ખજાનાની ખોજ - 10 શોખથી ભર્યું આકાશ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખજાનાની ખોજ - 10

આગળના ભાગથી ક્રમશઃ....

આકાશે સતીષ અને તેની સાથે બીજા 3 માણસો ને જંગલમાં પાછળ તેનાથી થોડા દૂર પાછળ પાછળ આવવાનું કહી દીધું. સતીષ ત્રણ માણસો ને લઈ ને આકાશ થી થોડા પાછળ ચાલવા લાગ્યા. આકાશ નો પ્લાન એવો હતો કે જો આદિવાસી લોકો તેના પર ફરી હુમલો કરે તો સતીષ અને તેના માણસો તેને બીજી બાજુ થી હુમલો કરી ને આદિવાસી લોકો ને ઘેરી લે જેથી આકાશ અને સતીષ બન્ને બચી જાય. આ ઉપરાંત જો ડોન ના માણસો ગમે તે એક ટીમ ને પણ જુવે તો બીજી ટીમ દ્વારા તેનો ઘડો લાડવો કરી શકે.

વનું એ ભાવના ને 5 વાગે શહેરથી દૂર ના બાળ ગણેશ મંદિરે પૈસા લઈ ને બોલાવી હતી. જો ભાવના એકલી આવે તો તેની પાસેથી પૈસા લઈ ને તેનો ખેલ ત્યાં જ પૂરો કરી દેવાનો અને ભરત ને પોતાની પાસે રાખવાનો જેથી ભરત પર નો ખતરો દૂર થઈ જાય.

આ બાજુ મધુ પોલીસ કમિશનર ની ઓફિસે જઈ ને બેઠો અને ડોન અબ્બાસ નો ખેલ પૂરો કરી ને બધો ખજાનો પોતે એકલો મેળવી લેશે. પોલીસ કમિશનર ને મળવા જવા પહેલા મધુ એ તેના ખાસ સાગરીત સુલેમાન ને તેના માણસો સાથે જંગલ તરફ મોકલી દીધા. જેથી કરીને આકાશ નો પીછો કરી ખજાનો મેળવી શકે. તેના પછી તેણે બીજા એક માણસ ને બોલાવી ને ભાવના ના ઘરે મોકલી દીધો જેથી ભાવના કોને મળે છે અને ભરત ક્યાં ગાયબ છે તે જાણકારી મેળવી લાવે.

પોલીસ કમિશનર ની ઓફિસ માં મધુ થોડી વાર રાહ જોઇને બેઠો રહ્યો. અડધો કલાક બાદ પોલીસ કમિશનર તેની ઓફિસમાં આવ્યા. પોલીસ કમિશનર આવ્યા એવો જ મધુ ઉછળી ને ઉભો થયો અને તેણે કમિશનર ને લાલચ આપી કે ડોન અબ્બાસ વિશે માહિતી આપી. તેની સાથે એ પણ કહ્યું કે જો તે ડોન અબ્બાસ નું કાસળ કાઢી નાખશે તો તે પોલીસ કમિશનર ને સરકાર તરફથી એવોર્ડ પણ આપવશે અને ઇનામ ની રકમ પણ કમિશનરને પુરી આપી દેશે. આ ઉપરાંત પોલીસ કમિશનર ને કોઈ સારો હોદ્દો પણ આપવાની લાલચ આપી. પોલીસ કમિશનરે ડોન અબ્બાસ વિશે બધી માહિતી આપવા કહ્યું અને કીધું કે મધુ સાહેબ તમે ચિંતા ના કરો કાલ સવાર નો સુરજ ડોન અબ્બાસ નહીં જોવે.

સાંજ ના 5 વાગી ગયા હતા અને ભાવના ડોને આપેલા પૈસા લઈ ને બાળ ગણેશ મંદિરે વનું ના કોલ ની રાહ જોઇને ઉભી હતી. વનું તેની સાથે બીજા દસ માણસો ને લઈ ને બાળ ગણેશ મંદિરે આવી ગયો હતો અને તે આજુ બાજુ નું નિરીક્ષણ કરી રહ્યો હતો કે ભાવના નો પીછો કોણ કરી રહ્યું છે અને કેટલા માણસો ભાવના ની સાથે છે. અચાનક જ વનું ની નજર ડોન અબ્બાસના શાર્પ શૂટર પર પડી અને વનું તરત જ સચેત થઈ ગયો તેણે તેના માણસો ને ઈશારો કરી ને આજુ બાજુ માં રાહ જોવાની અને ડોન ના માણસો પર નજર રાખવાના સંકેત આપી દીધો. આ બાજુ શાર્પ શૂટર ની નજર મધુ ના માણસ પર પડી અને શાર્પ શૂટર ને લાગ્યું કે મધુએ જ ભરત ને કિડનેપ કર્યો છે એટલે શાર્પ શૂટરે ડોન ને તરત ફોન કરી ને બધી માહિતી આપી. ડોન અબ્બાસે પણ કઈ વિચાર્યા વગર જ શાર્પ શૂટર ને કહી દીધું કે મધુ ના માણસો ને ખતમ કરી ને ભરત ને છોડાવી લે અને ભરત ને મારી પાસે લેતા આવો.

શાર્પ શૂટરને ડોન નો આદેશ મળતા જ તેણે મધુ ના માણસો પર ફાયરિંગ કર્યું. સામે છેડે મધુ ના માણસો એ પણ જવાબી ગોળીઓથી ડોન ના માણસો નો પ્રતિરોધ કર્યો. વનું અને તેના માણસો હાલ માં પોતપોતાની જગ્યાએ છુપાયેલા રહ્યા અને નક્કી કર્યું કે છેલ્લે જે વધે તેનો ખેલ પાડી ને ભાવના પાસેથી પૈસા લઈ ને અહીંથી રફુચકર થઈ જવું. આ બાજુ ડોન અને મધુ ના માણસો વચ્ચે ઘમાસાણ ગોળીઓ છૂટી અને તેમાં મધુના માણસો નો કારસો નીકળી ગયો સામે ડોન ના પણ ચાર માણસો મરી ગયા છેલ્લે એક શાર્પ શૂટર જ બચ્યો હતો. શાર્પ શૂટર ને એક ગોળી પગમાં વાગી હતી એટલે એ પણ ક્યાંય ભાગી શકે એવી સ્થિતિ માં હતો નહિ આ લાગ જોઈને વનું એ શાર્પ શૂટર નું ત્યાંજ ઢીમ ઢાળી દીધું અને ઝડપથી ભાવના પાસે ગયો. ભાવના વનું ને જોઈને ચોકી ગઈ અને તરત જ ડોન ને ફોન લગાવવા ગઈ એટલા માં વનું એ ભાવના ને માથામાં ગોળી ધરબી દીધી. 5 કરોડ રૂપિયા લઈ વનું અને તેના માણસો પાછા ભરત પાસે આવી ગયા.




ક્રમશઃ...




આગળ...

-શુ મધુ ડોન અબ્બાસ ને ખતમ કરી શકશે?
-ડોન અબ્બાસ પોલીસ કમિશનર ના હાથમાંથી બચશે?
-પોલીસ કમિશનર અને મધુ બન્ને ભેગા મળી ને ભરત નો પત્તો મેળવી શકશે કે ભરત છેલ્લે સુધી બધાથી બચી રહેશે?
-આકાશ અને તેના સાથી ઓ મધુના માણસો થી બચી જશે કે મધુ ના માણસો આકાશ અને તેના માણસો પર હાવી થશે?
-આદિવાસી લોકો ફરી વખત કેવી રીતે આકાશ પર હુમલો કરશે?
-આકાશ કેવી રીતે ખજાના સુધી પહોંચશે?

આ બધું જાણવા આગળના ભાગની પ્રતીક્ષા કરો.

હર હર મહાદેવ 🙏
જય શ્રીરામ 🙏
જય શ્રીકૃષ્ણ 🙏