વારસાગત પ્રેમ - (ભાગ ૧૩) આર્યન પરમાર દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વારસાગત પ્રેમ - (ભાગ ૧૩)

જગ્ગુ જીવન હોવું જોઈએ જ્યારે કોઈ આપણા દૂર થતા હોય છે ને ત્યારે આપણને તેની કદર સમજાતી હોય છે.
પ્રેમ અલગ વસ્તુ છે અને પરિવાર અલગ !!

હવે આગળ...
જગ્ગુને દાદીએ સમજાવ્યું તો ખરું પણ તેના મગજના કશું ગયું નહિ એટલે તેણે પૂછ્યું,
દાદી શુ બોલો છો કઈ સમજ ના પડી !
એ દીકરા રહેવા દે હવે ચાલશે ચલ તું જા તારી મમ્મી હવે એના રૂમમાં હશે શાયદ.
અરે !! હન....દાદી હું હમણાં જ જવ હ...આ એ જ જગ્ગુ હતો જે થોડો સમય પહેલા પોતાની મમ્મીથી દૂર થઈને દાદીને ફરિયાદ કરવા આવ્યો'તો. દાદી તમને કઈ જોઈએ છે?? જગ્ગુએ પૂછ્યું.
ના બેટા ! હું કરી લઈશ કઈક હશે તો તું તો છે જ અને હા નંદિનીને વધારે હેરાન ના કરીશ જા. જગ્ગુ તેની મમ્મી પાસે ગયો.
મમ્મી.....મમ્મી....મમ્મી......મને ભૂખ લાગી છે.થોડા સમય પહેલા જ ગુસ્સે અને અકડાયેલી નંદિની જાણે હવે શાંત થયા પછી પ્રેમ વરસવાની રાહમાં જ હોય તેમ બોલી,
ઓહ !! દિકા બોલ શુ ખાઈશ??
હુન્ન.....ક્યારની તો અકળાઈને બોલી ગઈ'તી,
જા મારે તો વાત નથી કરવી તારી જોડે. બેટા ! ચલ સોરી બસ.....
નંદીનીએ જગ્ગુને મનાવવાની કોશિશ કરી પણ જગ્ગુ કઈ એમ માને એવો નહોતો. આખરે જગ્ગુની ફેવરિટ ડિશ બનાવી આપવાના બહાને તે માની ગયો પણ હવે તેણે ફરીથી એની મમ્મીને પૂછ્યું,
મમ્મી એક વાત કહું??
હા બોલને બેટા ! શુ??
મમ્મી નીચે શુ થયું હતું?? કેમ તમે બધા નવી દીદીને એટલું બધું અકળાતા હતા?
જગ્ગુ તને કહીશ તો પણ કશું સમજાશે નહિ રહેવા દેને ચલ ખાઈ લે.
હું ખવડાવુ તને??
આ લે...આ કર, મમ્મી હવે હું નાનો નથી તને ખબર તો છે ને તું કેમ નથી કહેતી મને??
બોલીશ તો જ ખાઈશ નહિતર હવે ખાવાનું બન્ધ કરી દઈશ હું.
આ છોકરો હે ભગવાન.....
નહિ સમજે !!
કેમ કેમ સમજાવું તને પણ?? દેખ આપણી નવી દીદી છે ને તેને લગ્ન કરવું છે બીજા કોઈ સાથે તો કરાવી જ દેવાય ને પણ !! એમાં શું છે?? જગ્ગુ બોલ્યો,
એટલું આસાન નથી ને તું મોટો થઈશ તો સમજી જઈશ ચલ હવે ખાઈ લે આ. ના તે મને બરાબર જવાબ નથી આપ્યો મેં તને પૂછ્યું તું કે તું તેને અકડાતી તી કેમ??
એટલે જ અકડાતી દિકા કે હજી તારી ઉંમર નથી લગ્ન કરવાની જ્યારે થશે ત્યારે અમે કરાવી આપીશું તને.
ઓહ !! આટલી નાની વાત??
નવી દીદી પણ ગાંડી છે તમે કરાવી જ આપવાના છો ને શુ ઉતાવળ છે એને...
જગ્ગુ આટલું કહી ખાઈને ત્યાંજ તેની મમ્મીના ખોળામાં સુઈ ગયો.
નંદિની મનમાં જ વિચારવા લાગી અને ચિંતા પણ તેના ચહેરા પર સ્પષ્ટ જોઈ શકાતી હતી.
શુ કાલે ઉઠીને મારા દીકરા સાથે પણ આવું જ થશે??
શુ જવાબ આપીશ હું તેને?
ના હવે તો ક્યારેય નહીં મેં જે સહન કર્યું છે તે હું કોઈને નહિ કરવા દવ ના નવ્યા ને કે ના જગ્ગુ ને,
પણ ક્યાંક નંદિનીના મનમાં એ સવાલ પણ થયો કે,
મારી સાથે જે થયું તે મારું નસીબ હતું એવું જરૂરી થોડું છે કે જે મારી સાથે થયું તે જગ્ગુ સાથે થાય??
કે નવ્યા સાથે થાય??
પોતાના જ જીવન સાથે ઘટેલી આ વ્યથા અને આજે સમય બદલાયો ત્યારે પણ ભવિષ્યની ચિંતા કરી રહેલી નંદિનીને લાગી રહ્યું હતું કે ક્યાંક મારી ભૂલના કારણે મારા બન્ને દીકરાઓની જિંદગી ખરાબ ન થાય,
જેટલી ચિંતા નંદીનીને જગ્ગુની હતી તેટલી જ નવ્યાની પણ હતી જ. આટલા વર્ષોમાં તેણે ક્યારેય તે બન્ને વચ્ચે ભેદભાવ રાખ્યો જ નહોતો હા ક્યારેક જગ્ગુના કાકી થોડું ઘણું બોલી જતા પણ નંદિની તે સહન કરી લેતી હસતા મુખે.

ક્રમશ: