મહેંકાવે કૂળને દિકરી Bhavna Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મહેંકાવે કૂળને દિકરી

*મહેંકાવે કૂળને દિકરી* વાર્તા.. ૨૬-૧૧-૨૦૧૯

લાગણીઓ નો ખજાનો લુંટાવી દે છે આ દિકરી ઓ...પ્રેમના ઘોડાપૂરમાં નવડાવી દે છે.. સ્નેહમાં ઝુલતા કરી દે છે દિકરીઓ... કોકિલાના કૂજન જેવો ટહુકો કરે આ દિકરીઓ... સરિતાના ખળખળ સલિલમાં ભીંજાવે આ દિકરીઓ અને જીવન બાગને મહેકાવે આ દિકરીઓ....
અમદાવાદના એક મધ્યમ વર્ગના પણ ખાધેપીધે સુખી એવું કુટુંબ.... લલિત ભાઈ અને અંજુ બેન ... બન્ને નોકરી કરે અને ઘર ચલાવે... દિકરી મોટી હતી મનાલી અને દિકરો જીગર.... બન્ને છોકરાઓ ભણવામાં હોંશિયાર હતાં ... એટલે અંજુ બન્ને ને ઘરે જ ભણાવતી... લલિત ભાઈ ને સિગરેટ અને તમાકું ખાવાનું વ્યસન એમને એના વગર ના ચાલે... અંજુ એ કહ્યું કે આ વ્યસન પાછળ રૂપિયા બગાડો છો એના કરતાં એટલા રૂપિયા નું ડ્રાઈફ્રૂટ કે દૂધ પીવો પણ લલિત ભાઈ માન્યા નહીં.... આમ કરતાં મનાલી દસમાં ધોરણમાં આવી અને જીગર સાતમું ધોરણ આવ્યો... એણે અને જીગરે લલિત ભાઈ ને વ્યસન છોડવા કહ્યું.... લલિત ભાઈ ને આમ પણ દિકરીઓ ખુબ વ્હાલી...
મનાલી એ કહ્યું કે સિગરેટ કે તમાકું બે માંથી એક છોડો નહીં તો હું તમારી સાથે વાત નહીં કરું... લલિત ભાઈ નાં માન્યાં...
મનાલી એ બોલવાનું બંધ કરી દીધું... એક દિવસ થયો બે દિવસ અને એક અઠવાડિયું થયું પણ મનાલી ના બોલી... લલિત ભાઈ ને એમ કે એને મારા વગર ચાલશે નહીં એટલે આવશે... પણ લલિત ભાઈ ને હવે લાગ્યું એમણે મનાલી ને મનાવવા કોશિશ કરી કે ચલ તને ભાવતો આઈસ્ક્રીમ ખવડાવું ચલ બોલ... મનાલી કોઈ જ જવાબ આપ્યા વગર લેશન કરવા લાગી... આમ લલિત ભાઈ રાહ જોતાં કે મનાલી આજે પપ્પા બોલશે... પણ આમ કરતાં પંદર દિવસ થયા અને લલિત ભાઈ ઢીલા પડ્યા એમણે મનાલી નો હાથ પકડી ને વચન આપ્યું કે આજથી તમાકું બંધ બસ હવે ખુશ ને... મનાલી એ હા કહી પપ્પા ને વળગી પડી... આમ મનાલી કોલેજમાં આવી અને એને નિકુંજ જોડે પ્રેમ થઈ ગયો એણે ઘરમાં વાત કરી કહ્યું કે તમે ખુશીથી હા પાડશો તો નિકુંજ જોડે લગ્ન કરીશ બાકી ના પાડશો તો ભાગીને લગ્ન નહીં કરું પણ બીજા કોઈ સાથે પણ લગ્ન નહીં કરું.... આમ ઘરના ને મનાવી ને નિકુંજ સાથે મનાલી ના લગ્ન આર્યસમાજ માં કરી દેવામાં આવ્યા.... જીગર પણ એન્જિનિયર કોલેજમાં હતો અને સાથે એક ટ્યુશન ક્લાસમાં લેક્ચર લેવા જતો હતો.. ત્યાં સરલ કરીને એક છોકરી આવતી હતી એની સાથે પ્રેમ થઈ ગયો અને માસ્ટર ડિગ્રી મેળવી અને નોકરી એ લાગ્યા પછી સરલ સાથે લગ્ન કર્યા....
સરલ ના લગ્ન ના બીજા દિવસે એ ઉપરથી નીચે ઉતારી તો લલિત ભાઈ સિગરેટ પીતાં હતાં એને સ્મોકિંગ ની એલર્જી હતી... એણે લલિત ભાઈ ની સિગરેટ પતી એટલે એ પગે લાગી... લલિત ભાઈએ માથે હાથ મૂકીને આશિર્વાદ આપ્યા.... સરલે કહ્યું .. પપ્પા આશિર્વાદ માં આજથી સિગરેટ નહીં પીવો એવું વચન આપો... લલિત ભાઈ એકદમ અવાચક બની ગયા... એ ચેન સ્મોકર હતાં એ જવાબ આપે એ પહેલાં સરલ ફરી બોલી... પપ્પા આપો વચન... લલિત ભાઈએ વચન આપ્યું અને ખિસ્સામાં સિગરેટ નું પેકેટ હતું એ અને લાઈટર કચરાનાં ડબ્બા માં નાખી દીધું... પણ અચાનક સિગરેટ બંધ કરવાથી લલિત ભાઈ ની તબિયત બગડી પણ મનાલી,સરલ અને જીગરે એમની દેખભાળ કરી એમને હિમ્મત બંધાવી ... અને દવા અને દુવાથી લલિત ભાઈ ને એકદમ સારુ થઈ ગયું..... સાચે જ દિકરીઓ મહેંકાવી દે છે બે કૂળને એનો આ જીવતો જાગતો દાખલો છે... દિકરીઓ તો બે કૂળની તારક છે... દિકરીઓ થી જ ઘરની રોનક છે.... હવે લલિત ભાઈ બધાં ને વ્યસન થી મુક્ત રહેવા સમજાવે છે અને પરિવાર ને અને દિકરીઓને ખુશ રાખવા કહે છે.....
ભાવના ભટ્ટ અમદાવાદ.....