Thoth nishalio books and stories free download online pdf in Gujarati

ઠોઠ નિશાળીઓ

વાર્તા-ઠોઠ નિશાળીઓ લેખક-જયેશ એલ.સોની-ઊંઝા મો.નં.9725201775
આજે સતત દસમા દિવસે પણ દશરથલાલ માસ્તરે સ્કૂલમાં ચતુર ને અંગુઠા પકડાવ્યા અને પીઠ ઉપર ફૂટપટ્ટી મુકી.ફૂટપટ્ટી જો પડી જાયતો બરડામાં દસ ફૂટપટ્ટી ફટકારવાની સજા.નવ દિવસની નેવું ફૂટપટ્ટી તો તેના બરડામાં ફટકારવામાં આવી જ હતી.ચતુર લેશન નહીં જ લાવું એવી જીદે ચડ્યો હતો અને દશરથલાલ માસ્તર લેશન નહીં લાવે ત્યાં સુધી રોજ અંગુઠા પકડાવીશ એવી જીદે ચડ્યા હતા.દસમા ધોરણમાં ભણતો ચતુર ગરીબ ખેત મજૂર માબાપ નો એકનો એક દીકરો હતો અને ઠોઠ નિશાળીયો હતો એકથી નવ ધોરણ સુધી ધક્કા મારી મારીને ઉપલા વર્ગમાં લાવવામાં આવ્યો હતો પણ હવે ગાડી આગળ જાય એવું લાગતું નહોતું.ચતુરને ભણવામાં બિલકુલ રસ નહોતો.
ચતુર નાં માબાપે આખી જીંદગી કાળી મજૂરી કરી હતી છતાં પણ બે પાંદડે થયા નહોતા.એટલે જ એમની ઇચ્છા હતી કે ચતુર ભણે અને સારી નોકરી મેળવે તો તેને મજૂરી ના કરવી પડે અને અમારી પણ પાછલી જીંદગી સારી જાય.પણ હવે એમને ખબર પડી ગઇ હતી કે દીકરો ભણવામાં ઠોઠ છે.તેને ઠોઠ નિશાળીયા નું લેબલ લાગી ગયું હતું.
'સાહેબ, ફૂટપટ્ટી પડી ગઇ.' એક વિદ્યાર્થી બોલ્યો.વિદ્યાર્થીઓ ને પણ છેલ્લા દસ દિવસથી ચતુરના બરડામાં પડતી ફૂટપટ્ટી ઓ જોવાની મજા આવી ગઇ હતી.ચતુર દસમા ધોરણમાં ભણતો હતો પણ શરીર પહેલવાન જેવું હતું.સાહેબે પુસ્તક બાજુમાં મૂક્યું અને ફૂટપટ્ટી લઇને ચતુરના બરડામાં ફટકારવાનું ચાલુ કર્યું.બરાબર દસ ફટકા પૂરા થયા એટલે ચતુર ઊભો થયો અને કોઇ કંઇ વિચારે એ પહેલાં તો એણે સાહેબને બોચી થી પકડ્યા અને ઊભી પટક લઇને એવા પટક્યા કે સાહેબની હોશકોશ ગુમાવી દીધા હોય એવી હાલત થઇ ગઇ.પછી ચતુર વિદ્યાર્થીઓ તરફ જોઇને બોલ્યો 'ખબરદાર કોઇ બહાર ગયું છેતો' બધા પોતપોતાની જગ્યાએ જડાઇ ગયા.અને ચતુરે હાથમાં ફૂટપટ્ટી પકડી અને દશરથલાલ માસ્તર ના બરડામાં ફટકારવાની ચાલુ કરી.બરાબર એકસો ફટકા માર્યા.સાહેબના બરડામાં થી લોહી વહેવા લાગ્યું.સાહેબ વેદના થી ચીસો પાડતા હતા.છેલ્લા ફટકા પછી ચતુરે સાહેબ નો કૉલર પકડીને કહ્યું ' માસ્તર તને જોઇ લઇશ' આટલું બોલીને ચતુર રૂમની બહાર નીકળી ગયો.
આખા ગામમાં હોબાળો મચી ગયો.ચતુરને શોધવાનો પ્રયત્ન કર્યો પણ ક્યાં ભાગી ગયો કોઇને ખબર જ ના પડી.તેને સ્કૂલમાં થી લાલ શેરો મારીને ડીસમીસ કરી દેવામાં આવ્યો.ચાર દિવસ વિતી ગયા પણ ચતુરનો ક્યાંય પત્તો લાગ્યો નહીં.ગામમાં ચતુરનો એક માત્ર મિત્ર લવજી હતો તેના ઘરે પણ તપાસ કરી કદાચ સંતાડ્યો હોયતો પણ ચતુર હાથમાં ના જ આવ્યો.
રેલ્વે સ્ટેશનના બાંકડા ઉપર ત્રણ દિવસ ભૂખ્યા રહીને ચતુરની હાલત ખરાબ થઇ ગઇ હતી.પહેર્યા કપડે અને ખાલી ખિસ્સે ભાગ્યો હતો.છેવટે હિંમત એક્ઠી કરીને સ્ટેશન ઉપર આવેલા સમોસા ના સ્ટૉલ ઉપર જઇને 'સાહેબ ત્રણ દિવસથી ભૂખ્યો છું.એક સમોસો આપોતો તમારી મહેરબાની.પૈસા પછી આપીશ.' સમોસા વાળા એ કરડાકીથી ચતુર સામે જોઇને કહ્યું' ભઇલા આ સદાવ્રત નથી.અમે મજૂરી કરીએ છીએ તો તું પણ મજૂરી કર.'
'તમે આપશો મને કામ? હું તૈયાર છું.'
'જો દસ મિનિટ પછી ટ્રેન આવશે.તું દસ સમોસા વેચી આવે તો તને એક સમોસો ખાવા આપું.બોલ છે તૈયાર?'
ટ્રેન આવી.ચતુરે પંદર સમોસા વેચીને શેઠને પૈસા આપ્યા.બે સમોસા ખાવા મળ્યા.પછીતો દિવસની દસ ટ્રેનો માં ચતુર રોજના લગભગ બસો સમોસા વેચવા લાગ્યો.તેનો નિર્દોષ ચહેરો અને બોલવાની આવડત થી સમોસા નું વેચાણ જોરદાર વધી ગયું.શેઠે તેને સમોસા દીઠ એક રૂપિયો કમિશન ઠરાવ્યું.ત્રણ મહિના આમ ચાલ્યું.ચતુર પાસે પંદર હજાર જેવી બચત થઇ.
'ચતુર સમોસા વાળો ક્યાં મળશે?' એક મોટા સાહેબ જેવા માણસે સ્ટેશન ઉપર પૂછપરછ કરી.એક કુલી એ સાહેબનો ચતુર સાથે મેળાપ કરાવ્યો.ચતુર થોડો ગભરાયો કદાચ પોલીસ તપાસ હોયતો.પણ આ સાહેબે સીધું જ ચતુરને પૂછ્યું' ચતુરભાઇ આમ મજૂરી જ કરવી છે ? કરોડપતિ થવું નથી?'
' હું સમજ્યો નહીં સાહેબ.' ચતુરે ભોળપણ થી પૂછ્યું.
' જુઓ ચતુરભાઇ,આ સ્ટેશન ઉપર રોજના પચીસ સમોસા પણ કદી વેચાતા નહોતા.તમે તમારી આવડતથી બસો સમોસા નું રોજનું વેચાણ કર્યું.હું મુંબઇ થી આવું છું.હું તમને ભાગીદાર બનાવવા માગું છું.તમને રોજ સવારે ગરમાગરમ સમોસા મળી જશે. મુંબઇ થી અમદાવાદ નો રેલ્વે પાસ મળી જશે.દસ હજાર સમોસા નું રોજનું તમારૂં ટાર્ગેટ રહેશે.સમોસા દીઠ બે રૂપિયા કમિશન મળશે અને રહેવા-જમવાની સગવડ અમારા તરફથી મળશે.'ચતુરે એના જેવા બીજા દસ છોકરાઓ ને નોકરીએ રાખ્યા.અને બધાને રેલ્વે પાસ કઢાવી આપ્યા.
લવજીએ ગામમાં ચતુરનાં માબાપની બહુ સેવા કરી હતી.ચતુર ખાનગીમાં લવજી ને પૈસા મોકલતો જે તેના માબાપ ને પહોંચી જતા.
આજે ગામમાં માઇક ઉપર જાહેરાત થઇ કે ગામની શાળાનું મકાન નવું બનાવવા માટે મુંબઇ ના કોઇ શેઠિયા એ દસ લાખ નું દાન આપ્યું છે.આવતીકાલે શાળામાં આ શેઠનું સ્વાગત કરવા સહુ એ હાજર રહેવું.ગામલોકોએ જમવાનું પણ ત્યાં જ છે.
બીજા દિવસે સવારે અગિયાર વાગ્યે શાળાના મેદાનમાં શેઠની ગાડી આવી.ગામલોકોએ તાળીઓના ગડગડાટથી સ્વાગત કર્યું.લોકોને શેઠનું નામ જાણવાની ઉત્કંઠા હતી.
સ્કૂલના ટ્રસ્ટી મંડળે શેઠનું સ્વાગત કર્યું.દશરથલાલ માસ્તર એનાઉન્સ કરી રહ્યા હતા.તેમણે કહ્યું કે મુંબઇ ના સી.જે.ચાવડા નામના શેઠ છે.ગામ લોકો વતી હું તેમનું સ્વાગત કરૂં છું.હવે શેઠશ્રી પોતેજ પોતાનો વધુ પરિચય આપશે.શેઠે માઇક હાથમાં લઇને કહ્યું કે ' ગ્રામજનો, હું કોઇ શેઠ નથી.હું તો આ ગામમાં થી અભ્યાસ થી કંટાળીને ભાગી છૂટયો હતો એ ચતુર છું.દશરથલાલ માસ્તરને ચતુરની ઊભી પટક યાદ આવી ગઇ.
મારે એ સાબિત કરવું હતું કે ભણ્યા વગર પણ પુરૂષાર્થ કરીને પૈસા કમાઇ શકાયછે.ભણતર ના ચડે તો શું બધા દરવાજા બંધ થઇ જાય? બસ નિરાશ થયા વગર મહેનત કરો પણ લક્ષ્ય ઊંચું રાખવાનું.કોઇને કોઇ રસ્તો મળી જ જશે.કોઇ કામની શરમ નહીં રાખવાની એ પહેલી શરત.કામ કરતી વખતે ઘડિયાળ સામે નહીં જોવાનું એ બીજી શરત.ત્રીજી અને મુખ્ય શરત પોતાનું ટાર્ગેટ પૂરૂં થશે થશે ને થશે જ એવી મક્કમ શ્રદ્ધા.
ઠોઠ નિશાળીઓ પણ કરોડપતિ બની શકેછે.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED