ખજાનાની ખોજ ભાગ 6
આકાશ અને ધમાની વાત થયા બાદ ત્યાં રામ આવ્યો અને વાત કરવા લાગ્યો કે આગળ હવે સુ કરવુ છે. મોકો જોઈને આકાશે ધમાને ઈશારો કરી ને કહી દીધું કે અત્યારે સમય સારો છે ધમાં આપણે આપણું કામ પૂરું કરી દેવું જોઈએ. આટલું કહીને આકાશે ખીચ્ચામાં હાથ નાખીને નાની પિસ્તોલ રામ પર ચલાવી અને રામ નું ત્યાંજ ઢીમ ઢળી ગયું. રામ ના નામનો કાંટો કાઢીને હવે જલ્દી તેની લાશ ને રફે દફે કરવાની તૈયારી ચાલતી હતી ત્યાં જ ફરી આદિવાસી લોકોનું ટોળું હમલો કરવા આવી ગયું.
સતીષ અને શક્તિ ઝડપથી બધુંક અને થોડી કારતુસ લઈને આવી ગયા. આકાશ ઝડપથી બધાને પોતપોતાનું કામ સમજાવી દીધું. ધમાં અને શક્તિ એ ત્યાંથી જ હમલો કરવો. જ્યારે સતીષએ ડાબી બાજુ આગળ જઈ ને ડાબી બાજુ થી હમલો કરવો. અને હું જમણી બાજુથી હમલો કરીશ. આમ કરવાથી આદિવાસી લોકો સમજી નહીં શકે કે કઈ બાજુ ધ્યાન રાખવું. બીજું એ કે કોઈપણ વ્યક્તિએ એક જગ્યાએ રહીને હમલો કરવો નહીં. સતત પોતાની જગ્યા બદલતી રહેવી જેથી કોઈ આદિવાસી લોકોના હાથમાં આવે નહિ.
આટલું કહી આકાશ જમણી બાજુ દોડ્યો. જ્યારે સતીષ ડાબી બાજુ ગયો. આદિવાસી લોકો પાસે પણ અત્યારે બધુંક હતી. તો થોડા લોકો તિર કામઠા લઈને આવ્યા હતા. ધમાં અને શક્તિ ત્યાં જ ઉભા રહી ને પહેલા ફાયરિંગ શરૂ કરી દીધું જેથી આદિવાસી લોકો બીજી બાજુ નજર કરવા ના રહે અને ત્યાં જ તેનું ધ્યાન કેન્દ્રિત રહે. આદિવાસી લોકોની સંખ્યા વધારે હતી અને આ બાજુ ખાલી નવ જણા હતા. દિલાવર ને કહી દીધું હતું કે તમે જલ્દી થી ફેરો ફરી ને આદિવાસી ની પાછળની સાઈડ થી હમલો કરવો જેથી ફરીવાર એ ભાગવામાં સફળ થાય નહિ.
આકાશ જમણી બાજુ જઈ ને ફૂલ તાકાત થી હમલો કરી દીધો. બે બાજુથી હમલો થતો જોઈ ને આદિવાસી લોકો બે ભાગમાં વહેંચાઈ ગયા અને બધા પોતપોતાની છુપાવવાની જગ્યા ગોતી હજુ હમલો કરે એ પહેલાં જ સતીષએ ડાબી બાજુથી ધડાધડ ગોળી છોડીને ઘણા આદિવાસી ને ઘાયલ કરી દીધા. હવે આદિવાસી લોકો થોડા કન્ફ્યુઝ થઈ ગયા કે કઈ બાજુ જવાબ આપવો. ત્રણ બાજુથી હમલા નો જવાબ આપવાનો થયો એટલે આદિવાસી લોકોએ થોડી પીછેહટ કરી.
આદિવાસી લોકો પાછળ ખસ્યા એમ જ ધમો અને શક્તિ આગળ વધતા વધતા હમલો ચાલુ રાખ્યો. અને આકાશ અને સતીષ પણ હમલો શરૂ રાખ્યો. આદિવાસી લોકો થોડા સાવચેત થયા અને વ્યવસ્થિત હમલા નો જવાબ આપવા લાગ્યા. હવે લડાઈ બરાબર જામી હતી. એકબાજુ લગભગ 50 જેટલા આદિવાસી હતા અને બીજી બાજુ ખાલી ચાર લોકો હતા. પણ ચાર લોકો 50 લોકો પર ભારી પડી રહ્યા હતા. આકાશ અને ધમાં લોકો જોડે આધુનિક હથિયાર હતા જે દૂર સુધી નિશાન સાધી શકતા હતા જ્યારે આદિવાસી લોકો પાસે જુનવાણી હથિયાર હતા. એટલે એ લોકો વધારે ખુવાર થઈ રહ્યા હતા. લગભગ અડધી કલાકમાં આદિવાસી લોકો ના 20 સાથી આ લડાઈમાં ઘાયલ થઈ ગયા હતા અથવાતો મરી ગયા હતા. જ્યારે આ બાજુ હજુ કોઈને થોડી પણ નુકસાની થઈ નહોતી.
અડધી કલાક બાદ બધા પાસે ગોળી ની અછત થવા લાગી અને લાગ્યું કે હવે આદિવાસી લોકો ભારે પડશે. ત્યાં જ દિલાવર અને તેના બીજા ચાર સાથીઓએ પાછળથી જોરદાર હમલો શરૂ કરી દીધો. આદિવાસી લોકો ચારેય બાજુ થઈ ઘેરાય ગયા હતા અને થોડીજ મિનિટ માં આદિવાસી ના બાકી બચેલા 30 સાથી માંથી 15 જેટલા નો ખાત્મો બોલી ગયો. બચેલા 15 જેટલા સાથી ભગવામાટે રસ્તો શોધવા લાગ્યા અને ભાગવાની ફિરાકમાં આમતેમ દોડવા લાગ્યા. પણ આકાશ અને તેના સાથીઓએ તેને ભાગવાના બધા જ રસ્તા બંધ કરી દીધા હતા. બાકી બચેલા આદિવાસી ને ખતમ કરતા બીજો અડધો કલાક જતો રહ્યો. પણ છેલ્લે સુધી પીછો કરીને એકે એક આદિવાસીને ખતમ કરીને જ રહ્યા.
લગભગ એક કલાક ને પંદર મિનિટ સુધી જંગલ આખું ગોળીના અવાજથી ગુંજતું રહ્યું હતું અને આખરે શાંત થઈ ગયું. બધા આદિવાસીનો ખેલ ખતમ કર્યા બાદ ધમો, શક્તિ, સતીષ, દિલાવર અને તેના બીજા ચાર સાથી આકાશ પાસે આવ્યા ત્યારે ખબર પડી કે આકાશ ને એક હાથ પર આદિવાસીનું તિર લાગી ગયું હતું અને એ એક જગ્યાએ બેસી ને હમલો કરતો હતો. ધમાં એ ફટાફટ આકાશ ના હાથ પર દવા લગાડીને પાટો બાંધ્યો.
આકાશને થોડીવાર આરામ કરવા દીધો અને બીજા બે સાથી ને તેની પાસે ધ્યાન રાખવા મુક્યાં અને ધમો શક્તિ બધા લોકો આદિવાસીને હથિયાર લેવા મડયા જેથી આગળજતા એ હથિયાર કામ આવે. અડધી કલાક બાદ બધા પાછા આકાશ પાસે આવ્યા અને બધા હથિયાર અને સામાન પણ લેતા આવ્યા હતા.
આકાશ ને હવે હાથ પર થોડો આરામ હતો એટલે તેને કહ્યું કે આપણે થોડા આગળ નીકળી જઈએ જેથી અહીંયા કોઈ આપણને પકડે નહીં.
દિલાવર અને તેના સાથી અને ધમાં અને શક્તિ એ બધો સામાન લઈને આગળ ચાલવા લાગ્યા જ્યારે સતીષ આકાશ ને સહારો બની ને ચાલવા લાગ્યો. હજુ પણ આગળ જતાં આનાથી વધારે મુશ્કેલી રાહ જોઈ ને બેઠી હતી એ કોઈને ખ્યાલ હતો નહિ. પણ આકાશે બધાને સાવચેત કરી દીધા હતા કે બધી બાજુ નજર રાખીને ચાલજો જેથી આદિવાસી લોકોની જેમ આપણે ઘેરાઈ જઈએ નહિ અને આપણે શિકાર ના બનીએ.
લગભગ કલાક જેવું ચાલ્યા બાદ આકાશે કીધું કે હવે આપણે અહીંયા થોડો આરામ કરી લઈએ અને થોડું ખાઈ લઈએ. આગળ નું અંતર આપણે કાલે સવારે કાપીશું.
આકાશ ધમાને લઈ ને થોડો દૂર ગયો અને કહ્યું કે તારા માણસ ને ફોન કર અને કહે કે ભરત ની ઘરની બહાર રામ ના જે માણસ છે એનો ખેલ પૂરો કરી દે. જેથી ભરત હાલ પૂરતો સેફ થઈ જાય. ધમાએ ભરતના ઘરની બહાર રહેલા તેના માણસ ને ફોન કરી ને કહી દીધું કે રામ ના માણસો નો ખેલ પૂરો કરી દયો.
આ બાજુ આકાશે ફરી વાર અમિત ને ફોન કર્યો અને ભાવના વિશે માહિતી લઈ લીધી કે હાલ ભાવના કોને મળી અને આગળ શું પ્લાન છે એ લોકો નો અને ક્યારે એ લોકો શુ કરવાના છે. અમિતે બધી માહિતી આપી અને કહ્યું કે ભાવના હાલ મધુ ગોંડા ને મળી ને આવી છે. અને એવી માહિતી મળી છે કે મધુ ખુદ ખજાનાની પાછળ આવે છે.
ક્રમશ:....
આગળ.
ભાવના અને મધુ કેટલી માહિતી જાણતા હશે?
મધુ કેટલા માણસો ને લઈ ને ધમાની પાછળ આવશે?
શુ આકાશ આ બધા પાસે થી સહી સલામત ખજાનો મેળવી શકશે?
ભરત અને ધમો હજુ કેટલા ખતરા માં છે?
આકાશ ને જે જખ્મ થયો છે એનું શું થશે?
શુ ફરી વાર આદિવાસી લોકો હમલો કરશે?
શુ ખજાના સુધી પહોંચવા માં ધમો સફળ થશે?
શુ બધા લોકો ખજાનો મેળવી ને માલામાલ થઈ જશે?
કે ખજાનો કોઈ પહેલાથી જ બીજી જગ્યાએ જતો રહ્યો જશે?
આ બધા સવાલ ના જવાબ માટે આગળના ભાગ ની રાહ જુવો.
જય મહાકાલ.