વારસાગત પ્રેમ - (ભાગ ૧૫) આર્યન પરમાર દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વારસાગત પ્રેમ - (ભાગ ૧૫)



મનમાં કઈક વિચારી રહેલો કિશન જાણતો હતો કે મેડમ આજે ઘણાં ગુસ્સે છે એટલે આજનો કરેલો કાંડ જરૂર પકડી લેશે અને જગ્ગુ પકડાઈ ગયો તો બન્ને બાજુથી માર પડશે મારે જ કંઈક કરવું પડશે.
મેડમ.... ' મેં જ કર્યું હતું આ બધું',કિશન બોલ્યો.
કિશનના આટલું બોલાતાની સાથે જ જગ્ગુ પણ ઉભો થઇ ગયો અને બોલ્યો ના ના મેડમ મેં કર્યું છે જગ્ગુને છોડી દો હું ગુનેગાર છું મને સજા કરો.
મેડમ પણ માણસ જ છે આખરે,
સમજી ગયા કે આ બન્નેની દોસ્તી આગળ મારું કશું ચાલવાનું નથી હવે છોડ !!
બેન તો ખુશ થઈને કઈક કહેવાના હતા પણ
ગુસ્સો રાખવો પડે એમ હતો.
સારું બેસી જાવ હવે પછી આવું ના થવું જોઈએ બરાબર??
આજે હું સારા મૂડમાં છું એટલે તમને બન્નેને છોડી દઉં છું.
સમજ્યા??
હા મેડમ સમજી ગયા બન્ને બોલ્યા.

***

મમ્મી....ઘરમાં આવતાની સાથે જ રોજની માફક જગ્ગુએ બૂમ પાડી એની મમ્મીને બોલાવી,
શુ છે?? આ તને આદત પડી ગઈ છે દીકરા !! જો રોજ સારું ના લાગે ઠીક છે?? તું હવે નાનો નથી રહ્યો,
નાનો?? કાલે તો કહેતી હતી કે હજી મોટો નથી થયો અને આજે કહે છે કે નાનો નથી? તું શું કહેવા માગું છું મને કહીશ મમ્મી??
અરે !! મારા વ્હાલા બકુડા ચલ તારી માટે તારી પસંદગીનું બનાવ્યું છે ખાઈશ ને? ના આજે નહિ ખાઉં જ્યા સુધી તું કહીશ નહીં ત્યાં સુધી,
પણ શું કહું તું કે??
નવ્યા વિશે, મને સમજણ પડે છે હું કઈ એટલો પણ નાનો નથી હને મમ્મી, નવ્યા દીદીને કોઈક પસન્દ છે ને?
જગ્ગુ તું છોડ ને ચલ ખાઈ લે,
એટલું કહેતા અટકાઈ તો ગઈ નંદિની પણ આગળ બોલવું જ પડે એમ હતું એટલે કહ્યું ચલ કહું,
સાંભળ નવ્યાદી ને એક છોકરો પસન્દ છે પણ એ આપણા સમાજનો નથી એટલે બન્ને ના લગ્ન શક્ય નથી.
કેમ એવુ??
એ તો અહીંયા જ તો રે છે મેં જોયો છે એને દી સાથે,
ક્યારે જોયો તો તે !! આશ્ચર્ય સાથે નંદીની એ જગ્ગુને પૂછ્યું, એ તો એકદિવસ દી મને એમની સાથે લઈ ગયા તા ત્યારે,
ઠીક છે ચલ તું સમજી ગયો ને??
ના નથી સમજ્યો તમે કેમ આવું કરો છો??
મમ્મી દી ઘણું રડે છે રોજ તને ખબર છે રાત્રે ધાબા પર હું ગયો'તો ત્યારે એ રડતી હતી.
પણ દિકા !!
કશું થાય એમ નથી તો શું કરવાનું તું જ કે??
કેમ કશું ના થાય?? અરે યાર તું તો હવે ઘણું પૂછે છે ચલ પ્રોમિસ હું તને કાલે સમજાવીશ બરાબર?? આજે ખાઈ લે ચલ.
આજે તો ખાઈ લઉ છું પણ કાલે ના કીધું તો જોજે મમ્મી હનન..
નહિ ખાઉં ઘણા દિવસો સુધી,
હા ભાઈ મારા ના ખાતો બસ ચલ હવે આજનું પુરૂ કર મારે કામ પૂરું થાય તો તારા કપડાં ઈસ્ત્રી કરવાના છે આપણે લગનમાં જવાનું છે કાલે.
હા મમ્મી,

( એક બાજુ ઘરમાં જ્યાં આ રીતે વાત એક માં દીકરા વચ્ચે ચાલી રહી હતી ત્યાં જ બીજી બાજુ ધાબા પર પણ કોઈક પાક્કા પ્રેમીઓ પોતાના પ્રેમભરી વાતો કરી રહ્યા હતા.)

કેટલું અજીબ હોય છે નય પ્રેમ !! એક માતાનો પ્રેમ અને બીજો આપણા જીવનસાથીનો પ્રેમ,
બન્ને પોતપોતાની જગ્યાએ શ્રેષ્ટ છે થોડું પણ ઊંચું નથી ને થોડું પણ નીચું નથી જો સમજીએ તો,
કારણ??
બસ જીવનની જરૂરત...
માંના પ્રેમની જરૂરત પણ છે અને એક જીવનસાથીના પ્રેમની પણ, બન્ને વગર જીવનમાં ખુશીઓ કોઈ બીજી વ્યક્તિ તમને કદાપિ આપી શકતી નથી.

ક્રમશ :

( પ્રેમ ખરેખર કેટલો અદભુત હોય છે તે જાણવા આગળના ભાગમાં જોડાયેલ રહો.)