બિલાડી બહેન અને કૂતરા ભાઈ Vaishali Kubavat દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

બિલાડી બહેન અને કૂતરા ભાઈ

એક બિલાડીબેન હતા. તે આંબા ના વૃક્ષ પર ની એક ડાળી પર પૂંછ લટકાવી એય ને આરામ થી સૂતા સૂતા

સપનાઓ ની દુનિયામાં ખોવાયેલા હતા....અને સ્વપન જોતા હતી...🌳🐱

ત્યાં એટલામાં એક કૂતરોભાઈ આવ્યા એને જોયું કે બિલ્લી બેન આરામ માં છે ચાલ થોડું ડિસ્ટર્બ કરી થોડી વાત ચીત કરી સમય કાઢું આમ પણ કઈ કામ કરવું ગમતું નથી આજકાલ ખાલી ટેહલવા નું મન થાય છે ક્યાંય જીવ લાગતો નથી મહેનત કરવી તો સાવ ગમતી જ નથી ને....🐕

મહેનત કરવી સાવ ગમતી નથી...

સુ કરું ક્યાં જાવ એટલામાં એને બિલ્લી બેન ને જોયા...

એટલે એણે અવાજ કર્યો એ બિલ્લીબેન .... એ બિલ્લી બેન.....🐹

એટલે બિલ્લિબેન જાગ્યા...
અને કહ્યું હા બોલો ને કૂતરા ભાઈ સુ કામ પડ્યું.
કૂતરા ભાઈ એ કહ્યું કઈ ખાસ કામ ન હતું એમ થયું કે અહી થી પસાર થયો હતો જોયું તમે સૂતા છે લાવ ને તબિયત પૂછતો જાવ બધું બરાબર છે ને....આમ....જીવન માં હાલચાલ .... સુ ચાલે છે નવીન માં.. કઈ સમચાર મજા ..? છો ને કે દિવસ થી સાવ ક્યાંય જોયા જ નથી...

એટલે બિલાડી બેન બોલ્યા ... એયને તારે જલસા છે હો જો આંબાની ડાળે બેસીને શાંતિથી આરામ માં છું ખાઈ પી ને જલસા આપડે બીજો સુ વાંધો હોય તારે....


બિલ્લિ બેન ભૂખ્યા નથી તરસ્યા નથી આંબા ડાળે ટહુકા કરે છે🌳🐆

તમે ક્યો તમારે સુ ચાલે કૂતરા ભાઈ કૂતરા ભાઈ કે

કઈ નઈ જુઓ આમ તેમ દફોડિયા મારીયે કઈ ખાવાનું હાથ માં આવે તો કઈક બોવ ભૂખ લાગી છે

તમારી પાસે કઈક ખાવાનું છે તો મને આપો ....🐕

બિલ્લી બેન કે ના ના ભાઈ મારી પાસે કઈ ખાવાનુ નથી...આપડે તો કોઈક ઘર માં દૂધ હાથ માં આવે એટલે બસ... આપડે કઈ રસોઈ બનાવતા આવડતું નથી.

કૂતરા ભાઈ કે બિલીબેન તી તમે ત્યાં ઉપર ચડીને વાતો કરો તો અહી નીચે આવોને આપડે વાતો કરીએ...બિલ્લી બેન કે ના હો હું અહી ઠીક છું મન માં બિલ્લી જાણે કે હું જેવી નીચે જઈશ પેલો મારી પાછળ ભાગવાનો છે...🐕🌳

કૂતરા બિલાડા જેવું રહ્યું જોયા નથી ને બજ્યા નથી...



એટલામાં બેય વાતો એ વળગ્યા કૂતરા ભાઈ કે મને ગઈ કાલે સપનું આવ્યું ...સપના માં હાડકાં નો વરસાદ વરસતો ચારે બાજુ હાડકાં હાડકાં....☄️☄️☄️🐕


બિલ્લી બેન કે લે મને પણ ગઈ કાલે સપનું આવેલું સપનામાં ઉંદર નો જ વરસાદ ચારે બાજુ ઉંદર ઉંદર આમ જોઉં તેમ જોઉં ઉપર જોઉં નીચે જોઉં જય જોઉં ત્યાં ઉંદર તે ઉંદર🐭🐀🐁🐁🐀🐁🐀🐁🌳


કૂતરા ભાઈ વાહ આપડે તો સપના કેટલા સુંદર આવે છે...


🐕🐆


આમ જોઈએ તો હાડકામાં કોઈ સ્વાદ હોતો જ નથી પણ કૂતરું હાડકું વાછોડે એટલે પોતાનું લોઈ જ નીકળે એ જ એને મીઠું લાગે...એને એમ થાય કે હાડકામાં રસ છે હાડકામાં કોઈ સ્વાદ હોતો જ નથી...


આમ દુનિયામાં ક્યાંય ઉંદર ના અને હાડકાના વરસાદ ન પડે...પરંતુ જેવા જેનો રસ રુચિ તેવા તેના સ્વપ્ન હોય છે એવું તેનું ભવિષ્ય હોય છે

જેવા વિચારો જેવી રસ રુચિ તેવા તેના સપના તેવા તેના વિચારો તેવા તેના લક્ષ્ય તેવું તેનું ભાગ્ય હોય છે...

માટે હંમેશા ઉચ વિચારો ઉચ લક્ષ્ય મહેનત થી ભવિષ્ય ઉજ્જવળ બને છે....

નઈ કે ખાલી સપના જોવાથી...કે સંઘર્ષ થી ભાગવા થી ...
નઈ તો આ બિલાડી બેન અને કૂતરા ભાઈ


ની જેમ આંબા ડાળે બેસીને ખાલી મીઠી વાતો જ થાય...🐆🌳🐕🙏✍️