" એનો અર્થ એ છે કે, એ હથિયાર એ પીસાચો પાસે છે?" નયન એ પ્રશ્ન કર્યો.
"ના અને હા પણ. કારણ કે, એ હથિયાર એમના ઈલાકામાં તોહ, છે. પરંતુ, એ હથિયાર મેળવવા એમણે પણ આજ પ્રક્રિયા કરવી પડશે. જોકે, એવું શક્ય જ નથી. માટે એમની પાસે હથિયાર આવતા જ રહ્યું." પીસાચ એ જવાબ આપતા કહ્યું.
"તોહ, હવે પાતાળમાં કઈ રીતે પહોંચી શકાય?" ખીમજીલાલ એ પ્રશ્ન કર્યો.
"એના માટે એક મંત્ર છે. એ મંત્ર નું વારંવાર ઉરચારણ કરવાથી તમે પાતાળમાં પહોંચી શકો. પરંતુ, આ મંત્ર નો એક જ વાર ઉપયોગ કરી શકાય છે. અર્થાત પ્રથમ પ્રયાસ નિષ્ફળ ન જવું જોઈએ."
"પાતાળમાં એવી ભયાનક ગરમીમાં, લાવા વરચે તમેં કઈ રીતે રહો છો?"
"ખરેખર આ બધું સાચું છે. કે, જેમજેમ જમીનમાં ઊંડે ઉતરો તોહ, ગરમીનું પ્રમાણ વધતું જાય છે. પરંતુ, અમારે ત્યાં એવું નથી. કારણ કે, પાતાળમાં પણ અમારી અલગ જ એવી દુનિયા છે. જ્યાં, પ્રદેશ ઠંડો જ રહે છે. ત્યાં માત્ર રાત અને માત્ર રાત જ હોય છે. ત્યાં દિવસ ઉગતો જ નથી. અને આ બધું અમારા હિતમાં છે. પરંતુ, શું ખરેખર એ જગ્યા પાતાળમાં જ છે? એ રાઝ તોહ, અમે પણ ઉકેલી શકયા નથી."
"અધભુત! આવી પણ કોઈ અલગ દુનિયા હોઈ શકે! એ વાતની જાણ પણ નહોતી. કહી શકાય કે, આવું માત્ર ફિલ્મોમાં જોયું છે." માનસી એ કહ્યું.
"આ હકીકત છે. અને બ્રહ્માંડમાં આવી કેટલીક જગ્યાઓ પણ હશે. પરંતુ, આજ સુધી કોઈ એ જગ્યાઓ ને શોધી શક્યું નથી. એ જગ્યાઓ શોધવી માનવી માટે અશક્ય છે? શું એ જગ્યાઓ શોધી ન શકાય? આના જવાબમાં હું ના જ કહીશ. કારણ કે, આગળ જતાં ટેકનોલોજી ક્ષેત્રે વધારો થતાં કદાચ, એ બધું શક્ય બને. કેટલાક લોકો માને છે કે, પૃથ્વી નષ્ટ થવાની છે. પરંતુ, કેટલાક વૈજ્ઞાનિકો એ પણ કહે છે કે, પૃથ્વીનું અડધું જીવન પણ પૂર્ણ નથી થયું. દુનિયા કઈ રીતે નષ્ટ થશે? એ માટે કેટલીક માન્યતાઓ છે. પરંતુ, એ માન્યતાઓ શું સાચી છે? કોઈ વ્યક્તિ એવી ભવિષ્ય વાણી કરે છે કે, આવનાર વિશ્વયુદ્ધ બે હજાર ઓગણીસમાં થવાનું છે. પરંતુ, પરિણામ તમારી સામે છે. વર્ષ પૂરું થવામાં માત્ર એક જ મહિનો છે. કદાચ, વિશ્વયુદ્ધ કરવા માટે આ સમય પણ કાફી છે. પરંતુ, શું આ બધી ભવિષ્યવાણીઓ સાચી છે? બે હજાર બારમાં દુનિયા નો ખાત્મો થઈ જશે! એ ઘટના બની? કદાચ, આ લોકો ની ખોટી માન્યતાઓ છે. બ્રહ્માંડમાં પૃથ્વી જેવા લાખો કરોડો ગ્રહો છે. પરંતુ, એ ગ્રહોને શોધવું કઠીન કામ છે. આમ, દુનિયામાં કેટલીક વિવિધતાઓ રહેલી છે. એમ જ બ્રહ્માંડમાં પણ કેટલીક વિવિધતાઓ રહેલી છે. આમ , અમારો પણ કોઈ અલગ જ ગ્રહ છે એવું કહી શકાય. અમારો ગ્રહ પણ એવો જ છે."
"તમારો ગ્રહ? તમે એ જગ્યાને ગ્રહ કઈ રીતે કહી શકો?" નયન એ પ્રશ્ન કર્યો.
" ગ્રહ એટલા માટે કારણ કે, કેટલાક વૈજ્ઞાનિકો કહો કે, એક્સપર્ટ્સ કહો. એ લોકોનું માનવું છે કે, સ્પેસમાં જવા માટે પાણી નો સહારો પણ લઈ શકાય. અર્થાત સમુદ્રમાં જે, ભવરો બને છે. કદાચ, એ સ્પેસમાં જવા માટે ના રસ્તાઓ હોય. કારણ કે, સ્પેસમાં પણ એવા જ બ્લેક હોલ્સ જોવા મળે છે. કદાચ, એ બંને ભવરો એકી સાથે જોડાયેલા હોય. આ દુનિયા અજીબ,વિવિધ અને આશ્ચર્ય પમાણે એવી છે. એમાં માનવી સાથે પ્રાણીઓ પણ એવી જ રચના છે."
"આ બાબતો ઉકેલવી એટલી જ મુશ્કેલ છે. જેટલી કે, ડાઈનોસોર્સ નો અંત શા માટે થયો? ડાઈનોસોર્સ જેવા વિશાળ જીવોનું અંત કઈ રીતે થયું હતું? શું તેઓ પણ અન્ય ગ્રહ પર વસી રહ્યા હશે. તેમની સાથે કઈ ઘટના ઘટી હશે? અચાનક આવા વિશાળ જીવ ગયા ક્યાં? કરોડો ની સંખ્યામાં જીવનાર આ જીવો એકી સાથે ગાયબ કેમ થયા? આ બધું થયું કઈ રીતે? આ પપ્રશ્નો ના જવાબ મેળવવા જેટલા મુશ્કેલ છે. એટલા જ બ્રહ્માંડ ના પ્રશ્નો ને ઉકેલવા પણ મુશ્કેલ છે."
"આ બધી બાબતોની ચર્ચા પછી પણ કરી શકાય છે. પરંતુ, એ વિચારો કે, ખીમજીલાલ અંકલ ને હવે શું કરવાનું છે?" નયન એ પ્રશ્ન કર્યો.
" એમણે મારા આદેશ મુજબ બધું કરવાનું છે. આખું પ્લાન ચર્ચવાનું છે. અને એ પ્લાન સફળ થશે? એ અંગે પણ ચર્ચા કરવાની છે. જીવસૃષ્ટિ નું સવાલ છે. કદાચ, જીવ ગુમાવવો પડે."
બ્રહ્માંડ નું શું છે રાઝ? આ ઘટનાનો બ્રહ્માંડ સાથે કોઈ સંબંધ છે? શું છે એ હથિયાર નું રાઝ? એ હથિયાર ને પ્રાપ્ત કરી શકાય ખરું? શું થવાનું છે આગળ?
ક્રમશ: