ટુથ બિહાઇન્ડ લવ-30
સ્તુતિ પાણી લેવાં માટે નીચે ગઇ અને જાણે તકની રાહ જ જોતો હોય એમ સ્તવને પળનોય વિલંબ કર્યા વિનાં સ્તુતિનાં રોલમાં રહેલી શ્રૃતિને કેડથી પકડીને પોતાની બાંહોમાં લઇ લીધી ભીંસ આપીને એનાં હોઠ પર હોઠ મૂકીને દીર્ધ ચુંબન લઇ લીધું ખૂબ પ્રેમથી મધુરસ ચૂસતો રહ્યો અને શ્રૃતિ પણ ભાન-સ્થળ -સંબંધ ભૂલીને ઓતપ્રોત થઇને સ્તવનને સાથ આપી રહી.
સ્તુતિનાં ઉપર આવવાનાં પગરવ સાંભળીને શ્રૃતિ એકદમ જ સ્તવનથી છૂટી પડી ગઇ અને સ્વસ્થ થવાં પ્રયત્ન કરવા લાગી... સ્તુતિએ આવીને શ્રૃતિને પાણી આપી કહ્યું "લે દી.. પાણી તું તો જાણે તરસી થઇ ગઇ અને મને ધક્કો ખરવરાવ્યો.
શ્રૃતિએ પાણીની બોટલ એકદમ જ ઝૂંટવીને એક શ્વાસે જાણે આખી બોટલ પી ગઇ અને હાંફવા લાગી એનાં હૃદયમાં કોઇ અપરાધ ભાવ ઉઠી રહેલો. સાથે સાથે કોઇ અગમ્ય આનંદ લૂંટયો હોય એવો પણ એહસાસ થઇ રહેલો.
સ્તુતિએ કહ્યું "અરે દી... ધીમે ધીમે... આટલી બધી તરસ હતી ? પાણીની કે જીજુની ? અને શ્રૃતિ સાંભળીને ચમકી... શું દી એ અમને જોઇ લીધાં છે ? ના ના નહીતર જીજુ થોડી બોલે ? એનું રીએક્ટ કરવાનું જ બદલાઇ જાય.
ત્યાંજ નીચેથી બૂમ આવી.. સ્તવનની મંમીએ કહ્યું સ્તવન થોડીવાર નીચે આવો પછી પાછો જજે અને ત્રણે જણાં નીચે ડ્રોઇંગરૂમમાં ગયાં.
શ્રૃતિનાં હોઠ તો હજી જાણે થરથરતાં હતાં અને થયું પાણી શું કામ પીધું. જીજુનાં હોઠનો સ્વાદ.. માય ગોડ.. અરે હું આ શું વિચારું છું ? અજાણતામાં અને મજાક મજાકમાં મેં આ શું કરી દીધું ? મહાદેવ મને માફ કરો... માફ કરો અને એ પછી પશ્ચાતાપમાં બળી રહી...
ત્રણે જણાં નીચે આવ્યાં અને અનસુયાબહેને બધાંની હાજરીમાં સ્તવનનાં હાથમાં સોનાની ચેઇન મૂકી. વિનોદાબહેને કહ્યું "આમ તરત ને તરત જ કેમ પાછું વાળો ? અનસુયાબહેને કહ્યું "પાછું વાળવાનો સવાલ જ નથી સમય પાકી ગયો છે અને બંન્ને છોકરાઓની ખુશી માટે જ છે. હવે સ્તવન ભણી રહે એટલે બંન્ને જણાને વિધિ પૂર્વક બાંધી દઇએ એટલે બસ. અને બધાંનાં ચ્હેરાં પર આનંદ છવાયો.
વિનોદભાઇએ બંન્ને દીકરીઓ સામે જોઇને પ્રણવભાઇને કહ્યું "આજે તો મને સ્તુતિ અને શ્રૃતિ કોણ ખબર જ નથી પડતી શું વાત છે ? તમે ઓળખી બતાવો તો અરે સ્તવન બેટા પ્હેલાં તુ જ ઓળખી બતાવ પછી બીજાની વાત.
સ્તવને ઉભા થઇને સ્તુતિની નજીક આવી થોડીવાર ઉભો રહ્યો અને સ્તુતિને સ્પર્શ કરીને કહ્યું આ શ્રૃતિ નહીં નહીં આજ સ્તુતિ.
સ્તુતિને હાંશ થઇ અને આનંદ થયો મને એક સરખાં ગેટઅપમાં પણ ઓળખી લીધી. શ્રૃતિને થયું તો ઉપર ટેરેસમાં જીજુએ ઓળખી નહોતી મને ? શું જીજુએ... સમજીને તે. જ ? એનાં એનાં મનનાં તરંગ અને પ્રશ્નનો ઉત્તર સ્તવને જ આપી દીધો.
સ્તવને કહ્યું "એ લોકો આવ્યાં ત્યારથી અત્યાર સુધી હુ ખૂબ કન્ફ્યુઝ હતો. સ્તુતિ ગાડી ચલાવીને આવી.. તમારાં કહેવાથી ઉપર ગયાં. સ્તુતિને તરસ લાગી.. શ્રૃતિ લેવા આવી અને અમે નીચે પાછાં આવ્યાં ત્યાં સુધી હું પણ અવઢવમાં હતો પણ અહીં બધાં વચ્ચે અમારાં સંબંધની વાત થઇ અને સ્તુતિનાં ચહેરાનાં ભાવ હું પારખી ગયો પછી કોઇ કનફ્યુઝન ન જ રહ્યુ પણ હવે એ કહો આવું કરવાનું શું કારણ ? સ્તુતિએ કહ્યું "આ બધો આ બિટ્ટુનો પ્લાન હતો કે બધાને આજે કન્ફ્યુઝ કરીએ અને જોઇએ તમે અમને ઓળખી પાડો છો કે કેમ ? અને એમ કહી સ્તુતિએ કપાળમાં મોટો ચાંલ્લો ચોંટાડી કીધું "હવે કન્ફ્યુઝન નહીં થાય હું જ સ્તુતિ...એમ કહીને હસી પડી.
શ્રૃતિએ બધું સાંભળીને હાંશકારો લીધો કે હાંશ જીજુને ખબર જ નથી બધું નિર્દોષતામાં અને અભમમાં જ થઇ ગયું એણે પોતાની અસલ બોલવાની સ્ટાઇલમાં કહ્યું "અરે યાર જીજું તમે જીતી ગયાં મને એમ કે આજે તો તમે બરાબર ફસાયા છો પણ તમે તો દી ને ઓળખી જ લીધી.
સ્તવને બધાની હાજરીનો ખ્યાલ રાખીને જવાબ આપતાં કહ્યું "એય બિટ્ટુ... હું સ્તુતિને ઓળખવામાં ક્યારેય થાપ ના જ ખઊં.. મને એની બધીજ... અને ચૂપ થઇ ગયો.
શ્રૃતિ મનમાં ને મનમાં હસી રહી અને ઊંડો આનંદ માણી રહી કે મને ઓળખવામાં થાપ જ ખાધી છે.
અરે તમે લોકો તમારી વાતો કરો પણ જુઓ હવે ઓળખવાનો ભૂલ ના થાય અનસુયાબહેને સમજી વિચારીને ઇશારા ઇરાદા સાથે કહ્યું અને શ્રૃતિને કહ્યું "દીકરા તું અંકલને સમજાવને બધુ ઓફીસમાં આપણે શું કરવાનાં ? અને તારાં ઇન્ટરવ્યુ અને કંપની વિશે પણ બધી માંડીને વાત કર એમેણે સમજીને શ્રૃતિને સ્તુતિ અને સંકલ્પથી અળગી કરી.
સ્તવને મનોમન સ્તુતિની મોમનો આભાર માન્યો અને સ્તુતિને કહ્યું "ચાલ આપણે સેવામાં દર્શન કરી લઇએ આશીર્વાદ લઇ લઇએ. પ્રણવભાઇએ કહ્યું "હાં બેટા જાવ પહેલાં વિનોદાબેન કહ્યું "મેં સેવાંમાં દીવેટ તૈયાર કરી દીવા મૂક્યાં છે પ્રગટાવો અને આશીર્વાદ લેજો. જીવનમાં ક્યારેય અંધારું ના થાય અને માં-બાબા કાયમ રક્ષા કરે તમારી...
સ્તવન અને સ્તુતિ બંન્ને ઉઠ્યાં અને સેવારૂમમાં ગયાં અને બે હાથ એકબીજામાં જોડીને નમસ્કાર કર્યા અને માથું એમનાં ચરણમાં મૂકીને પ્રાર્થના કરી. સ્તુતિએ માંએ કીધું એમ દીવામાં દીવેટ પરોવી હતી એ બધા પ્રગટાવ્યા અને બોલી "માંબાબા સદાય અમારી રક્ષા કરજો. સદાય સાથમાં રાખજો ક્યારેય જુદાઇના આવે અને પળપળનો સાથ રહે અને ત્યાં જોરથી પવન આવ્યો અને દીપ બૂઝાયો.
સ્તુતિ ગભરાઇ ગઇ એણે ફરીથી દીપ પ્રગટાવ્યો એની આંખમાં આંસુ ઘસી આવ્યા. એણે કહ્યું "આ તો અપશુકન થયાં ? કેમ આમ થયું ?
સ્તવને કહ્યું "ઠીક છે પવનનું ઝોકું આવ્યું હશે ફરીથી પ્રગટાવી દે હવે નહીં બૂઝાય કેમ આટલી સંવેદનશીલ થાય ? સ્તુતિએ સજળ આંખે કહ્યું "સ્તવન તારો વિરહ મને એક પળનો નહીં સહેવાય મને આવો સંકેત ના ગમ્યો.
સ્તવને કપાળ ચૂમતાં કહ્યું "હું છું ને વિશ્વાસ રાખ તને હું ક્યારેય વિરહ નહીં આપુ મને જ નહીં. ચાલે તારાં વિના... માંબાબા જાણે છે બધુ એજ કરશે રક્ષા.
બહાર બેઠેલી શ્રૃતિએ કાન સરવા રાખેલાં પણ એને કંઇ સંભળાયું નહીં. પણ થોડું થોડું સમજાયું ખરુ પણ ખામોશ રહી. સ્તવને સ્તુતિને કહ્યું ઉદાસી છોડ ચાલ હું તને ખૂબ પ્રેમ કરી આનંદ આપીશ કહી ઉપર લઇ ગયો.
સ્તવન સાથે સ્તુતિ ઉપર આવી અને થોડીક હળવી થઇ. સ્તવને રૂમનાં આવીને દરવાજો બંધ કરી સ્ટોપર જ મારી દીધી.
સ્તુતિએ કહ્યું "એય સ્તવન આમ નહીં.. નહીં સારું લાગે આજે બધાં છે શ્રૃતિ પણ છે ગમે ત્યારે ઉપર આવી જશે પ્લીઝ બેસીને વાત કરીએ.
સ્તવને કહ્યું "ના એમ નહી ચાલે મારી કીસ અધૂરી જ છે હજી એમ કહીને સ્તુતિને ભીંસમાં લઇને કંઇ સાંભળ્યા વિનાં સ્તુતિનાં હોઠ પર હોઠ મૂકી દીધાં. સ્તુતિ પણ ભીનાશમાં ભીંજાઇ ગઇ અને સાથ આપવા માંડ્યો. ક્યાંય સુધી બન્ને જણાં મધુરસની મજા માણી રહ્યાં.
સ્તુતિએ સ્તવને છોંડાંવતા કહ્યું "એય સ્તવન હવે માત્ર એક દિવસ રહ્યો કેમ કરીને વીતશે આ દિવસો ? મને હવે તારાં વિનાં એક પળ નથી ચાલતું.
સ્તવને ફરીથી બાંહોમાં લેતાં કહ્યું "તું આમ મારી બાહોમાંથી બહાર જ ના નીકળ હું તને નહીં છોડું બસ તને ચૂમ્યા જ કરીશ તારાં આ અધરને અધૂરા નહીં છોડુ બસ મધમાખીની જેમ તને ચોટેલાં રહીશ અને મધુરસ માણ્યાં કરીશ તને ખબર છે કાલે રાત્રે મેં તારાં માર્ટ એક કવિતા લખી છે જો વાંચી સંભળાવું એમ કહીને મોબાઇલમાં કવિતા ખોલી વાંચવી શરૂ કરી પૂરાં ભાવ અને લાગણી સાથે એણે બોલી સંભળાવી...
હૂફ આપું હૈયાની કરી પ્રેમ અપાર
હિમાળો ભલે ચઢે ઉષ્માની શાલ
કંચિત ચિંતિત ના રહે એવી સવાર
ચાંદ બને સાક્ષી આજ પ્રણયની રાત
ગરિમા મારાં પ્રણયની આપું હું સાથ
રોજ માણું મધુરજની એવી મારી નાર
બંધન સહુ છૂટી ગયાં ના કરું દરકાર
દિલથી ચાહી તને હું જ તારો ભરથાર
વાહ... વાહ.. મારાં કવિરાજ સ્તુતિ પળ પહેલાંની બધી ઉદાસી ભૂલી ગઇ અને સ્તવનને સાવ લપેટાઇ ગઇ અને બોલી રોજ માણીશુ મધુરજની હું એવી તારીજ...
અને બારણાં પાછળ કોઇ કાન સાંભળી રહેલાં...
વધુ આવતાં અંકે ---પ્રકરણ-31