Letter to the hostel books and stories free download online pdf in Gujarati

હોસ્ટેલ ને પત્ર

મારી પ્રિય હોસ્ટેલ,

ખબર નથી પડતી કે ક્યાંથી ચાલુ કરું મારી વાત. મારી બધી વાતની જાણ રાખનાર એક તું જ હતી. મારું બીજું ઘર તું હતી.મારા જોયેલા સપના સાકાર કરવા એક તું જ હતી જેને મને હિંમત અને સહારો આપ્યો. એ દિવસ આજે પણ મને યાદ છે જ્યારે હું પહેલી વખત તમે જોવા આવ્યો હતો. ૧૦ માળની આલિશાન બંગલો હોય એવી લાગતી હતી. આગળ તો રમવા ગાર્ડન પણ હતું. કોઈને પણ ત્યાં રોકાઈ જવાનું મન થાય.

પણ બધાના નસીબ થોડા હોય છે કે એમને હોસ્ટેલની જિંદગી જીવવા મળે. હોસ્ટેલ એક તું જ હોય છે જેને અમારા જોયેલા સપના ની ખબર હોય છે. અમારું દુઃખ, સુખ, આનંદ, આંસુ, સપના બધું તને ખબર હોય છે. કોઈ તને દિલથી જીવતું હોય છે. તો કોઈને તારી ફરિયાદ હોય છે.
બસ જિંદગી એવી જ છે હોસ્ટેલની અંદર ચાલ્યા રાખતી હોય છે.

ભાઈબંધો સાથે કરેલી મસ્તી, રાત - રાતભર કરેલા એ વાતુના ગપાટા. તારી બધી દીવાલને અમારા ગહન રાજ ખબર હોય છે. પણ તું બધાને મુશ્કેલીમાં સાથ આપે છે. કોઈને આંસુની ધારા રોકીને તો કોઈના જીવનમાં ના આવીને.

ક્યારેક લિફ્ટ બંધ હોય, જો કે ક્યારેક નહિ મહિનામાં ૨૫ દિવસ બંધ j હોય છે. પણ એ ૮ માળ દિવસ માં ૪-૫ વાર ચડવા ઉતારવાની મજા અલગ છે. ભાઈબંધો જોડે ચા ની તપરી પર જવાની ક્યારેય નહિ ભૂલાય.
નવરા દિવસોમાં રૂમ બંધ કરી, બારીમાં અડો પડદો દઈને અંધારા માં મૂવી જોવાની જે મજા છે જે હવે ક્યારેય નહી લઈ શકું.

દોસ્તના જન્મદિવસ પર રાતે એને હેરાન કરવાની મજા. એને બમ પર લાત મારવાની મજા જે ક્યારેય વિસરસે નહિ.

જ્યારે પણ પરિક્ષા હોય ત્યારે રૂમ બંધ કરીને એકલા વાચવું. પણ પછી ખબર પડે કે સાલું આપણને તો કંઈ ખબર જ નથી પડતી. ત્યારે જ આપણો ભાનેશ્રી ભાઈબંધને આપણી યાદ આવે ને આખી રાત આપણને શીખવાડે જેથી આપડે પાસ થઈ શકીએ. એવી જિંદગી ક્યાં બધાના નસીબ માં હોય છે.

જમવા જઈએ ત્યારે ઘરની યાદ આવી જાય એવી પાણી જેવી દાળ. આપણે જાણે એમ લાગે પાણીમાં દાળ ના દાણા નાખ્યા હોય. શાકમાં જરાય સ્વાદ નહિ. પણ પેટને ભૂખ લાગે ત્યારે ક્યાં જવાનું. જમવું તો પડે જ ને. એ લાઈન માં રહીને લેવાનું હોય છે. પણ આપણે તો રહ્યા તોફાની સીધા ચાલીએ નહિ તો લાઈનમાં સુ ઊભા રેહવાના.

એવું તો ઘણું બધું છે. જે બીજાને ખબર નથી પણ તને જ ખબર છે. તારી સાથે વિતાવેલા એક એક પળ યાદ કરું તો આંખમાં આંસુ આવી જાય છે.
તું એક એવી સાથી હતી મારી જેને જાણતા અજાણતા એટલી મદદગાર રહી કે કોઈ પોતાનું પણ મદદ ના કરે.

તારા વગર કદાચ મારી જિંદગી એટલી સુધરી ના હોત જેટલી આજે સુધરી ગઈ છે. ઘરે જમવાના એટલા લાડ કરતો આજે હું દાળ વગરની દાળ પણ જમી લઉં છું. જે છું એ તારા લીધે છું. તને ખૂબ j આભાર મારો. કે તે મને જિંદગીને લાયક બનાવ્યો. જેટલું કહું એટલું ઓછું છે.

લોકો તો મિત્રો, સાહેબો, કોલેજ અને બીજું બધું યાદ કરે છે. પણ નથી કરતા તો એ તારી મોજુદગી એટલે જ હું આજે તને પત્ર લખું છું. જેથી બધાને ખબર પડે કે હોસ્ટેલ એ માત્ર હોસ્ટેલ નથી હોતી. લાખો લોકોના સપના અને યાદો જોડાયેલી હોય છે.
છેલ્લે એટલું જ કહીશ કે

"તું દૂર નથી મારી દિલની નજીક છે. બસ ફર્ક એટલો છે. તું સજીવ નથી નિર્જીવ છે."

કારણ એ જ છે તું લાખોના દિલની દૂર છે.

લી.
એક હોસ્ટેલમાં રેહનાર તારો શુભચિંતક

- અલ્પેશ 🧔


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED