Kabir zoya ke jiya - 3 books and stories free download online pdf in Gujarati

કબીર ઝોયા કે જીયા - 3

કબીર ને પણ 6 મહિના જેટલો સમય વીતી ગયા પછી થોડું ભાન આવ્યું કે પોતાને ભણવાનું છે , પોતાના બીજા સપના પુરા કરવાના છે.પણ એ હજી મોટાભાગ નો સમય ઝોયા ની યાદ માં જ વિતાવતો.

કબીર ના દોસ્ત જય ને એક પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ ના ધ્યાન શિબિર માં નિયમિત જતો.એને કબીર ને આવવા કહ્યું કબીર ને ધર્મ અને અધ્યાત્મ માં રુચિ હતી માટે એણે પોતાના મિત્ર જોડે 7 દિવસ ની શિબિર કરી.એ શિબિરે કબીર ને ઘણા અંશે તણાવ માંથી બાર આવવા માં મદદ કરી. કબીર રોજ થોડા સમય માટે ધ્યાન કરતો.

કબીર એક દિવસ બેઠો બેઠો મ્યુઝિક સાંભતો હતો એવા માં એને વાંસળી સાંભળી !!!પંડિત હરિપ્રસાદ ચોરસીયા ની !!!એને અંદર થી વાંસળી વગાડવાની ઈચ્છા થઇ.પોતાના ત્યાં એક મ્યુઝિક સ્કૂલ માં એક સાહેબ સરસ વાંસળી શીખવે છે.એમના જોડે એ વાંસળી શીખવાનું ચાલુ કર્યું.એના થી કબર થોડો પ્રવૃત્તિ માં લાગી ગયો.જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ દોસ્ત , વાંસળી ,અને ધ્યાન દ્વારા એ પોતાના જીવન માં પાછો આવવા લાગ્યો.2 વર્ષ જેટલો સમય લાગી ગયો કબીર ને પોતાના જીવન માં પાછો આવતા.

કબીર ને ક્યાં ખબર હતી કે જીવન ના રસ્તા સીધા નથી જતા એતો ઢાળવાળા , અટપટા ,ખાડા-ખરબચડા વાળા હોય છે.આતો બધી શરૂઆત હતી જિંદગી ના સબક ની.
કબીરે છેલ્લા વર્ષ મા ખુબ મેહનત કરે છે. અને ફર્સ્ટ ક્લાસ રિઝલ્ટ મેળવે છે..હવે ગ્રેજ્યુએટ થઇ ગયો અને 2 મહિના પછી 8000 રૂપિયા જેટલા પગાર માં નોકરી પણ મળી ગઈ.જેવી નોકરી મળી એવી એની માતા એ છોકરી જોવાનું ચાલુ કરી દીધું !!! અને એમાં એમના સગા સબંધી ઓનો પણ ખુબ મોટો ભાગ હતો !!!
આજકાલ છોકરીઓ નથી … , તારા છોકરાની ઉંમર જતી રહેશે !!! ,
ઘડપણ માં એકલો શું કરશે ???વગેરે વગેરે .....કબીર ની ઈચ્છા જાણ્યા વગર હવે બધા ઘર માં વહુ લાવવા ના મિશન પાર લાગી ગયા.

કબીર ના મન માં શું ચાલતું હતું ?? કબીર શું કરવા માંગે છે ??
એની શું ઈચ્છા છે ?? એની કોઈ ને કદર જ નહી ...!!!એવા માં એક રવિવારે એના માતા-પિતા એક છોકરી જોવા ગયા.કબીર ને અત્યારે લગ્ન કરવાની કોઈ જ ઈચ્છા ન હતી..મનોમન એ તો નક્કી જ કરીને ગયો તો કે પોતે ના જ પાડશે.છોકરી નું નામ શ્રેયા.શ્રેયા ફાર્મસી ના છેલ્લા વર્ષ માં સુરત માં ભણે.બધા એના ઘરે ગયા. પાણી પીધું , ચા પીધી પછી કબીર ને ઉપર રૂમ માં વાતચીત કરવા જવા કહ્યું.કબીર જેવો રૂમ માં ગયો એવા જ શ્રેયા ને જોઈ ને એના હોશ ઉડી ગયા જાણે ઇંગલિશ ફિલ્મ ની બોલ્ડ અને બિન્દાસ હીરોઇન !!!

કબીરે થોડી વાર વાત કરી એને સંયુક્ત કુટુંબ માં ફાવે કે નહિ ?? એને કેવો છોકરો ગમે?? જીવન માં ખરાબ પરિસ્થિતિ નો સામનો કેવી રીતે કરવાનો ?? એવા કેટલાય પ્રસ્નો પૂછ્યા અને એને સંતોષકારક જવાબ મળ્યા.

છોકરી સારી હતી પણ પોતે અત્યારે લગ્ન વિશે કશુ વિચાર્યું નતુ.પણ જો ના પડે તો હવે ભવિષ્યમા આ છોકરી ના પણ મળે...શું કરું ??? જિંદગી એ ફરી કબીર તરફ એક ગૂગલી બોલ નાખ્યો.

કબીરે હવે શું કરવું એની ખબર જ પડતી નહતી.પોતાના દોસ્તો ને પૂછ્યું પણ એમાં પણ 50-50 જવાબ મળ્યો કોઈ હા પડે તો કોઈ ના. આ વાત ના 3 દિવસ પછી કબીર જયારે નોકરી પર હતો ત્યારે એક અજાણ્યા નંબર પરથી એમાં શ્રેયા ના પિતાજી બોલતા હતા.એમને કયું શ્રેયા તમારી જોડે થોડી વાત કરવા માંગે છે.આ શ્રેયા નો નંબર છે તમે લોકો થોડું અનુકૂળ હોય તો અમને કહેજો.

રાતે કબીર જયારે સુવાની તૈયારી કરતો હતો ત્યારે Hi Kabir !!! લખેલો મેસેજ આવ્યો.કબીર સમજી ગયો.બંને એ ધીમે ધીમે પેલા મેસેજ થી વાતો ચાલુ કરી.પછી ફોને પર આવ્યા.

શ્રેયા ઘણી વાર કબીર ને પૂછે કે તે મેરેજ કરવા વિશે શું વિચારે છે?? પણ કબીર અવઢવમા ..!! બને ત્યાં સુધી વાત ટાળવાનો પ્રયાસ કરે.બંને ને માનો મન એકબીજા પ્રત્યે હવે આકર્ષણ અને પ્રેમ બંને થવા લાગ્યું હતું.બંને રોજ મન ભરીને દિવસ રાત વાતો કરે. વાતો મા તો બંને ના મન મળી ગયા હતા બસ હવે શરીર મળવાના બાકી હતા.

શ્રેયા બહુ કે તું એક વાર સુરત આવ પણ કબીર ને નોકરી ને લીધે મેળ ના પડે .જયારે શ્રેયા ને પરીક્ષા ના લીધે સુરત છોડવાનું શક્ય ના બને.બંને બસ પોતાની પહેલી મુલાકાત ની રાહ જોઈ બેઠા હતા.ધીમે ધીમે શ્રેયા ને છેલ્લા વર્ષ નું છેલ્લું પેપર પતિ ગયું એ ખુબ ખુશ હતી અને કબીર પણ બંને 4 મહિના પછી આજે મળવાના હતા.શ્રેયા કબીર ને surprice gift આપવા માંગતી હતી.એ કોઈને કીધા વગર ઘરે આવી ગઈ.કબીરે બીજા દિવસે શ્રેયા ને ફોને કર્યો તો પેલા શ્રેયા એ ફોને કટ કર્યો.પછી થોડીવાર પછી શ્રેયા નો ફોને આવ્યો.શ્રેયા તું કેમ રડે છે ??? શું થયું ???

શ્રેયા એ રડતા રડતા કહ્યું તારા કાકા ને પેહલા લગ્ન જેના જોડે થયા હતા એ મારા સાગા માસી છે.મારા પપ્પા હવે આ સંબંધ કરવાની ના પડે છે એ કે છે કે જીવન માં જુના સંબંધ તોડી ને નવા સંબંધ ના બંધાય.કબીર ને પણ અંદર થી દુઃખ થયુ અને શ્રેયા ને પૂછ્યું તારી શું ઈચ્છા છે ? શ્રેયા એ કહ્યું કે મને તું ગમે છે પણ મારા માતા-પિતા ની મરજી વિરૃદ્ધ તારા જોડે લગન નઈ કરું. જીવન માં માંડ માંડ પાછો ફરેલો કબીર ફરી તણાવ,એકલતા,અને દુઃખ માં રહેવા લાગ્યો.એના સુખ દુઃખ નો સાથી જય હાજર જ હતો પોતાના દોસ્ત ને સાથ આપવા.

કબીર ને એના સ્કૂલ અને કોલેજ ના મિત્રો વારંવાર શીખ આપતા 1.તું બહુ વધારે પડતો સીધો માણસ ના બનીશ આ દુનિયા તારો બહુ ગેરફાયદો ઉઠાવશે. 2 બહુ લાગણીશીલ ના બનીશ. 3 જો કોઈ છોકરી જોડે ફ્રેંડશીપ કે લવશિપ થાય તો ખાઈ-પીવા અને એના જોડે ફરવા મળે એટલું જલસા થી ફરી લેજે.નહિતર ભવિષ્ય માં બહુ અફસોસ થશે જે સામે દરિયો હતો અને પોતે તરસ્યો રહ્યો.

જયે કબીર ને સમજાવ્યું કે પહેલા પણ ઝોયા વખતે આવું થઇ ગયેલું છે આ વખતે તું બહુ લાગણીમાં ખેંચાઈ જઇસ નહિ.કબીરે બહુ પ્રયાસ કર્યો શ્રેયા ને સમજાવવા કે એ ઘર છોડી ને પોતાની જોડે આવી જાય પણ શ્રેયા એ ઘસીને ના પડી દીધી. શ્રેયા એ કબીર ને કહ્યું કે હવેથી એ એને ફોને કે મેસેજ ના કરે. કર્મો નું ફળ ભોગવવું જ પડે એનો બીજો કોઈ રસ્તો નથી.

લેખક નું નામ : વેદ ચંદ્રકાન્તભાઈ પટેલ
24,ગોકુલ સોસાયટી , કડી, ગુજરાત
મોબાઈલ નંબર - 9723989893

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED