Black eye - 32 books and stories free download online pdf in Gujarati

બ્લેક આઈ - પાર્ટ 32 

બ્લેક આઈ પાર્ટ 32
હું ત્યાંથી અમર પાસે ગયો અને તેને સંધ્યાની પુરી કન્ડિશન સમજાવી . તે પણ સારી રીતે બધી વસ્તુ સમજી ગયો હતો આથી મેં તેને આમાંથી નીકળવાનો કંઈક રસ્તો બતાવવાનું કહ્યું .
અમર : મને નથી લાગતું આંટી હવે કોઈપણ રીતે આપણી વાત મને હવે તો અંકલ પણ નથી રહ્યા આથી તેઓ તેમની મનમરજી નું જ કરશે . તારી વાત પરથી એવું લાગે છે કે સંધ્યાનો ભાઈ આપણી મદદ કરી શકત પણ તે અહીં નથી આથી તે વિશે તો આપણે વિચારી ન શકીએ . મારી પાસે એક સોલ્યૂશન છે પણ એ થોડુંક મુશ્કેલ છે !

સાગર : તું પેલા સોલ્યૂશન તો કે પછી આપણે નક્કી કરીએ તે મુશ્કેલ છે કે નહીં .

અમર : તમે બંને ભાગી જાવ

સાગર : શું ? શું બોલે છે ભાન છે તને

અમર : હું મજાક નથી કરતો સિરિયસલી કહું છું . આમાં થી નિકવાનો આ બેસ્ટ ઉપાય છે .

સાગર : પણ એવી કેવી રીતે સંધ્યાને કહી શકું કે તે એનું બધું જ મૂકીને મારી સાથે ચાલી આવે .

અમર : જો દોસ્ત હું તારી ભાવના સમજુ છું , પણ મને અત્યારે લાગે છે તારે આમ જ કરવું જોઈએ . આનાથી સંધ્યાને પણ તેની ખુશી મળી જશે .

સાગર : ચાલ હું સંધ્યાને વાત કરી જોઉં .
સાગર , સંધ્યાને વાત કરે છે , સંધ્યા માની જાય છે પછી સાગર તેના પપ્પા ને વાત કરે છે તો તેઓ પણ માની જાય છે કેમ કે તેમના બાળકોની ખૂશીમાંજ તેમની ખુશી હતી .
અમર અને સાગર ના પપ્પા ની મદદ થી સાગર અને સંધ્યા કોર્ટ માં મેરેજ કરે છે અને શહેર છોડી ને થોડો ટાઈમ ચાલ્યા જાય છે . તે જ ગાળા માં સિવિલ સર્વિસ ની કોમ્પ્યુટર ફિલ્ડ ની એકઝામ આવી જાય છે જે સાગર આપીને પાસ થઇ જાય છે અને ગવર્મેન્ટ જોબ ચાલુ કરી દે છે . કમ્પ્યુટર માં તેની માસ્ટરી હોય છે ,તે ધીમે ધીમે સિક્રેટ સર્વિસ માં મદદ કરવા લાગે છે અને તેનો જ ભાગ બની જાય છે .

સંધ્યા ઘણીવાર તેના ભાઈને યાદ કરતી હોય પણ તે સાગર ને ક્યારેય કહેતી નથી .
સાગર જયારે ફ્લેશબેક માંથી બહાર નીકળ્યો ત્યારે આજુબાજુ જોયું તો બધા નશા માં સુઈ ગયા હતા . સાગરે તરત જ અમર ને ફોન કર્યો અને કીધું તું જાણતો હતો ને કે જીગો સંધ્યાનો ભાઈ છે ? એટલે જ તે મને અહીં સ્ટુડન્ટ તરીકે મોકલ્યો .

અમર : હા ભાઈ મને ખબર હતી એટલે જ તને મોકલ્યો , જયારે આપણે આ કોલેજ સિલેક્ટ કરી ત્યારે જ મને ખબર પડી ગઈ હતી આથી જ તને મોકલ્યો અને હું જાણતો હતો તું હકીકત સુધી પોંહચીને તે ભાઈ - બહેન ને મલાવીશ . આથી જ મેં તને મોકલ્યો .

સાગર : થેન્ક યુ , મને ખબર છે દોસ્તી માં થેન્ક યુ ન હોય પણ ક્યારેક કહેવું જરૂરી બને છે . હું કાલે જ સંધ્યા અને તેના ભાઈને મલાવીશ .

આટલું કહીને સાગર ફોન મૂકી દે છે અને વિચારવા લાગે છે હું જયારે સંધ્યાને તેના ભાઈ સાથે મેળવીશ ત્યારે તેની ખુશી જોવા જેવી હશે . તે કેટલા દિવસો થી આ દિવસ ની રાહ જોવે છે . સાગર બીજા દિવસ ની કલ્પના માં રાચવા લાગે છે .

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED