*એક દિવસનું મૌન*. વાર્તા.. ૨૭-૧૧-૨૦૧૯
એક મજાનું નાનું ગામડું હતું.... બધાંજ સંપીને રહેતા હતા... એકબીજા ને મદદરૂપ બનતાં... ગામને અડીને જ શહેર હતું ... કંઈ કામ હોય કે આગળ ભણવા શહેરમાં જવું પડે... આજથી એ આશરે પીસ્તાલીશ પચાસ વર્ષ પહેલાં ની વાત છે.. એ જમાનામાં તો એકબીજાને ઘરે ખાઈ પણ શકતાં ને હક્ક પણ કરી શકતા અને વડીલો વાંક હોય તો બોલે પણ ફરી એના એ થઈ જતાં... અને બેહનપણી ના દાદા એટલે આપણા પણ દાદા એવી ભાવના હતી... આજની જનરેશનને તો મા - બાપ કહે એ પણ સહન નથી થતું... અને જરૂરિયાત જેટલા જ સિમિત સંબંધો ન દાયરામાં રહે છે.... આજની જનરેશનને કંઈ સાચી સલાહ આપો કે ભણવાનું કહો તો એમને તો ના જ ગમે પણ અત્યારે તો મા - બાપો ને પણ નથી ગમતું તમે સલાહ આપો એ.... મા - બાપ પણ પક્ષ લઈને ઉપર થી આપણા ને કહે કે તમારે સલાહ આપવાની જરૂર નથી અને અથવા તો બાળકો ને આપણા વિશે ખરું ખોટું સમજાવી એવી બિક ભરાવી દે કે બાળક આપણી સાથે બોલતું બંધ થઈ જાય... એટલે જ પહેલાં ના જમાનામાં અને હજુ ઘણાં ખરાં વડીલો અઠવાડિયામાં એક દિવસ નું મૌન પાળે છે અને મન ની શક્તિ વધારે છે..આમ મૌન રાખી સહનશક્તિ વધારે છે અને ઘરમાં શાંતિ જાળવે છે...
આ વાત છે મંગળદાસ દાદા ની એ દર ગુરુવારે મૌન રાખતા હતા...એમની ઉંમર એ વખતે પંચોતેર ની આસપાસ હશે...દાદા ના પરિવાર ખુબ મોટો હતો... દાદા એ જમાનામાં ગ્રેજ્યુએટ થયેલા અને શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા... એમની પત્ની નું નામ જમના બા હતું.. મોટા દિકરાનું નામ વિનુ ભાઈ હતું.. બીજા નંબર ના જશુભાઇ અને ત્રીજા નંબરે અરવિંદ ભાઈ.. બધાં ને ભણાવી ગણાવી ને ગ્રેજ્યુએટ કર્યા... મોટા ડોક્ટર થયા.. બીજા નંબરના સરકારી નોકરીમાં લાગ્યા... અરવિંદ ભાઈ નિરીક્ષણ અધિકારી બન્યા... આમ બધા ને પરણાવ્યા અને બધા નો સંસાર ફૂલ્યોફાલ્યો.... ઘર નાનું હોવાથી વિનુભાઈ આણંદ રહેવા ગયા... જશુભાઈ ની બદલી બોરસદ થઈ.... અરવિંદ ભાઈ અને એમનો પરિવાર દાદા,બા સાથે હતો... અરવિંદ ભાઈ ના પત્ની ભારતી બેન... એમના ત્રણ સંતાનો.... ૧) અજય.. ૨) બિન્દુ.. ૩) પિનલ.... આમ બે દિકરાઓ અને એક દિકરી હતા... ફળિયામાં રહેતા હોવાથી સામે ઘરે રહેતી ભાવના ને એમના ઘરે વધુ ફાવે... અડધો દિવસ એ ત્યાં હોય અને અડધો દિવસ બધા એને ઘરે હોય... ફળિયામાં બીજા પણ બધાં હતાં એમાં કિરીટ, પલ્લવી... નંદા.. રીટા.. અને અજય, પિનલ ના ભાઈબંધ હોય અને બિન્દુ ને ભાવના ને સારું બનતું ... દાદા દર ગુરુવારે મૌન વ્રત રાખે એટલે બધાં એ દિવસે એટલી