બ્લેક આઈ - 33 AVANI HIRAPARA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બ્લેક આઈ - 33

બ્લેક આઈ પાર્ટ 33
સાગર , અમર સાથે વાત કરીને જીગાની બાજુમાં જ સુઈ ગયો હતો . સવારે જયારે જીગો ઉઠ્યો ત્યારે તેની બાજુમાં જ સાગર સૂતો હતો . તેનું માથું ઘુમતું હતું , તેને ખુબ માથું દુખતું હતું . તેના બધા ફ્રેન્ડ ગમે ત્યાં સુતા હતા . જીગો સાગર પાસે જાય છે .

જીગો : (સાગર ને ઉઠાવતા ઉઠાવતા ) સેમી સેમી ઉઠ .
સેમી ને ઉઠાડીને ધીમે ધીમે તે ડી , મોહિત , સના અને માયા ને ઉઠાડે છે . બધાનું માથું દુખતું હોય છે , આથી જીગો ખુદ કિચન માં જઈને બધા માટે સ્ટ્રોંગ બ્લેક કોફી બનાવે છે અને બધાને પીવડાવે છે . થોડીવાર પછી બધાને થોડુંથોડું સારું લાગે છે . આથી તેઓ પોત પોતાના ઘરે જાય છે અને ફ્રેશ થઈને કોલેજ આવવાનું નક્કી કરે છે . સાગર પણ પોતાના ઘરે જાય છે , સંધ્યા તેની રાહ જોતી હોય છે .

સંધ્યા : તને ખબર ન પડે વહેલા ફોન કરી દેવાય મને તારી કેટલી ચિંતા થતી હતી , આતો સારું થયું તારો મેસેજ આવી ગયો કે કામ આવી ગયું તો રાતે ઘરે નહીં આવી શકું , નહિતર હું ચિંતામાં જ અડધી થઇ જાત .

સાગર : રિલેક્સ બાબા (કાન પકડીને ) સોરી , મને ખબર જ હતી તું મારી રાહ જોતી હશે , પણ અચાનક જ કામ આવી ગયું અને કામ માં ને કામ માં તને ફોન કરવાનું ભુલાય ગયું , પછી જયારે યાદ આવ્યું ત્યારે ફોન કરી શકું તેમ નોતો આથી જ તને મેસેજ કરી દીધો . આઈ એમ સોરી .

સંધ્યા : સોરી ની વાત નથી પણ મને તારી ખુબ જ ચિંતા થતી હતી એટલે કઈ નહીં તું ફ્રેશ થઇ જ ત્યાં સુધીમાં તારા માટે નાસ્તો બનાવી લઉં .
સાગર ફ્રેશ થવા જાય છે અને સંધ્યા સાગર ના ફૅવરિટ આલુ પરોઠા નાસ્તા માં બનાવે છે . સાગર નાહીને આવે છે ત્યારે ટેબલ પર બધો નાસ્તો રેડી હતો , તે નાસ્તા ની પ્લેટ ઉંચકાવે છે તો આલુ પરોઠા જોઈને એકદમ ખુશ થઇ જાય છે અને બાજુ માં બેઠેલ સંધ્યાને કિસ કરી લે છે . સંધ્યા તેને કે છે હવે છાનોમાનો નાસ્તો કરવા માંડ હમણાં જોબ પર જવાનો ટાઈમ થઇ જશે અને આજે પપ્પા ઘરે નથી તો તું બપોરે એકલો ઘરે આવીને જમી લે જે . પપ્પા ને ઓફિસે તેડવા નહીં જતો .

સાગર : ઓકે , મેડમ . બીજી કઈ ફરમાઈશ હોય તો તે પણ કયો એ પણ પુરી કરી દઈએ .

સંધ્યા : ના અત્યારે આટલું કાફી છે બીજું જોતું હશે ત્યારે તારી પાસેથી માંગી લઈશ .

સાગર : તો ઠીક છે પણ આજે રાત્રે 8 વાગ્યે તૈયાર રેજે અને હું બપોરે જમવા નહીં આવું ત્યાં કેન્ટીન માં જામી લઈશ પણ તું ફિટ 8 વાગે તૈયાર રેજે તારા માટે મારી પાસે સપ્રાઇઝ છે .

સંધ્યા : સપ્રાઇઝ ? શું સપ્રાઇઝ કેને .

સાગર : મેડમ કહી દઉં તો તેને સપ્રાઇઝ ન કેવાય , ચાલ હું જાવ હવે અને તું તૈયાર રેજે .
સાગર આટલું કહીને ઓફિસે જવા નીકળી જાય છે તેને અત્યારે ઘણું કામ હોય છે મિશન ને લગતું .આથી તે કોલેજ થોડો મોડો જશે તેવું વિચારી લીધું હતું . તે જયારે ઓફિસે પોહ્ચ્યો ત્યારે ત્યાં પહેલાથી જ અમર અને ચીફ હાજર હતા અને આગળ કેવા પગલાં લઇ શકાય તે વિશે જ ડિસ્કસ કરતા હતા .

અમર : સાગર સારું થયું તું આવી ગયો હવે આપણે દરેક પગલું ખુબ સાવચેતી થી રાખવું પડશે . જેથી દુશ્મન ને આ વિશે ભનક પણ ન લાગે .

સાગર : તું સાચું કહી રહ્યો છે અને આ મિશન માં આપણે જેમ બને તેમ ઓછા માણસો ને સામેલ કરશું , આથી વાત ક્યાંય થી લીક ન થઇ જાય અને તેના ખબરી આપણી આજુ બાજુ હોય તો તેઓ પાસે કોઈ માહિતી ન પોંહ્ચે .
ચીફ , અમર અને સાગર તેમનો આગળ નો પ્લાન ડિસ્કસ કરે છે અને સાગર ત્યાંથી પછી કોલેજ જવા નીકળતા પહેલા પોતાના કપડાં ચેન્જ કરે છે અને પછી કોલેજ જાય છે .
સાગર ઉર્ફે સેમી કોલેજ જાય છે ત્યારે બધા ત્યાં પહોંચી ગયા હતા અને સેમી ની રાહ જોતા હતા . સેમી જયારે કોલેજ ના ગાર્ડન માં પહોંચે છે ત્યારે બધા ત્યાં બેઠા હોય છે .

જીગો : સેમી આટલીવાર કેમ લાગી .

સેમી : કઈ નહીં કાલનું હેંગઓવર થોડું વધારે જ થઇ ગયું હતું આથી તારી બ્લૅક કૉફીએ પણ કામ ન કર્યું અને મારે ઘરે જઈને આરામ કરવો પડ્યો અને લીંબુપાણી પીવું પડ્યું .

મોહિત : એવું તો ચાલ્યા કરે પણ તારો માલ એકદમ જક્કાસ હતો , આપણે બીજીવાર પણ તેની પાસેથી જ લેશું .

સના : હા માલ તો સારો હતો . ચાલો આપણે આજે એકાદ લેક્ચર તો ભરીયે નહિતર પ્રોફેસર પાછા પ્રિન્સી (પ્રિન્સિપાલ ) ને ક્મ્પ્લેન્ટ કરશે તો તે સાંભળવું પડશે .

બધા ત્યાંથી ક્લાસ તરફ જવા લાગે છે , સાગર બધાથી પાછળ હોય છે તેની આગળ જીગો હોય છે . તે જીગા પાસે જઈને કહે છે છૂટીને તું એકલો મારી રાહ જોજે મારે તારું અગત્યનું કામ છે . આટલું કહીને સાગર પણ આગળ ચાલવા લાગે છે .
ઘણા વાંચકો ને ફરિયાદ હતી કે તમે સ્ટોરી નો પાર્ટ ખુબ નાનો લખો છો , તો તેમની ફરિયાદ અહીં દૂર કરવાની કોશિશ કરી છે . મારી સ્ટોરી વાંચી ને તેનો પ્રતિભાવ આપવા માટે તમારા બધા વાંચક મિત્રોનો દિલ થી આભાર અને હજુ તમને કોઈ ફરિયાદ હોય તો તમે બેજીજક જણાવજો જેથી મારા લેખનકાર્ય માં ઈમ્પ્રુવમેન્ટ આવે અને સ્ટોરી ને આવો જ પ્રતિભાવ આપતા રેજો .