AFFECTION - 16 books and stories free download online pdf in Gujarati

AFFECTION - 16

જાનકી : કાર્તિક તે પછી સુર્યા વિશે શુ વિચાર્યું???તારે એના ઘરે જવું હોય તો ચલ હું તને લઇ જાવ...
.
.
.
હજુ તો બોલવા જ જતો હતો ત્યાં જ ચાલુ વાતે વિરજીભાઈ આવ્યા અને બોલ્યા...

વિરજીભાઈ : કાર્તિક હવે તારે ઘરે જવું જોઈએ...સગાઈ નજીક આવી ગઈ છે...હું કંઈક વ્યવસ્થા કરાવડાવું છું..


આવું સાંભળીને હું તો ચોંકી જ ગયો...

me : કેમ શુ થયું અચાનક તમને??

વિરજીભાઈ : જાનકી...અંદર જા તો હાલ..મારે કાર્તિક જોડે થોડિક વાત કરવી છે..

એટલે જાનકી મારા સામે જોતી જોતી અંદર ચાલી ગઈ...

વિરજીભાઈ : તને પેલા માણસોને પકડવાનું કોને કીધું???તને ખબર છે કે તું શું કરી રહ્યો છે??

me : તે લોકો હત્યારા છે...મારુ પણ ખૂન કરી નાખત એટલે જ મેં પકડી લીધા છે...

વિરજીભાઈ : જો કાર્તિક...આ બધું સારું નથી થઈ રહ્યું...તું હાલ તારા ઘરે જતો રહે...આપણે 3 દિવસ પછી જ સગાઈ ગોઠવી નાખીએ..

me : હવે સગાઈ નથી કરવી મારે.....સીધા લગ્ન ગોઠવો...

વિરજીભાઈ : તો એમાં વાર લાગે...સમાજ કેવું વિચારશે????

me : હવે એવો સમય નથી રહ્યો...કે સમાજ કેવું વિચારશે...તો એક કામ કરો...પેલે સગાઈ અને એના 3 દિવસ પછી જ લગ્ન ગોઠવી નાખો....બધું જોડે જ કરી નાખીશું....કિસ્સો જ ખતમ...મારે બીજા બહાના નથી સાંભળવા તમારા..

વિરજીભાઈ : તું નહિ માને...પણ એક શરત ઉપર જ તારા કીધા પ્રમાણે થશે..

me : શુ એ જ ને કે હું પેલા માણસો ને છોડી ને આ બધા ચક્કર થી દૂર રહું...

વિરજીભાઈ : હા...તું આ બધી વાત માં નહિ પડે...કોને ખૂન કર્યું??કોના માણસો??તું દૂર રહેજે આ બધાથી...હું અને કાનો મળીને બધું સાંભળી લેશું....સનમ તારી જવાબદારી છે...બીજી વાતો માં તું તારું ધ્યાન ના ભટકાવ...જો એવી રીતે તું રહીશ....તો આ જ અઠવાડિયા માં તારા સગાઈ અને લગ્ન બન્ને કરવી નાખીશ...બોલ મંજુર છે???

me : હા...ચાલશે....હું અત્યારથી કોઈને નથી ઓળખતો....મેં જેટલા માણસો પકડાવ્યા છે તે બધું હું ભૂલી જાવ છુ..ખૂની કોણ છે એ પણ મને ખબર નથી બસ આજથી...
.
.
.
માંડ માંડ..વિરજીભાઈ ને મનાવ્યાં...પણ એમને મને સુર્યા ની બાબત થી દુર રહેવા કહી દીધું...અને મારે એમની વાત માન્ય પણ રાખવી પડી....


હવે જાનકી એ મને જે ઓફર આપી હતી સુર્યા ના ઘરે જવાની એને ના પાડવાની હતી...પણ મન કરતું હતું કે એકવાર જઈને જોઈ તો આવું કે સુર્યા છે કોણ...

એટલે જ્યારે જાનકી ફરીથી મને પૂછવા આવી તો મેં એને હા પાડી અને સનમની જાણબહાર જ એના ભેગો સુર્યા ના ઘર તરફ ગયો...

થોડુંક ચાલતા જ સુર્યા નું ઘર આવી ગયું...વિરજીભાઈ ની હવેલી જેવું જ હતું...પણ થોડુંક નાનું હતું એવું મને લાગ્યું.અંદર ગયો તો જેમ ગામડાઓ માં હોય તેમ અમુક ભેંસો બાંધેલી હતી..અમુક ડોશીઓ ઘર માં આંટા ફેરા કરતી હતી.. અંદર પ્રવેશતા જ સામે એક બહુ મોટો ફેમિલી ફોટો હતો..જેમાં આખો પરિવાર હતો...એમાંથી એક છોકરી ને જોઈને ખબર પડી ગઈ કે આ જ જાનકી ની દોસ્ત હશે..હજુ ફોટો સરખો નહોતો જોયો..ત્યાં જ જાનકી મને અંદર તરફ ખેંચી ગઈ...અને અંદર એક છોકરી કંઈક લખી રહી હતી ત્યાં જઈને એની સાથે વાતો કરવા લાગી અને મને બાજુ માં બેસાડયો...

જાનકી એ મારા ખભા પર હાથ મૂકીને પેલી છોકરી ને પૂછ્યું જે એની દોસ્ત હતી..
જાનકી : પ્રિયંકા આને જો....બોલ કોણ હશે આ??

પ્રિયંકા : આખા ગામ ને ખબર છે કે આ કોણ છે....આવા સવાલ ના પૂછ...પણ તારી જાણકારી ખાતર કહી દઉં કે મારો ભાઈ અત્યારે અહીંયા નથી....

જાનકી : ખોટી મસ્તી ના કર....હમણે ખબર પડી જશે એ તો..

એમ બોલીને જાનકી રૂમ બહાર ચાલી ગઈ..મને ત્યાં જ બેસાડીને....હું મૂંઝવણ માં આવી ગયો કે જાનકી ને એવું બધું શુ કામ છે કે સૂર્યા ને ગોતવા જતી રહી..

ત્યાં જ પ્રિયંકા બોલી..
પ્રિયંકા : આજે ભલે જાનકી જોડે આવ્યો....પણ આનો ભરોસો ના કરતો કોઈ દિવસ..તને ખબર નથી હજુ આ કેવી છોકરી છે...અને બીજી વખત અહીંયા ના આવતો..

પ્રિયંકા ના આમ કહેવાથી હું જરાક છોભીલો પડી ગયો..

me : જાનકી તો તારી દોસ્ત છે..છતાંપણ તું આવી વાત કરે છે એના વિશે...

તે જરાક આછું હસી..
પ્રિયંકા : હું સનમ ની બેસ્ટ ફ્રેન્ડ હતી...પણ...
ત્યાં જ જાનકી આવી ગઈ રૂમ માં..

જાનકી : શુ પ્રિયંકા એકલા એકલા કાર્તિક જોડે શુ વાતો કરી રહી છો??
એમ બોલી ને હસવા લાગી..

પ્રિયંકા પછી થોડીક વાર વાતો કરતી રહી....પણ વારંવાર તે મારા તરફ જોતી રહેતી હતી...અને તે લખતી જતી હતી..જાનકી એ પૂછ્યું તો કીધું કે એની રોજ ની ડાયરી લખે છે..

જાનકી : મને લાગે છે કે સુર્યા ને આવતા વાર લાગશે....કાર્તિક હવે આપણે જવું જોઈએ...સનમ પણ તારી રાહ જોતી હશે..

એની વાત પણ સાચી હતી...એટલે હું ઉભો થઈને બહાર નીકળવા ગયો...પ્રિયંકા પણ એની ડાયરી માંથી એક કાગળ ફાડી ને ઉભી થઈ અને મારા બાજુ માં ચાલવા લાગી..જાનકી થોડીક આગળ ની તરફ ગઈ તરત જ પ્રિયંકા એ તે ચિઠ્ઠી મને આપી દીધી..અને મેં તરત જ મારા ખિસ્સા માં મૂકી દીધી..અને પાછો બહાર ના રૂમ માં આવ્યો તો મેં આ વખતે એમની ફેમિલી ફોટો સરખી જોઈ....તો પ્રિયંકા આવી અને મને બધાના નામ કહેવા લાગી...ફોટો માં દેખાડીને..તેવામાં પ્રિયંકા ના મમ્મી પણ આવ્યા...એમને પણ મળ્યો..હું ક્યાંથી આવું છું...મારુ ઘર ક્યાં છે...વગેરે વગેરે સવાલ પૂછ્યા એ બધા એ...પછી હું જાનકી જોડે બહાર આવી ગયો..

ત્યાં એક ફોટો જોઈને મને લાગ્યું કે આ છોકરા ને મેં ક્યાંક જોયો છે..પ્રિયંકા એ કીધું હતું એ તેનો ભાઈ સૂર્યો હતો...

મને યાદ નહોતું આવતું મેં એને ક્યાં જોયો હતો..પછી જાનકી જોડે ઘરે આવતો રહ્યો..જાનકી ને મારે ઘણા સવાલ પૂછવા હતા પણ મેં અમુક કારણોસર ના પૂછ્યા...

હજુ મગજ માં સવાલ તો ફરતો જ હતો કે મેં સુર્યા ને ક્યાંક તો જોયો જ હતો..પણ મને લાગ્યું કે મારો જ વહેમ હશે..
ઘરે આવ્યો તો થાકી જ ગયો હતો તો....

મારા રૂમ માં જઈને ચિઠ્ઠી ખોલી તો અંદર લખ્યું હતું કે મને ખબર છે કે તું મારા ભાઈ વિશે શોધખોળ કરે છે...હજુ પણ તારે સચ્ચાઇ જોવી જ હોય તો મને રાતે આવી ને મળજે...મારા રૂમ માં તે પાછળ ની તરફ બારી જોઈ જ છે...આરામ થી આવી શકીશ તું..ઘણી છુપી વાતો તને કરવાની છે..હું રાહ જોઇશ...બહુ જરૂરી છે..


મેં વાંચ્યું...પણ મને પહેલે થઈ વિરજીભાઈ એ ના પાડી હતી કે મારે સુર્યા ના ચક્કર માં પડવાની જરૂર હતી...અને એમ પણ મને પ્રિયંકા નાટકબાજ લાગતી હતી....એટલે મેં એને ના મળવા નું નક્કી કર્યું...હું એમ પણ ફક્ત સુર્યા ને જોવા જ ગયો હતો...અને તે તો મને દેખાયો નહિ...તો બધું ભૂલી જવું વધારે ફાયદા માં હતું...પણ પેલા ખૂન તો હજુ પણ મને આંખ સામે ખટકતા હતા...અને હું પાછું કંઈક વિચારું ત્યાં જ વિરજીભાઈ આવી ગયા....

વિરજીભાઈ : મેં તને ના પાડી હતી ને કે તું સુર્યા થી દૂર રહેજે....તો પછી શું કામ તું એના ઘરે ગયો..

me : હું તો જાનકી ને કંઈક કામ હતું એટલે ફક્ત સાથ દેવા ગયો હતો..

વિરજીભાઈ ગળગળા થઈ ગયા....
વિરજીભાઈ : કાર્તિક કોઈના વિશ્વાસ ના કર...તું આમ નહિ જ સમજે....તું આજે જ તારા ઘરે જઈશ..ગાડી તૈયાર જ છે...

me : જાનકી સાથે જવામાં તમને શું વાંધો છે...

વિરજીભાઈ : કોઈનો વિશ્વાસ કરાય એમ છે જ નહીં અહીંયા....પણ તું આ વાત નથી સમજતો...એમ પણ હવે સગાઈ કરવાની છે અને લગ્ન પણ તો તું હાલ ઘરે જા...3 દિવસ પછી પરિવાર સાથે આવી જજે..

me : હું નહિ જવાનો...તમે ગમેં એ કરો....

વિરજીભાઈ : તને સનમ ના સોગંધ છે.....તું હાલ એને કહ્યાં વગર નીકળી જઈશ....હું અહીંયા બધુ સાંભળી લઇશ...અને સગાઈના દિવસે ગાડીઓ મોકલીશ તમને અહીંયા લાવવા માટે...એમ પણ સનમને મેં હાલ બહાર મોકલી છે એની બહેનપણી ના ઘરે....તે આવે એની પહેલા જતો રહેજે..

એમ કહીને તે જતા રહ્યા....અને હું પણ હવે ગુસ્સા માં પણ મજબૂર થઈને ત્યાંથી જવામાટે તૈયારી કરવા લાગ્યો....ત્યાં જ સેજલ આવી..

me : હું જાવ છુ..સનમ ને ખબર નથી...તું એનું ધ્યાન રાખજે....હું હવે 3 દિવસ પછી આવીશ...અને એને લગ્ન કરીને અહીંયા થઈ દૂર લઇ જઈશ પછી કોઈ દિવસ એને એકલી મૂકીને આવી રીતે જવાનો સમય નહિ આવે....એમ કહી દેજે..

એમ કહી હું ત્યાંથી નીકળી ગયો...

સનમ ને ખબર નહોતી કે હું નીકળી ગયો છું એને એમ કે હું ગામ માં ક્યાંક રખડતો હોઇશ...પણ રાત સુધી હું ના આવ્યો તો તે હવેલી માં શોધી રહી હતી મને ત્યારે સેજલ એને કહી દીધું જે મેં એને કહી દેવા માટે કહ્યું હતું.

સનમ : આવી રીતે ના કરી શકે તે??મને કીધા વગર સતત બીજી વખત ચાલ્યો ગયો તે...

ત્યાં વિરજીભાઈ આવી ગયા અને એમને જણાવી દીધું કે કાર્તિક એમના લીધે જ જતો રહ્યો છે.....તો થોડીક વાર બાપ દીકરી વચ્ચે થોડો ઝઘડો થઈ ગયો...કારણ કે સનમ કાર્તિક ની વાત માં કઇ પણ ચલાવી લેવા નહોતી માંગતી..

સનમ : તમે એને આમ ના મોકલી શકો...મારા સોગંધ આપીને...

વિરજીભાઈ : મેં જે પણ કર્યું તમારા બન્ને ના ભલા માટે જ કર્યું છે અને મારે કોઈ કારણ આપવાની જરૂરત નથી..
એમ કહીને વિરજીભાઈ જતા રહ્યા..

સનમ રોતી રોતી મારા રૂમ માં જતી રહી..અને ત્યાં જઈને બેસી ગઈ....જમવાનો સમય થઈ ગયો હતો છતાં પણ તે એકલી જ મોઢું લટકાવીને ઉદાસ બેઠી હતી..એટલે સેજલ આવી ત્યાં..

સેજલ : સનમબેન જમી લો...

સનમ : મારે નથી જમવું...ઈચ્છા જ નથી થતી..

સેજલ : તમારા એ કહીને ગયા છે કે સનમ નું ધ્યાન રાખજે....અને તેને સમયસર ખવડાવતી રહેજે..ઘણું લાબું ભાષણ આપ્યું છે તમારા લીધે....મારી સનમ આમ....મારી સનમ તેમ....હું તો કંટાળી ગઈ...કેટલું બોલે છે એક શ્વાસ માં તે..

એટલે સનમ હસવા લાગી....
સેજલ : જોજો પછી જો જમશો જ નહીં તો તમારું આટલું સુંદર શરીર બગડી જશે. ...એમાં પણ તમારા લગ્ન પણ છે આ અઠવાડિયામાં..

સનમ : અરે ફક્ત સગાઈ જ છે..આ અઠવાડિયામાં..

સેજલ : ના કાર્તિકે કંઈક કર્યું અને માલિક ને મનાવી લીધા સગાઈ અને લગ્ન ઉપરાઉપરી રાખવા માટે..એટલે જ તો કહું છું કે ધ્યાન રાખો તમારા શરીર નું...ચાલો જમી લો..

સનમ આ વાત સાંભળીને બહુ ખુશ થઈ ગઈ...એને ખબર જ નહોતી આ વાત ની..

સનમ : મજાક તો નથી કરતી ને તું??

સેજલ : ના...સનમબેન હું સાચું જ કવ છું..ચાલો પહેલે જમી લો હવે....તમે તો આજે આખો દિવસ આ રૂમ માં જ રહ્યા છો...જમશો પણ અહીંયા જ કે શું??

સનમ : આ મારા કાર્તિક નો રૂમ છે...અહીંયા એના હોવાનો અહેસાસ છે....હું હવે અહીંયા જ રહીશ..તું જા જમવાનું પણ અહીંયા જ લઇ આવ....

એમ પછી તે હોંશે હોંશે જમી લે છે અને બસ હવે તકલીફ નથી ફક્ત 3 દિવસ રાહ જોવાની છે એમ વિચારી ને ખુશી ખુશી ત્યાં જ સુઈ જાય છે..


ત્યાં બીજી બાજુ રાતે હું ઘરે પહોંચું છું...
દાદી મને જોઈને જ ખુશ થઈ ગયા પહેલી વખત...
દાદી : વાહ....દીકરા તું આવી ગયો....રાહત થઈ ગઈ...

મમ્મી : પણ બેટા કોના સાથે મારામારી કરીને આવ્યો છો...જોવ તો મારા છોકરા નું મોઢું બગાડી નાખ્યું કોઈએ..

me : મમ્મી પ્લીઝ...હું અત્યારે થાકી ગયો છું....અને હા કોઈ સાથે મારા મારી નથી કરી આ તો એમ જ....હવે હું સુવા જાવ છું.. .

થોડીક વાતો કરી હું મારા રૂમ માં જઈને સુઈ ગયો કારણ કે મગજ બહુ જ ગુસ્સે હતું વિરજીભાઈ પર...એક તો પેલા સુર્યા થઈ દૂર રહેવાનું કીધું...પછી જોવા શુ ગયો એમા તો ઘરે મોકલાવી દીધો...પાછું છતાંપણ એની વાત થી દુર જ રહેવાનું...કરવા શુ માંગે છે??અને બીજી બાજુ સનમ ની યાદ આવતી હતી કે એને સરખી રીતે મળી પણ ના શક્યો..


જ્યારે ત્યાં સુર્યા ના ઘરે એના મોટાભાઈ ની છોકરી પ્રિયંકા મારી રાહ જોઈ રહી હતી...અને વિચારતી હતી..
પ્રિયંકા : કાર્તિક ને માણસ ઓળખતા જ નથી આવડતું...મારે એને કેટલી મહત્વની વાત કરવાની હતી....જાનકી વિશે બધું કહેવાનું હતું...મારા ભાઈ વિશે કહેવાનું હતું....સનમ નું પણ બાકી હતું.....બધું કહી દેત એને તો એને એના લગ્ન માં કાંઈ પણ વાંધો ના પડત...પણ ખબર નહિ હવે એના લગ્ન થશે કે નહીં....એવા લોકો થઈ ઘેરાયેલો છે કે કોઈ નહિ બચાવી શકે એને...સ્ટુપીડ..સનમ મારી બેસ્ટ ફ્રેન્ડ છે...કમ સે કમ એના માટે હું કાર્તિક ની મદદ તો કરી જ શકત પણ તે ખબર નહિ ક્યાં ભાગી ગયો ..

એમ મનોમન બોલતી તે બારી પાસે રાહ જોતી ઉભી જ રહી...
.
.
.
.



શુ એવી બધી કાઈ વાતો પ્રિયંકા ને કરવાની હતી કે જેનાથી કાર્તિક ના લગ્ન માં કોઈ પ્રોબ્લેમ ના આવે??વિરજીભાઈ શુ કામ આવી રીતે જબરદસ્તી કરી રહ્યા હતા??અસલી મજા આવવાની હવે શરૂ થશે....જોઈએ next part માં...


💜💜JUST KEEP CALM ND SAY RAM💜💜

On insta : @cauz.iamkartik

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED