિવસે પણ એને શાંતિ નથી… જવું પડે છે.
શ્રૃતિએ ઊંધરેટા અવાજે કહ્યું તમે જાવ પાપા હું હમણાં થોડીવાર સૂઇ રહું પ્લીઝ પછી ઉઠીને પરવારીશ.. પ્રણવભાઇએ કહ્યું "ઓકે ઠીક છે હું ઘર બંધ કરીને જઊં છું અને એમ કરીને એ નીકળી ગયાં.
પ્રણવભાઇ ફલેટની બહાર નીકળ્યાં અને જુહુ સ્ટેશન સુધી ચાલી નાંખુ પછી ફાસ્ટમાં જતો રહીશ અને એમણે ચાલવાનું ચાલુ કર્યુ થોડેક જ આગળ ગયાં અને બે બાઇક વાળા રેસ કરતાં નીકળ્યાં અને વચ્ચે કૂતરું આવી જતાં એક બાઇક વાળાએ સંતુલન ગુમાવ્યું એ સીધો પ્રણવભાઇ ચાલી રહેલાં એમની સાથે જઇને ભટકાયો અને પ્રણવભાઇને પણ બાઇક સાથે ધસડી જઇને પછડાયો.. પ્રણવભાઇ ખૂબ ગંભીર રીતે જખ્મી થયાં એમનું માથું ભટકાયેલું અને પગ પર બાઇકનું વ્હીલ ચઢી જતાં પગને ખૂબ વાગેલું હતું ઓહ ઓહ કરતાં એ બેભાન થઇ ગયાં. એ કઈ સમજે વિચારે કે જાત સાચવે પહેલાજ એક ક્ષણમાં જાણે બધું બની ગયું બાઇકવાળો ગભરાયો... એણે હેલમેટ પહેરેલી હતી એનો ડર એટલો હતો કે એણે બાઇક ઉભી કરીને ત્યાંથી નાસી ગયો પ્રણવભાઇ રોડ પર કણસતાં પડી રહ્યાં.
ક્યાંય સુધી કોઇ નજીક ના આવ્યું પણ એક કામવાળી મહારાષ્ટ્રિયન બાઇ એકદમ બોલતી બોલતી એમની પાસે આવી બધાને હેલ્પ કરવા માટે બોલાવવા લાગી.. મી જાનતે સાબકો યે તો વો અનસુયાબાઇ કા મરદ હૈ અને બધાં એમની પાસે આવ્યાં અને એમ્બ્યુલન્સને ફોન કર્યો થોડી વારમાં એમ્બ્યુલન્સ આવીને મ્યુનિસીપલ હોસ્પીટલમાં લઇને ગઇ પેલી બાઇ પ્રણવભાઇનાં ફલેટ તરફ દોડી અને ફલેટનો બેલ માર્યો.
સતત બેલ માર્યા પછી શ્રૃતિએ કંટાળા સાથે દરવાજો ખોલ્યો... અરે બાઇ તુમ્હારા બાપ કા એક્સીડેન્ટ હુઆ હે લોકર જા વો ઇબ્યુલ્ન્સ વાલા લેકે ગયા ઉસકો હોસ્પીટલ શ્રૃતિની ઊંઘ પળવારમાં ઉડી ગઇ એની આંખો ફાટી ગઇ આ બાઇ શું કહે છે ? એ પણ બાઇને ઓળખતી હતી એણે કહ્યું મંગુ કાય.. તુ કાય બોલી ? પેલીએ કહ્યું મેને ઉનકો દેખા તુમ જાઓ જલ્દી શ્રૃતિએ કહ્યું ઓકે અને એણે ઝડપથી અંદર જઇને જેમતેમ વાળ સરખા કર્યા કપડાં બદલ્યા અને દરવાજો લોક કરીને નીચે દોડી... સામેજ અનસુયાબેન મળ્યાં શ્રૃતિએ મંગુએ કરેલી વાત કરી.
અનસુયાબ્હેને કહ્યું "હાય હાય અને એમની આંખોમાંથી આંસુ નીકળી પડ્યાં પેલીને પુછ્યું ક્યાં લઇ ગયાં ? મંગુએ કહ્યું મ્યુનીસીપાલીટી કા દવાખાના ગયે વો લોગ તુમ લોકર જાઓ. અને બંન્ને જણાંએ રીક્ષા પકડીને ઊંચા જીવે ઉચાટ કરતાં હોસ્પીટલ પહોંચ્યા.
શ્રૃતિ અને માં દોડીને ઇમરજન્સી તરફ ગયાં ત્યાં પ્રણવભાઇનું લોહી સાફ કરીને સારવાર ચાલુ કરેલી હજી એમને ભાન આવ્યું નહોતું અનસુયાબહેન એકદમજ એમની પાસે ગયાં શ્રૃતિનાં પપા, શ્રૃતિનાં પાપા તમને આ શું થઇ ગયું ? ડોક્ટરે કહ્યું તમે પ્લીઝ બહાર બેસો એમને ઘણું વાગ્યું છે અને સારવાર ચાલુ કરીજ છે. તમે ત્યાં એમની બઘી ડીટેઇલ્સ લખાવો જાવ ફોર્મ ભરવાનું પણ બાકી છે અને શ્રૃતિ એનાં માટે દૌડી...
પ્રણવભાઇની સારવાર કરીને એમને બોટલ્સ ચઢાવી અને ડ્રેસીંગ થયા બાદ રૂમમાં શીફ્ટ કર્યા અને અનસુયાબહેન રડતી આંખે એમની બાજુમાંજ બેસી રહ્યાં શ્રૃતિએ જોયું કે ઉતાવળમાં મોબાઇલ ઘરે જ ભૂલી છે એણે મોમનો ફોન લઈને સ્તુતિને ફોન કરવા વિચાર્યું એણે તુરતજ સ્તુતિને ફોન કર્યો.. પરંતુ સ્તુતિએ એનો ફોન શ્રૃતિ પાસે સ્વીચ ઓફ કરીને મૂકી દીધેલો જેથી કોઇ ફોન શ્રૃતિ ને ઉઠાડે નહીં.
શ્રૃતિ વિચારમાં પડી કે કેમ ફોન સ્વીચ ઓફ આવે છે ? એણે માં સામે જોઇને કહ્યું કેમ માં સ્તુતિનો ફોન બંધ આવે છે ? એ ઘરે પણ નહોતી આજે રવિવારે ક્યાં જવાનું હતું ? માં એ કહ્યું મારે પાલિકાની મીટીંગ હતી સવારે હું ઉતાવળમાં નીકળી ત્યારે એ પણ કોઇ સ્તવનનું કામ છે એમ કહીને નીકળી છે મને નથી ખબર ક્યાં ગઇ ? પણ એનો ફોન સ્વીચ ઓફ કેમ આવે છે ?
શ્રૃતિ પણ વિચારમાં પડી ગઇ શું થયું. હશે ? કોને ખબર કરું ? થયું લાવ મોમનાં ફોનથી સ્તવન અને એનાં પેરેન્ટસને ફોન કરું.. એણે મોમનાં ફોનમાં સ્તવનનાં નંબર સર્ચ કરી ફોન કર્યો તો એનો પણ સ્વીચ ઓફ આવ્યો એ ને થયું આ બંન્નેનાં ફોન સ્વીચ ઓફ કેમ આવે છે ? કંઇક એ લોકોનો ખાનગી પ્રોગ્રામ છે કે શું ? હશે ચાલ એના પેરેન્ટસને ફોન કરું અને એણે વિનોદાબેનને ફોન કર્યો તરતજ ઉંચક્યો અને શ્રૃતિએ પાપાને આવો એક્સીડેન્ટ થયો છે અને હોસ્પીટલ અને રૂમની ડીટેલસ આપીને ફોન મૂક્યો. વિનોદાબેન કહ્યું અને આવશ નીકળીએ જ છીએ.
