Kabir zoya ke jiya - 2 books and stories free download online pdf in Gujarati

કબીર ઝોયા કે જીયા - 2

એ બોલ્યા ચાલ્યા વગર ત્યાંથી નીકળી ગયો અને પોતાના ખાસ મિત્ર જય ને ફોને લગાવ્યો અને પ્રકાશ વિશે માહિતી મેળવવા અને એનો ફોને નંબર મંગાવવા કહ્યું. જય એ કબીર નો બાળપણ નો અને સૌથી વિશ્વાસુ મિત્ર.જય ને પ્રકાશ નો નંબર મળી ગયો.

કબીરે પ્રકાશ ને ફોને લગાવ્યો અને બહાર મળવા બોલાવ્યો. પ્રકાશ આવ્યો નહિ પછી કબીર સીધો જ એને ઘરે થી બાઈક પાર બેસાડી ને લઇ આવ્યો.કબીરે એને પ્રેમ થી સમજાવવાની કોશિશ કરી પણ એ માન્યો નહિ અને કબીર એના જોડે ઝગડી પડયો !!!

કબીર ના મિત્ર એ અને બીજા રસ્તા પાર જતા લોકો એ માંડ માંડ બંને ને છોડાવ્યા…!!! પ્રકાશે ઘરે જઈને ઝોયા ને આ બધી વાત કરી.

બધી તપાસ કરતા કબીર ને ખબર પડી કે ઝોયા ને બગાડવામાં રિયા નો હાથ છે.રિયા ને એક છોકરા જોડે લફરું હતું.એ છોકરો એટલે પ્રકાશ નો દોસ્ત.જયારે પ્રકાશ ઝોયા ને પેલી વખત જોઈ ત્યારથી જ એ એને પામવા માંગતો હતો , કોઈ પણ હિસાબે !!!

પ્રકાશ આ વાત પોતાના મિત્ર ને કરે છે.એ મિત્ર એ પોતાની લવર રિયા ને.રિયા પહેલા પહેલા જયારે ટ્યૂશન માંથી બંક મારી ને પોતાના પ્રેમી ને મળવા જાય ત્યારે ઝોયા ને જોડે લઇ જાય.ઝોયા રિયા ના નખરા જોયા કરે.પોતાના પ્રેમી જોડે થી ખાવાનું,કપડાં મંગાવે.આ બધું ઝોયા ને બતાવે.

એક દિવસ પછી એણે ઝોયા ને પ્રકાશ નો નંબર આપ્યો અને ટાઈમપાસ માટે મેસેજ કરવા કહ્યું.પેલા તો ઝોયા એ આનાકાંની કરી પછી રિયા એ કહ્યું તું એના જોડે ફક્ત ફ્રેંડશીપ રાખજે.એટલે ઝોયા એ મેસેજ કરવાના ચાલુ કર્યા.થોડા દિવસ પછી પ્લાન પ્રમાણે એને ઝોયા ને ફોન કરવા માટે કહ્યું..પછી રિયા જયારે ઝોયા ને લઇ ને પોતાના પ્રેમી ને મળવા જાય ત્યારે સુનિલ પણ હાજર જ હોય. એણે ઝોયા ને મોબાઈલ ગિફ્ટ આપ્યો. પેલા ઝોયા એ આના કંઈ કરી પણ રિયા એ મોબાઈલ લઇ ને ઝોયા ને આપી દીધો. આમ પ્રકાશ અને ઝોયા બીજાની નજીક આવતા ગયા.

વાત છેક પ્રેમ સુધી પહોંચી ગઈ.હવે ઝોયા પ્રકાશ વગર રહી શક્તિ ન હતી ઝોયા પણ સ્કૂલ,ટ્યૂશન બંક મારીને પ્રકાશ ને મળવા જતી ક્યારેક નદી કિનારે , ક્યારેક મૂવી જોવા , ક્યારેક દૂર બગીચામાં.ઝોયા એકલી જ પ્રકાશ ને મળવા જતી.

ઝોયા ને પ્રકાશ નો નશો થઇ ગયો હતો જયારે પ્રકાશ ને ઝોયા ના શરીર નો નશો. રિયા ઝોયા ના સ્વભાવ અને વિચારો થી વાકેફ હતી.રિયા એ પેહલે થી જ પ્રકાશ ને સમજાવી રાખ્યું હતું જયારે ઝોયા તેને એકલી મળે એટલે એનું શરીર ભોગવી લેવાનું , એના જોડે બહુ લાગણીશીલ વાતો કરવાની જેથી ઝોયા ના મન માં બીજા કોઈ વિશે ખ્યાલ ના આવે અને એ પ્રકાશ ને છોડી ને બીજે જાય નહિ. આ બાજુ ઝોયા ના પ્રેમ નો સુનિલ બહુ ફાયદો ઉઠાવતો.

ઝોયા ના જીવન માં કબીર નું નામો નિશાન નીકળી ગયું હતું.આ બધો પ્લાન રિયા નો.એને ગોઠવેલી શતરંજ માં ઝોયા નામ નું પ્યાદું શિકાર થઇ ગયું હતું.રિયા એ પેહલે થી જ પ્લાન બનાવી રાખ્યો તો.એને ખબર હતી આજ નહિ તો કાલે કબીર ને ખબર પડશે …

પણ રિયા એ બાજી બરાબર ગોઠવી હતી.જેવી કબીર ને ખબર પડી અને બીજા દિવસે કબીર ઝોયા ને મળવા ગયો ત્યારે કબીરે કહ્યું પ્રકાશ ને ફક્ત તારા શરીર જોડે પ્રેમ છે , તું એને છોડી દે …એ તારી જિંદગી બરબાદ કરી નાખશે…

ઝોયા એ કબીર ને કહ્યું કે પોતે પ્રકાશ ને બહુ જ પ્રેમ કરે છે … કબીર સાથે કોઈ પણ પ્રકાર ના સંબંધ રાખવા માંગતી નથી.હવે એ કબીર નું મોઢું પણ જોવા માંગતી નથી.મેં મારુ બધું પ્રકાશ ને આપી દીધું છે.

કબીર ની આંખ માં આંસુ આવી ગયા …એ ત્યાંથી કઈ પણ બોલ્યા વગર નીકળી ગયો.તે હવે ડિપ્રેશન મા રહેવા લાગ્યો , એને રાત્રે ઊંઘ પણ આવતી નહતી . પ્રકાશે ઝોયા જોડે શુ કર્યું હશે અને ઝોયા એ એવું બધું શુ કામ થવા દીધું બસ આવું જ વિચારતો.આવા સમય માં એનો મિત્ર જય એની પડખે ઉભો રહ્યો.એ પોતાના દોસ્ત ને વાસ્વિકતા સમજવા પ્રયાસ કરતો પણ કબીર માટે બધું ભૂલવું સહેલું નહતું.કબીર નું ખાવાનું પણ ઓછું થઇ ગયું હતું.

કબીર હવે ઝોયા ની દોસ્ત રિયા અને પ્રકાશ જોડે બદલો લેવા જાત જાતની તરકીબ વિચારતો.પણ પોતે કશુ કરી શક્યો નહિ. પોતાના સપનાનો મહેલ હવે જમીન માં દફન થઇ ગયો હતો.જય પોતાના ખર્ચે કબીર ને આબુ ફરવા લઇ ગયો 3-4 દિવસ માટે !!!ત્યાં જ કબીરે દારૂ પીવાનું ચાલુ કર્યું…પોતે સિગારેટ પીવાનું ચાલુ કર્યું…હોટેલ માં બંને દોસ્તો હવે નશો કરતા.ચાર દિવસ પછી ઘરે પાંચ આવ્યા.

કબીર હવે નસા માં ડૂબી ગયો હતો.દિવસ ની 10-15 સિગારેટ પી જતો.જયારે પણ આંખો ખોલે ત્યારે ઝોયા એની નજર સામે દેખાતી.ક્યાંક થી દારૂ ની વ્યવસ્થા કરી ને દારૂ પીવે.એવું બીજા 6 મહિના ચાલ્યું.જય હવે પોતાના દોસ્ત નું ભલું ઈચ્છતો હતો.એને પોતાના મિત્ર ને હકારાત્મક અભિગમ વાળા વીડિઓ બતાવ્યા.2-3 સારા પુસ્તકો વાંચવા આપ્યા.પણ કબીર પાર આની બહુ અસર થતી નહિ.

કબીર ને પોતાના સ્કૂલ અને કોલેજ ના મિત્રો 2 વાત કેહતા હતા કે (1) તું બહુ સીધો ના બનીશ , આ દુનિયા સીધા માણસો માટે નથી. સીધા લોકો ને આ દુનિયા વાપરી ને નાખી દે છે. (2) લગન થાય એની પેલા જેટલી પણ છોકરીઓ જોડે ફ્રેંડશીપ કે લવશીપ થાય તો જલસા કરી લેજે નહીંતર જીવન માં બહુજ અફસોસ રહી જશે.
કબીર ને હવે એહસાસ થવા લાગ્યો પોતાના મિત્રો સાચી વાત કેહતા હતા.


લેખક નું નામ : વેદ ચંદ્રકાન્તભાઈ પટેલ
24,ગોકુલ સોસાયટી , કડી, ગુજરાત
મોબાઈલ નંબર - 9723989893

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED