કળયુગના ઓછાયા - ૩૭ Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કળયુગના ઓછાયા - ૩૭

અનેરી જેની આંખોમાં આંખો નાંખીને જોઈ રહી છે એ બીજું કોઈ નહીં પણ શ્યામ છે...બંને એકબીજામાં ખોવાઈ ગયા છે...આ ઘડીને રૂહી અને અક્ષત જોઈ રહ્યા છે !!

થોડી જ મિનિટોમાં અનેરી વર્તમાનમાં આવી જાય છે..અને જલ્દીથી દુર જતી રહે છે. પણ શ્યામ તો એકીટશે હજુ એને જ જોઈ રહ્યો છે....

આ બધુ જોવામાં અક્ષતે રૂહીનો હાથ પકડી દીધો હતો એ પણ એને ખબર ન રહી.પણ કદાચ રૂહીને આ પસંદ આવી રહ્યુ હોવાથી તેણે પણ આ વાતનો વિરોધ ન કર્યો....

પણ જ્યારે અનેરી ત્યાંથી નીકળવા જાય છે કે રૂહી અક્ષતનો હાથ ધીમેથી છોડાવીને અનેરીને ઉભી રાખે છે‌...

રૂહી : ક્યાં જાય છે અનેરી ?? ઉભી તો રહે....

અનેરી : મે તને મારી એક સારી ફ્રેન્ડ માની હતી અને તે આ એક દગાખોર વ્યક્તિ નો સાથ આપવા તુ મને અહીં લઈ આવી ??

અને એને પણ હવે શું બાકી રહી ગયું છે મને દુઃખી કરવામાં કે હવે ફરી મને મળવા આવ્યો છે ?? પ્લીઝ રૂહી તારે આવવું હોય તો ચાલ નહી તો હું જાઉં છું...

રૂહી તેને પાણી આપીને કહે છે, તુ પહેલાં શાંતિથી બેસ... અમારી વાત સાંભળ પછી તારે જવું હોય તો જજે. હુ તને નહી રોકું.‌‌...પ્લીઝ...જો તને મારા પર જરા પણ વિશ્વાસ હોય તો તુ બેસ.

અનેરી આંખમાં આંસું આવી જાય છે. અને તે બેસે છે...

રૂહી શ્યામને ત્યાં બોલાવીને અનેરી પાસે બેસવા કહે છે...રૂહી પાછી અક્ષતને લઈને દુર જતી રહે છે.....

રૂહી : શ્યામ અનેરીને મનાવી શકશે અક્ષત ??

અક્ષત : થઈ જશે બધુ સારું....મને તો એવું લાગે છે....સાચો પ્રેમ તો મળી જાય !!

રૂહી : હમમમ જોઈએ....

શ્યામ અનેરી ને બધી સાચી વાત કહે છે અને તે હવે અનેરી  સાથે કાયમ માટે સંબધ રાખવા માગે છે. બસ તે હવે તેના વિના નહી રહી શકે....બધી ઘણીબધી વાતો કરે છે બે જણાં. લગભગ કલાકેક પછી બંને ઉભા થાય છે અને બંને સાથે રૂહી અને અક્ષત પાસે આવે છે........

                *.       *.       *.       *.       *.

આસ્થા : પપ્પા કેયાદીદી અત્યારે બરોડા જ છે ?? તેમને શું થઈ ગયું મને કહેશો બધી વાત ??

મિહિરભાઈ : મને જેટલુ કેયાએ કહ્યું છે એ તને કહું છું.....

કેયા અને લાવણ્યા પહેલેથી સાથે જ હતા કારણ કે બંને ઉંમરમાં સરખા હતા....

આસ્થા : હા પપ્પા લાવણ્યા દીદીનુ મૃત્યુ થયું ત્યાં સુધીનુ મને ખબર છે...પણ શું થયું હતુ એ દિવસે કે કેયાદીદીએ લાવણ્યાદીદીની આવી ક્રુર રીતે હત્યા કરી દીધી??

મિહિરભાઈ : પણ બેટા તને આ બધી કેવી રીતે ખબર અને તુ કોઈ વિધિ માટેની વાત કરતી હતી...

આસ્થા : એ પણ બધુ હુ તમને કહીશ તો તમે ચોંકી જશો...પણ પહેલા તમારી વાત આગળ કહો મને પહેલા.

મિહિરભાઈ : જે દિવસે રાત્રે લાવણ્યાનુ મૃત્યુ થયું મને એ રાતે કેયાનો ફોન આવ્યો...એ બહુ ગભરાયેલી હતી. સદનસીબે હું એ વખતે પેટલાદ એક કામથી આવેલો હતો. પણ કામ પતતા મોડું થયું હોવાથી હુ હજુ સાડા દસ વાગ્યા પછી જ ગાડી લઈને નીકળ્યો હતો એટલે અહીથી નજીક જ હતો...એને મને ફક્ત કહ્યું કે પપ્પા પ્લીઝ જલ્દી અહીં આવો મારાથી લાવણ્યા દીદીની હત્યા થઈ ગઈ છે...હુ તો એકદમ આઘાતમાં આવી ગયો...

એક બાજુ લાવણ્યાનુ મૃત્યુ અને બીજી બાજુ એની હત્યા કરનાર મારી જ દીકરી કેયા.... શું કરવું કંઈ સમજાતું નહોતું...એટલા કિલોમીટર પણ મે જણે પરાણે કાપ્યા હતા‌...એ વિચારો અને ભયમાં એક ટ્રક સાથે એક્સિડન્ટ થતાં થતાં રહી ગયો...અને હું હોસ્ટેલ પહોંચ્યો...

આમ તો આ સમયે હોસ્ટેલનો મેઈન ગેટ બંધ હોય પણ ખબર નહી એ વખતે દરવાજો આડો જ કરેલો હતો...હુ ફટાફટ અંદર ગયો... અંદર નો દરવાજો પણ કદાચ ત્યાં કોઈના પહેલા જવાને કારણે ખુલ્લો જ હતો... એડમિશન માટે આવેલા ત્યારે અમે અંદર જઈને તેનો રૂમને જોયું હતુ એટલે હુ ફટાફટ કંઈ પણ જોયા વિના કેયાના રૂમમાં ગયો...પણ એ રૂમમાં નહોતી એટલે હું બાજુમાં લાવણ્યાના રૂમમાં આવ્યો. એ દ્રશ્ય જોતા હુ તો અવાક જ થઈ ગયો...

મને લાવણ્યાના મૃત્યુથી બહુ દુઃખ થયું...કારણ કે એ હતી જ એકદમ ડાહી, પ્રેમાળ, સમજુ....એ મને પિતા કરતા પણ વધારે રાખતી હતી....પણ આ શું એકબાજુ મે કેયાને જોઈ અને ત્યાં આ મીનાબેન અને બીજા ચોકીદાર એ બે હાજર હતા...‌એટલે ત્યાં તો કંઈ વાત થાય એવું નહોતું.

હુ કેયા અને ચાર્મીને લઈને તેના રૂમમાં ગયો... ત્યાં મે કેયાને જે પણ હોય સત્ય હકીકત કહેવા માટે કહ્યું...

કેયાએ તેની વાત કહી હતી, લાવણ્યાનો બોયફ્રેન્ડ હતો એક. એ બહુ દેખાવડો અને સારો છોકરો હતો. લાવણ્યા તો એટલી રૂપાળી ન હોવા છતાં તે લાવણ્યા પાછળ પાગલ હતો...અને એ જ છોકરો કેયાને બહુ ગમતો હતો...તેને સમ્રાટ સાથે લગ્ન કરવા હતા...પણ આટલી દેખાવડી અને સ્માર્ટ હોવા છતાં થે કેયાને જરા પણ ભાવ નહોતો આપતો.

આ વાત કેયાથી જરા પણ સહન નહોતી થતી. તને અમારા જુદા થવાનુ કારણ તો ખબર પડી જ હશે એ મુજબ કેયા પણ મારા જેમ જીદી અને મહત્વકાંક્ષી છે‌. તેને જે ગમે એ કોઈ પણ ભોગે મેળવીને જ રહે...આ બાબતે તેની લાવણ્યા સાથે ઘણીવાર રકઝક થતી.

એ દિવસે કંઈક આવી જ રકઝક થઈ હતી..લાવણ્યાને તેને એ છોકરાને છોડી દેવા કહ્યું...પણ લાવણ્યાએ ના પાડી...અને કહ્યું કે એ ક્યારેય તારો નહી થાય.

કેયાએ તેને કહ્યું કે તુ એને છોડી દે નહી તો સારું નહી થાય...
સામે જ લાવણ્યાએ કહ્યું કે , હુ જીવતી છું ત્યાં સુધી એ મારા સિવાય કોઈનો નહી થાય....તારી તાકાત હોય એ કરી લે !!

કેયાને બસ કોઈ ચેલેન્જ આપે એટલી વાત. તેને કોઈ ચેલેન્જ આપે એટલે તો વાત પુરી... એનું મગજ એ કામે જ લાગી જાય.. ચેલેન્જ હારવાનુ તે ક્યારેક શીખી જ નહોતી...આ વાત માટે કદાચ એ મને જોઈને જ ઘડાઈ હતી.

પણ એ દિવસે એણે ચેલેન્જ માટે થઈને બહુ મોટી ભુલ કરી દીધી...એ વાત પુરી થયા પછી લાવણ્યા તેના રૂમમાં ગઈ. કેયાએ પાણીમાં કંઈક દવા નાખીને એને બેભાન કરી દીધી. એની રૂમમેટ્સ તો કોઈ હતી નહી. બંને ઘરે ગયેલા હતા.

તેણે ચાર્મીને તેની મદદ કરવા માટે કહ્યું પહેલાં તો ચાર્મીએ ના પાડી પણ એણે પણ એને કંઈક રીતે બ્લેકમેઇલ કરી દીધી...

બંને જણા થઈને લાવણ્યાને બાથરૂમમાં લઈ ગયા અને ખબર નહી એ મોટુ ચપ્પુ ક્યાંથી લઈ આવી...એને શું કરવું હતું એ તો કેયા સિવાય કોઈ જાણતું નહોતું. તેને લાવણ્યાનુ  ગળું
દબાવવાની કોશિશ કરી પણ અચાનક ગુંગળામણ થતા તે ભાનમાં આવી ને તેને દુર કરવાની કોશિશ કરવા લાગી... એટલે કેયા ફરી ગુસ્સે થઈ અને તેને આ બધુ કરતા રોકવા માટે તેનો ડાબો હાથ એ ધારદાર ચપ્પાથી કાપી નાખ્યો....

આવા અચાનક હુમલાથી લાવણ્યા એકદમ લાચાર થઇ ગઈ. અસહ્ય વેદના અને એક જ કણસતો હાથ રહ્યો હોવાને કારણે તે એકદમ નબળી પડી ગઈ પણ છેક સુધી એ લડતી રહી...એ છેલ્લે એવું બોલી હતી...તુ મને ભલે મારી નાખીશ પણ એ ક્યારેય તારો નહીં....

અને કેયાએ ફરી ગુસ્સામાં આવી જઈને બહુ નિર્દય બનીને તેનુ ગળુ દબાવી દીધું....અને તેને તરફડતા તરતરફડતા
બધુ થઈ ગયા પછી એ ગભરાઈ ગઈ કે હવે તે નહી બચી શકે એટલે એણે એ આત્મહત્યા છે એવું સાબિત કરવુ પડશે...પણ વિનાશ કાળે વિપરીત બુદ્ધિની જેમ તેણે પંખા પાસે તેને લટકાવી ત્યારે એને ખબર પડી કે તેનામાં હજુ જીવ છે...પણ હવે તેને બચાવવું એ પણ એના માટે ખતરનાક હતુ એટલે એણે અને ચાર્મીએ મળીને તેને પંખા આગળ લટકાવી દીધી....અને તેના કપાયેલા હાથ આગળ કપડુ ઢાકી દીધું...

લાવણ્યા માં  માટે હવે જિંદગી સામે લડવાની કોઈ તાકાત નહોતી...આ લોકોએ તેને લટકાવીને ત્યાંથી ખુરશી લઈ લીધી અને આખરે એણે જીવ ખરેખર છોડી દીધો.‌...

આ બધામાં એને એ તો ખબર જ ન પડી કે લાવણ્યા એક હાથથી આત્મહત્યા કરે એ વાત પોલીસ થોડુ સ્વીકારે એટલે ગભરાઈને તેણે મને એને બચાવી લેવા માટે ફોન કર્યો હતો... પોલીસની તપાસ જેમતેમ થોડી હોય.

કેયાએ જ્યારે મને આ બધી વાત કહી આજે પહેલી વાર મને એના પર બહુ જ ગુસ્સો આવ્યો..મે તેને એક લાફો પણ મારી દીધો...પણ છેલ્લે એની આજીજી અને આંસુઓ જોઈને હુ પીગળી ગયો...એ દિવસે મને થયું કે જો હું અને તારી મમ્મી સાથે હોત તો આવુ કદી ન થાત...અને એને બચાવવા માટે આ પંકજરાય સાથે મળીને વાત સુલઝાવી પડી...અને અમે એક જગ્યાએ જઈને લાવણ્યાની લાશને દાટી દીધી...અને બે દિવસ પછી લાવણ્યાના એક્સિડન્ટલ મૃત્યુના સમાચાર ફેલાવી દીધા...

                   *.      *.       *.       *.       *.

દિવસો વીતતા ગયા‌...ને મહિનાઓ....બધુ નોર્મલ થતુ ગયુ...પણ બહુ ખરાબ હાલત હતી એ છોકરા સમ્રાટની...કેયા ધીરે-ધીરે સમ્રાટ ની નજીક આવવાની કોશિશ કરવા લાગી... પણ સમ્રાટ તેને ફ્રેન્ડ સિવાય વધારે કંઈ જ માનતો નહી....

કેયા ખુશ થવા લાગી કે સમ્રાટ ધીરેધીરે એની નજીક તો આવી રહ્યો છે....પણ એ તેનો ભ્રમ હતો...

એક દિવસ 31st ની રાત હતી...તે એક ક્લબમાં પરાણે તેને લઈ ગઈ... ત્યાં તેણે બહુ શરાબ પી લીધી...અને તેને શું બોલતી હતી કે કરતી હતી એને કંઈ જ ભાન નહોતું...આ જ હાલતમાં તે સમ્રાટ સામે લાવણ્યાની હત્યા વિશે બધું જ બોલી ગઈ.... સમ્રાટને તેણે પીવડાવી હતી પણ તેને બહુ નહોતી પીધી એટલે એ સંપૂર્ણ ભાનમાં હતો .સમ્રાટ તો આ બધુ સાભળી જ રહ્યો હતો...અને તેની પાસે આવીને બે ચાર તમાચા મારી દીધા અને તેને ત્યાં મુકીને અડધી રાત્રે જ ચાલ્યો ગયો........

શું કર્યું હશે સમ્રાટે ?? કેયાની આવી હાલત કરનાર લાવણ્યા હશે કે સમ્રાટે કંઈ કર્યું હશે ?? શ્યામ અને અનેરી ખરેખર એક થઈ ગયા હશે ?? અને જો એક થયા હશે હવે શું કરશે આગળ ?? તેમની વિધિ કેવી રીતે સફળ થશે ??

જાણવા માટે વાંચો કળયુગના ઓછાયા - ૩૮

બહુ જલ્દીથી...... મળીએ એક નવા ભાગ સાથે...........