પ્રેમ શું છે. Alpesh Umaraniya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ શું છે.

શહેરના પોશ વિસ્તારમાં રેહતા રમાભાઈના ઘરે તેમના પત્ની હું થઈ જતાં શહેરમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. પોલીસ તપાસ હાથ ધરતા જે જાણવામાં આવ્યું તે ચોંકાવનારું અને કરુણ હતું. જેમાં શહેરના કચરાના ઢગલા પાસે લાશ મળી આવી હતી જે રમાભાઈની પત્ની શારદાબહેનની હતી.

રમાભાઇ પોતે ૪૫ વર્ષની વય ધરાવતા હતા. તેઓ શહેરના નામાંકિત ઉધોગપતિ માનાં એક હતા. અને પેહેલથી જ ગર્ભ શ્રીમંત હતા. તેઓ એકના એક દીકરા હતા. જેથી માલમિલકત માં પણ કોઈ ભાગ પડે એવું ના હતું. પોતે તેઓ ઘરમાં તેમની પત્ની જોડે રેહતાં હતા. જેમનું નામ શારદાબેન હતું. તેમની એક દીકરી જે ૧૭ વર્ષની હતી જે હોસ્ટેલમાં હતી. રમાભાઈ પોતે સીધા અને સરળ સ્વભાવના હતા. એટલા ટોચના ઉધોગપતિ હોવા છતાં તેઓ ને પૈસા પ્રત્યે સહેજ પણ અહમ કે સ્વાર્થ ના હતો. બીજી બાજુ શારદાબેન એક ટ્રાવેલ બ્લોગર હતા. જેથી તેમને મોટે ભાગે બહારગામ ફરવામાં જ રહેતા હતા. તેમને નવા નવા સ્થળે ફરવું અને મોલમાં શોપિંગ કરવી ગમતી હતી.

તેઓ ટ્રાવેલ બ્લોગર હોવાથી ટિકિટ બુકિંગ માટે તેઓ એક જ ટ્રાવેલ ઓફિસમાંથી બુકિંગ કરાવતા હતા. જ્યાં તેમની મુલાકાત અને વાતચીત ટ્રાવેલ ના હેડ ના છોકરા જોડે થઈ કે જેનું નામ વિજય હતું. પોતે તે ૨૦ વર્ષની યુવાનીની વયમાં પ્રવેશ્યો હતો. પોતે કોલેજમાં અભ્યાસ કરતો હતો. તેની નજર શારદાબેન પર આવી ગઈ હતી. અને કેમ ના આવે શારદાબેન પણ ૪૩ વર્ષની ઉંમરમાં પણ ૩૦ વર્ષની ઉંમર હોય એવા લાગતા હતા. શારદાબેન નું સોંદર્ય અને કાયા એક કોલેજ ગર્લ કરતા પણ વધારે આકર્ષિત હતું. વિજયને એમ પણ છોકરી કરતા આંટી વધારે ગમતાં હતા. બીજી બાજુ શારદાબેન ને તેમના પતિ તરફથી એટલો સમય ના મળતા તેઓ પણ આ વિજય તરફ આકર્ષિત થાય હતા. આમ બનેની અવાર નવાર મુલાકાત થતાં બંને વચ્ચે દોસ્તી થઈ ગઈ હતી.

બંને એકબીજાને ક્યારેક મોલમાં તો ક્યારેક કોફી શોપમાં મળવા લાગ્યા હતા. હવે તો તેનો દોસ્તીની હદ પણ વટાવી ચૂક્યા હતા. બંનેને પોતાની કામના પૂરી કરવી હતી. જેથી પોતે તેઓ હોટેલમાં મળવા લાગ્યા. બંધ કમરામાં બંને અંતર સુખ માણવા લાગ્યા હતા. ચરમસુખ અને પૈસા બંને તરફથી શારદાબેન પહોચી જતા હોવાથી વિજયને કઈ વાંધો જ ના હતો.

આમ ટ્રાવેલ બ્લોગર હોવાથી શારદાબેન પેહલેથી જ ૪-૫ દિવસ બહાર જ રોકાતા હતા. જેથી રમાભાઈ ને કઈ અલગ લાગતું ના હતું. આ બાજુ હવે તેઓ બંને એકસાથે હોટેલમાં પ્રવાસ કરવા લાગ્યા.

આ વાતની જાણ રમાભાઈને ત્યારે થઈ જ્યારે તેઓ પોતાના ઉદ્યોગની મિટિંગ માટે બહારગામ જવાનું થયું. તે સમયે શારદાબેન ની કપોરકલ્પાના હતી કે તેઓ પોતાના લગ્નના બેડ પર બીજા યુવાન જોડે શરીરસુખ માણી શકે. જેથી આ તકનો લાભ લઈને વિજયને કોલ કરીને બોલાવ્યો હતો. આ બાજુ બંને પોતાની તરસ છુપાવતા હતા. એમાં થયું એવું કે રમાભાઇને મિટિંગ રદ થતાં તેઓ ઘરે આવી ગયા હતા. તેઓની આંખો ખુલ્લી જ રહી ગઈ જ્યારે તેઓએ બંનેને પોતાના ખુદ ના બેડ પર નગ્ન હાલતમાં જોયા. પોતાની આબરૂ અને પ્રતિષ્ઠા ના જાય એ માટે પત્ની અને વિજયને ધમકાવી ને વાત પૂરી કરી હતી.

થોડા દિવસ તો બરાબર ચાલ્યું પરંતુ પ્રેમી પંખીડા એમ કહીએ થોડા માની જાય છે. એમ આ બંને પણ પોતાની તરસ માટે તરફડીયા મારતા હતા. એક દિવસ લાગે મળતા વિજય એ જ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો અને ભાગી જવાનું કહી દીધું. આ બાજુ પ્રેમમાં અંધ શારદાબેન પણ માની ગયા. વિજયે પૈસા અને ઘરેણાં લઈને શહેરની બહાર દૂર આવવા કહેલું. જેથી તેઓ અહીંથી દૂર પોતાની અલગ જિંદગી બનાવી શકે.આ બાજુ શારદાબેન રાત્રે લાગ જોતા જ બધું ઘરેણું અને પૈસા લઈને નાશી છૂટ્યા.

રમાભાઈ જ્યારે સવારે ઉઠ્યા અને ઘરમાં શોધખોળ કરી અને બહાર તપાસ કરતા પત્તો ના લાગ્યો. એટલે તેમણે પોતાની પત્ની ની ગુમ થયાની રિપોર્ટ પોલીસ સ્ટેશનમાં કરી. પોલીસ તપાસમાં શહેરના કચરાના ઢગલા પાસે લાશ મળી આવતા રમાભાઈ ને પણ બોલાવ્યા જેમાં ખબર પાડી કે લાશ શારદાબેન ની જ છે. લાશને પોસ્ટમર્ટમ માટે મોકલવામાં આવી જ્યારે લાશ પાસેથી એક ચિઠ્ઠી પણ મળી આવી હતી.

ચિઠ્ઠી માં લખ્યા મુજબ જાણવા મળ્યું કે શારદાબેન એ દવા પીને જિંદગી ટૂંકાવી દીધી હતી. કેમ કે ઘરેણાં પૈસા લઈને જ્યારે તેઓ વિજય પાસે ગયા તેઓએ વિજયનો અસલી ચેહરો સામે આવી ગયો હતો. કેમ કે વિજયને પ્રેમ ના હતો ના તેને લગ્ન કરવા હતા. વિજયને તો બસ શારદાના શરીર અને પૈસામાં જ રસ હતો. એટલે વિજય એ શારદાબેન ને મારવા ગયો. પરંતુ શારદાબેન જેમતેમ કરી ત્યાંથી નાશી છૂટ્યા હતા. વિજય પણ ઘરેણાં અને પૈસા લઈને પલાયન થઈ ગયો હતો. પોતાનો ભાંડો ફૂટવાના ડર થી એને શહેર પણ છોડી દીધું હતું.

શારદાબેન પોતાની જિંદગી અને નિર્ણય બંને ને કોસતા રહી ગયા. પોતાના ઘરે પોતાના પતિને પણ મોઢું બતાવે એવા રહ્યા નહી. જ્યારે બીજી બાજુ જેને પ્રેમ કર્યો એને જ વિશ્વાસઘાત કર્યો જેથી તેઓ અંદર થી પણ તૂટી ગયા હતા. અને ઘરની આબરૂ અને પ્રતિષ્ઠા ના જાય એ માટે પોતે જ આત્મહત્યા કરી હોવાનું બહાર આવતા પોલીસ અને રમાભાઈ ની આંખોમાં આંશુ આવી ગયા હતા.

પોલીસે વધુ તપાસ કરીને વિજયને શોધીને જેલના સરિયા પાછળ ધકેલી દીધો હતો. આ વાતની જાણ શહેરમાં થતાં શહેરમાં આઘાતની લાગણી ફેલાઇ હતી.

રમાભાઇ પોતાને પૂછતા હતા કે પોતાનો વાંક શું છે..?