ગામના પાદરમાં અજાણી યુવતીની લાશ મળી આવતા ચકચાર મચી ગયો હતો. ગામના લોકોએ પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી અને તપાસ હાથ ધરતા જે ધ્યાનમાં આવ્યું તે ચોંકાવનારું અને દર્દનીય હતું.
સ્નેહા એનું નામ હતું. બાળપણથી જ ગરીબ ઘરમાં જન્મેલી છતાં રંગે રૂપાળી અને લાડકોડથી ઉછળેલી હતી. ઘરમાં મમ્મી પપ્પા અને એક નાની બહેન હતી. પપ્પા ગામમાં કરિયાણાની દુકાનમાં મજૂરી કરતાં હતાં. મમ્મી ઘરનું કામકાજ સંભાળી લેતાં હતાં. પૈસાની અછત હોવાથી સ્નેહા ૧૦ સુધી ભણીને ઉતરી ગયેલી હતી. પોતે શિવણ કામ કરતી અને પપ્પા ને થોડો ટેકો આપતી હતી.
મોટી થયેલી સ્નેહા ને જોઇને પપ્પાને બહુ જ મુંઝવણ અને ચિંતા થતી. કેમ કે કોઈ પણ જોઇને પીગળી જાય એવું એનું રૂપ હતું. જવાનીના ઉંબરે આવેલી સ્નેહા બધી રીતે લોભવી જાય એવી હતી. ઘરડા પણ લાળું પાડતા રહી જાય એવી એની કાયા હતી. પપ્પા એ બધા સંબંધી જોડે વાત કરેલી એટલે જલ્દી થી જ એક સારો સંસ્કારી વિજય નામનો છોકરો મળી ગયો. ધામધૂમથી લગ્ન લેવાયાં અને સ્નેહાને સાસરે વળાવી દીધેલી.
સાસરીમાં સ્નેહા ને બહુ સારું હતું. વિજય નોકરી કરતો હતો. અને ઘરમાં બસ એની સાસુ અને એક નણંદ હતા.નણંદ નાની હતી જેનું નામ રેખા હતું. તેની પણ લગ્નની વાત ચાલતી હતી.
સ્નેહા બધી રીતે સુખી હતી.
વિજય અવારનાર નોકરીના કામે બહારગામ જવાનું થતું. ત્યારે ૨-૩ દિવસ રોકાવું પડતું હતું. તો ક્યારેક વિજય પોતે જ પોતાના ભાઈબંધને ઘરે જમવા બોલાવી લેતો હતો. એમનો એક સૂરજ સરસ સોહામણો અને સુઘડ લાગતો હતો. તેની નજર સ્નેહા પર પડી ગઈ હતી. તેથી અવારનવાર જ્યારે વિજય ના હોય ત્યારે આવી જતો હતો. સ્નેહાને ભોળી હોવાથી તેને અજીબ ના લાગતું અને આવકાર આપી દેતી હતી.
એક વાર કોઈ ઘરે ના હોવાથી સુરજે સ્નેહાને રસોડામાં પાછળ થી બાથ ભરી લીધી અને સ્નેહાને એમ કે સૂરજ છે તેથી કંઈ અવરોધ ના કર્યો. પણ પાછળ ફરી ત્યારે ખબર પડી કે આ તો સૂરજ છે. તેને પોતાના બચાવ માટે છૂટવાનો પ્રયત્ન કર્યો પણ મેળ આવ્યો નહિ. પછી સુરજે રૂમમાં લઈ જઈને તેને જબરદસ્તી કરવા પ્રયાસ કર્યો. અને અડપલાં કરવા લાગ્યો. એ જ વખતે સૂરજ ત્યાં આવી જતા તેને બંને ને જોઈ લીધા એ હાલતમાં. સૂરજે એક પણ વાર વિચાર્યા વગર પોતાની ધર્મપત્ની પર શંકા જતા એને બાજુમાં પડેલી લાકડી વડે સ્નેહાને માથે માળી દીધી. અને સૂરજ ભાગી ગયો.
પોતે વિજય જ્યારે ભાનમાં આવ્યો ત્યારે ખબર પડી કે તેને કેટલી મોટી ભૂલ કરેલી છે. કોઈને ખબર ના પડે એ રીતે એને સ્નેહાની લાશ ગામના પાદરમાં રાતે મૂકીને આવતો રહ્યો.
કોઈને શંકા ના જાય એ થી પોતે પોલિશ સ્ટેશને સ્નેહના ગુમ થયાની ફરિયાદ લખાવી આવ્યો. અને જ્યારે લાશની જાણ મળતા પોલીસે તપાસ હાથ ધરીને વિજયને બોલાવ્યો ત્યારે વિજય પોક મૂકી રડવા લાગ્યો.
જ્યારે પોલીસને ખબર પડી કે આ હત્યા વિજય કરેલી છે. કેમ કે લાશ પાસે સૂરજની વીંટી મળી આવતા વિજયને રિમાન્ડમાં લેતા સુરજે હકીકત જણાવી દીધી હતી.
પોતાની ગામમાં આબરૂ હોવાથી કોઈને ખબર ના પડે એટલે પોતે આ પગલું ભર્યાનું બહાર આવ્યું. અને પોતાની જ સંસ્કારી પત્નીને એક પણ વાર વિચાર્યા વગર મોતને ઘટ ઉતારી દીધી. અને સૂરજ ને પણ ત્યારબાદ પકડી પાડવામાં આવ્યો.
આમ વિચાર્યા વગરનું પગલું અને ગુસ્સામાં લીધેલા નિર્ણયથી એક નહિ પરંતુ ૩ લોકોની જિંદગી ખરાબ કરી નાખે છે.