ધમાલ મસ્તી કરે કે દાદા આકળવિકળ થઈ જાય પછી શુક્રવારે જે હાથમાં આવ્યું એનો દાદા વારો કાઢી નાંખે અને સજા કરે એમાં પલાખા, ઘડિયા ફટાફટ મોઢે બોલવા કહે... જો ના આવડે તો દસ વખત લખાવે ઉભા ઉભા.... પણ દાદા વ્હાલ થી સમજાવે અને ભણી ને ખુબ આગળ વધો અને કંઈક બની બતાવો એવી શિખામણ આપે... દાદાની શિખામણ બધાં માને ખરા પણ ગુરુવારે દાદા ને મૌન હોય ત્યારે એમને હેરાન પણ કરે... દાદા જમી ને રોજ ઉપર જઈ સૂઈ જાય તો રાત્રે જ દુધ કેળા ખાવા નીચે આવે ... નહીં તો એકલું દુધ પી લે..... ગરમીના દિવસો હતા દાદા બપોરે જમીને નીચે બિન્દુ ના પંલગમા સૂઈ ગયા... હવે એ દિવસે ગુરૂવાર જ હતો તો દાદા ને મૌન હતું.. હવે બિન્દુ ને પણ આડા પડખે થવું હતું પણ કરે શું??? એણે બધાં ને ભેગા કર્યા અને એટલો અવાજ અને ધમાલ કરી કે દાદા ભૂલમાં બોલી ગયા અલ્યા શાંતિ રાખો અને ઉંઘવા દો ને... કિરીટ કહે આજે તો ગુરુવાર છે દાદા કાને બે હાથ અડાડી ગુરુ દેવ ની માફી માંગી અને હરિ ૐ ગુરુ દત્ત.... કરતાં કરતાં સૂઈ ગયા.... અને પછી તો બધાં જે હસ્યા .... આવું જ એક ગુરુવારે દાદા મૌન રાખી ને મંદિર પાસે બેસીને માળા કરતાં હતાં અને અજય ના ફ્રેન્ડ આવ્યા તો બધાં ત્યાં નાસ્તો કરવા બેઠા અને મોટે મોટેથી બોલી ધમાલ કરવા લાગ્યા... કારણ કે મંદિર રસોડામાં જ હતું... દાદા એ અજય ના માથે ટપલી મારી કે અવાજ ના કરો પણ બધાં ધમાલમાં એ ભૂલી ગયા કે દાદાને મૌન વ્રત છે એટલે અવાજ કરવાની ના કહે છે પણ બધાં ધમાલ ચાલું રાખતાં દાદા માળા લઈને ઉપર જતાં રહ્યાં.... આમ દાદા નું મૌન એ જાણે ધમાલમસ્તી કરવાનો દિવસ હતો બધાં માટે ... અને બીજે દિવસે બધાં જ સંતાઈ જાય... દાદા ઉપર જાય પછી જ ઘરમાં આવે... આમ દાદા નું એક દિવસ નું મૌન એ ભણતરનો મજબૂત પાયો બન્યું ...અને દાદાનું એ મૌન આજે પણ બધાં ને યાદ આવે છે.... કારણ કે દાદા ની સાચી અને સારી શિખામણ થી આજે બધાં ખુબ સારી પોસ્ટ પર છે.... અને જીવનમાં એ શિખવા મળ્યું કે ઘરમાં એક આવું વડીલ જરૂરી છે જે સમય પર સાચું જ્ઞાન આપે.... આટલી ધમલ મસ્તી કરતા બધાને ત્યારે પણ એવો વિચાર શુધ્ધા નહોતો આવતો કે આ દાદા હવે જાય તો સારું... આજની જનરેશનને તો મા - બાપ પણ બધી જરૂરિયાતો પૂરી થાય એટલી ઘડી જ ગમે છે તો આવા દાદા,બા તો કોને ગમે??? અને ઘરમાં જો વડીલો હોય તો હાલ ના બાળકો એવું કહી દે છે કે તમે હવે કયારે જશો અહીંથી... માટે જ આવું મૌન નો મહિમા સમજાવનાર દાદાની જરૂર છે જેથી ગમે એવું તોફાની બાળક હોય પણ એ ભણવાનું શીખી જાય....
ભાવના ભટ્ટ અમદાવાદ....