લાડલી નું ઝાંઝર Bhavna Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લાડલી નું ઝાંઝર

*લાડલી નું ઝાંઝર*. વાર્તા... ૨૮-૧૧-૨૦૧૯

આજે દિવાળી ની સાફ સફાઈ કરાવતાં માળિયામાં મુકેલ એક નાની પેટીમાંથી લાડલી નું ઝાંઝર હાથમાં આવ્યું અને ઝાંઝર હાથમાં આવતાં જ લતા બેન ખોવાઈ ગયા એ યાદોના ભંવરમા.....
અરુણ ભાઈ અને લતા બેન ઉચ્ચ જ્ઞાતિના હતાં... એમને બે સંતાનો હતાં... એક દિકરી નિત્યા અને દિકરો ખંજન...પોતે ભણેલા ગણેલા હોવાથી બાળકોને ખુબ ભણાવવા એવું પહેલેથી જ નક્કી કર્યું હતું.... બન્ને પતિ-પત્ની નોકરી કરી છોકરાઓ ને કોઈ તકલીફ ના પડે એવું કરતાં અને લાડકોડથી ઉછેરવામાં કોઈ કચાશ ના રાખતાં... નિત્યા ની પહેલી વર્ષગાંઠ માં અરુણ ભાઈ ઘુઘરીઓ વાળું ઝાંઝર લઈ આવ્યા અને લતા બેને હરખે પહેરાવ્યું.... અને નિત્યા આખા ઘરમાં રૂમઝૂમ રૂમઝૂમ કરતી ચાલે અને અરુણ ભાઈ અને લતા બેન બન્ને ના મનમાં ખુબ જ હરખ થાય... નિત્યા બે વર્ષ ની હતી ને ખંજન નો જન્મ થયો... આમ કરતાં એ ત્રણ વર્ષ ની થઈ એને ભણવા મૂકી.. નિત્યા ને નાનપણથી જ ડ્રોઈંગ નો ખુબ શોખ હતો તો રોજ આવતા અખબાર માં એ એના નાના નાના હાથે આવડે એવું ચિત્ર દોરે અને બધાને બતાવે... આમ કરતાં સમય ના વહેણ માં બન્ને બાળકો આગળ વધ્યા... નિત્યા કોલેજમાં આવી અને એની કોલેજમાં ભણતો મોહક નામનો છોકરો એને પ્રપોઝ કરે છે પહેલાં તો નિત્યા ના જ કહે છે કે અમારી તમારી જ્ઞાતિ અલગ અલગ છે પણ મોહક રોજ નિત્યા ને સમજાવે કે હવે પહેલાં જેવું કયાં છે તું ના કહીશ તો પણ હું તને જ પ્રેમ કરીશ મારી જિંદગીમાં તારા સિવાય કોઈ નું સ્થાન નથી.... નિત્યા ને પણ મોહક ગમતો તો હતો પણ એને એના મમ્મી- પપ્પા અને ભાઈ ની ચિંતા હતી... આમ રોજ રોજ મોહક ના પ્રપોઝ થી નિત્યા પિગળી ગઈ અને એને પર નાતના છોકરા સાથે પ્રેમ થઈ ગયો.... એણે ઘરમાં એની મમ્મી ને વાત કરી તો મમ્મી એ સમજાવ્યું કે બેટા એમનાં અને આપણાં રિત રિવાજ અલગ હોય તું દુઃખી થઈશ...
નિત્યા કહે મમ્મી હું મોહક સાથે લગ્ન નહીં કરું તો બીજા ‌કોઈ સાથે નહીં કરું એ મને ખુબ પ્રેમ કરે છે અને મને સુખી રાખશે... અને હા મમ્મી હું તમને એક વચન આપું છું કે દુઃખી થઈ ને આ ચોખટ પર પાછી નહીં આવું .... હું જીવશ પણ ત્યાં અને મરીશ પણ ત્યાં....
લતાબેન એ અરુણ ભાઈ અને ખંજન ને વાત કરી.... બધાએ નિત્યા ની ખુશી માટે હા કહી.... મોહક ને મળી એનાં મા - બાપ ને મળ્યા અને નિત્યા ને સાદાઈ થી પરણાવી દીધી..
સાસરે થી એક મહિને પહેલી વખત ઘરે આવી પણ નિત્યા ના ચેહરા પર કોઈ નૂર ન હતું... બધાંએ પુછ્યું તો કહે કામકાજમાં થાકી જવું છું એટલે... આમ બે દિવસ રહી પિયર પણ આખો દિવસ સાસરીયા ના ફોન ચાલુ જ હોય અને એ બહાર જઈ વાત કરી આવે.... ત્રીજા દિવસે એણે ખંજન ને કહ્યું કે તું મને મુકી જા... ખંજન મુકવા ગયો પોતાની બાઈક પર તો નિત્યા એ કહ્યું કે મારે પાણીપુરી ખાવી છે તો કાંકરિયા પકોડી ખાઈ લઈએ... એમની ફેવરિટ પકોડી ની લારી પર ગીર્દી હતી તો એ બે લાઈનમાં ઉભા રહ્યાં ત્યારે ખંજને પુછ્યું દિદી તુ ખુશ છે ને ???
અને નિત્યા રડી પડી કહે ભાઈ હું ઓળખવામાં થાપ ખાઈ ગઈ પણ તું મમ્મી, પપ્પા ને ના કહેતો... ખંજન કહે મા - બાપ ને કહીશું તો કંઈક રસ્તો નીકળે.... હું આવું જીજુ ને કહેવા...
નિત્યા એ એની કસમ આપી ખંજન ને ... કે તને મારા સમ...
તું ઘરે પણ નહીં કહે અને મારા ઘરે પણ નહીં કહેવા આવે...
ખંજન સમસમીને રહી ગયો અને પછી પકોડી ખાઈ ને નિત્યા ને એની સોસાયટી ના નાકે ઉતારી આવ્યો... કારણ કે નિત્યા એ જ ના પાડી કે તું ઘરે ના આવીશ....
આ વાતને એક મહિનો થયો અને મોહક નો સવારમાં ફોન આવ્યો કે નિત્યા એ પંખે લટકી ને આત્મહત્યા કરી લીધી.....
બધાં ગયા અને બધી વિધિ પતાવી પાછાં ઘરે આવ્યાં ત્યારે ખંજને રડતાં રડતાં બધી વાત કરી... અરુણ ભાઈ અને લતા બેન પોક મૂકીને રડવા લાગ્યા કે બેટા તારા મા - બાપ પર તને ભરોસો નહોતો ... એકવાર તો વાત કરી હોત બેટા અમે તને પાછી લઈ આવત અને આગળ ભણાવત....
આમ દુઃખમાં દિવસ જતાં હતાં અને એક દિવસ અરુણ ભાઈ ના હાથમાં એ ઝાંઝર આવ્યું જે નિત્યા ની પેહલી બર્થ-ડે પર લાવ્યા હતા... પછી તો એ ઝાંઝર લઈ બેસી રહે અને એકલાં એકલાં બોલ્યા કરે.... ખંજન અને લતા બેને સમજાવ્યું કે જે થવાનું હતું એ થઈ ગયું તમે હિમ્મત રાખો... પણ અરુણ ભાઈ ઝાંઝર લઈ ને બેસી રહેતાં હોવાથી... એ જ્યારે સૂઈ ગયાં ત્યારે ખંજને એ ઝાંઝર સંતાડી દીધું હતું એ આજે બહાર આવ્યું.... એ લાડલી નું ઝાંઝર...
ભાવના ભટ્ટ અમદાવાદ...