*આ ધરતી ના ઈશ્વર* વાર્તા... ૨૦-૧૧-૨૦૧૯
લાગણીઓ થી મેં તમારા નામનો ટહુકો હજી છાતીમાં રાખ્યો છે.. તમારી આપેલ દરેક શિખામણ ને મેં જીવનમાં ઉતારી દીધી છે... આ ધરતી પર ઈશ્વર નું રૂપ બની ને મળ્યા છો... તમારા શિખવાડેલ પાઠ ને ભૂંસાવા કયાં દીધા એ કક્કો હજી હ્દય ની પાટીમાં એમનમ સાચવી રાખ્યો છે.... ભારતી સવાર સાંજ એના ગુરુ અનસૂયા મા ના ફોટા પાસે આવું બોલતી... કારણ કે એના દિલના ઈશ્વર ગુરુ મા હાલમાં અમેરિકા ગયા હતા.... આંગળી પકડી ને દુનિયા બતાવી અને પોતાનો આશિર્વાદ નો માથે હાથે રાખી ને બધાં દુઃખો દૂર કર્યો...
આ જગતમાં જન્મ દેનારી મા- બાપ અને જીવનમાં જ્ઞાન આપી જીવનનો અંધકાર દૂર કરનાર એ આ ધરતી પર ના જીવતા જાગતા ઈશ્વર છે જેની તોલે કોઈ ના આવે... મંદિરમાં રહેલી પ્રતિમા માં ઈશ્વર છે પણ આ ધરતી ના ઈશ્વર તો આ જ છે... ભારતી નાનપણથી જ મા નાં પ્રેમ માટે તરસી હતી એનાં લગ્ન વીસ વર્ષે થયાં એના લગ્ન પછી પાંચ વર્ષમાં બે દિયર અને એક નણંદ ના લગ્ન થયાં અને પછી સમયનું ચક્ર એવું ચાલ્યું કે ધમધોકાર ચાલતો ધંધો અચાનક બંધ થઈ ગયો અને અણધાર્યા આફતો ના વાદળ ઘેરાયા... પોતાનો ધંધો હતો તેથી અનિલ બહું ભણ્યા ન હતાં... અને બધાંના લગ્ન થવાથી ઘર નાનું પડવા લાગ્યું એટલે બે દિકરાઓ ને અલગ રહેવા મોકલ્યા એમાં અનિલ,ભારતી અને બીજા નંબરના દિયર દેરાણી... જુદા રહેવા ગયા ત્યારે ભારતી ને બે બાળકો હતા એક દિકરી મોસમી અને ત્રણ વર્ષ નો દિકરો જય.... હવે ઘર ચલાવવાનું હતું તો ભારતી અનિલને સમજાવતી કે તમે નોકરી કરો પણ અનિલ એક જ વાત કરતો કે હું ભણેલો નથી તો મજૂરી ની નોકરી નહીં કરી શકું અને એ પ્રયત્ન કરે પણ નોકરી મળી નહીં... ભારતી બાર પાસ હતી એણે હેન્ડીક્રાફટ નું તોરણ અને ડેકોરેશન નું કામ કરતાં ત્યાં નોકરી ચાલુ કરી એક હજાર રૂપિયામાં.. સવારે જાય સાંજે છ વાગ્યે ઘરે આવી ઘરનું કામ કરીને બોરીયા બકલ, અને ઘર ઉપયોગી વસ્તુઓ નું ડોર ટુ ડોર નું વેચાણ કરવા જાય તોય બે છેડા ભેગા થયા નહીં અને ઘણી વખત તો એક જ ટાઈમ જમી શકતાં... પણ આટલી તકલીફ માં પણ છોકરાઓ ને ભણાવતી હતી... આ બાજુ ઘરે રહીને અનિલ નું મગજ વધારે ખરાબ થયું એટલે એ ભારતી ને મારે અને અપશબ્દો બોલે... આમ છતાંય ભારતી પરિવાર માટે થાય એટલું કરતી એના દિલમાં સતત એમ થાય કે શું કરું તો ઘરમાં સુખ શાંતિ થાય... છોકરાઓ ની ફી ભરવા પોતાના પિયર થી આપેલા દાગીના વેચી નાખ્યાં અને થોડા દાગીના હતા અને છોકરાઓ એ ગલ્લામાં ભેગા કરેલા રૂપિયા અને લગ્ન ની ભારે સાડીઓ બધું એક દિવસ ચોરી થઈ તો જતું રહ્યું... આમ સતત ટેન્શન, શારીરિક શ્રમ અને સરખો ખોરાક ના લઈ શકવાને લીધે ભારતી ની તબિયત ખુબ ખરાબ થઈ ગઈ.. આમ અનેક મુસિબતોથી ઘેરાયેલી ભારતી ને કોઈ રસ્તો કે આધાર દેખાતો ન હતો... ભારતી ના ઘર ની બહાર મોડી ફાઈ બાઈક બનાવવાનું ગેરેજ હતું એ ગુરુ મા ના દિકરા નું હતું... એ રોજ પાણી લેવા આવે એમનાથી ભારતી ની હાલત જોવાઈ નહીં એમણે કહ્યું કે જો તમને વાંધો ના હોય તો મારા મમ્મી જ્યોતિષ છે આપ જન્માક્ષર લઈને બતાવી આવો હું ફોન કરી દવ એ એપાઈન્ટમેન્ટ વગર કોઈ ને મળતાં નથી અને એમણે ફોન કર્યો.... એ દિવસ ગુરુવાર હતો... એ ત્યાં ભેટ મુકવા બધું ફંફોસી ને પચાસ રૂપિયા લઈને ગઈ... અનસુયા મા હનુમાન દાદા ની ભક્તિ કરતાં હતાં... એ ગઈ એમના ઘરે તો એ ગાદી ઉપર બેઠેલા હતા એમનાં મોં પર એક અલગ તેજ હતું આંખોમાં એક ચમક હતી અને હોંઠો પર પ્રેમાળ હાસ્ય હતું એમને જોઇને ભારતીને મનમાં થયું કે મા કહું પણ એ ડરતાં, શરમાતી બેઠી... એમણે જન્માક્ષર જોયા અને અમુક ઉપાયો બતાવ્યા.... અને કહ્યું કે રોજ એક વખત હનુમાન ચાલીસા કરવી....એણે ભેટ મુકી તો એમણે એમાં બીજા રૂપિયા ઉમેરી પાછાં આપ્યાં કહ્યું કે સારું ખાવાનું બનાવી જમજો અને ઉપરથી ફળ ફળાદી અને પ્રસાદ આપ્યો.... અને શનિવારે આવજો એવું કહ્યું.... એ શનિવારે ગઈ એને પહેલાં દિવસથી જ શ્રધ્ધા બેસી ગઈ હતી.... ધીમે ધીમે તબીયતમાં સુધારો થયો અને આટલા વખતથી બેઠેલા અનિલને પણ નોકરી મળી અને એ નોકરી એ લાગ્યા... ગુરુ મા એ પાંચ ગુરુવાર ભરવા ના કહ્યા એણે ભર્યા અને ડોર ટુ ડોર માં વેચાણ વધ્યું.... આમ એક પછી એક મુસીબતો માં રાહત થવા માંડી.... ભારતી એ એક ગુરુવારે પુછ્યું હું આપને મા કહી શકું??? એમણે તરત જ હા કહી... ભારતી માટે એ દિવસ ખૂબ જ ખુશીનો હતો... મુસાફીર હતી આ કાંટાળી કેડી ની, ભૂલી ભટકતી રસ્તો શોધતી તમે ઈશ્વર રૂપે મળ્યાને જિંદગી ને મંઝીલ મળી....
નાની મોટી મદદ ગુરુ મા કરતાં અને સાચી વાત અને સારુ જ્ઞાન આપતા... આમ છોકરાઓ પણ મોટા થયા ... જયે ટ્યુશન શરુ કર્યા... મોસમી ને કોલેજમાં ભણતા છોકરા સાથે પ્રેમ થઈ ગયો... ભારતી એ ગુરુ મા ને એ બન્ને ના જન્માક્ષર બતાવ્યા અને એનાં લગ્ન આર્યસમાજ માં કરાવી દીધા... ગુરુ મા એ મોસમી ને સોનાની વીંટી ગિફ્ટ આપી... જય ભણવાનું અને ટ્યુશન કરી પોતાનો ખર્ચ કાઠી લેતો... આમ કરતાં જય ઈ.સી એન્જીનીયર માસ્ટર ડિગ્રી સાથે પાસ થઈ ગયો અને ઈસરો માં નોકરી એ લાગ્યો... અને પોતાના ટ્યુશન ક્લાસ પણ ચાલુ રાખ્યા... નાનું મોટું કંઈ પણ કામ હોય ભારતી ગુરુ મા ને પુછ્યા વગર કરતી નહીં... જય ના લગ્ન પણ એને ગમતી નાતની છોકરી સરલ સાથે થઈ ગયા... આજે ભારતી ને ઘરનું ઘર, ગાડી, વાડી બધું જ છે.... ભારતી એનો જશ અનસૂયા મા એના દુઃખના ભાગીદાર ઈશ્વર ને આપે છે... એ મળ્યા તો જ કિસ્મત પલટી અને સુખ સાહ્યબી મળી.... દિલની ધડકનમાં બેઠા એ જ ઈશ્વર સમજાયા છે... હું ના જાણું વૈકુંઠાધિપતિ,જાણું બસ જે દુઃખમાં સહભાગી બની સાથ આપ્યો છે. હું ધ્યાન ધરું, કેમ મંત્ર જપું, સાવ સામે જ મુજની બેઠા છે... મારા દિલમાં એમનો છે નિવાસ આ ધરતી ના ઈશ્વર એક જ છે.... ના વૈકુંઠનો મોહ અને ના ચારધામ નો એમના ચરણોમાં અડસઠ તીરથ સમાયા છે.... ભારતી આમ જ સવાર સાંજ પૂજા કરતી.... પ્રભુ એ મોકલેલા દૂત છો... મારા દિલની ધડકન નો ધબકાર છો તમે એ જ મારાં ઈશ્વર...
ભાવના ભટ્ટ અમદાવાદ.....