કબીર ના જીવન માં માંડ માંડ સારો સમય આવવાનો હોય ત્યાં બહુ વધારે ખરાબ કહેવાય એવો સમય એની રાહ જોતો જ હોય.આ વખતે જય પોતાના દોસ્ત કબીર ને ગોવા ફરવા લઇ જાય છે 7 દિવસ માટે.
કબીર ફરી શરાબ અને સિગારેટ પીવાનું ચાલુ કરી દે છે.આમાં ઓછું હોય તો કબીર ને અહીં પેહલી વાર સેક્સ નો અનુભવ કરે છે એ પણ વિદેશી મહિલા સાથે.એના જીવન માં સિગાર અને શરાબ એમ બે નશા તો હોય જ છે સેક્સ એ એનો 3 જો નસો બની જાય છે.બંને દોસ્તો 7 દિવસ ત્યાં ખુબ મજા કરે છે અને પાછા ઘરે આવી જાય છે.કબીર નોકરી ચાલુ કરી દે છે અને પોતાના ઘરે સાફ સાફ કહી દે છે કે હવે લગ્ન માટે કોઈ વાત લાવતા નહિ.
એ હવે અમદાવાદ ભાડે રહેવા આવી જાય છે.પોતે કમાવાનું , ખાવાનું , અને પીવાનું !!! બિન્દાસ લાઈફ જીવે છે અને કબીર ને આ જિંદગી જીવવાની મજા પડી જાય છે…કોઈ રોકવા વાળું નહી કોઈ ટોકવા વાળું નહી. અહીં કબીર ને પૂરતો સમય મળી રહેતો તેથી એણે સવારે બોક્સિંગ શીખવાનું ચાલુ કર્યું.સાંજે વાંસળી વગાડવાનુંઅને રાતે ધ્યાન કરવાનું. દર શનિવાર અને રવિવારે ફૂટબૉલ રમવાનું .આમ ને આમ 5 મહિના નીકળી જાય છે.કબીર પોતાની 3 ખરાબ લતો હજી છોડી ચુક્યો નહતો.
એક દિવસ રવિવારે કબીર ને ફોને આવે છે.કંપની ના H.R.Department માંથી ફોને હતો શું વાત કરો છો સર ??? ના હોય , હું તો કંપની માં પુરી ઈમાનદારી થી કામ કરતો આજ સુધી મારી કોઈ complain પણ નથી આવી.
સામેથી જવાબ આવ્યો તમારી બધી વાત સાચી પણ કંપની અત્યારે નફો કરી રહી નથી.તેથી બધાને નોકરી માંથી કાઢી મુકવાના છે.
કબીરે કહ્યું મને બીજા કોઈ Department માં શિફ્ટ કરી દો.સામેથી NO … એવો જવાબ આવ્યો.કબીર ને એટલી ખબર પડી ગઈ હતી આ પ્રાઇવેટ નોકરી માં ઓછા પગાર માં બહુ શોષણ કરે છે અને ગરજ હોય ત્યાં સુધી રાખે ને પછી લાત મારી ને કાઢી મૂકે.કબીર ને હવે એક મોટો સબક મળી ગયો હતો જો તમે પગાર પર નોકરી કરતા હોય તો પોતાની જાત , પરિવાર , સ્વાસ્થ્ય ,અને જિંદગી કરતા વધારે મહત્વનું બીજું કઈ નથી.
કબીર થોડી વાર ઉભો થઈને ચાલે ત્યાં ફરી પાછો પડી જાય ફરી પાછો થોડું ચાલે ને ફરી પડી જાય.કુદરત ની આ શતરંજ માં કબીર હજી પ્યાદું હતું એવો એને ખ્યાલ આવી ગયો.કુદરત એને જીતવા દેવા માંગતી ન હતી અને પોતે હારવા માંગતો નહતો.બંને વચ્ચે લડાઈ ચાલુ જ હતી.
હવે કબીર પોતાના ઘરે રહેવા પાછો આવી ગયો.પોતે ઘરે બેસીને સરકારી પરીક્ષા ની તૈયારી કરશે. રાત-દિવસ એક કરીને મેહનત ચાલુ કરી.કોચિંગ પણ કર્યું.પરીક્ષા ના ફોર્મ ભરે ને પરીક્ષા પણ આપવા જાય.આમ ને આમ 6 મહિના નીકળી ગયા.કબીર જેટલી પરીક્ષા આપે એમાં પરિણામ આવે તો એનો નંબર ના હોય.મોટા ભાગ ની સરકારી પરીક્ષા માં પેપર ફૂટી જાય.
એકતો પહેલેથી જ 50% આરક્ષણ લાગુ.એમાં વધારે સરકારે વોટબેન્ક માટે 33% મહિલા આરક્ષણ આપ્યું.છેલ્લે જે 20% સીટો વધે એમાં આ રાજનેતો ઓ પોતાના ઓળખીતા અથવા રૂપિયા લઇ ને ભરતી કરે.કબીર હવે કંટાળી ગયો.10 માંથી 8 પરીક્ષા માં લોચા જ હોય.કબીર ને કેટલાય લોકો મળ્યા જે છેલ્લા 4-5 વર્ષ થી આવી પરીક્ષા આપતા હતા.એ લોકો પણ પણ સરકાર અને કોર્ટ માં પોતાની સમસ્યા રજુ કરીને થાકી ગયા હતા.
લાખો યુવાનો બેરોજગાર હતા.બધા સરકારી પરીક્ષા ની તૈયારી કરતા. કબીર ના મિત્રો ની વાત સાચી હતી એક બાજુ લખો યુવાનો બેરોજગાર.સરકારી પરીક્ષા માં કૌભાંડો.આ બાજુ આરક્ષણ ઉપર થી હવે મહિલા આરક્ષણ.
કબીર ના મિત્રો મહિલાઓ ના વિકાસ ના વિરોધી નહોતા.પણ એ કહેતા કે જે એક પુરુષ સરકારી નોકરી લે તો નોકરી વગર ની મહિલા જોડે લગ્ન કરી લે પણ સરકારી નોકરી કરતી છોકરી શું ઘરે નોકરી વગર બેસેલા છોકરા જોડે લગ્ન કરે ???
હવે જે ઘરમાં નોકરી કરે એમાં છોકરો-છોકરી બંને નોકરી કરે છે અને
આ બાજુ છોકરાઓ ને નોકરી નથી અને નોકરી નથી એથી છોકરીઓ મળતી નથી.
કબીર આમ ને આમ બીજા 6 મહિના નીકળ્યા.એને લાગવા માંડ્યું તું આ દેશ માં સમસ્યા ઓછી કરવાને બદલે સમસ્યા વધારવામાં આ રાજનેતો ને રસ છે. કંટાળીને કબીર સરકારી નોકરી ની તૈયારી કરવાની મૂકી દે છે.
ઝોયા સાથે સંબંધ તૂટવો , શ્રેયા સાથે લગ્ન ના થવા , પોતાની નોકરી જતી રહેવી. અને સરકારી નોકરી માં મેળ ના પડવો.
લેખક નું નામ : વેદ ચંદ્રકાન્તભાઈ પટેલ
24,ગોકુલ સોસાયટી , કડી, ગુજરાત
મોબાઈલ નંબર - 9723989893