સાધુ સો ગુરુ સત્ય કોઈ નૈન મેં અલખ લીખાદે
સાધુ સો ગુરુ સત્ય કહાવે...
ડોલત ડીગે ના બોલત બિસરે અસ ઉપદેશ દૃઢાવે
જપ તપ જોગ ક્રીયા તે ન્યારા સહજ સમાધી સિખાવેં
સાધુ સો ગુરૂ સત્ય કહાવે...
અર્થાત્ જો એન્જોય કરે ડોલે ડાંસ કરે પરંતુ પોતાની દૃઢતા ચૂકે નઈ. એટલે કે એનું ચીત કોઇ એક જગ્યા એ સ્થિર થઇ ગયેલું હોય. જ્યા ત્યાં ભટકતું ના હોય.એક નિષ્ઠા હોય દૃઢ આશ્રય થયેલું હોય કોઈ પરમ તત્વ માં ટુંકમાં ખીલે બંધાઈ ગયેલું હોય ભટકવ ના હોય. કોઈ એવું ગુરૂ તત્વ આપણી આંખ માં ઈશ્વર ને લખી દે અંજન કરી દે. જેથી કરીને પૂરી દુનિયા માં બધે જ ઈશ્વર ના દર્શન થાય.
સીયારામ મય સબ જગ જાની
કરહુ પ્રણામ જોરી જુગ પાની..
બીજી લિટી બોલત ના બિસરે અર્થાત્ અને આપેલું વચન કયારેય ચૂકે નઈ સમયે એ પોતાનું વચન પાલન કરે.વચન નો વિવેકી પણ હોય. ગંગાસતી કહે વચન વિવેકી જે નર ને નારી પાનબાઈ બ્રહ્માદિક લાગે તેને પાય...વચન માં સમજે એતો મહાસુખ ઉપજે...ને વચને મંડાય ગુરુજી ના પાઠ. આગળ કબીરજી કહે છે જપ તપ કર્મ કાંડ ક્રીયા થી દુર રહે. ખોટા ખોટા મંત્ર તંત્ર ના કરાવે. તોતા રટણ ના કરાવે સહજ જીવન ની વાત કરે. સહજ સમાધી સુધી પોચવાની સરળ રસ્તો સહજતા શીખવે નિર્દોષતા શીખવે. દંભ મુક્ત જીવન જીવતા શીખવે.આવા કોઈ સાધુ ને સદગુરુ કેહવા.
ભીતર બહાર એક દિસે દુજી દ્રષ્ટિ ના આવે યહ મન જાયે જહા જહા તહા તહા પરમ દિખાવે સાધુ ગુરુ ગુરુ સત્ય કહાવે...
અર્થાત્ અંદર બહાર થી એક જ રંગ ધરાવે સમયે સમયે રંગ ના બદલતા હોય કચિડાની જેમ. કાગબપુ તો કહે એક રંગા ને ઊજળા. જેને ભીતર ના બીજી ભાત વહાલી દવલી વાત દિલ ની એને તું કરજે કાગડા...
એક રંગ હોય કોઈ પણ પરિસથિતિ માં. આગળ એ એમ ના કહે કે અહીંયા મન લગાઓ આમ કરો તેમ કરો .. તમારાં મન ને રોકો ખોટું ના વિચારો આડા અવડા વિચાર ના કરો...આપડું મન તો ચંચળ છે ગમે ત્યાં જાય એના ઉપર કોઈ કન્ટ્રોલ ના કરી શકે ખુબજ અભ્યાસ કરવો પડે.તો આ માટે સુ કરવું કોઈ એવું તત્વ જે તમને માર્ગ બતાવે એવી તમને કેળવે કે તમારું મન ગંદગી મ જાય તો પણ બંદગી થઈ જાય યહ મન જાયે જહા જહા તઃ ટહા પરમ ઈશ્વર ના દર્શન કરાવે સાધુ સો ગુરૂ સત્ય કહેવે.
કર્મ કરે નીસ કર્મ રહે કુછ ઐસી યુક્તિ બતાવે સદા વિલાસ ત્રાસ નહિ મન મે ભોગ મે જોગ જગાવે સાધુ સો ગુરુ સત્ય કહાવે.
કર્મ કરે પોતાનું કર્તવ્ય નિભાવે.. છતાં પણ અકર્મ રહે એને કોઈ કર્મ સ્પર્શે નઈ ટેવે સહુને સરખા અને નઈ કોઈ અરી કે ના કોઈ સગલા પડે નઈ ખુદનો ડાગો એમ જગત ને અડે..
સદા આનદં માં રહે મન મ ત્રાસ ના હોય ભોગ માં પણ જોગ જગાવે સાધુ સો ગુરૂ સત્ય કહાવે...
કાયા કષ્ટ ભૂલી નહીં દેવે નહિ સંસાર છોડાવે
કહે કબીર કોઈ કોઇ સદગુરુ
એસા આવાગમન છોડાવે...
તપ કરી યોગા કરો ધ્યાન કરો આ કરો તે કરો ઊંધા લટકો ભૂખ્યા રહો ઉપવાસ કરો કોઈ પણ કષ્ટ સરીર ને ના આપે.એમ પણ ના કહે કે સંસાર છોડી યોગી સન્યાસી બની જાવ.... ગંગાસતી કહે આવા શીલવંત સાધુ ને પાનબાઈ વારે વારે નમીએ જેનો બદલે નઈ વ્રત માન.. કહે કે આવા કોઈ સાધુ ફકિર સદગુરુ તમને જન્મ મરણના ફેરા આવા ગમન છૂડાવે સાધુ સો ગુરૂ સત્ય કહાવે....... જય સીયારામ
कबीर जी का पद है मैंने सिर्फ समीक्षा अपनी समझ के अनुसार की है।🙏✍️