વારસાગત પ્રેમ (ભાગ ૪) આર્યન પરમાર દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વારસાગત પ્રેમ (ભાગ ૪)

     આરોપો અને પ્રતિઆરોપોમાં ગૂંચવાયેલી 'પંચાયત' નો હવે પછીનો શુ ચુકાદો હશે તે જાણવા જઈએ આગળના ભાગ તરફ...
  
     વારસાગત પ્રેમ (ભાગ ૪) 

   આરોપોની સુનાવણી સાંભળ્યા પછી સામે પક્ષે ઉભેલ એક સ્ત્રી જેનું વર્ણન કરતા કલમની શ્યાહી ઓછી પડે એથી વધુ એક નજરમાં જ દિલ માં સમાય જાય તેવું એનું સ્વરૂપ બીજી બાજુ એક ખૂંખાર અને શરીરે જ દેખાઈ આવતો એક નિર્લજ્જ માણસ તથા આખરી ચહેરો જે યુવાનીમાં ડગલાં માંડીને હમણાં જ ક્યાંક ઠારે પડ્યો હશે.
 તેવા ત્રણ ગુનેગાર ! 

   આરોપો ગંભીર હતા,કોણ કોને સાચું બતાવી રહ્યું છે એ સમજવું સામાન્ય માણસ માટે તો અશક્ય જ હતું કારણ કે ગામમાં એવી વાતો કે એવાં કોઈ બનાવ શંકર અને તેની પત્નિ વચ્ચે બન્યા નહોતા.
  જી હા, ગામમાં ફક્ત વાત  થતી તો એટલી જ કે ભાગીને લગ્ન કરેલ દંપત્તી આજે ઘણા ખુશ છે.એક આદર્શ પત્ની અને પતિ તરીકે સબંધ પ્રસ્થાપિત કરી ચૂકેલા ચહેરાઓ પાછળ આટલું મોટું ષડ્યંત્ર હતું તે કોઈને જાણ તો દૂર તેનો સહેજ અણસાર પણ કોઈને નહોતો.ગામમાં જ શંકરની ઘરના પડોશમાં રહેતા જીવી દાદીનું કહેવું હતું કે, " ભલે શંકર દેખાવે એક નાલાયક માણસ દેખાતો હોય પણ તે દિલથી એવો નથી,જ્યારે મારી એકની એક દીકરીના લગ્ન કરવાના હતા અને સામેવાળા પક્ષ એ માંગણી કરી તો એ માંગણીને પોહનચી વળવા માટે શંકર એ જ મદદ કરેલી અને દિકરીના લગ્ન કરાવેલ"

  ગામમાં આ જ પ્રકારના જાણીતા તમામ લોકોના નિવેદનો લેવાયા હશે આરોપોનું કોકડું આમ જલ્દી સ્પષ્ટ થાય એમ નહોતું એટલે એટલે ગામના આગેવાન લાખા ભરવાડ દ્વારા નિવેદન જાહેર કરવામાં આવ્યું કે, " ગ્રામજનો આ આરોપો બવ ગંભીર લાગે સે અને એની તપાસ કરવી બોવ જરૂરી સે અને તે કોમ જલ્દી કરીને એક દહાડામાં ચુકાદો આલવો એટલે મારી પેઢીઓની લાજને ડોમ આલવા જેવો સે, માટે આ પંચાયત આજે આટલે બન્ધ પાડવામાં આવે સે અને આજના દિવસ પસીના પંદર દિવસોમાં ફરી સભા ભરાશે અને એમાં વચ્ચેના બધા દિવસોમાં પંચાયત દ્વારા તપાસ કરવામાં આવશે, જય સિકોતર માં ! " 

   આટલું કહીને સભાનો અંત કરવામાં આવ્યો,લાખો ભરવાડ અને ગામના બે સહઆગેવાનો ઉભા થવા જ જઇ રહ્યા હતા ત્યાં જ અચાનક પેલી સ્ત્રી લાખાના પગ પકડીને આજીજી કરવા માંડી, " આઈ બાપા મારી ભૂલ નથી, હું માનું છું કે મેં મારા પપ્પાની વિરુદ્ધ જઈને લગ્ન કરેલા છે પણ હું નથી ગુનેગાર આઈબાપા, ડુસકા ભરતી એ સ્ત્રીની આંખોમાંથી ટીપે ટીપે આંસુઓ ટપકતાં હતા એક બાપ વિનાની દીકરીનું આજે કોણ ! 
માતાનો ખોળો જેણે છોડી ,પિતાની લાજ જાળવવામાં અક્ષમ સ્ત્રીનું  હૃદય આજે શાયદ ધ્રવી ઉઠ્યું હશે, તેને આજે સમજણ આવી હશે.

 ***
કહેવાય છે ને કે,

   " દુનિયાના તમામ પ્રશ્નનોનું નિરાકરણ 
        પિતાના ચરણોમાં છે સાહેબ, 
      તમે મુશ્કેલીમાં હોવ તો જાવ 
      તમારા પિતા પાસે,
     જુઓ પછી "

એક પિતાના મહત્વને સમજાવતા કુરાનમાં કહ્યું છે કે,

  एक फरजंद की औकात अपने
   वालीद वालिदा के सामने 
    एक घायल परिंदे की होती है । 

 ટૂંકમાં માતા પિતાના ચરણોમાં જન્નત બતાવામાં આવી છે. તમે કોઈપણ મુશ્કેલીમાં હશો તેમનો સહારો ક્યારેય ન છોડતા.

  *** 
એક સ્ત્રી જ્યારે પગમાં પડીને પોતાના બચાવની ભીખ માંગી રહી છે ત્યારે આઈબાપા રહી ના ચુક્યા થોડા નીચે નમ્યા અને બોલ્યા, " બેટા ઉઠ,ઓમ પગમાં નો પડાય,અમે નથી જાણતા કુણી ભૂલ સે અને કુણ આરોપી સે પણ એક આગેવાન હોવાને નાતે અમે તને પંચાયતની દેખરેખમાં રાખીશું અને જલ્દીથી તારી જોડે ન્યાય થાય એમ કરીશું.
આઈબાપાના આવા આશ્વાસનથી થોડી હિંમત એકઠી કરીને સ્ત્રી બોલી, ' આભાર તમારો આઈબાપા'.
  સભા વિખેરાઈ ગઈ પરંતુ શંકર ત્યાંનો ત્યાં જ હતો અને શશીકાંત સાથે કઈક ઝઘડી રહ્યો હોય એવું જણાતું હતું,
લાખો ભરવાડ સહ આગેવાન રામજીકાકા અને લક્ષ્મણકાકામાંથી રામજી કાકા લાખા ભરવાડ જોડે ગયા પણ લક્ષમણકાકા શંકર અને શશીકાંતના તીખાં સંવાદને પારખીને પાસે ગયા, 
 અવાજ આવી રહ્યો હતો કે જો શંકા તને આજે પણ કહું છું મારી બૈરીથી દૂર રહેજે બરાબર !
નહિતર દિવસો ખરાબ આવશે તને કાપી નાંખતા વિચાર પણ નહીં કરું,ગુસ્સેથી લાલચોળ શંકર પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યો હતો ત્યાં જ પીઠ પર હાથ પડતા  વળીને એ જ અવાજમાં બોલ્યો ,કોણ છે લે ??
હું છું શંકરિયા ,લક્ષ્મણકાકા 
શુ છે આ બધું ? 
કાકા હું કહું છું ને તમને આ શંકો મારી બૈરીને ફસાવી ચુક્યો છે, શંકર કઈક શબ્દ આગળ બોલે તે પહેલાં લક્ષ્મણકાકા એ કહ્યું, સાચી વાત છે શંકા ?
પરંતુ ક્યારનો સુનમુન બધો ગુસ્સો જાણે પોતાની ભૂલ હોય એમ સહન કરી રહેલો શશીકાંત ફક્ત એક જ શબ્દ બોલ્યો અને ચાલતી પકડવા લાગ્યો,
" લક્ષ્મણકાકા સમય સમયનો ખેલ છે જોઈ લેશું."
ફક્ત આટલું જ કહીને રસ્તો વટાવી ચુક્યો, 
પરંતુ લક્ષ્મણકાકા અને શંકર હજી એકબીજા સાથે કઈક વાત કરી રહ્યા હતા ,એવું જણાઈ રહ્યું છે કે કંઈક ગંભીર વાત હશે જે પંચાયતમાં ન થઈ પરંતુ શંકર લક્ષ્મણકાકાને જણાવી રહ્યો હતો.

આ વાતમાં એવું શું રહસ્ય હશે?
શશીકાંતના ટુકજવાબી ઉત્તર પાછળ ગુસ્સો હતો કે ભૂલનો સ્વીકાર ?

ક્રમશ :