વારસાગત પ્રેમ (ભાગ ૧૪) આર્યન પરમાર દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વારસાગત પ્રેમ (ભાગ ૧૪)

સાચેમાં જ કહ્યું છે કે પ્રેમની ફીલિંગ સમજવી હોય તો પ્રેમ કરવો જ પડે અને આ ફીલિંગ જે પ્રેમ કરે છે તેને જ ખબર પડે કે તે દિવસો અને તે વ્યક્તિની મહ્ત્વતા જીવનમાં...જીવન સૂફી બની જાય છે,
બે દુઃખી પ્રેમીઓને જોઈને તો ગઝલની પેલી લાઈન યાદ આવે.
તુમ ઇતના જો મુસ્કુરા રહે હો,
ક્યાં ગમ હે જીસકો છુપા રહે હો.
ખેર નસીબદાર હોય છે જેને આ ફિલિંગ મળે છે તેમાંની એક આપણી કહાનીની નવ્યા
જેને મળી હતી આ ' લવ વાળી ફીલિંગ'
ફોન પર વાત કરી રહેલી નવ્યા બોલી રહી હતી
બેબી......પણ નહીં માને બધા તો શું કરીશું???
ના ના એવું નહિ થાય.
જમણા ડાબા ગાલ ભીંજાયેલી આંખોની પાંપણો સાથે મેળાપ મેળવતા હોય તેવો નવ્યા નો આ ચહેરો ઘણું કહી રહ્યો હતો. હું મારી દુનિયાને ભુલાવી દઈશ બેબી તારા માટે રડતા રડતા નવ્યા બોલી.....
મમ્મી......આવી મમ્મી....મુકું હનન...
હાંફતી નવ્યા મમ્મીના અણસારને જાણી જલ્દીથી લવ યુ કહી ફોન છુપાવી દે છે,
હજી ઘરમાં કોઈને પણ જાણ જ નથી કે નવ્યા પાસે મોબાઈલ છે,
તું હજી અહીંયા જ બેઠી છું??
જા નહાવા.....ઉભી થા ચલ પછી મારી મદદ કરવાની છે તારે. નવયાની મમ્મીએ કહ્યું.
હા જવ છું નવ્યાના આ શબ્દોમાં જ જણાઈ આવી રહ્યું હતું કે તે કેટલી નારાજ છે તેની મમ્મીથી આટલું કહી તે જતી રહી.
જગ્ગુ પણ તૈયાર થઈને સ્કૂલમાં જવા માટે રેડી જ હતો દીદી તમે મુકવા આવો છો મને??
તું જા જગ્ગુડા અહીંયાંથી મારે ઘણા કામ છે.
આમ તો દરવખત નવ્યા સારી રીતે જ વાત કરતી પણ આજે કઈક નવું જ રૂપ જોયું જગ્ગુ એ દીદીનું એટલે કઈ વધારે ન બોલ્યો અને ત્યાંથી જતો રહ્યો.
મમ્મી હું જવ છું કિશન જોડે..
હા દીકરા સાચવીને જજો અને હા ડબ્બો લીધો ને?? હા લઈ લીધો જય શ્રી કૃષ્ણ
આમ કહી ત્યાંથી જગ્ગુ જતો રહે છે.
યાર કિશન આ પ્રેમ શુ હોય???
એક 12 વર્ષનો જગ્ગુ એના મિત્ર કિશનને પૂછે છે જાણે કિશન બધું જાણતો હોય એમ,
અલા તને નય ખબર??
લે.....
હા હા હા....
કિશન હસી નાખે છે.
યાર કેને મને મારી દાદી એ સમજાયું પણ કશી ખબર જ ના પડી,
જગ્ગુડા તું રેવા દે ચલ આપણે ફટાફટ જવું પડશે આને ભગાલાલ આપણી લાલ કરી દેશે તે લખી નાખ્યું એમને આપેલું એ??
ના લા હું તો ભૂલી ગયો !!
જગ્ગુ ચિંતાવાળી નજરથી પૂછે છે,
પણ હવે શું છોડ તું મારુ લઈ લેજે
અને તું શું કરીશ??
જગ્ગુએ પૂછ્યું, કઈ નહિ એમ પણ મને તો માર ખાવાની આદત છે તું ખાઇ જ લે છે ને મારા ભાગનો આજે મારી વારી પણ...
જગ્ગુ બોલવા જતો હતો ત્યાં જ અટકી ગયો એટલો અતૂટ બન્ને વચ્ચેનો પ્રેમ !!

( બન્ને નિર્દોષ બાળક હતા એટલે શાયદ આ વસ્તુને નહોતા જોઈ શકતા કે શું છે પણ
બન્ને વચ્ચે જે સમજણ તમે કઈ શકો દોસ્તી !!
જી હા દોસ્તી આ જે હતું તે પ્રેમ જ હતો, પ્રેમ ક્યાંય નથી હોતો આપણી પાસે જ ફરતો હોય છે જે આપણે શોધતા હોઈએ છીએ
કોઈક વ્યક્તિ બીજામાં શોધે છે કોઈ પોતાનામાં શોધે છે બસ આ જ ફરક છે આ બે ચોખાના દાણા જેવડા શબ્દોમાં
સાચું છે ને???
ગમ્યું?? )
ચલો હવે આગળ.....
જગ્ગુ સ્વાભાવે એકદમ મોજીલો કોઈ જ ચિંતા નહિ કાલનું શુ??
કઈ નહિ ઘરમાં એટલો બધો પ્રેમભાવ મળ્યો કે ક્યારેય તેના પપ્પાની ખોટ પણ ના લાગી એટલી હદ સુધી તે મસ્તીખોર હતો કે એક વખત તો તેણે તેના કલાસના એક ટીચરને ઠંડા પાણીની ડોલથી નહાવડાવ્યા હતા.
કોણે કર્યું આ???
કોઈ કહેશે કોણે કર્યું??
હું પૂછું છું કોણે કર્યું??
જમણી બાજુની બારીએ અડકેલી શેતરંજી પર બેઠેલા કિશનને ઉભો કરીને પૂછ્યું,
" તું બોલ, આ કામ તમારું જ છે ને??
નીચે શેતરંજીના કાણા ગણતો હોય એમ કિશન નીચે જોઈ રહ્યો હતો.
બોલ.....
નીચે શુ જોવે છે???
મેં કઈક પૂછ્યું, "શુ છે આ બધું??,
તમે આટલી નીચલી હદ સુધી જઈ શકો છો??
આજે તો ખૂબ ગરમ છે બેન જગ્ગુડા તું તો ગયો,
કિશન મનમાં ને મનમાં બોલી રહ્યો હતો.