કળયુગના ઓછાયા - 4 Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કળયુગના ઓછાયા - 4

રૂહીને એ પળ યાદ આવે છે જ્યારે તે અક્ષતને જોઈને એટલી ખુશ થઈ ગઈ કે તેને કંઈ યાદ ન આવ્યું ને તેણે બધાની વચ્ચે હગ કરી દીધી એને. કોણ જાણે તેના મનમાં બહુ ખુશી થઈ રહી છે. અને જાણે તેના ચહેરા પર શરમના શેડા પડી ગયા. તેને હસવું આવી જાય છે.

હા એને એમ હતુ કે ગઈકાલે જે કંઈ થયું એના માટે તેની મદદ મળશે પણ એના માટે તો એ વાત કરત તો પણ કદાચ તે ચોક્કસ મદદ કરત. પણ આવી હરકત ??

તેના મનમાં અક્ષત માટે જ્યારે તેઓ સાથે ભણતા હતા ત્યારથી એક કુણી સંવેદના હતી દિલના એક ખુણામાં... પણ એ વખતે તો બંને છુટા પડ્યા.. ક્યારેક થતી વાતચીત... અને પછી તો બધુ સાવ બંધ...કદાચ તેને અક્ષત હવે એવો યાદ પણ નહોતો. પણ કહેવાય છે ને કે, દિલમાં અજાણતા જ રહી ગયેલી કુણી લાગણીઓ અને સંવેદનાઓ અજાણતા જ બહાર આવી જાય છે જેને કન્ટ્રોલ કરવુ એક ક્ષણ માટે અશક્ય બની જાય છે એવુ જ કદાચ રૂહી સાથે પણ બન્યું છે.

રૂહી વિચારે છે તે કહેતો હતો એ મુજબ તેની લાઈફમાં ઘણું બધુ બદલાઈ ચુક્યું છે.અને એને મારા માટે કંઈ તેના દિલમાં છે પણ કે નહી એ પણ ક્યાં ખબર છે ?? મારે તેનુ બધુ જાણવું છે પણ આ બધુ મારે દોસ્તી સુધી જ રાખવુ જોઈએ. હજુ તો મારા કરિયર ની શરૂઆત થઈ રહી છે...આ બધામાં અટવાઈશ તો મારા મમ્મી પપ્પા અને મારા સોનેરી સપનાઓનુ શું થશે ??

ફરી મન એ વિચારોના વંટોળમા લપટાઈ ગયું. કોણ જાણે કેમ તેના તરફ હુ આટલું ખેચાણ અનુભવી રહી છું... કદાચ આ મુગ્ધાવસ્થા નુ આકર્ષણ હશે કે પછી ખરેખર પ્રેમ ??

તે પોતાના મન સાથે જ એક દ્વંદ્વ યુદ્ધ કરી રહી છે ત્યાં જ એકાએક કોઈ દરવાજો ખખડાવે છે...અને તે સપનાની સહેલમાથી અચાનક બહાર આવે છે...કદાચ આમ વચ્ચે થી અક્ષત ના એક પ્રેમભર્યા સહેલમાથી બહાર આવવું તેને ન ગમ્યું, પણ કંઈ થાય એવું હતુ નહી...એટલે એ ફટાક કરતા ઉભી થઈ ને દરવાજો ખોલે છે...તો સામે ઈવાદીદી હતા.

રૂહી : દીદી તમે ?? આવોને...

ઈવાદીદી : એ તો હુ તને કહેવા આવી હતી કે આજે અમે બે રૂમવાળા બધા ભેગા થઈને ભેળ બનાવવાના છીએ... સ્પેશિયલ હોસ્ટેલ ભેળ !!

રૂહી : પણ દીદી અહીંયા તો બધી વસ્તુ ક્યાંથી હોય ??

ઈવાદીદી : એ ઘર જેવી ના હોય તેનાથી પણ મસ્ત તો અમારા રૂમમાં આવ એટલે ખબર પડી જશે.

રૂહી : સારું..દીદી...

એટલામાં જ સ્વરા ત્યાં રૂમમાં આવે છે....સ્વરા થોડી બોલકી હોવાથી આ સાભળીને અચકાયા વિના જ પુછી લે છે, દીદી હુ પણ રૂહી સાથે તમારા રૂમમા આવી શકું ??

ઈવાદીદી : હા ચોક્કસ... આવજે.

રૂહીને આમ બધા સાથે થોડી વાતચીત અને સમય પસાર થતો હતો એટલે એને ખુશી હતી કે તે તેની સાથે થતી ઘટનાથી થોડી દુર થઈ શકશે...તેનુ મન બીજી જગ્યાએ વાળી શકતી હતી.

પછી બધા ઈવાદીદી ના રૂમમાં ખાવાનો પ્રોગ્રામ કરે છે સ્વરા અને રૂહી પણ પોતાનો નાસ્તો લઈને જાય છે....કલાકેક ધીગામસ્તી , વાતો હસીમજાક પછી હવે બધા સુવા જવાની વાત કરે છે એ સાથે જ રૂહીના મોતિયા મરી જાય છે...નજરો સામે આવી જાય છે... એ લોહીથી ખદબદ હાથ.... તેના ગળામાં બાઝી જતો ડુમો...તેને છોડાવવા ની કોશિષો.... તેને એમ થાય છે કે આ વાત તે કોઈની સાથે શેર કરે...પણ કોણે આ વાત કરે ??....ઘરે ?? ના પણ ખોટા તેઓ ચિંતા કરશે....ઈવાદીદી??...... આમ તો એમનો નેચર સારો છે પણ એ પણ બધાની સાથે મજાક ઉડાવી દેશે તો ??

સ્વરા પણ આજે જ આવી છે એને કહીશ ને કદાચ એ ગભરાઈ જશે અને હોસ્ટેલ છોડી દેશે તો મારી એક તેની સાથે મને કંપની મળશે એ આશા પણ છીનવાઈ જશે....એકદમ તેના મનમાં થાય છે કંઈ પણ થાય ....અક્ષત ને એ વાત કરશે...પછી જે થાય તે.....!!

તેને થાય છે કે અત્યારે જ રૂમમાં જઈને અક્ષત ને બધુ કહી દે કોઈ બે દિવસ થી એની સાથે શું થઈ રહ્યું છે...એ વિચાર સાથે જ તેને યાદ આવે છે કે તેને તો એની પાગલ હરકતથી નર્વસ થઈ ગઈ હતી કે તેને અક્ષત નો ફોન નંબર લેવાનું પણ યાદ ન આવ્યું.

એટલે આજે તો રાત અહીં રૂમમાં વીતાવ્યા સિવાય કોઈ ઓપ્શન નહોતો...અને બંને રૂમમાં જવા નીકળે છે...ત્યાં જ સ્વરા કહે છે, રૂહી તુ ક્યાં ખોવાઈ ગઈ ?? હુ ક્યારની જોઉ છું કે તુ ક્યાંક ખોવાયેલી છે??

રૂહી : કંઈની બસ એમ જ...

રૂહી હાલ કંઈ કહેવા નથી ઈચ્છતી એટલે વાત ટાળીને કહે છે, આજે તુ એકલી જ છે ને રૂમમાં તો મારા રૂમમાં સુવા આવી જા ...જો તને વાધો ના હોય તો....

સ્વરા તો નિખાલસ , એક મિનિટ એનુ મો બંધ ન રહે પણ દિલની એકદમ ભોળી...તેને તો જાણે રૂહી સાથે કોઈ વાતો કરનાર ની કંપની મળી જાય એ વાત માટે જાણે રાહ જોઈ રહી હોય તેમ હા પાડી દે છે.

બંને રૂમમાં આવે છે. આજે રૂહીને સ્વરાની કંપની હોવાથી તેને ઓછી ચિંતા હતી....બંને મોડે સુધી વાતો કરતાં હોય છે એમાં મોટે ભાગે સ્વરા જ બોલતી હતી...રૂહી તો બસ વચ્ચે થોડું થોડું બોલી લેતી....અને વાતો ચાલુ હતી એમાં જ રૂહી સુઈ ગઈ....અને સ્વરા પણ રૂહીને સુઈ ગયા પછી એની જીભને આરામ મળ્યો....અને એ પણ સુઈ ગઈ...

બસ આજની રાત શું થવાનું છે રૂમ એક જ છે પણ...એક વસ્તુ બદલાઈ છે એ પણ અજાણતા જ.....આજે સ્વરા રૂહીના બેડ પર સુઈ ગઈ છે અને રૂહી બીજા બેડ પર સુઈ ગઈ છે વાતો કરતાં જ......

શું રૂમમાં કંઈ થશે કે એમ જ રાત સારી રીતે પસાર થઈ જશે ??  અક્ષત ને રૂહી બધી વાત કરી શકશે ?? અક્ષત તેની લાઈફમાં બનેલી બધી ઘટનાઓ રૂહીને જણાવી શકશે ??

શું થાય છે આગળ, જાણવા માટે વાચતા રહો, કળયુગના ઓછાયા -5

next part............. publish soon.............................