કળયુગના ઓછાયા - 5 Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કળયુગના ઓછાયા - 5

રૂહી તો આખી રાત મસ્ત સુઈ ગઈ. આજે તેને મસ્ત સપનાભરી નિદર આવી ગઈ. આજે તે ઉઠી તો એકદમ ફ્રેશ છે....આજે તો ના કોઈ અવાજ, ના કોઈ બીક લાગી કે ના કોઈ ગુગળામણ.....

રૂહીના ચહેરા પર એક મસ્તીભર્યું નાદાન હાસ્ય છલકાઈ રહ્યું છે. રાત્રે તેને વાળ ખુલ્લા રાખીને સુવાની આદત હતી એટલે ઊઠીને તેને પોતાના એ સિલ્કી લાબા વાળને સરખા કર્યા... તે અત્યારે સિમ્પલ નાઈટવેરમા પણ સુદર ,નાજુક અને ક્યુટ લાગી રહી છે....

ત્યાં જ અચાનક તેને યાદ આવ્યું કે સ્વરા પણ અહી જ તેની સાથે રૂમમાં સુતી હતી રાતે...અને તેને યાદ આવ્યું કે તે તો બાજુના બેડ પર જ સુઈ ગઈ હતી. એટલે કદાચ સ્વરા એના બેડ પર સુતી હશે...

આજે તો એ એટલી ગહેરી ઉધમા હતી કે રાત્રે પણ એકવાર તેને પડખુ પણ નહોતું ફેરવ્યું કે નહોતી ઉઠી...તેને સ્વરાને ત્યાં ન જોતાં તેણે વિચાર્યું કે કદાચ એના રૂમમાં ગઈ હશે અને હુ સુતી હતી એટલે મને નહી જગાડી હોય....

એટલે તે ત્યાં બાજુમાંથી જ બ્રશ લઈને બ્રશ શરૂ કરી દે છે...અને સાથે જ મોબાઈલમાં કંઈક મચેડતી હોય છે... હજુ તો સાત વાગ્યા હતા. તેને દસ વાગે કોલેજ પહોચવાનુ હોય અને અહીં તો વળી તૈયાર થવા સિવાય બીજું કામ પણ શું હોય અત્યારે...એટલે શાંતિ હતી.

તે મોબાઈલમાં વોટ્સએપ, મેસેજીસ આમ તેમ જોતી હતી...અને પછી એકદમ તેને ફેસબુક ખોલતા યાદ આવ્યું કે મારી પાસે અક્ષત નો નંબર નથી પણ ફેસબુક.... અને થોડું શોધતા જ મળી જાય છે તેને અક્ષત પટેલ... અમરેલી...

તેનો એક મસ્ત સ્ટાઈલિશ ફોટો જોતાં જ રૂહીના ચહેરા પર એક મસ્ત સ્માઈલ આવી જાય છે !! અને તે ફટાક કરતાં કંઈ પણ વિચાર્યા વિના ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી દે છે...

અને પછી મોબાઈલ મુકીને બ્રશ લઈને બાથરૂમમાં જાય છે... અંદર જતાં જ આ શું ?? તે એકદમ ગભરાઈ ગઈ...તેના હાથમાંથી બ્રશ પણ પડી ગયો...અને ફક્ત એટલું જ બોલી....સ્વરા....સ્વરા....

       
                 *        *         *         *         *

અત્યારે આખો રૂમ ભરેલો છે...રેક્ટર મેડમની સાથે બીજી બધી હોસ્ટેલની છોકરીઓ.. સ્વરા રૂહીના રૂમમાં જ એક બેડ પર સુતી છે...રુહી એકદમ ગભરાયેલી છે...

ત્યાં આવેલા ડોક્ટર પુછે કે તમે મને કહી શકશો કે સ્વરા સાથે શું થયું હતું કંઈ ખબર છે કોઈને કે શું થયું હતુ ??

રૂહી : ડોક્ટર, એ તો કંઈ ખબર નથી. રાત્રે સુઈ ગયા પછી તો આજે ખબર નહી હુ એક પણ વાર ઉઠી જ નહોતી એટલે મને એ ક્યારે અંદર ગઈ શું થયું કંઈ જ ખબર નથી...પણ હુ જ્યારે અંદર ગઈ ત્યારે તે એક ખુણામાં જમીન પર ઉધી પડીને સુતેલી હતી. તેના વાળ ખુલ્લા હતા...અને આ તેના એક હાથમાંથી લોહી આવી રહ્યું હતું.

હુ એકદમ ગભરાઈ ને મેડમને બોલાવી લાવી અને એમણે આપને બોલાવ્યા....

ડોક્ટર : તે હોસ્ટેલમા નવી આવી છે ??

મેડમ : હા કાલે જ આવી છે હજુ..

ડોક્ટર : તો કદાચ ઘરેથી પહેલી વાર બહાર આવવાનું દુઃખ અને ખાવાનું પણ કદાચ ન ભાવ્યુ હોય કે પછી કોઈ ચિંતા હોય... અહીં રહેવાની... એટલે ચિતામાં સુઈ ગઈ હોય...અને રાત્રે એકદમ ઉઠીને વોશરૂમ જવા ગઈ હોય અને અચાનક ચક્કર આવ્યા હોય... અચાનક પડવાને કારણે તેના હાથમાં વાગ્યુ હશે...

બસ હાલ ઈન્જેકશન આપ્યું છે થોડી વારમાં જાગી જાય એટલે દવા આપી દેજો. બાકી આગળની કોઈ હિસ્ટ્રી ના હોય તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી...રૂહી કંઈ બોલતી નથી પણ તેનુ મગજ અત્યારે કોઈ અલગ દિશામાં જ વિચારી રહ્યું છે....

થોડી વારમાં સ્વરા જાગી જાય છે. ચાલુ દિવસ હોવાથી બધા કોલેજમાં સમય થતા નીકળવા લાગે છે. રૂહી સ્વરાનુ ધ્યાન રાખે છે. મેડમ સ્વરાના મમ્મી પપ્પાને એકવાર મળવા આવવાનું કહે છે...સ્વરા નજીકમાં જ રહેતી હોવાથી તેના મમ્મી પપ્પા થોડા સમયમાં આવી જાય છે એવું કહે છે.

રૂહીને એકબાજુ સ્વરાની ચિંતા હતી. બીજી બાજુ કોલેજ જવાનું છે...પણ સ્વરાને સારું થતા તે સામેથી કહે છે મને સારૂ છે તુ કોલેજ જા..વાધો નહી...

રૂહી : પણ સ્વરા તુ મને કહીશ રાત્રે શું થયું હતુ ??

સ્વરા : મને બહુ યાદ નથી...એ બધુ સત્ય હતુ કે હુ સપનામાં હતી મને ચોક્કસ કંઈ ખબર નથી. પણ તુ સાજે કોલેજેથી આવે એટલે વાત કરીશ. અત્યારે સાડા નવ થઈ ગયા છે તારે કોલેજમાં પહોચવાનુ મોડું થશે.

રૂહીની સાભળ્યા વિના જવાની બહુ ઈચ્છા નહોતી.. પણ છતા જવુ જરૂરી હતું એટલે તે ફટાફટ નાહીને તૈયાર થઈ જાય છે.

રૂહી તો સમજી જ ગઈ હતી કે આ ડોક્ટરે કહ્યા મુજબ કંઈ હતુ જ નહી...કારણ કે સ્વરા એકદમ મિડિયમ બાધાવાળી પણ હેલ્ધી છે..અને સાથે જ રાત સુધી તેની સાથે વાત થયા મુજબ તેનુ ઘર નજીક હોવાથી તેને હોસ્ટેલમાં રહીને ભણવાની તેની પોતાની ઈચ્છા હોવાથી જ તેને હોસ્ટેલમા મુકી હતી બાકી તો તે કદાચ અપડાઉન પણ કરી શકતી હતી. એટલે ઘરથી દુર આવવાની ચિંતા એવું પણ કંઈ જ નહોતું.તેને સાજે જમ્યુ પણ બરાબર હતું. હજુ ભણવાનું પણ શરૂ થયું નથી કે એની ચિંતા હોય.

રૂહીને નક્કી ખબર પડી ગઈ હતી કે આ તેની સાથે બે દિવસથી જે થઈ રહ્યું છે તેવું જ કંઈ સ્વરા સાથે બન્યું છે..પણ તે અત્યારે કોઈ  ઠોસ સબુત વગર કોઈની સામે આ વાત કરીને કોઈ તેની મજાક ઉડાવે કે પાગલ ગણે તેવું નહોતી ઈચ્છતી... એટલે તેને કોઈને હાલ કંઈ કહ્યું નહી...

તેને એમ થાય છે કે સ્વરા ને આ રૂમમાં રાખીને જવી સલામત નથી પણ તે વિચારે કે હુ તેને કેવી રીતે કહુ કે તુ તારા રૂમમાં જા..એને એવું લાગે કે મારો સામાન અહીં છે એટલે અથવા  મને તેની સાથે નહી ગમ્યું હોય એવું લાગશે....

પછી તેને એક વિચાર આવે છે તે કહે છે સ્વરા તારો સામાન પણ ગોઠવવાનો છે ને તો હવે સારૂ હોય તો તુ ગોઠવી દેજે રૂમમાં જઈને...આમ પણ આ રૂમમાં એકલીને કંટાળો આવશે...અને આમ પણ મેડમને કોઈ એકબીજા ના રૂમમાં આમ રહે તે બહુ ગમતુ નથી એવું ઈવાદીદી કહેતા હતા એટલે ખોટું આપણે એમની નજરમાં આવી જઈએ એના કરતા હુ આવુ એટલે સાજે આપણે મળીએ. થોડા સેટ થઈ જઈએ પછી કંઈ જ વાધો નહી.

સ્વરા એકદમ ભોળી હતી એટલે તેને બહુ કંઈ વિચાર્યા કે કહ્યા વિના કહ્યું , રૂહી સારૂ હુ મારા રૂમમાં જ જાઉ છું. આજે તો હુ કોલેજ નથી જતી તુ આવે એટલે મળીએ સાજે....

રૂહી પણ સ્વરા તેની વાત માની જતા એક શાતિની લાગણી અનુભવે છે અને તેને બાય...કહીને કોલેજ જવા નીકળી જાય છે... સાથે એક ખુશી હતી...ફરી આજે અક્ષત ને મળીને તેની સાથે બહુ બધી વાતો કરવાની......

શું સ્વરા સાથે પણ રૂહી જેવી જ કંઈ ઘટના બની હશે ?? રૂહી અક્ષત ને આ બધી જ વાત કરી શકશે ?? અને જો કહેશે તો આ બધી વાતોને અક્ષત માનશે ખરા કે રૂહીને પાગલ ગણશે ??

જાણવા માટે વાચતા રહો, કળયુગના ઓછાયા -6

next part..............publish soon.............................