વિનોદાબેન લોકો આવ્યાં ત્યાં સુધીમાં પ્રણવભાઇને ભાન આવી ગયેલું પણ ખૂબજ પીડા હતી.
માથું ભટકાયું હતું પણ બચી ગયેલાં પણ પગ પર ખૂબ જ ઇજા થઇ હતી મલ્ટીપલ ફ્રેક્ચર હતાં એજ વધારે પીડા આપી રહેલાં એમની આંખો સૂજી ગયેલી.. એમને ભાન તો આવ્યુ પણ બધાને જોયાં પણ ખરાં પણ આંખો પાછી મીંચી દીધી.
શ્રૃતિને કૂતૂહૂલ હતું એટલે પૂછ્યું "અંકલ જીજુ ક્યાં છે અહીં કે બેંગ્લોર ? એમનો ફોન જ નથી લાગતો. વિનોદભાઇએ કહ્યું "વંદના.. વિનોદા કાલથી ફોન કરે છે સ્વીચ ઓફ જ આવે છે ખબર નથી કેમ ? મેં અત્યારે અહીં આવવા નીકળતાં પણ ફોન કર્યો હજી નથી લાગતો.. કેવી રીતે સંપર્ક કરવો ખબર જ નથી પડતી એનો રૂમ પાર્ટનર સુરત છે એને પણ ફોન કરેલો હવે જો રાત સુધીમાં નહી લાગે તો કાલે સવારે કોલેજ પર ફોન કરવાનો છું કંઇ ખબર નથી પડતી આ છોકરાઓ બસ ચિંતા જ કરાવે.
શ્રૃતિએ કહ્યું "મેં એટલે પૂછ્યું કે દીદીનો ફોન પણ સ્વીચ ઓફ આવે છે એ પણ સવારે સ્તવન જીજુનું કંઇક કામ છે કહીને ઘરેથી નીકળી હતી.
વિનોદભાઇ વિચારમાં પડી ગયાં. તો શું બંન્ને જણાનો કોઇ પ્રોગ્રામ કે સરપ્રાઇઝ હશે? અને એ લોકોને તો કંઇ ખબર પણ નથી કે પ્રણવભાઇને..
શ્રૃતિ કહે હવે તો એ લોકો ફોન કરે તો જ સમજ પડે એવી સ્થિતિ છે. વિનોદભાઇએ પ્રણવભાઇ સામે જોઇને કહ્યું ભગવાનની મહેરબાની છે કે બચી ગયાં કેટલું વાગ્યું છે અને ખાસ તો માથું બચી ગયું.
અનસુયા બહેને કહે હજી હું ઘરે પહોચું એની 10 મીનીટ પહેલાંજ બની ગયું. વિનોદાબેન કહે થવાકાળ થઇ ગયું પણ તમે ચિંતા ના કરો બધુ સારું થઇ જશે. અને તમારાં સાથમાં જ છીએ તમે ચિંતાના કરશો સ્તવનનો ફોન આવે એને પણ બોલાવી લઇશું બે-ત્રણ દિવસમાં કંઇ ખાટું મોળું નથી થઇ જવાનું અને બધાં એક નજરે પ્રણવભાઇ તરફ જોઇ રહ્યાં.
****************
સ્તુતિ બતાવેલાં એડ્રેસ પર પહોંચી અને ટેક્ષીવાળાએ એને છેક હોટલનાં પોર્ચમાં છોડી અને સ્તુતિ પૈસા ચૂકવીને થોડાં ધડકતાં હૃદયે કાચનો વિશાળ દરવાજો વટાવી અંદર તરફ ગઇ એણે જોયું કોઇ સામે રાહ જોતુંજ ઉભું છે...
વધુ આવતા અંકે ... પ્રકરણ-39