કબીર ઝોયા કે જીયા - 1 Ved Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કબીર ઝોયા કે જીયા - 1

કબીર બાળપણ થી જ થોડો રમતીયાળ અને વધારે ગંભીર સ્વભાવ નો હતો.બાળપણ માં ક્રિકેટ રમવી એને બહુજ ગમે.તહેવારો માં પણ મોજ થી આનંદ લે.બધા બાળકો ની જેમ એને પણ શાળા એ જવું ઓછું ગમે.શાળા માં લેસન આપે જે એને રોજ રોજ કરવું પડે અને પરીક્ષા માં તો એ વિશેષ ગંભીર.

કબીર ભણવામાં મધ્યમ.કબીર દેખાવે પણ એકદમ સ્માર્ટ વાળ પણ લાંબા રાખે. પહેલી નજર મા જ એ સહુ ને ગમી જાય એવો.

કબીર ને ગુજરાતી અને સમાજ શાસ્ત્ર માં વિશેસ રસ.ગણિત અને વિજ્ઞાન થી એને નફરત થાય.હા કબીર ને બાળપણ થી વાંચવાનો શોખ એને મંદિર જવું પણ બહુ ગમે.ભોળપણવાળું બાળપણ !!!

કબીર હવે એના જીવન ની કિશોર વય માં પ્રવેશી ગયો.કબીરે ધોરણ 12 ની પરીક્ષા આપી એને વેકેશન પડયું.કબીર દર વખતે મામા ના ઘરે વેકેશન માં રહેવા જાય.આ વખતે પણ એ જવાનો હતો પણ હજી થોડા દિવસ પછી.

કબીર ઘરે કમ્પ્યુટર પર બેઠો હતો.
એવા માં Hi Kabir !!! કબીરે પાછળ વાળીને જોયું તો ઝોયા ઘરે આવી હતી.ઝોયા એટલે કબીર ના ઘર ની સામે નું ઘર.કબીર જયારે ઝોયા સ્કૂલ જાય ત્યારે રોજ એને ચીડવે.એની મશ્કરી કરે.
આજે એ કબીર ને મળવા ઘરે આવી. ઝોયા એ પૂછ્યું - શુ કરે છે ?? પરીક્ષા કેવી ગઈ ??
કબીરે કહ્યું - પરીક્ષા તો પતિ ગઈ.તું કે તારે શુ ચાલે ??
ઝોયા એ જવાબ આપતા કહ્યું બસ જો આ વેકેશન પડયું.તને મળવા આવી.

કબીરે કહ્યું , સારું કર્યું તું આવી.
બંને એ થોડી વાતો કરી.

સાચું કહું તો ઝોયા એટલે રૂપ રૂપ નો અંબાર.પણ સ્વભાવે બહુ ચંચળ.એનું મન સ્થિર ના રહે.સ્વભાવે એકદમ બોલકણી.એ સામી વળી વ્યક્તિ ને એની આંખો થી જ મારી નાખે.ઝોયા એ કબીર કમ્પ્યુટર માં શું કરે છે એ જોવા માટે એના ખભા પર હાથ મુક્યો.

કબીર તો કોઈ છોકરી ના આવા સ્પર્શ થી અંદર થી સમસમી ગયો.પેલા કોઈ એ આવી રીતે એના ખભા પાર હાથ મુક્યો ન હતો.

ઝોયા બોલી તું પણ આખો દિવસ શુ કમ્પ્યુટર ને કમ્પ્યુટર મા ???ચાલ,આપણે બહાર બેડમિંટન રમીયે.કબીર કઈ બોલે એની પેલા તો એ કબીર ને હાથ પકડી ને બહાર લઇ ગઈ.બંને જણા અડધો કલાક રમ્યા.

એટલા મા જ , ઝોયા જમવા બનવાનું છે એવો અવાજ આવતા તે ઘરે જતી રહી.કબીર પણ ઘરે આવ્યો જમ્યા પછી પોતાના દોસ્તો ને મળવા જતો રહ્યો.

બીજા દિવસે બપોરે કબીર પોતાના રૂમ માં બેઠો હતો ત્યાં ટક ટક અવાજ આવ્યો.કોણ કબીરે પૂછ્યું કોણ ??? પણ સામેથી કોઈ જવાબ આવ્યો નાઈ.
કબીર બહાર ગયો કોણ હતું એ જોવા તો કોઈ એ એની આંખો બંધ કરી દીધી.કબીર સમજી ગયો એ બોલ્યો ઝોયા !!! સામેથી જવાબ આવ્યો YES!!! એનો હાથ પોતાની આંખો પર થી ઉતારતા કબીરે કહ્યું.

પછી બંને એમના રૂમ માં બેઠા.પોતાને શુ ગમે અને શુ ના ગમે એની વાતો કરે , ફિલ્મ ની વાતો કરે અને બીજી કેટલીયે વાતો કરે.હું મોડા આવુ મારે કામ છે એવું કેહતા એ વીજળી ના જેમ જતી રહી.

સાંજે પછી આવી અને બંને થોડી વાર બેડમિંટન રમ્યા પછી ઘરે થી જમવાનું બનાવવા માટે અવાજ આવ્યો,,, એટલે પછી ઘરે જતી રહી.

પછીના દિવસે બપોરે ઝોયા સીધી કબીર ના રૂમ માં આવી.કબીર પણ જાણે એની રાહ જોઈને જ બેઠો હોય બેઠો હતો.જેવી ઝોયા આવી એવું તરત કબીર થી બોલાઈ ગયું કેમ મોડી આવી યાર ???હું ક્યારનો તારી જ રાહ જોતો હતો.

ઝોયા પણ મન માં મલકાઈ.એવું !!! કેમ મારી રાહ જોતો હતો ???
કબીરે કહ્યું એકલો એકલો કંટાળો આવતો હતો.બંને એ પછી થોડી વાત કરી અને વાત વાત માં ઝોયા એ કબીર નો હાથ પકડયો પણ આ વખતે કબીરે પણ બહુ જોર થી ઝોયા નો હાથ પકડયો.જાણે બંને ને એકબીજા નો હાથ પકડવો ગમતો હોય એમ મન માં જ એક બીજા ને સહમતી આપવા લાગ્યા.

બંને મનો મન એક બીજા ને પસંદ કરવા લાગ્યા હતા.આ રોજ નો સિલસીલો થઇ ગયો.બંને રાત્રે પણ બહાર હીંચકા પાર બેસતા.

એવા માં માં વાત વાત માં ઝોયા થી બોલાઈ ગયું મને રાતે તારા સપના આવે છે.કબીર તો એવું સાંભળતા જ અવાક થઇ ગયો , એનું મન ચારે બાજુ ચક્કરે ફરી ગયું.કાલે મળીયે....Good Night !!! એટલું જ કહેતા ઝોયા ઘરે જતી રહી.

કબીર ને પણ હવે ધીમે ધીમે મન માં ખબર પાડવા લાગી હતી.
ઝોયા હવે જેવી ઘરે આવી કે તરત કબીરે એને કમરમાંથી પોતાના બંને હાથ વડે પકડી લીધી એને યાદગાર અને જીવન નું પહેલું Tight Hug આપ્યું.ઝોયા એ પણ જાણે મૂક સહમતી આપી હોય અને પોતે પણ આની જ રાહ જોતી હતી એવી રીતે જોયું. લાગ્યું.કબીર નું મન રોમાન્સ અને રોમાંચ થી ભરાઈ ગયું હોય એમ લાગ્યું.બંને આજે ખુશ હતા. કાચી ઉંમર નો પાક્કો પ્રેમ.બંને નો પ્રથમ પ્રેમ એકબીજા સામે જાહેર થઇ ચુક્યો હતો. એકબીજા ને ગળે મળવાનું અને હાથ પકડવાનું હવે રોજ નું થઇ ગયું હતું.

ઝોયા ની આંખો માં જોઈને કબીર ને બધો ખ્યાલ આવી જતો એની આંખો અને મન માં શું ચાલી રહ્યું છે પણ કબીર એક સરળ છોકરો એ હવે બાંધેલી મર્યાદા થી આગળ વધવા માંગતો ન હતો.એનું મન એને રોકાતું હતું એકતો એ રોજ મંદિર જતો હતો અને સારા પુસ્તકો વાંચવાના શોખ ના લીધે એના માં સારા સંસ્કારો ભરેલા પડેલા હતા.

પણ આ બધું તમે દુનિયા ની નજારો માં ગમે એટલું છુપાવો ક્યાં છૂપું રહે છે.પેલા તો કબીર ની માં ને આની ખબર પાડવા લાગી.એક તો એ એની માતા પેહલે થી જ થોડા વહેમીલા સ્વભાવની.ઉપર થી એ ભૂત ભુવા માં માનનારી.

કબીર જેવો 10 માં ધોરણ માં આવ્યો ત્યારથી એ રોજ કબીર ની પાછળ લાગેલી , રોજ કબીર ના ખાના અને ચોપડા ફેડવાના.સરળ ભાસ માં કહો તો પોતાના છોકરાની જાસૂસી.એ હંમેશા કબીર નો મજાક ઉડાવે , બધાની વચ્ચે ક્યારેક ઉતારી પડે.કબીર પોતાનાઈ માતા ને કેટલીયે વાર ટોકે અને પોતાના જીવન માં દાખલ કરવાનું બંધ કર અને આ ભુવા સાધુ ઓ પાછળ પૈસા બગાડવાનું બંધ કર એમ કહે.પણ એની માં એના સ્વભાવ પ્રમાણે કદી સાચું માનવ અને સાંભળવા તૈયાર ના થાય.કબીર છેલ્લા 3 વર્ષ થી કંટાળી ગયો તો. એવા માં ઝોયા ના આગમન થી એને હવે થોડું સારું લાગવા માંડ્યું …

કબીર ની માં હવે જયારે ઝોયા ઘરે આવે ત્યારે એના રૂમ માં ના જવાદે.જયારે સાંજે બંને બેડમિંટન રમતા હોય ત્યારે બધાના જોતા એમ બોલે બંને ભાઈ બહેન કેટલું સરસ રમે છે.કબીર અને ઝોયા બંને મનોમન નિરાશ થાય.પોતાના સંબંધોને શુ નામ એવું એ નક્કી કરવાની જવાબદારી આ દુનિયા વાળાઓને કોને આપી ???

વધુ માં આજુબાજુ વાળા લોકો એ પણ ઝોયા ની માતા ના કાન માં ખુશફૂસ કરી દીધી હતી. ભારત જેવા મહાન દેશ માં આ બધું બહુ સામાન્ય વાત છે.ઝોયા ને ઘરે થી કહી દેવામાં આવ્યું તું કે કાલ થી એ કબીર ના ઘરે નહી જાય.

કબીર ને 12 સાયન્સ નું પરિણામ આવ્યું એને 65% આવ્યા.પરિણામ સારું ના આવ્યું એના પિતાના અરમાન પાણી પાણી થઇ ગયા. પણ કબીર ના અરમાનો પાર એને પોતે ભવિષ્ય માં શું કરશે એના ઉપર તો 10 પછી જ પાણી ફેરવી નાખવામાં આવ્યું હતું.સરળ ભાષા માં કહું તો કબીર ના પિતાજી એ એને ઝબરદસ્તી 12 માં સાયન્સ લેવડાવ્યું તું .ઘર ના લોકો કબીર પર ગુસ્સે થયા અને ઘર ના લોકો નો વ્યવહાર પણ બદલાઈ ગયો.કબીર આ બધું સહન કરતા થાકી ગયો હતો.ઘણી વાર એકલો એકલો રોઈ લે પણ આ બધું સહન કરવું એની મજબૂરી થઇ ગઈ હતી.

જેમ તેમ કરી ને કબીર ને હવે ઇન્ફોરમેશન ટેકનોલોજી ઈજનેર માં ગાંધીનગર કોલેજ માં એડમિશન મળી ગયું. અને હવે 4 વર્ષ Engineering !!!.કબીર જયારે પણ વાંચવા બેસે ત્યારે એનું મન આમ લાગે નહિ.પણ હવે બીજો કોઈ રસ્તો ના હતો.એને કેટલીયે વાર પ્રયાસ કર્યો પોતાના પિતાને કહેવાનો પણ કોઈ કશું જ સાંભળવા તૈયાર નહતા.
ભારત જેવા દેશ માં જ્યાં ઘરે ઘરે લોકો ભગવદ ગીતા વાંચે અને જીવન માં આવતા પરિવર્તન સ્વીકારવાની વાતો કરે પણ પોતે જીવન માં પરિવર્તન સ્વીકારવા તૈયાર ના થાય.
કબીર અને ઝોયા એ નક્કી કર્યું તું કે બંને દુનિયા નું નહિ સાંભળે અને પોતાની મરજી મુજબ જ જીવશે.બંને ભણવાનું પતે એટલે લગ્ન કરી લેશે.ઘર વાળા પ્રેમ થી મને તો ઠીક નહીંતર ભાગી જશે.

કબીર રોજ બસ માં અપ-ડાઉન કરતો.ઝોયા પણ એજ બેન્ચ પાર બેસતી જેના પાર કબીર બેસતો.ઝોયા એ પણ સાયન્સ જ લીધું હતું.ઝોયા જયારે સ્કૂલ જવા નીકળે ત્યારે એ એને જોઈ લેતો.બંને આંખો થી વાત કરી લેતા. કબીર પણ ધીમે ધીમે પોતાના ભણવાના કામ માં લાગી ગયો તો…

ઝોયા ને હવે એક નવી બહેનપણી બની હતી.એનું નામ રીયા.રીયા ભણવામાં પેહલે થી જ ડફોળ.એને રખડવામાં , ફિલ્મ જોવામાં બહુ રસ.એને પાસ કે નાપાસ થવાની બહુ પડેલી નહિ.આખો દિવસ મોબાઈલ લઇ ને ફરવાનું. આમ ને આમ 4 મહિના જેટલો સમય વીતી ગયો.
એક દિવસ રક્ષાબંધન નો તહેવાર અને કબીર એની માસી ની છોકરી ના ઘરે રાખડી બાંધવા ગયો.બંને ભાઈ-બહેન વાતો કરતા હતા ત્યાં ઝોયા ની વાત નીકળી .એની બહેને કીધું કે ઝોયાને પ્રકાશ નામનો છોકરો ગમે છે.એ એને મળવા જાય છે.અમુક વાર ટ્યૂશન માં પણ નથી આવતી.કબીર તો એટલું સાંભળતા કાપો તો લોહી ના નીકળે હાલત માં …પોતાના મન માં ક્યાંક ને ક્યાંક જે ડર પેસી ગયેલો એ સાચો પડયો…
એને તો થોડી વાર માટે ચક્કર આવી ગયા અને એના મગજે વિચારવાનું બંધ કરી દીધું !!!



લેખક નું નામ : વેદ ચંદ્રકાન્તભાઈ પટેલ
24,ગોકુલ સોસાયટી , કડી, ગુજરાત
મોબાઈલ નંબર - 9723989893