Prince Charmi books and stories free download online pdf in Gujarati

પ્રિંસ ચાર્મી

ચમસમાતી કાર ઘર ની બહાર ઊભી રહી. કાર માંથી એક હેન્ડસમ છોકરો નીચે ઉતર ઘરની અંદર પ્રવેશ કર્યો. માનસી તેને વરમાળા પહેરી જેવી ઘરની બહાર નીકળે છે ત્યાં મમ્મી નો અવાજ સંભળાયો બેટા માનસી ઉઠ હવે તારે કૉલેજ જવાનું મોડું થશે.

આળસ મરડી માનસી ઊભી થઈ. મમ્મી તું પણ એક મિનિટ પછી જગાડી હોત તો....
કેવું સરસ મારા મન નું થવા જઈ રહ્યું.

મમ્મીએ માનસી ના માથે હાથ ફેરવી ને બોલી લાગે છે હવે તારા હાથ પીળા કરવા પડશે. તારા માટે કોઈ રાજકુમાર શોધવા આજે જ તારા પપ્પાને વાત કરું.

મનમાં મલકાતી માનસી ઊભી થઈ ને ફ્રેશ થઈ મમ્મી પપ્પા ના આશીર્વાદ લઈ કૉલેજ જેવા નીકળી. રસ્તામાં તેની ફ્રેન્ડ વિશાખા મળી એટલે બને ચાલતા થયા. રસ્તા મા માનસી વાત કરે છે. આજે મને મસ્ત સપનું આવ્યું હતું. મને મારો પ્રિંસ ચાર્મી લેવા આવ્યો હતો. પહેલી નજરે ગમી જાય તેવો હેન્ડસમ હતો. માનસી તારે બહું લગ્ન કરવાની ઉતાવળ લાગે છે. પણ મારી વાત સાંભળ રાજકુમાર ભલે જોય પણ તેનું બેક ગ્રાઉન્ડ તો તું જરૂર થી જાણી લે જે પછી પાછળથી પસતાવુ ન પડે. આ લાઇફ ટાઇમ નો સવાલ છે.

સાંજે ડિનર વાતો કરી રહ્યું હતું માનસી અને તેના મમ્મી પપ્પા. બેટા માનસી કાલે કૉલેજ થી વહેલી ઘરે આવી જજે તને છોકરો જોવા આવે છે. માનસી શરમ થી તેના રૂમમાં જતી રહી ને રૂમના દરવાજે થી મમ્મીને ઈશારો કર્યો. હું વહેલી આવી જઈશ.

રાત્રે માનસી પ્રિંસ ચાર્મી ના વિચારો માં ખોવાઈ ગઈ. કેવો હસે મારો પ્રિંસ ચાર્મી. આવનારા ભવિષ્ય ના વિચારો કરતી કરતી મન મા મલકાતી સૂઈ ગઈ.

સવારે કૉલેજ હતી વખતે વિશાખા ને વાત કરે છે. આજે મને મારો રાજકુમાર જોવા આવી રહ્યો છે. તું આવીશ ને ઘરે. ના મારે આજે કામ છે. ને કદાચ તે રાજકુમાર મને પસંદ કરી લે તો. જા ગાંડી તે મારો રાજકુમાર છે. તને તો લગ્ન મા પણ નહીં બોલાવું જા.... એવું ના કર માનસી હું જસ્ટ મજાક કરું છું. ફરી એકવાર કહું છું તું છોકરા વિશે જાણી ને નિર્ણય કરજે. બધા ખરાબ નથી હોતા પણ કોઈક ને હિસાબે આપણી લાઈફ ખરાબ થઈ જાય છે. હું તારી ખાસ ફ્રેન્ડ છું એટલે તારી ચિંતા હોય બાકી તું જે નિર્ણય લઈશ તે તારો હસે.

દરવાજા મહેમાન આવી ને ઉભા હતા. માનસી ના મમ્મી પપ્પા એ તેને અંદર બોલાવ્યા ને એક બીજાનો પરિચય આપી વાત શરૂ કરી. ખુબ હેન્ડસમ હતો બોલી પણ મીઠી હતી વાત વાત મા એક બીજાને પસંદ પણ કરી લીધા એટલે માનસી ને તેના મમ્મીએ સાદ પડ્યો બેટા માનસી મહેમાન માટે ચા નાસ્તો લાવ. તે રસોડા માંથી તેના પ્રિંસ ચાર્મી ને જોઈ રહી હતી. મમ્મી નોં અવાજ સંભળાયો એટલે ધીમા અવાજે બોલી આવી મમ્મી..

ચા આપતી વખતે માનસી તેના પ્રિંસ ચાર્મી નિહાળી રહી હતી. માનસી ને પૂછવામાં આવ્યું તને આયુષ ગમે છે. મમ્મી સામુ જોઈ હા પાડી એટલે બંને ને વાત કરી લેવા કહ્યું પણ વિચારો માં ખોવાઈ ગયેલ માનસી ના પાડે છે. બધુ બરાબર લાગ્યું એટલે આયુસ લગ્ન ની વાત કરે છે. અંકલ હું અહીંથી બહુ દૂર જોબ કરું છું મને સાત દિવસ ની રજા મળી છે તમે ઇચ્છો તો સાત તારીખ માં લગ્ન કરીએ. છોકરો સારો હતો માણસો સારા હતા ને ઉપર થી માનસી ને ગમે છે એટલે વહેલા તે પહેલા કરી લગ્ન ની હા પાડી દે છે.

માનસી અને આયુષ લગ્ન ની ખરીદી કરવા લાગ્યા. બે દિવસ મા તો માનસી આયુસ ને પ્રેમ કરવા લાગી. એક મોલ માં બંને ખરીદી કરી રહ્યા હતા ત્યાં કોઈ ફોન આવતા આયુસ દૂર જાય છે ત્યાં તારા માનસી પાસે આવી ને બોલી. 
તું આયુસ સાથે લગ્ન કરી રહી છે ? 
તેની સામે જોઈ માનસી બોલી હા પણ તમે કોણ ? 
મારું નામ તારા છે. હું આયુષ સાથે એક વર્ષ થી રિલેશન શીપ માં હતી. મેં લગ્ન નું કહ્યું એટલે ના પાડી ને મને યુઝ કરી છોડી દીધી. તું ધ્યાન રાખજે. મારે કહેવાનું હતું તે મેં કહી દીધું હવે તારી મરજી તારે જે કરવું તે એમ કહી માનસી ના હાથમાં તેનો ફોન નંબર આપી ત્યાં થી નીકાળી ગઈ.

લગ્ન ના દિવસે સવારે વહેલી માનસી બ્યુટી પાર્લરમાં ગઈ હતી ત્યાં પણ તારા આવી જાય છે ને ફરી માનસી ને કહે છે. તું થોડુ વિચારી ને પગલું ભર પણ માનસી તેને કહી દીધું તું અમારા બન્ને ના પ્રેમ થી તને જલન થતી હસે ને. બસ થોડા કલાકો મા અમારા લગ્ન છે તારે જોવા હોય તો તું આવી શકે. તારા જતી જતી એટલું કહેતી ગઈ જ્યારે તને આયુસ વિશે ખબર પડશે ત્યારે બહુ મોડું થઈ ગયું હસે.

માનસી નો પ્રિંસ ચાર્મી આયુસ તેને લગ્ન ના ચાર ફેરા ફરી લઈ ગયો. ત્યાં માનસી ની તબિયત ખરાબ થઈ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. તેના રિપોર્ટમાં ફેવર આવ્યો એટલે થોડા દિવસ તેને આરામ કરવાનું કહ્યું એટલે આયુસ હનીમૂન નો પ્રોગ્રામ કેન્સલ કરવામાં આવ્યો. થોડા દિવસ માનસી એક દમ સ્વસ્થ થઈ એટલે તે ઘરે આવી જાય છે પણ ડોક્ટર તને હમણાં થોડા દિવસ માટે આરામ ની સલાહ આપે છે.

સવારે માનસી આયુસ નો કબાટ ખોલી જોયું તો એક રીપોર્ટ હતો રીપોર્ટ આયુસ નો હતો. રીપોર્ટ જોઈ માનસી પરસેવે રેબઝેબ થઈ ગઈ. રીપોર્ટ હતો hiv નો. ત્યારે તેની ફ્રેન્ડ વિશાખા ની વાત યાદ આવી એટલે મનમાં નક્કી કર્યું જ્યાં સુધી આયુસ વિશે હું જાણી ન લવ ત્યાં સુધી તેની સાથે કોઈ સંબંધ બાંધીશ નહીં.

થોડા દિવસ થયા એટલે માનસી ને આયુસ વિશે બધી માહિતી મળી. પણ હવે ડાઇરેક્ટ તો તેના મમ્મી પપ્પાને ન કહી શકે એટલે થોડી રાહ જોઈ. ત્યાં આયુસ ની તબિયત ખરાબ થવા લાગી. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. ત્યાં આયુસ ના મમ્મી પપ્પા આવ્યા ને માનસી પાર આક્ષેપ નાખ્યો કે તારા કારણે મારો દિકરો આ બીમારી નો શિકાર બન્યો છે. ત્યાં માનસી ના મમ્મી પપ્પા પણ આવી ગયા. માનસી એ બધી માહિતી ભેગી કરી હતી તે આયુસ ના બધાની હાજરી માં મોં પર મારે છે આમા તમારા દીકરાની કરતૂતો છે. તે એક વર્ષ થી hiv પોઝિટિવ છે તેની સાક્ષી છે તારા.

પપ્પા મને અહીં થી લઈ જાવ મારે આવો પ્રિંસ ચાર્મી નથી જોઈતો. હવે કોઈ સારો છોકરો ને તેનું બેક ગ્રાઉન્ડ જોઈને મને પરણાવ જો.

જીત ગજ્જર

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED