કળયુગના ઓછાયા - 3 Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કળયુગના ઓછાયા - 3

રૂહી એ મેડિકલ કોલેજના એ કેમ્પસમાં જ એક વ્યક્તિ ને જોઈને પાગલની જેમ તેને ભેટી જાય છે. એ વ્યક્તિ પણ એકદમ જાહેરમા કોઈ છોકરી તેને આવુ કરે એ જોઈને હેબતાઈ જાય છે....તે બીજુ કોઈ નહી પણ સેકન્ડ યર એમ.બી.બી.એસ.નો સ્ટુડન્ટ અક્ષત છે.

તેની પાસે એકદમ આવીને ભેટી પડેલી રૂહીનો ચહેરો પણ તેને સરખો જોયો નહોતો. એટલે તે પહેલાં રૂહીને તેનાથી દુર કરે છે અને તેનો ચહેરો જોઈને કહે છે, રૂહી તુ ?? આ શું કરે છે ??

રૂહી એકદમ થોડી શરમાઈ જાય છે અને કહે છે , સોરી અક્ષત...મે આમ બધાની સામે આવુ કર્યું... આઈ એમ રિઅલી સોરી... પણ મે તને બહુ વર્ષે જોયો અને હુ થોડી...

અક્ષત : શું થોડી ??

રૂહી : કંઈ નહી. બસ એમ જ. બોલ તુ કેમ છે ?? પણ મને નવાઈ લાગે છે કે તુ અને એમ.બી.બી.એસ. એટલે કે ડોક્ટર બનવા માટે અહી આવ્યો છે ?? મને નવાઈ લાગે છે.

તને પેલા કંઈ ભુત પ્રેત ટાઈપની પેરાનોર્મલ એક્ટિવિટીમા આગળ રિસર્ચ કરવુ હતુ ને?? અને આ તો સાવ ઉલટુ તુ મેડિકલ લાઈનમાં ??

અક્ષત : હા મારી મા...હવે તુ મને કંઈ બોલવાનો મોકો આપીશ ?? હજુ પણ તુ એવી ચુલબુલ જ છે ?? થોડા સાઈડમા જઈને વાત કરીએ... બધાની નજર આપણી પર છે..તારા પાગલ જેવા વર્તન ને લીધે.

રૂહી :  સોરી... અગેઇન...ના બકા..આ તો તારી સામે જ આટલુ બોલી બાકી તો હવે હુ સાવ શાંત અને ઓછું બોલતી થઈ ગઈ છું.

અક્ષત : હમમમ.. તો બરાબર. સમય અને પરિસ્થિતિ માણસને આખે આખો બદલી દે છે...

રૂહી : કેમ શું થયું ?? આપણે ત્યાં આપણા બંનેના પપ્પાની જોબ જામનગર હતી ત્યારે બાજુ બાજુમાં રહેતા હતા. આપણે પાચેક વર્ષ સાથે પણ રહ્યા અને પછી એક દિવસ તારા પપ્પાને હાર્ટએટેક મા મૃત્યુ થતાં તમે લોકો તમારા વતનમા રહેવા જતાં રહ્યા. એ વખતે તો તુ આઠમા મા અને હુ સાતમા ધોરણમાં હતો.

થોડા સમય કોન્ટેક્ટ રહ્યો પણ પછી એ પણ બંધ થઈ ગયા... પછી તારી લાઈફમાં શું થયું મને કંઈ ખબર નથી.

અક્ષત અને રૂહી વચ્ચે એ વખતે બહુ સારી મિત્રતા હતી. બંને સાથે જ હોય. સ્કુલમા સાથે જ જાય આવે. બંનેને એકબીજા ની બધી જ ખબર હોય...જ્યાં અક્ષત ત્યાં રૂહી !!

અક્ષત : હુ તને શાતિથી બધુ કહીશ પણ મારે અત્યારે જવુ પડશે. મારા બે ફ્રેન્ડ બહાર રાહ જુએ છે મારી.અમારે એક કામ માટે અત્યારે જવાનું છે અડધો કલાકમાં.

રૂહીને કોણ જાણે અક્ષત જવાનું કહે છે એ નથી ગમતું તેને થાય છે કે અક્ષત એની સાથે બસ આમ જ ઉભો રહીને વાતો કર્યા કરે. છતાં તે કહે છે, હા જા...વાધો નહી...

અક્ષત ત્યાથી નીકળી જાય છે અને રૂહી હોસ્ટેલ જવા રોડ પાસે જઈને ઓટો માટે રાહ જુએ છે.

થોડીવારમાં ઓટો મળતા તે પાછી હોસ્ટેલ આવી જાય છે.ખબર નહી આજે તે બહુ ખુશ હોય છે અક્ષત ને મળ્યા પછી...તે હોસ્ટેલમાં આવીને રૂમ તરફ જવા જાય છે ત્યાં જ તેને સામે રેક્ટર મેડમ મળે છે.

તેઓ પુછે છે ,ફાવી ગયુ ને ?? કંઈ તફલીક તો નથી ને ??

રૂહીને મનમાં થાય છે કે તેની સાથે ગઈ કાલે જે થયું હતુ એ વિશે વાત કરે પણ પછી તેને થાય છે કે તે ગુસ્સે થાય, કે તેની વાત ન સ્વીકારે, કે પછી મજાક ઉડાડી દે...એટલે તે કંઈ કહેતી નથી કારણ કે હજુ તેને મેડમ નો સ્વભાવ પણ બહુ ખબર નથી.

એટલે તે ફક્ત કહે છે, હા મેડમ સારૂ છે.

તે મોકો જોઈને પુછી લે છે , મેડમ મારા રૂમમાં બીજું કોઈ આવવાનું નથી ??

મેડમ હા આવશે . પણ કદાચ એ લોકોની કોલેજ થોડા દિવસો પછી શરુ થવાની છે એટલે આવતા વાર લાગશે.

રૂહી : સારૂ કહીને રૂમમાં જાય છે....

તે વિચારતી વિચારતી જતી હોય છે કે હવે તો અહીં રહેવા સિવાય કોઈ ઓપ્શન નથી . ઈવાદીદી ની રૂમમાં પણ પેલા દીદી આજે આવી ગયા હશે. એટલે મારા રૂમમાં જ રહેવું પડશે ફરજિયાત...

છતાંય તે હિંમત કરીને રૂમમાં પ્રવેશે છે. રૂમમાં અત્યારે તો શાત વાતાવરણ છે. તે આવીને કપડાં ચેન્જ કરવા જાય છે તો બાથરૂમમાં કંઈક અવાજ આવી રહ્યો છે...એક ઝીણા અવાજે કોઈ ગાઈ રહ્યું છે... પણ અંદર તો કોઈ છે નહી....

તે આમ તેમ જુએ છે અને કપડાં ચેન્જ તો કરી દે છે ફટાફટ પણ એકદમ જ તેની નજર ત્યાં રહેલા કાચ સામે પડે છે તો તેમા એક લોહીથી ખદબદ, ખરડાયેલો હાથ દેખાય છે...

તે જ્યાં ઉભી હોય છે ત્યાં પાછળ જુએ છે પણ કોઈ હોતુ નથી પાછળ... એટલે તે ગભરાઈને બહાર નીકળવા જાય છે તો કોઈ પાછળથી તેનુ ગળુ પકડે છે...તેને એકદમ ગુગળામણ થવા માડે છે...તે છોડાવવા આમ તેમ પ્રયાસ કરે છે ત્યાં જ એકદમ કોઈ તેને છોડી દે છે અને તે નોર્મલ થઈ જાય છે.... અને તે બહાર રૂમમા આવી જાય છે.

તે બેડ પર આવીને બેસી જાય છે. એકદમ ગભરાયેલી હોય છે....બે હાથ જોડીને ભગવાનનુ નામ લેવા માડે છે. એટલામાં જ બાજુના રૂમમાં એક નવી છોકરી આવી હોય છે તેના કોલેજ ગયા પછી બપોરે... એ ત્યાં આવી ને કહે છે, હાય !!...હુ સ્વરા...બાજુના રૂમમાં આવી છું આજે જ.

સ્વરાને ત્યાં આવેલી જોઈને તે સમયે એકદમ જાણે કંઈ થયું ના હોય એમ થોડી રિલેક્સ થઈને હાય ..કરે છે.અને પોતાની ઓળખાણ આપે છે.

રૂહી મનમાં એવુ થાય છે કે એ બાજુના રૂમમા આવી છે તો મને સારૂ રહેશે...તેની સાથે ફ્રેન્ડશીપ થશે તો મને સારું રહેશે.

પછી થોડી વાતચીત પછી બંને સાથે જમવા જાય છે.. અને રૂમની બહાર નીકળતા જ જાણે તેના મગજમાં એક હળવાશ આવી જાય છે અને સ્વરા સાથે કંઈ જ થયું ના હોય એમ નોર્મલ રીતે વાતો કરવા લાગે છે. તેને થોડી વાતચીત પરથી લાગે છે સ્વરા થોડી બોલકી છે પણ તેને ગમે તેવા સ્વભાવ વાળી લાગે છે. એટલે તેને તેની સાથે ફાવી જશે.

જમીને આવીને સ્વરાને તેના ઘરેથી ફોન આવતા તે વાત કરતી હોય છે એટલે રૂહી ના છુટકે તેના રૂમમાં જાય છે.

રૂમમાં જઈને ત્યાં બેડ પર બેસતા તેને અક્ષત યાદ આવે છે...અને તે કંઈક સપનાની સહેલમા પહોંચી જાય છે.....!!

અક્ષત ની સાથે શું થયું હશે ?? રૂહીની સાથે આ બધુ શું થઈ રહ્યુ છે ?? તે આ વાત કોઈ સાથે શેર કરી શકશે ?? એક મેડિકલ સ્ટુડન્ટ તેની સાથે થતી આ ઘટનાઓને માટે શું ઉકેલ લાવશે ??

વાચતા રહો, કળિયુગના ઓછાયા -4

next part................publish soon........................