પ્રિય પેનને પત્ર Alpesh Umaraniya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રિય પેનને પત્ર

પ્રિય પેન,

હું નાનો હતો ત્યારે તું મારી સાથે હતી. મારા નાના એવા દફતરમાં તું ખૂણામાં છુપાયેલી હતી. ખબર નહિ ક્યારે તું વીસરી ગઈ. મને આજે પણ યાદ છે સાથે હું તારી એક સ્પંજ પણ રાખતો હતો. તારી પાક્કી બહેનપણી એવી પાટીને હું સાંભળીને રાખતો હતો. જ્યારે પણ પાટી લખાઈને બગડી જાય ત્યારે હું સાફ કરતો હતો.

કેવી છે આ જિંદગી નહિ. નાના હતા ત્યારે ભૂલો પણ સુધરતી હતી. એક ના બદલે બે લખાઈ તો પણ વઢ પડતી નહિ. જ્યારે જરૂર છે સાચે જ તારી ત્યારે તું જ નથી. નાના એવા દફતર માં પણ સૌથી સારી તું લાગતી હતી. ભૂખ લાગે તો ખાઈ પણ જતો.

કેવી હતી જિંદગી જ્યારે ધુરમાં હું રમતો હતો. કપડાં મેલા થતાં હતાં પણ દિલના કોઈ દિવસ મેલાં ના હતા. એકબીજાની વસ્તુ પણ ખાઈ જતાં હતાં.

પેન, એ તું જ છે જેને મને લખતા શીખવાડ્યું. મારી ભૂલો ને માફ કરી છે તે. ના આવડે તો વારંવાર એક ને એક જ રસ્તે ચાલી છે તું. જ્યારે હું એક ને એક વસ્તુ કરી થકી જાઉં છે ત્યારે તું એક જ એકડા પર ૧૦૦ વાર ચાલી જતી હતી. કેમ કે તારે મને એકડો શીખવાડવો હતો. આજ ની ભાગદોડ જિંદગીમાં કોઈ સાથે નથી. કોઈને સમય નથી.

પેન, તારી બહુ યાદ આવે છે. તને છોડીને મારી જિંદગીમાં ભૂલ નથી ભૂસાતી. બોલપેન તો આવી ગઈ છે. પણ બીજી વાર એ રસ્તે નથી જતી. ભૂલ ન થાય એ પણ કહેતી નથી.
પણ એ ભૂલ ભૂલ j રહી જાય છે. એણે ભૂંસી નથી શકાતી. બસ એના પર લીટી લગાવી શકાય છે. એટલું દર્શાવે છે હવેની ભૂલ ભૂલી નહિ શકાય. બસ તેને યાદ રાખીને સાથે ચાલવું પડશે. હંમેશા તમને યાદ કરાવશે કે એક ભૂલ કેટલી મોંઘી પડે છે.

તારી યાદને હું આખો દિવસ વાગોળ્યા કરું છું, દિવસો જતા જાય છે પણ તારી યાદો દિવસે ને દિવસે ગાઢ થતી જાય છે.તારી એક જ વાત બહુ ખટકે છે મને કેમ ભૂલી ગઈ તું મને.

શું તને મારી યાદ નથી આવતી.

શું તને દિવસો યાદ નથી આવતા જ્યારે તું મારા દફતર માં રેહતી હતી,

કોઈ માંગે તો પણ આપવાની ના કહી દઉં.

તું એટલી ખાસ હતી મારી માટે કે તારી સંભાળ હું એટલી દિલ થી કરતો કે જાણે મારું દિલ નું જતન કરતો હોય. એ દિવસો જેને મે દિલ થી જીવ્યો છું

કોલેજ તો ઠીક છે. પરંતુ નિશાળ જેવી ક્યાં મજા છે

એમાં પણ તારો એ સાથ તને ખાવાની મજા પણ એટલી જ હતી.

મમ્મી દરરોજ ઠપકો આપતી મને પણ હું ક્યાં સાંભળવાનો.

આજે જ્યારે ખબર પડી કે એ નિર્જીવ વસ્તુ પણ સજીવ કરતા કેટલી વહાલી હતી.

નિર્દોષ અને સચોટ એકદમ સફેદ કાપડ જેવી.

પપ્પા એક દિવસ પાસે આવ્યા અને કીધું મને

"જીવન એટલું પણ સરળ નથી જેટલું આપણે વિચારીએ છીએ. જિંદગી માં થયેલી ભૂલ આ પેન જેમ નહિ સુધારી શકીએ કેમ કે આપની પાસે લૂછવા ભીનું પોતું નહિ હોય.

જે કરવું એ વિચારીને કરજે કદાચ જિંદગી અને સમય ક્યારેય સાથે નથી મળતો"


અંતમાં એટલું કહીશ કે.

"દિવસો ગયા ને રાતો વધી છે..
મળવાને તને મારા સ્મરણો રહ્યા છે

આજે પણ તારી કમી જ રહી છે.
રહ્યા છે અક્ષરોને માથે લીટી જ મૂકી છે.

નથી ભૂસાંતી લીટી ને નથી જતા સ્મરણો
વાગોળ્યા કરું છું હું તારા નામ ના સ્મરણો.

આભાર
અલ્પેશ ઉમરાણીયા