Kabir zoya ke jiya - 5 books and stories free download online pdf in Gujarati

કબીર ઝોયા કે જીયા - 5

થોડા સમય નોકરી શોધ્યા પછી કબીર ને સુરત નોકરી મળી જાય છે. પગાર પણ 11,000 રૂપિયા મહિને.કબીર ને નોકરી મળી છે.હવે એને થોડી રાહત થાય છે એના ઘર વાળા એને છોકરી જોવા માટે લઇ જાય છે. ઘર ના લોકો છોકરી બતાવવાનું ચાલુ કર્યું.એક રવિવાર છોકરી જોવા ગયા.કબીર જોઈ ને વાતચીત કરીને બહાર આવ્યો.છોકરી નું નામ કાવ્યા.

કાવ્યા દેખાવે મધ્યમ પણ સ્વભાવ અને સમજદારી માં અવ્વલ.ઘર સાંભળી લે એવી.કબીરે થોડું વિચાર્યું પોતાના મિત્રો જોડે તાપસ કરાવી.છેલ્લે કબીરે સંબંધ માટે હા પાડી.અને 6 મહિના સુધી એકબીજાને જાણ્યા પછી સાદાઈ થી કબીરે લગ્ન કરી લીધા.

કબીર નું સાફ સાફ માનવું હતું કે લગ્ન ના ખોટા ખર્ચા કાર્ય વગર એટલા રૂપિયા નું રોકાણ કરવું કે બેંક માં વ્યાજ પાર મુકવા જેથી કરીને ભવિષ્ય માં કામ માં આવે.

કબીર નું જીવન સુખમય પસાર થવા લાગ્યું.સારી નોકરી અને છોકરી મળવાથી એ હવે ખુશ રહેવા લાગ્યો.સમય હવે એની થોડી તરફદારી કરતો હોય એવું લાગ્યું.કબીર કાશ્મીર , સિમલા માં ફરવા પણ ગયો.કબીર હવે વધારે ખુશ રહેવા લાગ્યો. આખરે દોઢ વર્ષ પછી કબીર ત્યાં પુત્રી નો અવતાર થયો.પુત્રી નું નામ ઇવા રાખવામાં આવ્યું.કાવ્યા અને કબીર નું જીવન બદલાઈ ગયું હતું. ઇવા ના આવ્યા પછી કબીર ને અમદાવાદ નવી નોકરી મળી.પગાર પણ સારો એવો મળ્યો.કબીર હવે પોતાની પત્ની અને પુત્રી જોડે અમદાવાદ રહેવા આવી ગયો.

ઇવા ની કાળજી લેવામાં , એના જોડે વાતો કરવામાં , એને રમાડવામાં કબીર નો સમય વીતવા લાગ્યો !!! કબીર એવા ને બોલતા શીખવે,ઉભી રહેતા શીખવે ,અને એને હસાવે !!!એવા નું સ્મિત કબીર ના બધા દુઃખ ભુલાવી દેતું.નવી નોકરી માં પણ હવે એ બરાબર સેટ થઇ ગયો હતો.

એક દિવસ રાત્રે 2 વાગે કબીર ના ફોને માં રિંગ વાગે છે.પોતાના મિત્ર જય નો ફોન હોય છે.કબીર વિચાર માં પડી જાય છે … આટલી રાતે અને પહેલીવાર આમ !!! મન માં જાણે કેટલાય વિચારો સાથે એ ફોને ઉપાડે છે , પૂછે છે , બોલ જય …. શુ થયું ???
ના હોય ....!!!! શું વાત કરે છે ?????
હા સાચું કહુ છુ .પેલા હું પણ નતો માનતો.પણ મેં બધી તપાસ કરી પછી જ કહું છુ.ઝોયા એ આત્માહત્યા કરી છે...

કબીરે પૂછ્યું , પણ શું કામ એને એવું કર્યું ???
જય એ કહ્યું વાત જાણે એમ છે ઝોયા અને પ્રકાશ વચ્ચે જે પ્રેમ સંબંધ હતો એ કોલેજ ના 2 વર્ષ ચાલ્યો પ્રકાશ એ ઝોયા ને લીંબુ ના જેમ જેટલી નીચોવાય એટલી નીચોવી પછી ફેંકી દીધી.પછી ઝોયા નો સંબંધ બીજે નક્કી કરવામાં આવ્યો હતો પણ પેલા હવસખોર પ્રકાશ દ્વારા ઝોયા ના અંગતપળ ના ફોટા અને વિડિઓ એની જોડે બનાવેલા …

એ ઝોયા ને વારંવાર બ્લેકમેઇલ કરતો.ક્યારેક પૈસા માટે તો ક્યારેક એના શરીર માટે.ઝોયા એ આ વાત એના મંગેતર ને કરી નહતી.અને જયારે એના મંગેતર ને ખબર પડી ત્યારે એને ઝોયા જોડે બધા સંબંધ તોડી નાખ્યા.

સંબંધ તોડવા પાછળ એના મંગેતર ની પણ વાત સાચી હતી ઝોયા એ કદી પ્રકાશ વિશે કીધું નહતુ … બધું છુપાવ્યું તું અને બીજું પ્રકાશ જયારે બ્લેકમેઇલ કરતો ત્યારે પણ એને કોઈ ને જાણ ના કરી.અંતમાં કંટાળી ને એને આત્મહત્યા કરી લીધી….

કબીર નું હૃદય દુઃખ થી ભરાઈ ગયું … અને આંખ માંથી થોડા આંસુ આવ્યા પણ એ કઈ પણ બોલ્યા વગર રાતે સુઈ ગયો.ઝોયા જોડે વિતાવેલો સમય એની આંખ સામે થી જાણે પસાર થતો હોય એમ બધું વહેવા લાગ્યું …….

કબીરે સવારે પોતાની પત્ની ને વાત કરી ત્યારે એને કબીર ને સાંત્વના આપી , કબીર ને થોડી હિમ્મત આપી એક વાક્ય કહ્યું " કે જે નસીબ માં છે એ ક્યાંય જવાનું નથી અને જે નસીબ માં નથી એ ક્યારેય મળવાનું નથી." કબીર જેમતેમ કરીને પોતાની નોકરી , પુત્રી , ધ્યાન , અને વાંસળી વગેરે દ્વારા થોડા સમય માં સ્વસ્થ થઇ જાય છે.

એ પાછો પોતાના જીવન માં પાછો આવી જાય છે.અત્યારે એનું જીવન એટલે એક માત્ર ઈવા.ઇવા જાણે કબીર નું નવું જીવન બનીને આવી હોય એવું લાગે છે.એના જોડે રમવાનું , કૂદવાનું, ખાવાનું,હસવાનું.કબીર ને નોકરી માં પણ પ્રમોશન મળે છે અને પગાર પણ સારો એવો વધે છે.કબીર ખુશ ખુશ થઇ જાય છે. આમ ને આમ બીજા 2 મહિના પસાર થઇ જાય છે.

એક દિવસ રાત્રે 1 વાગે કબીર ને ઘરે થી પિતાજી નો ફોને આવે છે.કબીર પાછો વિચારે લાગી જાય છે.હે ભગવાન !!! શું થયું હશે ?? શું કામ અત્યારે પાપા નો ફોને આવ્યો ?? એવું બધું વિચારતા વિચારતા એ ફોને ઉપાડે છે.
કબીર જલ્દી ઘરે આવી જ.તારી જરૂર છે.અને હા મનમાં કઈ ખોટું વિચાર્યા વગર આવ.

એતો શિયાળા ની ઠંડી રાત !!! અને પાપા નો ફોન આવ્યો.એ સીધો ગાડી જોડે જાય છે અને ઘરે જવા નીકળે છે.એ પોતાના દોસ્ત જય ને પણ ઘરે આવવા જણાવે છે.કબીર ઘરે પહોંચે છે ત્યારે એના પાપા જણાવે છે કે તારી માતા ને હૃદય નો હુમલો આવ્યો છે.ચાલ હોસ્પિટલ જઇયે.ત્યાં જઈને બધી વાત કરું.અમે લોકો ત્યાં જ હતા ને હાલ જ ઘરે આવ્યા.

કબીર પૂછે છે કે એવું બધું અચાનક કેમ થયું??
કબીર ના પિતાજી બોલ્યા તારી માતા એટલે એક નંબર નીઅંધવિશ્વાસુ.દોરા,ધાગા,ભુવા,ભોપાળા.હમણાં છેલ્લે છેલ્લે કોઈ ભુવાજી મળ્યા એમને તારી માતા જોડે થી વિધિ ના નામ પાર 10 લાખ રૂપિયા પડાવ્યાં અને એવું સાંભળવામાં આવ્યું છે કે કેટલીયે સ્ત્રીઓ નું શારીરિક શોષણ છે.જયારે તારી માતા ને ખબર પડી કે ભુવાજી ઢોંગી છે ત્યારે એ બેભાન થઇ ને થાળી પડી.અમે એને હોસ્પિટલ લાવ્યા.

કોઈ પણ ભુવા , બાવા,ફકીરો ના ત્યાં જય ને જુઓ તો એમના ત્યાં 80% મહિલાઓ જ હોય છે.પોતાના દુઃખ દર્દ લઇ ને રોતા રોતા જાય ને સૌ બરબાદ થઇ ને રોતા રોતા ઘરે આવે.ગામડાની અભણ સ્ત્રીઓ તો સમજ્યા પણ શહેર ની ભણેલી ગણેલી પણ આનો એટલો જ શિકાર બને છે. એક કેહવત છે " જે વાર્યા ના વારે એ હાર્યા વારે ". આત્મવિશ્વાસ વગર ના લોકો એ આ દુનિયા માં બહુ મોટી કિંમત ચૂકવવી પડે છે.

ડૉક્ટર આવે છે ને કહે છે કે તેની માતા હવે સ્વસ્થ છે.એટલે બધા હવે થોડી રાહત અનુભવે છે.કબીર પોતે પોતાની પત્ની જોડે 3 મહિના પોતાના ઘરે રહે છે.ત્યાં સુઘી માં એની માતા ને સારું થઇ જાય છે.ઇવા ના લીધે ઘર નું વાતાવરણ પણ બદલાઈ જાય છે.એની માતા પણ પણ હવે થી ભૂત ભુવા માં નહી મા ને એવી નેમ લે છે અને ભગવાન માં વિશ્વાસ રાખશે એવું કે છે.ધીમે ધીમે એની માતા પોતાના જીવન માં લાગી જાય છે .

કબીર પાછો અમદાવાદ રહેવા આવી જાય છે.ફરી પોતાના જીવન માં પરોવાઈ જાય છે.પોતાની દુનિયા માં લાગી જાય છે.ઇવા પણ 1 વર્ષ ની થઇ જાય છે.કબીર હવે ઘરના ખર્ચા અને ઇવા ના ભણતર વિશે વિચારીને વધારે મેહનત કરવાનું વિચારે છે અને પાર્ટ ટાઈમ નોકરી ચાલુ કરે છે.આમ ને આમ બીજા 2 મહિના નીકળી જાય છે.સમય આમ કબીર ને સાથ આપે પણ અમુક સમયે એ પોતાનો પરચો પણ બતાવી દે.કબીર પણ એવું બધું વિચાર્યા રાખે.પછી ઉપર વાળા ને 2 હાથ જોડી ને નમન કરે અને પાછો પોતાના કામ માં લાગી જાય.

કબીર ને સારા એવા પૈસા મળવા લાગે છે અને બચત માંથી એ રોકાણ કરે , સોનાની લગડી ખરીદે એમ હવે એ આગળ વધતો જાય છે.પોતાની પત્ની જોડે એ સુધી દામ્પત્ય જીવન ભોગવતો જાય છે.સમય એને જાણે સાથ આપતો જાય છે.આમ ને આમ કબીર હવે થોડી રફ્તાર પકડે છે.
આમ ને આમ સમય વીતતો જાય છે.કબીર પોતાની ઓફિસે માં બેઠો બેઠો કામ કરતો હતો.

ત્યાં ફોને આવ્યો હું પી.આઈ.જાડેજા બોલું છું તમારે અત્યારે સોલા સિવિલ હોસ્પિટલ આવવું પડશે , અત્યારે કોઈ ઉતાવળ ના કરતા એક કામ છે એટલે તમને બોલાવ્યા છે…


લેખક નું નામ : વેદ ચંદ્રકાન્તભાઈ પટેલ
24,ગોકુલ સોસાયટી , કડી, ગુજરાત
મોબાઈલ નંબર - 9723989893

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED