કળયુગના ઓછાયા - ૩૮ Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કળયુગના ઓછાયા - ૩૮

(આ ભાગ માટે મારા વાચકોએ રાહ જોવી પડી......એ માટે સોરી....તમે સૌએ રાહ જોઈ માટે આભાર...)

આસ્થા : પપ્પા પછી કેયા દીદીએ શું કર્યું ??

મિહીરભાઈ : કેયા તો ભાનમાં જ નહોતી...અને સમ્રાટ ગુસ્સામાં જતો રહ્યો...અમને તો આવી કોઈ ખબર જ નહોતી. પણ બહુ મોડા સુધી તે ઘરે ન આવતા ચાર્મીએ તેના પર ફોન કર્યો... ઘણીવાર સુધી રીંગ વાગતી રહી...બહુ રીંગ વાગ્યા પછી કોઈ છોકરાએ ફોન ઉપાડ્યો...તેને કહ્યું, હું તેનો ફ્રેન્ડ બોલું છું...અને તમારૂ એડ્રેસ કહો મારી ગાડીમાં તેને ત્યાં મુકી જાઉં...

આ સાંભળીને ચાર્મીએ ક્હ્યું તેની સાથે સમ્રાટ નથી ??

તો સામેવાળા છોકરા એ કહ્યું, ના એતો નથી...પણ આજે એના કારણે એની ઈજ્જત બચી ગઈ.... બે છોકરાઓ તેની પર રેપ કરવા જતા હતા પણ આ તો મને સમ્રાટે સમયસર બોલાવ્યો...અને એ લોકોને મે ભગાડી દીધા...હવે એને હું ત્યાં મુકી જાઉં છું.

ચાર્મીએ તેને પુછતા કહ્યું કે એના ફ્રેન્ડ એ તેને કહ્યું કે તે બહુ અપસેટ લાગતો હતો...પણ તેને કંઈ કહ્યું નહોતું..પણ ફ્ક્ત કેયાને તેની હોસ્ટેલ કંઈ પણ થાય નહી એ રીતે મુકી આવવા કહ્યું હતું...અને તે એ પ્રમાણે મુકી પણ ગયો...

આ પછી બે ચાર દિવસ નીકળી ગયા....કેયા ભાનમાં આવતા તે પસ્તાવા લાગી...પણ તેણે સમ્રાટ ને બધી વાત શું કરી હતી એ એને યાદ નહોતી...તેણે સમ્રાટ ને બહુ ફોન કર્યા પણ મોબાઈલ બંધ જ આવતો હતો...

પાંચેક દિવસ થઈ ગયા હતા... સમ્રાટ કોલેજ આવ્યો નહોતો...આજે એ લોકોનુ રિઝલ્ટ હતુ...કેયા પહેલાં જઈને એનું રિઝલ્ટ પણ જોઈ આવી... સમ્રાટ તો ફર્સ્ટ રેન્ક પર હતો પણ એ ખુશી જોનાર વ્યક્તિ નો કોઈ અતોપતો નહોતો.

થોડા જ દિવસોમાં કોઈ તેના ફ્રેન્ડ દ્વારા સમાચાર મળ્યા કે સમ્રાટે આત્મહત્યા કરી દીધી છે.....

આસ્થા : શું કહો છો પપ્પા ?? સમ્રાટે પણ આત્મહત્યા કરી હતી...પણ પપ્પા કારણ શું હતું ??

મિહિરભાઈ : કેયાના નસીબ સારા હતા.... સમ્રાટે એક સ્યુસાઈડ નોટ લખી હતી પણ એમાં કેયાનુ નામ નહોતું....

આસ્થા : કેમ એને શું લખ્યું હતું ??

મિહિરભાઈ : એને એક ચિઠ્ઠીમાં લખ્યું હતું " હુ લાવણ્યા વિના નહી જીવી શકું....મે તેના મૃત્યુ ને એક અકસ્માત ગણીને સ્વીકારી લેવા બહુ પ્રયત્નો કર્યા...પણ જ્યારે મને ખબર પડી કે એ તો એક ક્રુર રીતે થયેલી હત્યા હતી... હું ભાંગી પડ્યો.....અમે અહીં એક ના થયા તો શું થયું પણ મરીને એક થઈશું...આ કળયુગમાં પણ અમારો પ્રેમ નિઃસ્વાર્થ અને નિર્મળ છે....પણ આ બધુ કરનાર વ્યક્તિ ક્યારેય સુખી નહી રહી શકે !!  એ મરશે પણ નહી આસાનીથી કે જીવી પણ શકશે નહીં...."

આસ્થા : આ બધુ તમને કોના કહ્યું ??

મિહિરભાઈ : કેયા કોલેજના બધા ફ્રેન્ડ સાથે ગઈ હતી તેના ઘરે..... એટલે એણે પોતે એ ચીઠ્ઠી વાંચી હતી....એને જ મને બધુ કહ્યું હતું..તે તો બધુ સમજી જ ગઈ હતી.

આસ્થા : પણ કેયા દીદીની આવી હાલત??

મિહીરભાઈ : ઘણી વસ્તુઓ શક્ય છે કે નહી એ તો કોઈને ખબર નથી...પણ જે લોકો અનુભવ કરે છે એ લોકો સ્વીકારે છે..આપણી ભણેલી ગણેલી આ પેઢી ઘણી વસ્તુઓ સ્વીકારતી નથી...હુ પણ એમાંનો એક જ હતો..

આસ્થા : શું કહેવા માગો છો તમે મને કંઈ સમજાયું નહીં. જે હોય સ્પષ્ટ કહો મને..

મિહીરભાઈ : તુ માનીશ કે નહીં એ તો નથી ખબર પણ એ સમ્રાટની આત્મા મુક્ત નથી થઈ તે ભટકી રહી છે...

આસ્થા : એવું કેમ ખબર પડી તમને લોકોને ??

મિહીરભાઈ : આ ઘટના ને થોડો સમય થઈ ગયો...ફરી બધા પોતાની જિંદગીમાં આગળ વધવા લાગ્યા...પણ કેયા હજુ થોડી આગળ નહોતી...

એક દિવસ હું, એના મમ્મી મતલબ કે મે જેમની સાથે બીજા લગ્ન કર્યા છે તે અને કેયા એક મેરેજ ફંક્શન માટે ગાડી લઈને જઈ રહ્યા હતા...

કેયા એ કહ્યું હુ ડ્રાઈવ કરૂ....અમે બરોડાથી નીકળ્યા પછી ભરૂચ સાઈડથી નીકળ્યા એ જે રોડ હતો આગળ જવાનો તે સમ્રાટ ના એ ગામ પાસેથી નીકળતો હતો...

અમે શાંતિથી જઈ રહ્યા હતા... ગાડીમાં ધીમા અવાજે મ્યુઝિક વાગી રહ્યુ હતુ... અચાનક એ ગામ હોય પાસે એક જ્યાં અંદર જવાનો મોટો ગેટ હતો ત્યાં જ એકદમ કેયાએ ગાડી ઉભી રાખી દીધી...તે બોલવા લાગી, સમ્રાટ આગળથી ખસી જા... વચ્ચે આવી જઈશ..

એ એવું બોલતા મે અને એની મમ્મીએ કહ્યું કે કોને કહે છે બેટા અહીં તો કોઈ નથી.

કેયાને ગાડીની સામે સમ્રાટ દેખાતો હતો..અમને કંઈ જ એવું દેખાતું નહોતું...કેયાને ખબર નહી કેવી રીતે સમ્રાટ દેખાતો હતો..પણ એ એની સાથે વાતો કરતી હતી...અને જાણે એની સાથે જ વાતો કરતી હોય એમ હસતી હતી...એમ જ અડઘો કલાક નીકળી ગયો....

આ પહેલા ક્યારેય તે આવું નહોતી કરતી. પછી મે એને ડ્રાઈવર સીટથી ખસેડી બાજુમાં બેસાડી અને મે ગાડી ચલાવવાનું શરૂ કર્યું.... કારણકે અમારે લગ્નમાં પહોચવાનુ મોડું થતું હતું.

કેયા ના ના કરતી છતાં મે ગાડી શરૂ પણ ખબર નહી શું થયું કે  ગાડી સ્ટાર્ટ કરતા જ કેયા બેઠેલી હતી એ સાઈડનો દરવાજો ધક્કા સાથે ખુલી ગયો...અને કેયા સમ્રાટ સાથે જાણે વાત કરતી હોય એમ બહાર નીકળવા ગઈ...હજુ પણ તેનુ બોલવાનુ શરૂ જ હતુ...એટલા સાધનોની પણ અવરજવર બહુ નહોતી ‌..અને સાંજનો સમય હતો.... કેયાને બચાવવા હુ બ્રેક મારવા ગયો પણ લાગી જ નહીં...અને શું થયું ખબર નહી પણ એક ઝાટકા જ ગાડી હવામાં ઉછળી અને પટકાઈ..

પણ નવાઈની વાત એ થઈ કે અમને બંનેને કંઈ જ ના થયું અને કેયાને ખરાબ રીતે વાગ્યું હતુ...એના તાત્કાલિક માં જમણા  હાથ અને માથામાં ઓપરેશન કરવું પડ્યું.... ઓપરેશન સફળ થયું. તે હજુ હોસ્પિટલમાં જ હતી અને તેને  બે ત્રણ વાર આંચકી આવી ને પછી તે કોમામાં જતી રહી...તે ત્રણ મહિના પછી કોમામાં થી બહાર આવી....

ત્યારથી તેની તબિયત એટલી સારી જ નહોતી રહેતી... ક્યારેક તો પાગલ જેવું વર્તન કરતી....ગમે ત્યાં અમુક વાર જતી પણ રહે.... કેટલાય ડોક્ટરને બતાવી જોયું... રિપોર્ટ બધા નોર્મલ આવે છે...પણ એક દિવસ તેનુ પ્રેશર વધી ગયું અને તેને પેરાલિસિસનો એટેક આવી ગયો...

તેની સારવાર પણ કરાવી પણ જાણે કોઈ ફિઝીયોથેરાપી કે દવા કંઈ કામ જ નથી કરતી...એને હું સારવાર માટે ફોરેન પણ લઈ ગયો...પણ એટલી કોઈ સફળતા જ નહોતી મળતી... એટલે ફરી હુ એને વડોદરા લઈ આવ્યો...

આસ્થા : તો અત્યારે એ એ જ હાલતમાં છે ??

મિહિરભાઈ : હા...પોતાનુ કામ ધીમે ધીમે કરે છે...પણ આખો દિવસ બસ સમ્રાટ સાથે જાણે વાત કરતી હોય એમ એકલી એકલી વાતો કરે અને હસ્યા કરે છે.....જાણે સમ્રાટ એની પાસે જ હોય...

એક દિવસ એ બોલતી હતી એ મે સાંભળ્યુ હતુ કે હું તને મુક્તિ અપાવુ તો તુ મને મળે નહી પછી ક્યારેય...તુ લાવણ્યા પાસે જતો રહે... એટલે હું તને મુક્તિ નહી અપાવું. ભલે હુ આમ જ મરી જઈશ...

મે ઘણા ભુવા આ તે ઘણા લોકોને બતાવ્યું.. મંદિર, મસ્જિદ, દરગાહ કંઈ બાકી નથી રાખ્યું.... બધાનું કહેવું એ છે કે સમ્રાટની આત્મા તેને હેરાન કરે છે....તેને મુક્તિ આપશુ તો જ કરશે...પણ એ આત્મા એનો જીવ લઈને જશે...

એને મુક્તિ આપવી હશે તો કેયાને ગુમાવવાની તૈયારી રાખવી પડશે... દીકરી ગમે તેવી અવસ્થામાં હોય પણ એક પિતા પોતાની દીકરીનો જીવ આપવા કેમ તૈયાર થાય....પણ અત્યારે એની સ્થિતિ બહુ દયનીય છે...

બસ આટલા રૂપિયા સંપતિ હોવા છતાં કંઈ જ કામની નથી હવે.....

આસ્થા : પપ્પા તમે પુછતા હતા ને તો કહું કે સમ્રાટ ની જ  લાવણ્યાની આત્મા પણ હજુ મુક્તિ નથી પામી.... અહીં બધા જ હેરાન થાય છે...

આસ્થા અહીંની બધી જ પરિસ્થિતિની તેના પપ્પાને વાત કરે છે...

લાખો નિરાશામાં પણ એક અમર આશા છુપાઈ હોય એમ મિહીરભાઈ કહે છે, તે કેયાને પણ મદદ કરી શકશે સમ્રાટ ની આત્મા ને મુક્તિ અપાવીને ??

આસ્થા : એ રાત્રે આવશે...પણ પહેલા મારે એમને આ પણ બધી જ વાત કરવી પડશે.. કદાચ બંનેની જ્યાં સુધી મુક્તિ ન થાય ત્યાં સુધી આ વસ્તુ ચાલુ જ રહેશે....

રૂહી : તમે બેસો... રાત્રે વિધિ શરૂ થશે...હુ રૂહી સાથે વાત કરી લઉ.....

                *.       *.       *.       *.      *.

અનેરી અને શ્યામ ખુશીના સમાચાર આપે છે કે બંને દુનિયાનુ વિચાર્યા વિના ફરી એકવાર એકબીજા સાથે બંધનમાં બંધાવા તૈયાર છે...આ સાંભળીને રૂહી અને અક્ષત બંને ખુશ થઈ જાય છે ‌....

શ્યામ : બીજી એક મહત્વની વાત કે આજની વિધિ હું અને અનેરી સાથે કરીશું.....

અમને બંનેને ફરી એક કરવા માટે તમારા બંનેનો જેટલો આભાર માનું એટલો ઓછો છે.....

અનેરી : એક વાત કહું રૂહી ?? તમે બંને આગળ શું વિચાર્યું છે ??

રૂહી : શેના માટે ??

અનેરી : તમારા બંનેના સંબંધ વિશે ??

અક્ષત અને રૂહી બંને એકબીજા સામે જુએ છે પણ કંઈ બોલતા નથી....

શ્યામ : ચાલો હવે....એમને હજુ થોડા સમયની જરૂર છે...એ લોકો સામેથી જ તેમના સંબંધ ને સ્વીકારશે....

અત્યારે આપણે બહાર જમીને પછી તમારી હોસ્ટેલ જવાનું છે...

રૂહી : યાર આ બધામાં હું તો ભુલી ગઈ કે હોસ્ટેલ પર શું થયું ?? તમને અંદર લઈ જવાની પરમિશન મળી કે નહી.

રૂહી આસ્થા ને ફોન કરે છે... આસ્થા તેને મીનાબેન ની ખુશખબરી આપે છે અને સાથે એક બીજી મહત્વની વાત માટે વહેલા આવીને બધુ કહેવા માટે કહે છે....

રૂહી : ચાલો આપણે પહેલાં જમીને જલ્દીથી હોસ્ટેલ પહોચવુ પડશે....વિધિ પહેલાં આસ્થા બીજી કોઈ મહત્વની વાત કરવાની છે...પછી જ આ વિધિ શરૂ થઈ શકશે....

શ્યામ : તો ચાલો જઈએ......

હવે બધી અડચણો દુર થઈ ગઈ છે પણ હવે એક ની જગ્યાએ બે બે આત્માઓ ?? શું તેમની મુક્તિ શક્ય બનશે એટલી જલ્દીથી ?? આ આત્માઓ કેયાનો જીવ લીધા વિના મુક્તિ મેળવશે ખરી ??

જાણવા માટે વાંચો, કળયુગના ઓછાયા - ૩૯

બહુ જલ્દીથી.......... મળીએ એક નવા ભાગ સાથે....