Truth Behind Love - 31 books and stories free download online pdf in Gujarati

ટ્રુથ બિહાઇન્ડ લવ - 31

ટ્રુથ બિહાઇન્ડ લવ
પ્રકરણ-31
સ્તવન અને સ્તુતિ આજે ખૂબ આનંદમાં હતાં. આખો દિવસ જાણે મધુરજની માણી રહેલાં. સ્તવને રચેલી કવિતા બંન્ને સાથે ગણગણી રહેલાં... સ્તુતિએ કહ્યું મારાં સ્તવન આમ જ બે દિવસ નીકળી ગયાં. કાલે તો હું જતો રહેવાનો... મારાંથી આ વિરહ હવે નહીં વેઠાય, નહીં સહેવાય.. પાપાની ઓફીસ સેટ થઇ જાય પછી તારું ભણવાનું પુરુ નહીં થાય તો હું પણ બેંગ્લોર તારી પાસે જ રહેવા આવી જઇશ. હું ત્યાં તુ રહે એ કામ કરીશ પણ તારી સાથે જ રહીશ.
સ્તવન સ્તુતિની સામે જોઇ હસી પડ્યો. એય મારી લાડકી આમ મને વધુ વિહવળ ના બનાવ. તું આવી તો હું પછી ભણી રહ્યો. બસ તારાંમાં પરોવાયેલો જ રહીશ. ભણવા કરવાનું બાજુમાં રાખીને બસ તારી સાથે પલંગમાં જ પડ્યો રહીશ બસ પછી એય... સવાર બપોર સાંજ.. બંન્ને જણાં પ્રેમનાં રાસડા જ લેતા રહીશું... બસ બચ્ચીઓ અને પપ્પીઓ..
સ્તુતિ કહે "જાને તુ તો સાવ નફ્ફટ અને લૂચ્ચો છે પછી ભણીશ શું અને ખાઇશું શું ? તારે બે વરસ બરાબર ભણી લેવાનું છે આવું બોલે એટલે મારાં બધાં પ્લાન પાણીમાં... સાવ.. એવો જ છું. પણ પ્રોમીસ કર તારે દર પંદર દિવસે આવી રીતે ત્રણ દિવસ આવી જવાનું જ તારુ ભણવાનું થીસીસ બગડે નહીં એટલે અઠવાડીયે ના કીધું.
એય સ્તવન કાલે શું કરીશું તારી સાંજની તો ફલાઇટ છે સ્તવને વ્હાલ કરતાં કીધું કાલે આજ કરતાં પણ વધુ પ્રેમ કરીશું કાલે આમ સલીમ અનારકલી જેવો પ્રેમ કરીશુ... હું તારો રાજા તું મારી રાણી... બસ જો એવો ઠાઠ થી પ્રેમ કરીશ કે ભલભલાં રાજા પણ પાણી ભરશે... તને હું એવી...
સ્તુતિએ કહ્યું "બસ બસ. મારાં રાજા અત્યારથી એણે ના મૂડ બનાવ પછી આ રાણીથી રહેવાશે જ નહીં.. ખબર નહીં. હું શું કરી બેસીશ ? ચલ દુશ્મન નીચે જઇએ ઘણીવાર થઇ ગઇ બધાં રાહ જોતાં હશે. તારે હજી મૂકવા આવવાનું છે.
સ્તુતિ બોલી રહી અને બારણાં પાસે કોઇ પગરવનો અવાજ આવ્યો. સ્તુતિ ચમકી... અરે અહીં કોઇ ઉભું હતું ?
સ્તવને કહ્યું "કોઇ નથી મારી રાણી મારો મૂડ બનેલો છે બીજી વાત ના કર આવીજા કહીને સ્તુતિને...
એય છોડને લૂચ્ચા કેટલું.. કરીશ હજી મને પણ જાણે ધરાવો જ નથી થતો એમ થાય બસ આમ જ પ્રેમ કરીએ... ચલ બાકીનું કાલે છોડ મને... છોડને સ્તવન પ્લીઝ જો બારણે કોઇ છે પ્લીઝ ચેક તો કર મને રીતસરનો એહસાસ છે.
સ્તવને સ્તુતિને બાંહોમાંથી અને હોઠ અને..બધેથી છોડી વાળ વીખરાઇ ગયેલાં... હોઠ-ગાલ ભીનાં ભીનાં સ્તુતિએ પ્રેમથી લૂછી આપી કહ્યું "જા જો હું ત્યાં સુધી કપડા સરખા પહેરું અને ફ્રેશ થઊં. એમ કહીને બાથરૂમમાં ધૂસી.
સ્તવને કપડાં અને ચહેરો... સરખો કરીને દરવાજો ખોલ્યો.. ત્યાં બહાર કોઇ જ નહોતું.. એણે દાદર પાસે જઇને જોયું શ્રૃતિ ઉપર આવી રહી હોયએમ લાગ્યું. એણે ભોંઠા પડીને પૂછ્યું "શું શું ? શ્રૃતિ કહે જીજુ તમને બોલાવવા જ આવતી હતી માં-પાપા બોલાવે તમને બંન્ને ને આવો તમે.. એમ કહીને શ્રૃતિએ નજર ચોરાવીને ચહેરો નીચો કરી સડસડાટ નીચે જ ઉતરી ગઇ.. સ્તવનને ખબર જ ના પડી કે એ ઉપર આવી રહી હતી કે નીચે જઇ રહી હતી.
સ્તવને વિચાર્યું હશે ઠીક છે જે હશે એ.. એમ કહીને રૂમમાં ગયો અને સ્તુતિ ફ્રેશ થઇ બહાર નીકળી.. સ્તવન ફરી એને એય બસ ચાલ નીચે હવે નહીં મને અડવાનું ચાલ... કોઇ બોલાવા આવેલું ને ? સ્તવને કહ્યું "તારી ચાંપલી બિટ્ટુ... કહે નીચે બોલાવે છે મેં કીધેલું ને ચાલ નીચે... સ્તુતિ બોલી.
બંન્ને જણાં નીચે ગયાં અને ચારે માં બાપ એક સાથે બોલી ઉઠ્યા.. આ લોકો આવી ગયાં.. ચાલો જમી લઇએ બધાનો જમવાનો સમય થઇ ગયો..
શ્રૃતિએ કહ્યું "આ લોકોનાં ગપ્પાં ખૂબ લાંબા ચાલ્યા શું કરવાનું ? હું તો સાવ બોર જ થઇ ગઇ ક્યારની ટીવી જ જોયા કર્યુ તમે લોકો તમારી વાતોમાં રહ્યાં....
વિનોદાબેહેને કહ્યુ કેમ તું કેટલીવાર ઉપર જઇ આવી ? તારાં પગ પણ નથી દુખ્યાં ? શ્રૃતિએ ભોંઠી પડીને કહ્યું "અરે આંટી ટેરેસ ગાર્ડનમાં મજા આવી... કંઇ નહીં ચાલો જમી લઇએ ખૂબ ભૂખ લાગી છે...
વિનોદાબહેનની કોમેન્ટ સાંભળી સ્તુતિ વિચારમાં પડી ગઇ કે પગરવ શ્રૃતિનાં હશે ?
બધાં જમીને ખૂબ આનંદથી વાતો કરીને છૂટાં પડ્યાં. સ્તવને કહ્યું "પાપા હું આ બધાને ઘરે મૂકીને આવું છું વિનોદભાઇએ ક્યું હા હાં જાવ આમ પણ ખાસું મોડું થઇ ગયું ચે. પણ ખૂબ જ મજા. આવી આજે એવું લાગ્યું કે મારું ઘર ભર્યુ ભર્યું થઇ ગયું. પ્રણવભાઇએ કહ્યું મારી દીકરીની પસંદગી માટે પ્રાઉડ થાય છે અને તમારાં જેવાં વેવાઇ મળ્યા અમારાં નસીબ છે.
વિનોદભાઇ કહે અરસપરસનાં લેણદેણ છે અમારાં માટે તમારી દીકરી સાક્ષાત લક્ષ્મી છે અને ગુણોનો ભંડાર આવી સંસ્કારી અને ડાહી દીકરી મેળવી અમે પણ ખૂબ જ ખુશ છીએ. સ્તવન અને સ્તુતિની જોડી ઇશ્વરે જ બનાવી છે.
અનસુયાબહેનનાં આંખમાં હર્ષનાં આંસુ આવ્યા કે બસ બંન્ને છોકરાં ખૂબ ખુશ થાય અને કાયમ આનંદમાં રહે એજ પ્રાર્થના. એમ જયશ્રીકૃષ્ણ.. જય મહાદેવ કહીને છૂટાં પડ્યાં
સ્તવને કાર કાઢી... બાજુમાં પ્રણવભાઇ અને પાછળ શ્રૃતિ-સ્તુતિ અને અનસુયાબહેન બેઠાં અને સ્તવને કાર સ્ટાર્ટ કરી.
*****************
શ્રૃતિ -સ્તુતિ એમનાં રૂમમાં કપડાં બદલીને બેડ પર હાશ કરીને આડા પડ્યાં.. સ્તુતિનો થોડીક જ વારમાં ઘસઘસાટ ઊંધી ગઇ... શ્રૃતિને હજી નીંદર નહોતી આવી રહી.. એણે જોયું દી... તો ક્યારની ઊંઘી ગઇ. દી સાચે જ ભાગ્યશાળી છે ખૂબ પ્રેમ કરનાર પ્રેમી-પતિ મળ્યો છે... આજે તો એ લોકોએ ખૂબ એમ વિચારતાં વિચારતાં... સ્તવનની સાથે થયેલો ચુંબનનો અનુભવ મમળાવવા માંડી.. એનાં હોઠ ભીનાં થઇ ગયાં એણે જીભ ફેરવી લીધી એને થયું કેટલું મીઠું ચુંબન હતું.
એ લોકો તો કલાક જેવું રૂમમાં રહ્યાં. કેટલા ચુંબન... શું શું કર્યું હશે ? શ્રુતિનાં બીજાં મને કહ્યું "એય તને શરમ આવે છે ? તારી દીદી છે અને જીજુ છે. તને પાપ લાગશે આવાં વિચાર કેવી રીતે કરી શકે ? એક પાપ તો કરી ચૂકી છું અંધારામાં રાખી આખુ ષડયંત્ર જાણે કરી લીધું.... તેં નક્કી કર્યુ એક સરખા પરિધાન કરી જવાનું ત્યારે પાપ નહોતું સ્તવન ઓળખી શકે છે કે કેમ ? એ જોવું હતું પછી શું ભૂત ભરાયું ?
શ્રુતિએ એનાં સારાં મનને કહ્યું "મારાંથી મોટી મોટી ભૂલ થઇ ગઇ છે.. જાણે અજાણે મારાંથી પાપ થયું છે દી.. સાથે અને જીજુ સાથે છેતરપીંડી કરી છે. હું માફી માગું છું ફરીથી આવી કદી ભૂલ નહીં થાય આઇ એમ સોરી..દી.. આઇ એમ સોરી.. માં પાપા મને માફ કરજો. એમ બોલતી બોલતી ક્યારે ઊંઘી ગઇ ખબર જ ના પડી...
કલાક બે કલાકની ઊંઘ થઇ હશે અને શ્રુતિની આંખ ખુલી ગઇ એને કંઇ બોલવા બબડવાનો અવાજ આવ્યો એણે જોયું સ્તુતિ કંઇક બબડતી હતી.. એણે પોતાનું પીલા બે પગ વચ્ચે નાંખી... બ્લેન્કેટ છાતીએ દબાવીને બોલી રહી હતી.. એય સ્તવન બસ કર.. એય ના ના હજી પ્રેમ કર બસ ના કર.. એય આઇ મીસ યું.. આહા. આઇ લવ યું.
શ્રુતિ સાંભળીને ... ફરીથી ઇર્ષ્યાથી સળગી ગઇ એણે સ્તુતિને ઢંઢોળવાનો વિચાર કર્યો.. પછી વિચાર્યું ના ના... શું બોલે છે... સાંભળું.. પણ સ્તુતિ પછી શાંત થઇ ગઇ અને ઉડી ઊંઘમાં સરી ગઇ.
શ્રુતિની નીંદર ઉડી ગઇ એને વિચારોનાં વમળ સજોવા લાગ્યો એણે સ્તવનનાં વિચારોથી મન ફેરવી લીધુ એને છેલ્લે અનારનાં ઘરે ગઇ હતી એ બધુ યાદ આવી ગયું અનાર, નીલમ, પલ્લવી... બધીઓ કોઇને કોઇની સાથે શું છે આ બધું ? અનારે પ્રેમ કર્યો પસ્તાઇ રહી છે. નીલમે પ્રેમના કર્યો પૈસા અને મોજમજા માટે નફ્ફટ થઇને તન અભડાવ્યું હવે પસ્તાઇ રહી છે.. પલ્લવી... છોડ એનું તો એટલું ગંદુ છે કે વિચારીને ધૃણા આવે છે.
આ બધાં સમાજમાં કેવાં ચહેરાં લઇને ફરે છે જાણે સતિ સાવિત્રી.. અંદરનું બધુ હું જ જાણું છું. હું એવી લપસણી માટીની નથી કે આમ બે ઘડીની મજા માટે મારું ચરિત્ર અભડાવું.. પછી જીંદગીભર જીવવું કેવી રીતે ?
આજ એક પાપ મારાંથી થયું છે મારો પીછો નથી છોડતું... પણ ક્યારેય ભૂલ નહીં કરુ.... માફ કરો ભગવન. મારી દી અને જીજું બસ ખુશ રહે ખૂબ આનંદમાં રહે મારાથી ચોરી છૂપીથી એમની વાતો સાંભળવાનો પ્રયાસ.. એ લૂચકારાથી મારામાં થતો ખળભળાટ.. હવે બધું શાંત... અંદરની મારી લાગણીઓને દબાવી દઇશ.. ભોંયમાં દાટી દઇશ.. અને...
વધુ આવતાં અંકે.... પ્રકરણ -32
યુથ બિહાઇન્ડ લવ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED