ખજાનાની ખોજ - 5 શોખથી ભર્યું આકાશ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખજાનાની ખોજ - 5

ખજાનાની ખોજ ભાગ 5


ભરત નો માણસ દિલાવર અને તેના સાથી નો ભેટો થોડી વાર મા જ રામ ના માણસો સાથે થઈ ગયો. રામ ના માણસો ને લાગ્યું કે આ મધુ ના માણસો જ છે અને ફરી અમારો પીછો કરે છે હવે આનો અંત લાવવો જ રહ્યો. જ્યારે દિલાવર ને ખબર પડી ગઈ કે રામ ના માણસો એ એને જોઈ લીધા છે આથી દિલાવર જેમ બને તેમ જલ્દી રામ ના માણસો ને ખતમ કરવા ઉતાવળો થયો. થોડી વાર માજ દિલાવર રામના માણસો ની ખૂબ નજીક પહોંચી ગયો અને રામ ના બાકી રહેલા બન્ને માણસો નો ખેલ પૂરો કરી દીધો.
રામ અને ધમો પણ જંગલ માં ખૂબ અંદર સુધી પહોંચી ગયા હતા અને એના ફોન માં નેટવર્ક આવતું નહોતું એટલે રામ કે ધમાં ને કોઈ ખ્યાલ જ નહોતો કે એના માણસો ક્યાં છે અને મધુ ના માણસો નું શુ થયું. પણ દિલાવર થોડીવાર માં જ જેમ તેમ કરી ને ભરત ને રામ ના માણસ નો ખેલ પૂરો થઈ ગયો એ મેસેજ પુગાડી દે છે. રામનો માણસે બીજા થોડા માણસો ને મદદ માટે બોલાવ્યા હોય છે પણ એ લોકો ત્યાં પહોંચે એ પહેલાં જ રામ ના માણસો નો ખાત્મો બોલી ગયો હોય છે. આમ આ આખો ખેલ સંતાકૂકડી રમી રહ્યો હોય છે.
ભરતે દિલાવર ને મેસેજ આપી દીધો હતો કે તું જેમ બને તેમ જલ્દી ધમાં પાસે પહોંચી જવાનું છે. આગળ રામ ને એટલું કેવાનુ કે તેના માણસે અમને મોકલ્યા છે અને તમારી સાથે રહેવાનું છે. જેથી આગળ જતાં ફરી આદિવાસી લોકો નો સામનો થાય તો દિલાવર અને એના સાથી મદદ કરી શકે.
રામના માણસો નો ખેલ પૂરો થતાં જ આ ગેમ માં ફરી એકવાર ભરત અને ધમાં નો હાથ ઉપર થઇ ગયો હતો. થોડીવાર મા જ દિલાવર ધમાની સાથે થઈ જાય છે અને એની સાથે આગળ મુસાફરી શરૂ કરી દે છે.
મધુ ગોંડા ને ખબર પડી ગઈ કે એના માણસો નો ખેલ પૂરો થઈ ગયો છે અને હવે મધુ પણ પૂરો પાગલ થઈ ને મેદાન માં આવે છે એ થોડા માણસો લઈ ને ખુદ ધમાં અને રામ નો પીછો શરૂ કરે છે. ફરી એકવખત ધમાં ની ટોળકી પર સંકટ ઘેરી વળે છે. મધુ હવે ખજાના માટે કઈ પણ કરવા માટે તૈયાર થઈ ગયો છે અને એટલે જ એ ખુંખાર ભેડિયા જેવો લાગે છે.આજ સુધી મધુ સંતાય ને ખજાના પાછળ પડ્યો હોય છે પણ હવે એ ખુદ મેદાન મા ઉતરી ચુક્યો હતો.
ભરત ની પત્ની ભાવના કોઈ ને ફોન પર માહિતી આપતી હોય છે જે ભરત ની ઘર ની બહાર રહેલ એના માણસ ભરતને બાતમી આપે છે. ખેલ મા એકપછી એક નવો પ્યાદા ખુલ્લા પડતા જાય છે એમજ ભરત ની ચિંતા વધતી જતી હતી. ભાવના કોની સાથે વાત કરતી હતી અને એ સુ માહિતી આપતી હતી એ જાણવું હવે ભરત માટે ખૂબ અગત્યનું થઈ ગયું હતું. કેમ કે જો એ કોની સાથે છે એ ખબર ના પડે તો છેક ખજાના સુધી પહોંચીને પણ ખજાનો એના હાથ મા થી એટલો દૂર હતો જેટલો શરૂઆત માં હતો.
ભરત કેટલો સમય સુધી આજ વિચાર કરતો હોય છે ત્યાં જ એના મગજ માં એક બત્તી થાય છે અને યાદ આવે છે એનો જીગરી દોસ્ત આકાશ જેની એકવાર જાન ભરતે બચાવી હોય છે. તરત જ ભરત આકાશ ને ફોન કરી ને ટૂંક માં આખી વાત સમજાવી દે છે અને છેલ્લે એટલું જ પૂછે છે કે આમાં તું મારી શુ મદદ કરી શકે છે?
આકાશ :- (ફોન પર) "ભરત હું એટલું તને કહીશ કે હવે તું ચેન થી સુઈ જા આ ખજાના ને હું ગમે તેમ કરી ને તારી પાસે લાવી ને જ રહીશ. મને ખાલી તું ધમાં નો નંબર આપી દે અને ધમાં ને કહી દે કે આકાશ આવે છે તમારી મદદ માં પછી તું નિરાંતે આરામ કર."
ભરત :- "આકાશ એ બધું હું જોઈ લઈશ હું તને ધમાં નો નંબર મેસેજ કરું છું અને ધમાં ને તારા વિશે કહી દવ છું."
ભરત ના ફોન પછી આકાશ થોડી વાર એના રૂમ માં શાંતિ થી બેઠો અને વિચારવા લાગ્યો કે ભાવના કોની સાથે વાત કરે છે જો એ જાણવા મળી જાય તો જ આગળ મારે સુ કરવું એ નક્કી કરી શકાય. થોડીવાર બાદ આકાશે એના એક મિત્ર અમિત ને ભાવના વિશે માહિતી મેળવવા લગાડ્યો અને કીધું કે ફક્ત ત્રણ કલાક મા મને એની બધી જ ડિટેલ ખબર હોવી જોઈએ કે એન કોની સાથે વાત કરે છે અને કોની સાથે રહી ને આખો પ્લાન બનાવે છે.
અમિત સાથે વાત કર્યા પછી આકાશ ધમાં અને રામ ની પાછળ જંગલમાં જવા નીકળી પડે છે અને રસ્તા મા જ આખો પ્લાન બનાવી નાખે છે. આ બાજુ અમિત પણ ભાવના વિશે બધી ડિટેલ મેળવી ને આકાશ ને ફોન મા જ બધુ કહી દીધું. આ સાથે જ અમિત ને એના કામ ની રકમ મળી જશે એવું વચન આપી ને ફોન કટ કરી દે છે.
આકાશ એક કુશળ ચોર છે અને સાથે જ એક ડિટેકટિવ જેવુ મગજ પણ ધરાવે છે જેથી આગળ સુ પ્લાન બનાવવો એ પ્લાન બનાવવા માં એને 2 મિનિટ પણ ના લાગી. આકાશ બીજે દિવસે રાત્રે છેક ધમાં અને રામની સાથે થયો. આકાશે એટલું જ કીધું કે ભરતે મને તમારી સાથે રહેવાનું કીધું છે. રામ તો આકાશ ને જોઈને જ થોડો ડગી ગયો અને થોડો ગુસ્સે પણ થયો ભરત પર કે કેમ એ વધારે ને વધારે લોકો ને આ પ્લાન મા નાખતો જાય છે. શુ એને નથી ખબર કે જેમ માણસો વધશે એમ ખજાનો ઓછો આવશે ભાગમાં. આ બધું બોલવા છતાં પણ આકાશ ચૂપ રહ્યો.
થોડીવાર બાદ ધમો અને આકાશ એકાંત મળ્યું ત્યારે આકાશે ધમાં ને બધી વાત કરી અને કહ્યું કે તમારે એજ કરવાનું છે જે હું કહું અને હું કહું એમ કરતાં રહેવા માટે ભરતે તને પહેલા જ કીધું હશે. ધમાં ને ખાલી હા માજ ઇશરો કરવાનો હતો કેમ કે ધમાં ને ખબર હતી કે આ ખજાના પાછળ કેટલી બધી ચાલ ચલાઈ રહી છે અને એથી જ ધમો આકાશ ના કહેવા મુજબ કરવા તૈયાર થઈ ગયો હતો.

ક્રમશ:.....



આગળ હવે સુ થશે?
મધુ આગળ કેવા પ્લાન સાથે આવ્યો હશે?
ભાવના કોની સાથે મળી ને ખજાનો મેળવવા માગતી હતી?
આકાશે ખજાનો મેળવવા કેવો પ્લાન બનાવ્યો હશે?
શુ આકાશ ખોજનો મેળવવા મા ભરત અને ધમાં ની મદદ કરી શકશે?
આ બધા જ સવાલ ના જવાબ મેળવવા આગળના અંક ની રાહ જુવો...
અસ્તુ.