બધી જ પ્રવૃત્તિઓ હંમેશાં સુખદ અનુભુતીની ખોજમાં જ હોય છે,તમેં પણ માતૃભારતીની સ્ટોરીઓ સુખદ અનુભુતીની ખોજમાં જ વાંચી રહ્યા છો સાચું નેં?
સારી સારી વાતૉઓ અને રચનાઓ તો ઘણી બધી છે. પણ સમય જતાં તમને બોરીંગ લાગવા માંડે છે ખરું ને?
સ્ટોરીનેં રેટિંગ આપવાથી જ તમે સ્ટોરીમાં રહેલાં સુખદ અનુભુતીનાં નાનામાં નાના ટીપાંને શોધી કાઢવાની જાગૃતિ ટકાવી રાખી શકશો.તમારી મનગમતી જાગૃતિનાં અભાવ જ જીવનમાં બોરીયત અને કંટાળો લાવે છે.
અધુરી આસ્થા - ૧૯
જુના અંકોમાં તમે વાંચયું તેમ.
ભુતીયા બંગલામાં પ્રેમી યુગલની અદ્રશ્ય શક્તિ દ્વારા હત્યા થઈ.ગુડાઓએ રાજેન્દ્રનું અપહરણ કર્યું અને અજ્ઞાત સ્ત્રી દ્વારા તેને બચાવવામાં આવ્યો. ગુડાઓ રઘુ અને પોકીયો ભુતિયા બંગલાની અંદર પહોંચે છે. ત્યાં તેઓને માનવ અને મેરીની મુલાકાત થાય છે.રાત્રે માનવએ રઘુ પર કરેલાં હુમલામાં એક સ્ત્રી દ્વારા રઘુનો બચાવ થયો.એન્ટીકોની ચોરી કરી ભાગતા રઘુની માનવ સાથે સ્મશાનમાં લડાઈ. પકીયા અને મેરી ચુડેલનાં સંઘર્ષમાં મેંરીનો અંત થઈ ગયો.
હવે આગળ
રઘુનું ધ્યાન ગાડી રિપેર કરવામાં જ હતું. પંકીયો દોડતો દોડતો માનવનો પકડી લેતાં પકીયો અને માનવ બન્ને ગબડી પડે છે. માનવે બીજા પગથી લાત મારીને પકીયાને બે-ત્રણ મીટર દૂર ફેંકી દીધો. માનવ હવે કોઈ પણ નાટકનાં મુડમાં નહોતો તેણે વિજળી વેગે પોતાના બધા અણીદાર ખપાટીયાઓ વડે પકીયાનાં શરીરને જમીન સાથે જડી દિધું. પકીયો તેનાં પોતાનાં જ લોહીનાં ખાબોચિયાંમાં જાણે ડુબી ગયો. રઘુ આ બધું જોઈને આશ્ચર્યથી સ્થિર થઈ ગયો. હવે રઘુને પ્રતિકાર નીરૅથક લાગી રહ્યો.લોકો થમ્સ અપનું ઢાંકણું ઓપનરથી ખોલી કાઢે તે રીતે જ માનવે એકદમ ઝડપથી ઉભો થઇ દોડ્યો અને રઘુનું માથું ધડથી અલગ કરી દિધું. રઘુનાં લોહીના ફુવારાથી માનવ આખો નાહી રહ્યો.આ બધું માત્ર બે-ત્રણ મિનિટમાં જ ઝડપથી થઈ ગયું. આ દ્રશ્ય એકદમ ભયાનક હતું.
માનવ હવે મોટે મોટેથી બોલી રહ્યો "માલિક માલીક મેં તમારો ગુલામ.તમારો ખૂબ ખૂબ આભાર.મારે તમારો જ આશરો છે. હું તમારો આભારી છું અને લાંબા સમય સુધી તમારો ગુલામ રહીશ.મેં આ બંને નાલાયકોને મારી નાખ્યા હવે તેઓનેં આપણી દુનિયા સમાવી લો. હું તમને વિનંતી કરૂ છું. હવે તમારી શક્તિઓ પાછી લઈ લો."
આટલું બોલતાં જ ચિતામાં સળગી રહેલાં પેઇન્ટિંગ નાં અવશેષો સળવળી ઉઠ્યાં. અન્ય ચિંતામાંથી પીગળીને છત વિક્ષત થયેલા રોમન સૈનિકોનાં એન્ટીક પીસ હવામાં ઊંચા થઇ ગયા અને માનવની નજીક પહોંચી ગયા. માનવે આંખ બંધ કરીને પહેલા પેઇન્ટિંગનાં અવશેષોને બંને હાથે સ્પર્શ કર્યો માનવનું આખું શરીર ધ્રુજવા લાગ્યું તેની આંખો બહાર કૌડી જેવી મોટી થઇ ગઈ. માનવનાં શરીરે કાળજાળ પીડાને લીધે મોટે મોટેથી બરાડા પાડવા માંડયો.તેના શૈતાની શરીર જાંબલી કાળો રંગમાંથી સામાન્ય થઈ ધીરે ધીરે પોતાના મૂળ સ્વરૂપમાં પાછા આવી રહ્યું છે. માનવ નો રાક્ષસ રૂપમ ધીરે ધીરે મૂળ સ્વરૂપમાં આવી રહ્યું તેના જાનવરનાં હાથ સામાન્ય થવા લાગ્યા. લાંબા લાંબા નાખ ધીરે ધીરે સંકોચાય અને અંદર ચાલ્યા ગયાં. મોઢામાં વિકસેલા જંગલી દાંત સંકોચાઈને પાછા મૂળ સ્વરૂપમાં આવી ગયા. માનવે સ્પર્શેલા યુવતીનું પેઇન્ટિંગ અને એન્ટીકોનો ભંગાર ફરીથી સામાન્ય થઈ ગયા. માનવનાં શરીરનો રંગ સામાન્ય થઈ ગયો.
માનવે ઉભા થઇને બંને હાથ હવામાં સિધા અને ટટ્ટાર રાખીને ઉભો છે. અને મોટે મોટેથી અગડમબગડમ ભાષામાં વિચિત્ર અવાજો કરી રહ્યો છે. પછી તેણે પકીયાના ક્ષત-વિક્ષત શરીર તરફ પોતાનાં હાથ રાખીને ત્રાટક સાધના કરી. પકીયાનાં શરીરમાંથી જાંબલી પ્રકાશ પુંજ બહાર નીકળી ને તેનાં બંન્ને હાથ વચ્ચે ઘુમવા લાગ્યો. ત્યારબાદ માનવે તેને રોમન સૈનિકનાં પુતળા તરફ નિર્દેશીત કરતાં તે પ્રકાશ પુતળા માં સમાઈ ગયો.
ભુતિયા બંગલાની અંદરથી એક ગુલાબી લાલાશ પડતો પ્રકાશનો ગોળો બહાર નીકળ્યો. તે બહાર આવીને એક સ્ત્રીનાં પડછાયાંનું રૂપ લીધું.માનવ જ્યાં ઊભો હતો ત્યાં પહોંચીનેં માનવનાં કપાળે હાથ મૂકતાં.માનવનું આખું શરીર રેતીનાં કણોમાં પરીવર્તીત થઈને હવામાં વિલીન થઈ ગયું. આખું શરીર હવામાં વિલીન થતાં રહી ગયું તો માત્ર એક વાદળી રંગનો પ્રકાશ પુંજ સ્ત્રીનાં પડછાયાએ માનવનાં પ્રકાશ પુંજને બીજા નંબરનાં સૈનિકોનાં પૂતળાની અંદર સમાવી દીધો.
હવે સ્ત્રીનો પડછાયો રઘુનાં મૃત શરીર પાસે આવતાં રઘુનાં શરીરમાંથી જાંબલી અને લાલ રંગનો પુરુષ પડછાયો બહાર આવ્યો. બન્ને પડછાયા પરસ્પર રમતો રમતાં હોય તે રીતે હવામાં ઉડવા લાગ્યા.અને બંગલાની અંદર સમાઈ ગયા.
હવે બીજી તરફ સૈનિકો ના નાના ભાલાઓ હવામાં ઉડતા ઉડતા પાછા આવીને એન્ટીકોમાં સેટ થઈ ગયાઆ બંને સૈનિકોના પૂતળાં કદમતાલ કરતા કરતા બંગલા તરફ આગળ વધી ગયા. પેઇન્ટિંગ પણ હવામાં તરતું તેની પાછળ બંગલામાં પહોંચી ગયું આવી ગયું.
વિરામ
શું આસ્થાનું મળવું રાજેન્દ્રનું સપનું હતું કે સાચી ધટના ?આસ્થા નામની સ્ત્રીનું કોઇ અસ્તિત્વ છે કે નથી? રાજેન્દ્રનું અપહરણ કયા કારણોસર થયું ? રાજુ અને તેની બહેન આગળ શું કરશે?
શહેરના પશ્ચિમ વિસ્તારમાં ભુતિયા બંગલાનું શું રહસ્ય છે? માનવ અને મેરીના ગોડફાધર સરજી કોણ છે? મેંગો ભાઈ ડોન કોણ છે?ભુત બંગલાની આગળ ની યાત્રા શું છે ?
આ બધા જ રહસ્યો જાણવા માટે વાંચતા રહો અધુરી આસ્થા સીરીઝ.
વાચકમિત્રો, તમારા સજેશન મારા માટે હીરા-મોતી સમાન છે.તમારા સજેશન મને માતૃભારતી એપ પર મેસેજ કરો.