ફકીર નું વ્રત Vaishali Kubavat દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફકીર નું વ્રત

એક આધ્યાત્મિક અલમસ્ત ઉંચાઈ એ પોચેલા ફકીર હતા .
તેના જીવન નો એક પ્રસંગ બધા બાબા પાસે જાય દુઆ મેળવતા ફકીર ઓલિયા નો સ્વભાવ જ એવો હોય જો રજી થઈ જાય તો રાજ આપી દે નારાજ થઈ જાય તો હોય એ પણ જતું રહે

ફકીર અલમસ્ત અલગારી જીવન એમના વ્રત તપ ને લોકો બહુ મન આપે કોઈ અપેક્ષા કે આકંશા વિનાનું ખુદા ને ગમતું જીવન .

નિજ માં નિજ ની મસ્તી માં ઓલિયા બેઠા હતા.


સિકંદર પણ સામે આવી જાય ને તો કહી દે હાલતો થા જરા હવા આવવા દે ...

આવા પરમ ઓલિયા ફકીર થી ગામ ના લોકો ખૂબ ખુશ અને સત્ય ના માર્ગે હતા.

બધા ઓલિયા માટે કઈક ને કઈક આપતા જમવા માટે વાસ્તુ ભેટ આપતા ..

ગામ ના લોકો ની ફકીર પર ભરપૂર શ્રદ્ધા હતી.

એમની આંખો પવિત્ર અને કરુણામય હતી.

એમનું જીવન લોકો માટે પ્રેરણા દાયી હતું.

સાંજે લોબાન નો ધૂપ થાય ને એ ધૂપ જાણે આખાય ગામ ને મુસીબત થી બચાવતો હોય એવું લાગે.

લોબાન ની ખુશ્બૂ થી સંધ્યા સમય જાણે વધારે દિવ્ય પવિત્ર બનતો.

લોબાન ની ખુશ્બૂ આવે ત્યારે એ ગામ લોકો ને કહેતા જુઓ આ જેટલો ધૂપ વધારે ઘેરો છે એટલો આ ગામ નો સમય વધી સારો આવશે એ વાત નો સંકેત છે.

ગામ ના સરપંચ સુ કોઈ રાજા આવીને પણ લલચાવી માં સકે એવું અલગારી જીવન.

કોઈ ની પાસે કશું જ માંગે નઈ...એમ કહે ફકીરી માં માંગવું મને શરમ આવે છે હું ખુદા નો બંદો છું અને માંગુ તો તો મારા ખુદા ની ઈજ્જત નો સવાલ છે.

એનો થઈ ને હું કોઈ નીનપસે હાથ લાંબો ના કરું.

એની નિત્ય બંદગી માં મગન રેહતા ..

ગામ માં રહેતી એક ગરીબ મજૂરી કરી ગુજરાન કરતી સ્ત્રી.

તેના નાના બાળક ના જન્મ દિવસ પર જ્યારે મળવા જાય છે ત્યાર બાબા નો જવાબ પે છે બેટા હું તો સુ આપી સકુ દુઆ કરીશ તમારા બાળક માટે ..ઈશ્વર એને સુંદર જીવન આપે

તે દિવસે તેના દીકરા ને નવા કપડાં પેહરવી ને તૈયાર કર્યો બને ગયા.

તેના દીકરા ના જન્મ દિવસ પર તેની ઈચ્છા હતી એના દીકરાને ઓલિયા ની દુઆ મળે .

એ તો હોંશે હોંશે ઓલિયા ને કઈક ભેટ આપવા માટે લેવા ગઈ એને જન હતી બાબા ને જલેબી બવ ભાવે એટલે એ લઈને માં દીકરો ગયા ...

ઓલિયા તો એ ખુદા ની યાદ માં પોતાના નિજ મસ્ત આસન માં વૃક્ષ નીચે બેઠા હતા.હળવો પવન વાતો હતો.ગુલાબી તડકો બેઠા હતા એક પથ્થર પર ..

આશીર્વાદ લીધા કહ્યું બાબા આજે મારા દીકરા નો જન્મ દિવસ છે માટે તેને આશીર્વાદ આપો..
આ ભેટ સ્વીકારો તેમાં જલેબી છે ..ઓલિયા એ કીધું એ વાત સાચી કે મને જલેબી ભાવે પણ મારે આજે રોઝા છે હું નાઈ ખાઈ સકુ...

પેલી માતા એ કહ્યું કઈ વાંધો નઈ બાબા અમારા માટે તમારું વ્રત ના તૂટવું જોઈએ...
અમારા ગરીબ લોકો ના નસીબ પણ ગરીબ જ હોય છે.

માતા દીકરા ને લઇ ને પછી વળી ત્યાં ઓલિયા એ આવાજ કર્યો કે બેટા લાવ જલેબી ....હું ખાઈશ...

*"મારું વ્રત તૂટે કઈ ખુદા નારાજ નઈ થાય પણ

તારું દિલ તૂટે તો ખુદા નારાજ થઈ જશે'*....

કોઈ એ લખેલો શેર છે ને કે

वो सारे खजाना उठा ले गया।

जो फकीरों की दुआ ले गया।।

वो अमीर है अपने हिसाब से जहां बनाता हैं।
में फकीर हूं अपने हिसाब से जहां बदलता हूं।