*એ નજર ની આશિષ* વાર્તા.. ૨૯-૧૧-૨૦૧૯
આભાર કે ઉપકાર માનવો એ શિસ્ત છે પણ ઉપકાર યાદ રાખવો એ સંસ્કાર છે એમ જ કોઈની નજર થી કે દિલથી મળેલી આશિષ જિંદગી ની મુસીબતો દૂર રાખે છે... મળે જો સમયે કોઈની અમી નજર જિંદગી ની સડક ને મંઝિલ મળી જાય છે. ખુદના જ વિશ્વાસે પહોંચાય છે ટોચે. પણ કોઈ ની આશિષ થી ટકી રહેવાય છે... થકાશે નહીં આ જીવન ના સફરે દુવા છે સંગાથે. નથી જો દિલમાં ડર તો અંધારે પણ
આતમ આ પ્રકાશે છે....
અદિતિ એકટીવા ચલાવી ને ઓફિસ થી પોતાના ઘરે જવા નિકળે છે.... આશ્રમ રોડ ના ચાર રસ્તા ઉભી હોય છે ત્યાં એક બાઈ લઘર વગર અને ઠેર ઠેર થી ફાટેલી સાડી શરીર ઢાંકવા કરતાં ઉઘાડું વધારે દેખાતું હતું એ શરીર ને એ ફાટેલી સાડી માં ઘડી ઘડી ઢાંકવા પ્રયત્ન કરતી હતી .... એ ગરીબ અને અર્ધ પાગલ જેવી એક કુપોષણ, સાવ હાડકાં નો માળખું એવા બાળકને તેડીને બધાં પાસે હાથ લાંબો કરી મદદ માંગતી હતી એની નજર માં સચ્ચાઈ ની ચમક હતી... બધાં જોડે માંગતી હતી કેટલાય લોકો એનો દિદાર જોઈ નાકનું ટેરવું ચઢાવી દેતાં હતાં તો કેટલાય એક રૂપિયો કે બે રૂપિયા આપી પૂન્ય કર્યા નું ગૌરવ લેતા હતા.... તો કેટલાય એના ફાટેલી, જર્જરિત સાડી માં થી દેખાતા અંગો ને લોલૂપ નજરે તાકી રહ્યા હતા... એ બધાં ની મેલી હરકતો ભરી નજર થી બચતી અદિતિ પાસે આવી અને હાથ લાંબો કર્યો....
અદિતિ એ એના દિદાર સામે નજર કરી અને એની આંખોમાં જોયું એ નજર માં છુપાયેલા વેદના અને લાચારી હતી.... અદિતિ એ એને પુછ્યું તું ક્યાં રહે છે એટલામાં તો એને જવાનું હતું એ દિશા નું સિગન્લ ચાલુ થઈ ગયું... એ બાઈ પણ ફૂટપાથ પર જતી રહી... અદિતિ ના દિમાગમાં થી આ બાઈ અને એની એ નજર ખસતી ન હોવાથી... એણે થોડા આગળ જઈને રોડની એક સાઈડમાં એકટીવા મુકી ચાલતી પાછી વળી અને એ બાઈ ને મળવા એ રીતસર દોડી... એ જગ્યા એ પહોંચી ગઈ.... એ બાઈ ફૂટપાથ પર એક ઝાડની નીચે બેસીને બાળક ને પ્લાસ્ટિક ની જૂની બોટલ થી પાણી પિવડાવી રહી હતી અને એના મોં પર ચિંતા ના ભાવ છવાયેલો હતો.... એણે એની પાસે પહોંચી ને પુછ્યું તમારે જમવું છે??? હવે અમદાવાદ ના લોકો એ નક્કી કર્યું છે કે રોકડ રકમ કરતાં ખાવાં પીવાની વસ્તુ આપવી.... અદિતિ ના પુછવા થી એણે હાં કહીને હાથ લંબાવ્યો કે આજની ટંક ના રૂપિયા મળી જશે પણ.... અદિતિ એ કહ્યું કે ચાલો ઉભા થાવ અને મારી સાથે ચાલો પેલા મારા એકટીવા સુધી હું અહીં આગળ નજીક ની સોસાયટીમાં રહું છું મારાં ઘરે તને પેટ ભરીને જમાડીશ.... બોલો આવું છે??? વિશ્વાસ રાખો... હું જમાડી ને મુકી જઈશ અહીં.... પેલી બાઈ માથું ખંજવાળવા લાગી પછી અદિતિ ની આંખમાં જોયું જ્યાં એણે સચ્ચાઈ જોઈ અને કંઈક વિચાર કરી ને આકાશ સામે નજર કરી અને ઉભી થઈ અદિતિ સાથે બાળકને તેડીને ચાલવા લાગી.... અદિતિ ના એકટીવા પાસે પહોંચ્યા અદિતિ એ પુછ્યું કે બેસતા ફાવશે??? એણે સંકોચાતા હાં કહી કે બૂન બોવ વખત પહેલાં સાઈકલ પાછળ બેઠીતી.... અદિતિ એ એને સાચવીને બેસવા કહ્યું અને એણે એકદમ ધીમી ગતિએ પોતાના ઘર પાસે લઈ ગઈ... ઘર આવતાં જ અદિતિ એ એની મમ્મી ને બૂમ પાડી.... અદિતિ ની બૂમ સાંભળીને સરલા બેન બહાર આવ્યા જોયું તો અદિતી સાથે કોઈ માંગવાવાળી હતી... અદિતિ એ એમને ઝાંપો ખોલી ને ઓટલા પર બેસાડ્યા અને મા ને લઈ અંદર ગઈ અને બધી વાત કરી... સરલા બેન પણ દયાળુ અને પરોપકારી હતા એમણે રાત માટે બનાવેલી રસોઈ ... ગરમ ગરમ વઘારેલી ખિચડી, કઢી, ભાખરી, તુવેર નું દાણાં રીંગણ નું શાક, અને ગાજરનો હલવો એક થાળીમાં પીરસીને અને પાણીની બોટલ અને ગ્લાસ લઈને આવ્યા અને કહ્યું કે અહીં પાછળ ચોકડી છે ત્યાં હાથ, મોં ધોઈ લે... એ બાઈ છોકરાં ને તેડીને ચોકડી માં જઈને છોકરાં ના અને પોતાના હાથ મોં ધોયાં અને પાછી ઓટલા પર આવી છોકરા ને નાનાં નાનાં કોળિયા ભરાવતી જમવા મંડી.... કેટલાંય દિવસોની ભૂખી હશે ફટાફટ આખી થાળી સાફ થઈ ગઈ... સરલા બેને આગ્રહ કરીને બીજીવાર આપ્યું... અને એને બેસવાનું કહી ને એ અંદર ગયા અને બે સાડી, બે ચણિયા, બે બ્લાઉઝ લઈને આવ્યા અને એની કહાની સાંભળી કે ગામડેથી પ્રેમ કરીને ગામના છોકરા સાથે સાયકલ પર બેસી ને આવી હતી અને એણે એનો ઉપયોગ કરીને એક દિવસ સૂતી મુકી જતો રહ્યો હવે હું ગામ પણ પાછી કેવી રીતે જવું??? કહીને રડી પડી... સરલા બેન અને અદિતિ એ એને છાની રાખી અને પાછળ ઘરઘાટી માટે બાંધેલી ઓરડીમાં જઈ કપડાં બદલી લેવા કહ્યું... ઘરઘાટી ને અદિતિ એ બહાર બોલાવ્યો... પેલી બાઈ કપડાં બદલીને આવી એનો દિદાર હવે ફરી ગયો એ કોઈ સારા ઘરની લાગતી હતી એણે આવી ને અદિતિ અને સરલા બેન નો ખુબ આભાર માન્યો અને નજર થી મૂક આશિષ આપી... અદિતિ એ કહ્યું કે અહીં પાછળ સૂઈ રહેવું હોય તો વરંડામાં સૂઈ રહો ... હું મારી એક ફ્રેન્ડ એન.જી.ઓ માં છે તો વાત કરી વ્યવસ્થા કરી આપું એણે હાથ જોડીને કહ્યું હું એ ફૂટપાથ પર મળીશ બૂન તમારો ખુબ ઉપકાર... અને અદિતિ એને ફૂટપાથ પર ઘરે થી ચાદર બધું આપી મુકી આવી અને કહ્યું કે કાલે મળીશું... અને બીજા દિવસે અદિતિ એ એના ફ્રેન્ડ ને સાથે લઈને એ બાઈ ને મળી અને રેહવાની વ્યવસ્થા કરી આપી એ બાઈ એ અદિતિ ને નજર થી આશિષ આપી, આંખોમાંથી આંસુની ધાર વહી રહી... અદિતિ પણ ભાવુક થઈ ગઈ.. ઓફિસ જતા પૂરપાટ વેગે આવતી બી.આર.ટી.એસે ટક્કર મારી અદિતિ ફંગોળાઈ ને પડી અને ઘસાઈ...... બૂમાબૂમ અને વાહનોની બ્રેકનો અવાજ.... બધા દોડ્યા .... જોયું તો ચમત્કાર જ થયેલો અદિતિ ને હાથ, પગે અને ગાલ પર છોલાયુ હતું બાકી એક્ટીવા બેન્ડ થઈ ગયું હતું... અદિતિ એ આંખો બંધ કરી તો એને કાલ વાળા બાઈ ની નજર ની આશિષ નો ચમત્કાર લાગ્યો.... ટોળા માં થી એક બહેને એને પાણી પીવડાવવું અને કહ્યું કે કોઈની આશિષ, દુવા નો ચમત્કાર કે તમે બચી ગયા... તમારા ઘરે ફોન કરીને કોઈ ને બોલાવી લ્યો... અદિતિ એ કહ્યું કે એકટીવા એક બાજુ મુકાવી દો અને મને રીક્ષામાં બેસાડી દો હું ઘરે જતી રહીશ..... ખરેખરો *એ નજર ની આશિષ* નો ચમત્કાર કે ઇશ્વરનો, મારી આ પરિસ્થિતિમાં પણ મને જીવંત રાખવાનો જુઓને, આબાદ બચી ગઈ છું.... હું આવડી મોટી
ઘાતમાંથી.....
ભાવના ભટ્ટ અમદાવાદ....