ખજાનાની ખોજ - 4 શોખથી ભર્યું આકાશ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખજાનાની ખોજ - 4

ખજાનાની ખોજ ભાગ 4


દિલાવર સાથે વાત થયા બાદ ભરત ને ખબર પડી કે આપણી પાછળ કોઈ ત્રીજી વ્યક્તિ પણ પડી છે અને એ વ્યક્તિ કોણ હોય શકે અને એ લોકો ને અમારા પ્લાન વિશે કેટલી માહિતી છે એ જાણવું ખૂબ જરૂરી હતું. ભરત આ વિચાર કરતા કરતા પોતાનું માથું ફાટી જશે એવું લાગતા તેની પત્ની ભાવના ને ચા બનાવવા કહ્યું જેથી થોડી રાહત થાય અને કંઈક વિચારી શકે.
ભાવના ચા આપી ને પાછી સુઈ ગઈ અને આ બાજુ ભરત સ્ટડીરૂમમાં જઈ ને સૌથી પહેલા ધમાં ને ફોન કરી ને થોડી સૂચના આપી ને કોલ કટ કરી ને ફરી દિલાવર ને કોલ કરે છે અને કહે છે કે એક માણસ ને જલ્દી ધમાં ની પાછળ મોકલ અને એ જાણવાની કોશિશ કર કે એ લોકો નો પીછો કોણ કરે છે.
થોડીવાર પછી દિલાવર નો ફોન આવતા ભરત ના પગ નીચે થી જાણે જમીન જ ના હોય એવો આંચકો લાગ્યો. દિલાવરે ભરત ને એ વાત કહી જે જાણવા એ આટલો ઉત્સાહ મા હતો. ધમા નો પીછો ત્યાં ના ધારાસભ્ય મધુ ગોંડાના માણસો કરતા હતા અને એ ધારાસભ્ય ખૂબ માથાફરેલ તરીકે પ્રખ્યાત હતો. એ હાલ કોઈ પણ સંજોગો મા ખજાનો મેળવવા માંગતો હતો અને એટલે જ એના માણસો ધમા નો પીછો કરતા હતા.
ભરત ને હવે એમ લાગ્યું કે આ ખજાના પાછળ હજુ કેટલા લોકો પડ્યા છે એ જાણ્યા વગર આવું સાહસ ક્યારેય કરાઈ નહિ. પણ હવે એ વાત નો કોઈ મતલબ નથી કેમ કે હવે જો આ સાહસ પડતું મૂકીએ તો પણ મધુ ગોંડા એ લોકો ને પકડી ને ખજાનો મેળવવા લઈ જાય અને એમ કરતાં ખજાનો તો જાય સાથે જીવ પણ જાય એના કરતાં ખજાનાનો પીછો કરતા કરતા જ કોઈક રસ્તો વિચારવો રહ્યો. પણ ભરત ને મગજ માં કોઈ રસ્તો સૂઝતો નહોતો.
આ બાજુ બીજા દિવસ ની સવાર પડી અને ધમો અને રામ બન્ને ખજાના ની નજીક ના ભેગા થવાના સ્થળ પર પહોંચી ગયા. હવે એ લોકો ને ગાડી ક્યાંક સેફ જગ્યાએ સંતાડવાની હતી અને આગળ નો રસ્તો ચાલી ને કાપવાનો હતો. આગળ જતાં ફોન મા નેટવર્ક નહિ મળે એ વાત ધમાં ને યાદ આવતા એને છેલ્લી વાર ભરત ને કોલ કરવાનું નક્કી કર્યું.

ધમો - "ભરત હવે અમે જંગલમાં પુગી ગયા છીએ અને હવે આગળ નેટવર્ક નહિ આવે એટલે કોલ લાગશે નહિ પણ હું ચેક કરતો રહીશ નેટવર્ક આવશે એટલે હું તને કોલ કરતો રહીશ."
ભરત - "સુન ધમાં મારે તને થોડો સાવચેત કરવો છે. આ ખજાના પાછળ ખાલી આપણે જ નથી એની પાછળ આપણા વિસ્તાર નો ધારાસભ્ય મધુ ગોંડા પણ છે અને એના માણસો તમારો પીછો કરે છે એટલે થોડો સાવચેત રહેજે. બીજું એ કે તારે હવે એ લોકો નો પણ પીછો છોડાવવા નો છે. ધ્યાન રાખજે કે આ વાત રામ ને ના ખબર પડે."
ધમો - "ભરત આ તો બહુ મોટી મુશ્કેલી આવી ગઈ.( થોડીવાર વિચાર કરીને) પણ સાંભળ એકવાત એ યાદ રાખજે કે આપણા માણસ મા મને બીજા પાંચ વધારી આપ જેથી હું કોઈક રસ્તો કરી નાખું."

ભરત - "ભલે. ધ્યાન રાખજે અને મને કોલ કરતો રહેજે. બેસ્ટ ઓફ લક ધમા."

ભરત સાથે વાત થયા બાદ ધમાં ના ચહેરા પર નો રંગ બદલાય ગયો અને રામ ને ખબર પડતાં રામે પૂછ્યું સુ કહ્યું ભરતે? ધમાં એ રામ ને બધી વાત કરી કે આપણો પીછો થાય છે અને હવે એ પીછો છોડાવવા માટે કોઈ રસ્તો વિચારવો પડશે. નકર ખજાનો તો જશે જ પણ સાથે સાથે જીવ પણ જશે.

રામ થોડીવાર ચૂપ રહ્યો અને પછી થોડો દૂર જઈ ને એક કોલ કરી ને આવ્યો. કોલ કર્યા પછી રામ એ રીતે આવ્યો જેમ કે કોઈ સમસ્યા જ ના હોય એમ હસતો હસતો આવ્યો.
ધમો- "રામ કેમ તું હળવોફુલ થઈ ગયો તને મધુ ની કોઈ ચિંતા નથી લાગતી?"
રામ - "ધમાં સાંભળ મધુ ના માણસો નું હમણાં એક કલાક માજ ખેલ ખતમ થઈ ગયો એમ સમજ તું. અને બીજા માણસ આપણ ને કોઈ કાળે ગોતી નહિ શકે આ જંગલ માં એ તો તને ખબર જ હશે."
ધમાં ને હવે જ ખરી ચિંતા થવાની શરૂ થઈ પણ એને ખબર હતી કે ભરત ના માણસો પણ અમારી સાથે છે એટલે કમસેકમ એટલો તો ભરોસો છે કે આગળ જતાં બવ મોટી જાનહાની થવાની છે અને એ જ ખરેખરી નો ખેલ થશે. પણ ક્યાં અને કેવી રીતે ખેલ પૂરો કરવો એ કઈ ખબર પડતી નહોતી. ધમાં એ મનોમન ભગવાન ને યાદ કર્યા અને આગળ વધવા માટે નો સંકેત આપ્યો અને આમ ખજાનાની ખોજ બાજુ એક ખૂની ખેલ શરૂ થઈ ગયો.

આ બાજુ રામ ના માણસો એ મધુ ના માણસો પર જાનલેવા હમલો કર્યો અને બીજી બાજુ ધમો અને રામ ખજાના ની પાછળ જંગલ માં અંદર ગયા. અંદર જતા જ એને ખબર પડી કે આ ખજાનાની સુરક્ષા એક આદિવાસી કબીલો કેટલા વર્ષો થી કરે છે અને આજ સુધી એ કબીલા એ કોઈને પણ ખજાના સુધી પહોંચવા દીધા નથી.
રામ ના માણસો એ મધુ ગોંડા ના માણસો નો ખેલ ખતમ કરી દીધો પણ એમ કરવા જતાં રામ ના પણ ત્રણ માણસ નો ખેલ પૂરો થઈ ગયો બાકી રહેલા બે માણસો હવે એકલા જ આગળ રામ નો પીછો કરવા લાગ્યા. ધમાં ના માણસો હજુ પણ એની ચાલ સંતાડવામાં સફળ થયા હતા અને એટલે જ આખી ગેમ મા ભરત નું પલ્લું ભારે હતું.
આ બાજુ જંગલમાં રામ અને ધમાં નો સામનો એક આદિવાસી ટુકડી સામે થઈ ગયો. જેમાં આદિવાસી ટુકડી ના કેટલાક માણસો ઘાયલ થયા અને કેટલાક ભગવામાં સફળ થયા. ધમાં ને ખ્યાલ આવી ગયો કે જે આદિવાસી ભાગી ગયા એ લોકો એના બીજા ભાઈ સાથે આવી ને ફરી હુમલો જરૂર કરશે. અને ત્યારે આપણે વધારે માં વધારે લોકો ની જરૂર પડશે. જો ત્યારે માણસો નો સાથ નહિ મળે તો ખજાનો ક્યારેય હાથમાં નહિ આવે.
ધમાં ની ચિંતા વધતી જતી હતી અને બીજી બાજુ જંગલમાં અંધારું પણ વધતું જતું હતું. જેમ જેમ અંધારું વધતું જતું હતું એમ ધમાની ચિંતા પણ વધતી જતી હતી. પણ રામ કઈક અલગ જ મૂડ માં જણાતો હતો. હજુ ખજાનાથી ઘણા દૂર હતા અને ખજાના સુધી ના પહોંચે ત્યાં સુધી ધમો અને એના બીજા સાથી સલામત હતા. એટલે જ ધમાં ને એ બાબતે ચિંતા નહોતી કે રામ એના પર અત્યારે હુમલો કરશે. પણ ચિંતા એ હતી કે જો રાત્રે આદિવાસી લોકો હુમલો કરશે તો મોત નક્કી જ છે.
ધમો -"સાંભળો હવે આપણે અહીંયા રાત રોકાવાનું છે કેમ કે અંધારું વધતું જાય છે અને ભૂખ પણ લાગી છે ખાલી પેટ હશે તો આપણે આ આદિવાસી લોકો નો સામનો કરી શકીશું નહિ અને મોત મળશે. આપણે ખાઈ ને થોડો આરામ કરીશું અને સતત એક વ્યક્તિ જાગતો રહેશે જે બધું ધ્યાન રાખશે."
ખાઈ ને બધા સુઈ ગયા અને સૌથી પહેલા રામ પછી ધમો ત્યારબાદ સતીષ અને છેલ્લે શક્તિ ધ્યાન રાખશે એમ નક્કી કરી ને આરામ કરવા લાગ્યા.


આગળ સુ થશે એની ચિંતામાં ધમાંને ઊંઘ નહોતી આવતી.
રામ એમ વિચારતો હતો કે મારી પાસે હાલ બે માણસ છે અને આ લોકો ને ખજાના મળ્યા બાદ કેમ પુરા કરવા જેથી હું એક જ માલિક બનું.
સતીષ અને શક્તિ ને પણ ઊંઘ નહોતી આવતી કે આગળ કેટલા જોખમ માંથી અમે જીવતા ખજાના સુધી પહોંચીશું.
ભરત પણ ચેનથી ઊંઘી નહોતો શકતો કે આ લોકો નું શુ થયું હશે.
વધુ આવતા અંકે.