પ્રેમ બીજી વાર હોય જ નઈ..!! Vaishali Kubavat દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ બીજી વાર હોય જ નઈ..!!

પ્રેમ કોઈ દિવસ બીજી વાર હોય જ નઈ...

પ્રેમ એક જ વાર પેલી નજર માં થયેલો પ્રેમ અને સંપૂર્ણ જીવન સમર્પણ...એના સિવાય આત્મા બીજા કોઈ ને જોવા રજી જ ના હોય કોઈ મળે તો પણ

મજનું ની જેમ ખુદા ને પણ કઈ દે કે જો મને મળવું હોય તો લૈલા બની ને આવજો મીરા એમ કહી દે કે મૈં વૈરગં હોઉંગી જીન ભેશ મેરો સાહિબ રીજે સોહી ભેંશ ધરુંગી....

મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ...

રાધા ને એક ક્રિષ્ના જ દેખાય..

લૈલા નેમાજનું જ દેખાય...

હીર ને રાંઝા જ દેખાય..

ફિલ્મ ની કળી યાદ આવે યુહી કોઈ મિલ ગયા થા સરે રાહ ચલતે ચલતે...

આવી રીતે માર્ગ માં કોઈ મળી જાય.આપને એમ થાય હા બસ એ જ જેની આપડે વર્સો થી રાહ જોતા હોય.

કોઈ મીરા મળી જાય..કોઈ કબીર મળી જાય..કોઈ ચૈતન્ય હરી બોલ હરી બોલ કરતા કરતા મળી જાય..

એવા પરમ તત્વ પ્રેમ જ્યારે જ્યારે અનુભવાય ત્યારે માનજો કે તમે ઈશ્વર નો અનુભવ થઈ રહ્યો છે..

પ્રેમ ના માર્ગ માં માં તો પ્રેમ નો અનુભવ આત્મસાક્ષાત્કાર બીજું સુ ...

મિલે કોઈ ઐસા સંત ફકીર પહોચા દે ભાવ દરિયા કે પાર..

આટલી સંપૂર્ણ સરનાગતી જય હોય ત્યાં પ્રેમ નું શુદ્ધ સ્વરૂપ જોવા મળે આવા પ્રેમીઓ દુનિયા વધારે ઉજળી અને પવિત્ર બનાવે એવું નથી કોઈ ઈશ્વર માં જ પ્રેમ કરો તમે તમારા પ્રેમી ને સમર્પિત થઈને વફાદારી નિભાવો એ પણ એક ભક્તિ તપશ્ચર્યા જ છે ...એના માટે કઈ ગિરનાર કે હિમાલય માં જવાની જરૂર નઈ ...

એક છોકરા ને પ્રેમ થયો એને જે છોકરી સાથે પ્રેમ થયો એ લોકો રોજ મળતા એક બીજા માટે જીવ આપવાની તત્પરતા એવો અનહદ પ્રેમ...થયું એવું કે એ છોકરીના બીજા લગ્ન થઈ ગયા એના પિતા એ એને બીજા છોકરા સાથે લગ્ન કરી દીધા અને

ત્યારબાદ પેલા છોકરા એ સન્યાસ લઈ લીધો ખૂબ જ તપ કરી ને એક આધ્યાત્મિક સિદ્ધિઓ પ્રાપ્ત કરીને એક સાધુ બની ગયો પછી બને નો નવો જન્મ થયો...

નવા દેશ બેય જ્યારે મળ્યા ત્યારે પેલો છોકરો જે સધુ બની ગયો હતો.. એ પોતાની આત્મા ની ઓળખ થી આ છોકરી તરફ આકર્ષાય છે અને એને ખબર પડે કે આ તો મારી આગળ ના જન્મ ની પ્રેમિકા છે...

પછી ઓળખાણ કરાવે છે બેય મળે છે ...
એવી રીતે ...

છોકરી ને સાત જનમ સુધી એના લગ્ન થઈ ગયા હતા

એટલે પોતાના પતિ નું ઋણાનુબંધ ચૂકવવું જ પડે ત્યાં ત્યાં સુધી એ પોતાના પ્રેમી સાથે લગ્ન ન કરી સકે..

એમ કરતાં કરતાં બને ના સાત જન્મ પૂરા થાય છે બને લગ્ન કરે છે...જયારે સન્યાસ લીધા પછી પણ એને લગ્ન સ્વીકાર્યું છોકરા એ એ સમયે એમનું તેજ દિવ્યતા અદભૂત હતી કારણ કે એક નિષ્ઠા ની પરાકાષ્ઠા આધ્યાત્મ નું તેજ....પેલી છોકરી પણ એટલીજ તેજસ્વી અને બને નું દામ્પત્ય અટલું ઉંચાઇ ને આંબેલું કે ઇન્દ્ર ને પણ ઈર્ષા આવે....આટલા પવિત્ર પાત્રો ને ત્યાં જન્મે એ કેટલું પવિત્ર દિવ્ય બાળક જગત નો આધાર બની સકે....

વાર્તા નો સાર એકનિષ્ઠ પ્રેમ બસ એના સિવાય કોઈ નઈ.......!!!!!!!!!!

આવું જ્યારે આવે જીવન ત્યાર પછી રોજ અજવાળા આમાં ધરારી ના હોય આ કુદરતી જ હોય આપણે આપણા પ્રિય પાત્ર સિવાય કોઈ ગમવું જ માં જોઈએ ....ગમવું સુ કોઈ દેખાવું જ ના જોઈએ ....એક ને જોયા પછી આંખો બંધ..એટલે બંધ...પછી ખુલી આંખે પણ કોઈ એમાં પ્રવેશી ના સકે..... that's simple...

ઇતિ શિવમ્.....