વારસાગત પ્રેમ ( ભાગ ૧૦) આર્યન પરમાર દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વારસાગત પ્રેમ ( ભાગ ૧૦)

વારસાગત પ્રેમ (ભાગ ૧૦)

અંતે નંદિની અને શશીકાંતના લગ્ન બાદ જીવનની કઠીનાઈઓ થોડી ધીમી પડી અને બાળકનો જન્મ પણ થયો.

હવે આગળ....

શંકરનું મૃત્યુ કેવી રીતે થયું અને કોણ ગુનેગાર હતો? તે તપાસ ત્યારપછી કરવામાં ન આવી.

એક દિવસ આચાનક.....
કામથી પાછા ફરતા શશીકાંત ને હૃદય રોગનો હુમલો થયો, શશીકાંતના સાથી દ્વારા તેને દવાખાને પહોંચાડવામાં આવ્યો,
ઘરનું કામ કરી રહેલી નંદિનીને ત્યાં ફોનની રીંગ વાગી,
હેલો......
નંદિની એ કહ્યું,
સામેથી અવાજ આવ્યો, ભાભી હું
ભગો બોલું છું શશીકાંતને હૃદયરોગનો હુમલો થયો છે અને દવાખાને દાખલ કર્યા છે,
હે ભગવાન.........ક્યારે કેવી રીતે અને તમે હમણાં કયા છો??
તમારા ભાઈ ઠીક તો છે ને??
બેવાક બનેલી નંદિનીએ ધડાધડ પ્રશ્નનો પૂછવા મંડ્યા.
તમે ચિંતા કરશો માં, ડોકટર હમણાં જ આવ્યા છે અને તેમનો ઈલાજ ચાલુ છે બને તેટલું જલ્દી તમે આવી જાવ,
સિવિલ હોસ્પિટલમાં છીએ અમે,
આટલું સાંભળતા જ નંદિની......!!!
બધું કામ જેમનું તેમ રાખીને પોતાના ૮ મહિનાના જગ્ગુને લઈને ગોધરાના દવાખાને પહોંચી ગઈપણ
ભાગ્યના લખાયેલા લેખ....
તેના પહોંચતા પહેલા જ
શશીકાંતનું મૃત્યુ થયું હતું, થોડી વાર તો નંદિનીને જોઈને ભલભલાનું દિલ પીગળી જાય,
મુસીબતોનું થોડું શાંત થયેલ વહેણ હવે પાછું ફરીથી નંદિનીના જીવનને ઘમરોળવા પાછું આવ્યુ હોય એમ લાગ્યું પણ હવે....
એ નંદિની પહેલા જેવી નહોતી રહી એક બાળકની જવાબદારી માથે હોવાનું સમજીને શાંત થઈ.
શશીકાંતના મૃત્યુના સમાચાર લાખા ભરવાડ સુધી પોહચતા જ ગામના આગેવાનો સાથે તે ત્યાં પહોંચી જાય છે અને અગ્નિસંસ્કાર કરવામાં આવે છે,
બેટા ! નંદિની ખબર નઈ મારા વાલાએ શુ નક્કી કરેલું છે તારા હારું એક મુસબતું જતી નથ ને પાસી બીજી આવી ચઢે સે,
પણ ચિંતા કરીશ ના અમે છીએ,
હા નંદિની, લાખા ભરવાડ સહિત લક્ષ્મણકાકા અને રામજીકાકા પણ બોલ્યા, બધાના આશ્વાસન પછી નંદિની બોલી ના કાકા તમે ચિંતા કરશો નહિ હું ઠીક છું હવે કુદરતને જે નક્કી છે તે થશે. તમારો બધાનો ઘણો આભાર જેનું કોઈ નથી એનો સહારો બનીને આટલું બધું કર્યું પણ હવે મારે મારા છોકરાનું વિચારવાનું છે અને અહીં પૈસે ટકે હું સુખી છું એટલે મને તકલીફ નહિ આવે.
આટલી હિંમત જોઈને સૌ કોઈ અચંબિત થઈ ગયા.
બધા એ માની લીધું કે હવે આ એ સ્ત્રી નથી રહી.
લાખા ભરવાડે જતા જતા કહ્યું બેટા તારે અમારીજ્યારે પણ જરૂર પડે અમે છીએ તું અમને યાદ કરી લેજે.

***
પાંચ વર્ષ પછી...

હવે જગ્ગુ..
મોટો થયો, આ એ ગામ નહોતું જ્યાં લાખા ભરવાડ જેવા આદર્શ મુખી હતા કે ના લક્ષ્મણકાકા અને રામજીભાઈ જેવા આગેવાન, હવે સરકારી નીતિઓ બદલાઈ અને પંચાયતને સમરસ કરીને ગ્રામ પંચાયતની રચના કરવામાં આવી. દેશના દરેક ખૂણે પંચાયતી રાજ શરૂ થયું.નવા કાયદાઓ બનાવવામાં આવ્યા જેમાં ચૂંટણી થતી અને ગામનો એક મુખ્ય આગેવાન ચૂંટણી લડતો આખું ગામ તેને ચૂંટીને ગામના સરપંચ તરીકે હોદ્દો આપતો, તેના સિવાય અન્ય પદો પણ રાખવામાં આવ્યા અને વર્ષે ગામના વિકાસ માટે સરકાર દ્વારા નાણાકીય સહાય પણ કરવામાં આવતી.
દરેક ગામની કાયપાલટ હવે આંખે દેખી શકાતી હતી. ગામમાં શાળા, પાકા મકાનો,રસ્તાઓ અને સુખી સમૃદ્ધિ હતી.
હવે આજ ગામમાં એક નંદિની પણ હતી જે પોતાના પાંચ વર્ષના બાળકનો ઉછેર કરી રહી હતી.તેની પાસે પૈસા અઢળક હતા પણ ખોટ હતી તો ફક્ત એક જ.
'ઘરનો મુખ્ય સદસ્ય',
ગામમાં કોઈપણ સ્ત્રીલક્ષી પ્રસંગ ઉજવાતો ત્યારે નંદિનીનું સ્વમાનભેર સ્વાગત કરવામાં આવતું, અને તેના સાહસને સાંભળીને સૌ કોઈ પ્રેરણા લેવા મજબૂર થતા અચૂકપણે કહેતા કે,
" આ એ જ નંદિની છે જેણે કેટલીયે મુસીબતોનો સામનો કર્યો, બે વખત લગ્ન બાદ અંતે વિધવા જીવન પસાર કરીને પોતાના બાળકનો ઉછેર કર્યો",
બધું જ ઠીકઠાક હતું નંદિની પણ પોતાના બાળક સાથે ખુશ હતી.
એક દિવસ....
બેટા જગ્ગુ......
ના જઈશ એ બાજુ લે ચલ આ ખાઈ લે,
મારો દિકુ આટલું ખાઈ લેશે તો મમ્મી ફરવા લઈ જશે.
એટલામાં જ
ટક... ટક... થતા અવાજને સાંભળીને નંદિની બોલી,
" કોણ આવ્યું હશે આ....?? ",
આ છોકરો પણ જબરો છે ના કહું ત્યાં જ જતો રે છે.
નંદિની આવું બોલીને દરવાજાને ખોલવા ઉભી થઇ,
જેવો દરવાજો ખુલ્યો તેની આંખો ફાટી ગઈ !!!!
ચહેરા પર દેખાતો તમામ થાક ઉતરી ગયો.

( સફરની મજા હવે આવશે,
વિચારો શુ હશે એવું દરવાજા આગળ કે જેથી નંદિનીનો ચહેરો બદલાઇ ગયો.)

ક્રમશ :