ટ્રુથ બિહાઇન્ડ લવ - 19 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ટ્રુથ બિહાઇન્ડ લવ - 19

ટ્રુથ બિહાઇન્ડ લવ

પ્રકરણ-19

શ્રુતિ અને સ્તુતિ - બંન્ને જણાં ઇન્સ્ટીયુટથી આવીને પોતાની ઓફીસ આવી ગયાં. પ્રણવભાઇ બંન્ને છોકરીઓને આવેલી જોઇને કહ્યું "દીકરા તમે લોકો આવી ગયા છો તો હું દાદરમાં એક કંપની છે એનું રેગ્યુલર આપણને જોબવર્ક કરવા માટે નક્કી કરવા જઊં છું જો એ કાયમી જોબવર્ક આપણને મળી જાય તો ઘણું મોટું કામ થઇ જાય...

સ્તુતિએ પૂછ્યું "પાપા તો ખૂબ સરસ થઇ જાય પણ આ ઓફીસ શેની છે ? શું જોબવર્ક છે ?

પ્રણવભાઇએ કહ્યું "દીકરા... આપણી બેંકમાં કાયમ જ આવતાં મારે આછી પાતળી ઓળખાણ તો હતીજ પણ બેંકમાંથી VRS લેતાં પહેલાં અમુક અમુક વેપારી અને પ્રોફેશનલ માણસોને કહી રાખેલુ કે હું VRS લીધાં પછી આ કામ ચાલુ કરવાનો છું તો એમણે કહેલું કંઇ નહીં પ્રણવભાઇ ચાલુ કરો ત્યારે જણાવજો તો હમણાંથી મારે વાતચીત ચાલુ હતી અને આમે ફાઇનલ ફોન આવી ગયો કે તમે આવી જાવ આપણે કામ સમજીને નક્કી કરી લઇએ. બેટા એલોકો ઇન્વેસ્ટમેન્ટ, માર્કેટ, ઈન્સ્યુરન્સ એફ.ડી. મ્યુચલફંડ વગેરેનાં કામ કરે છે એ લોકોનું કામ ઘણું મોટું થઇ ગયુ છે હવે આઉટસોસર્સ કરવા માંગે છે એ લોકોમાં ડેટા ઓપરેટીંગનું કામ મળી જાય એમ છે. આમેય બેંકમાં હું કરતો જ હતો હવે આપણે કરીશું તું કે શ્રૃતિ કોઇપણ એને કહી શકશો તમે પણ શીખી જ રહ્યાં છો અને છતાં એવું લાગે તો એમની પાસે જઇને સમજી આવીશું.

સ્તુતિ શાંતિથી સાંબળી રહેલી... શ્રૃતિ પણ નેટ પર સર્ચ કરતાં કરતાં સાંભળી રહેલી એ તરત જ બોલી પાપા ચલો સરસ પણ આ કામ દીદી કરશે મને બીજામાં રસ છે હું માર્કેટીંગ ક્ષેત્રમાં કામ કરવા માંગુ છું.

સ્તુતિએ કહ્યું "ઠીક છે હું કરીશ મને તો ગમશે જ. ઓફીસમાં કે ઘરે બેઠાં પણ હું આ કામ કરી શકીશ.. મને માર્કેટીંગમાં કોઇ રસ નથી અને પાપાને ઓફીસમાં હેલ્પ કરીશ. પણ પાપા આ કામ માટેનાં ચાર્જીશ કે આપણને મળવાપાત્ર રકમ બરાબર નક્કી કરજો. એકવાર નક્કી થયાં પછી વારે વારે વધારવા કહી નહીં શકાય.

પ્રણવભાઇ એ કહ્યું "ચિંતા ના કર દીકરા આમાં જો સરસ ગોઠવાઇ ગયું તો આપણે ઓફીસનો અને ઘરનો બધો જ ખર્ચ નીકળી જશે અને બાકીનાં કામમાં મળનાર પૈસા એમ જ હાથ પર રહેશે. પણ મહાદેવે સૂચવ્યું છે ને તો કામ થઇ જ જશે. કંઇ નહીં તમે લોક તમારુ કામ કરો હું આવુ છું. મહીને....

શ્રૃતિએ કોમ્પુટરમાં જ દ્રષ્ટિ સાથે બૂમ પાડને કહ્યું "બેસ્ટ લક પાપા" ટેક કેર" અને કંઇક જોઇને બૂમ પાડી ઉઠી... વાઉ મારે આવું જ કંઇક જોઇતું હતું.

પ્રણવભાઇ જતાં જતાં અટકયા અને પૂછ્યું "કેમ શું થયું ? શું મળી ગયું ? સ્તુતિ પણ આશ્ચર્યથી એનાં તરફ જોવા લાગી...

શ્રૃતિએ કહ્યું "અરે કંઇ નહીં પાપા એતો બધુ થશે. પછી કહીશ.. બસ અને સકસેસ થવા દો પછી વાત હમણાં કંઇ નહીં જણાવું... બાય તમે તમારુ કામ પતાવી આવો નિશ્ચિંત થઇને.

સ્તુતિએ પણ શ્રૃતિનો જવાબ સાંભળીને હસતી હસતી પોતાનાં કામમાં પડી. પ્રણવભાઇ ગયાં અને સ્તુતિએ શ્રૃતિથી ધ્યાન હટાવીને સ્તવનને મેસેજ લખ્યો "એય મારાં સ્તવન ક્યાં છો ? શું કરો ? તમારી ખુબ યાદ આવી રહી છે પ્લીઝ આન્સર મી. એય લવ યુ આજે ખૂબ મીસ થાય છે તું..

સ્તુતિએ હજી મેસેજ લખી મોકલ્યો ત્યાંજ સ્તવનનો જવાબ આવી ગયો. એય સ્વીટુ મીસ યુ ટુ માય ડાર્લીગ કોલેજથી આવીને બધા ચેપ્ટર રીફર કરવા બેઠો હતો હું મારી સમય મર્યાદા કરતાં વ્હેલાં થીસીસ પુરુ કરવા માંગુ છું હું તને પણ સમય આપીને સમય લઇ રહ્યો છું.

અરે જાન એક ખાસ વાત ગઇકાલેજ મારાં પ્રોફેસર મી. રઘુરામન એનાં હાથ નીચે હું ભણી રહ્યો છું અને મારે એમનાં ગાઈડન્સ નીચે થીસીસ લખવાની છે અને એમને જ ફોલો કરવાનાં છે એમની સાથે ટ્યુનીંગ સરસ બેસી ગયું છે અને એમનો જ રેફરન્સથી મને અહીં બેંગ્લોરમાં જ પાર્ટટાઇમ જોબ મળી જશે. કાલે મારે મળવા જવાનું સાંજનો સમય છે સ્વીટું હું કોલેજનું બધું પરવારી જમી આરામ કરી થોડો અભ્યાસ કરીને સાંજે 5 થી રાત્રે 9 સુધી કામ કરવા જઇશ કાલે નક્કી થશે બધું.

સ્તુતિએ કહ્યું "અરે વાહ મારાં સ્તવન ચાલો તને કામ મળી જશે. શીખવા મળશે. સમય જશે અને તારો ખર્ચ નીકળી જશે મને ખૂબ ગમ્યુ આ તો સરસ સમાચાર મળ્યાં મને. અહી પણ પાપાની ઓફીસમાં ધીમે ધીમે બધાં કામ મળી રહ્યાં છે અને ગોઠવાઇ રહ્યું છે. પાપાને કોઇ કંપનીમાં વાત ચાલે છે જ એમનું કરવા માંગે છે ડેટા ઓપરેટીંગ વગેરેનું છે હું શીખી રહી છું. અને શીખી જઇશ જે ઓફીસમાં અને ધરેબેઠાં પણ કરી શકાશે જોઇએ આગળ શું થાય છે.

શ્રૃતિને માર્કેટીંગમાં રસ છે એટલે એ એમાં કંઇક સર્ચ કરી રહી છે હમણાંજ બોલી મારે જોઇએ છે એવું મળી ગયું છે. ભગવાન જાણે શું મળી ગયું ? કહે છે હું કરી લઊ સકસેસ થઊં પછી જ સરપ્રાઇઝ આપીશ.

સ્તવને કહ્યું એય જાન બસ હવે બધાં રીપોર્ટીંગ થઇ ગયાં પ્રેમની વાત કરને... મને લાગે કે ભલે હું પાર્ટ ટાઇમ ચાલુ પર વાનો પણ 15 દિવસે એકવાર તને આવીને મળીશ એકવાર તને એકલીનેજ મળીશ બીજી વાર તને મળીને ઘરે જઇશ આમ મારાથી દૂર પણ નહીં રહેવાય.

સ્તુતિએ કહ્યું "સ્તવન મારી દશા હું જ જાણું છું આખો દિવસ ઇન્સ્ટીયુટ અને ઓફીસમાં નીકળી જાય છે પણ મોડી સાંજ પડે છે બસ તારી પીડા પરાકાષ્ઠા આંબે છે આ વિરહથી પીડા આંખો નમ કરી દે છે. ક્યારે તારુ ભણવાનું પતે અને હું તારી પાસે આવી જઊં. એવાં જ વિચારો આવે છે તું મને આવી લઇ જાય એની જ રાહમાં બેઠી છું ત્યાં સુધી પાપાને મદદ કરીશ પણ જીવતો તારામાં અને તારામાં જ.

સ્તવન તું આવજે જ મળવા પ્લીઝ મને એ સમયે પૂરો જ અને બધોજ સમય આપવાનો છે હું કંઇ જ નહી કરું જ્યારે તું મારી પાસે આવશે. બધુ જ બાજુમાં બસ હું તારામાં જ આવું. બોલું છું ત્યારે પણ.... એમ સ્તવન નથી રહેવાનું કે સહેવાનું શું કરું ?

તારી યાદમાં આખું શરીર ધ્રુજે છે મારી દરેક ઇન્દ્રીય અને સંવેદના ઉતેજીત થઇ જાય છે અને તને મળીને તારામાં સમાઇ જવાની ઇચ્છા જાગી જાય છે. સ્તવને કહ્યું "તું મને આ બધુ કહી વર્ણવી રહી છે. એમાંજ હું સાવ જાણે... એય સ્તુતિ મારાં તો અણુ અણુમાં મારાં રૂવે રૂવે ઉત્તેજનાની આગ લાગી છે બોલે શું કહું હું તારાં વિરહમાં માંરાં પ્રેમની આગે કેવી રીતે બુઝાવું કેમ મને ઉશ્કેરીને પછી તું શું મેળવે છે ? મને વધુ જ પીડા આપે છે તને ખબર છે ? હર પણ હું તારામાં જીવું છું પણ તારાં સાંનિધ્ય માટે તરસ વધી જાય છે મારા અંગ અંગમાં તને પામીને પ્રેમ કરવાની અદમ્ય ઇચ્છા જાગી ઉઠે છે.

સ્તુતિ જ્યાં બેઠી હતી ત્યાંજ એણે પગતી આંટી વાળી દીધી એને ભાન જ નહોતું કે એ ક્યાં બેઠી છે કોણ એને તાંકી રહ્યું છે એ ઓનલાઇન પ્રેમમાં પણ એટલી ઓતપ્રોત થઇ ગઇ કે હમણાં જ સ્તવનને ચુંબન કરીને એમાં ખોવાઇ જશે અને સંપૂર્ણ શરીર સમર્પિત કરી દેશે.

સ્તવને કહ્યું "કેમ પોઝ થઇ ગઇ શું થયું ? સ્તુતિ જાણે ભ્રમણાંમાંથી બહાર નીકળી. "એ બોલી "અરે દુશ્મન કંઇ નહીં તારાં પ્રેમની કલ્પનાઓમાં ડૂબી ગયેલી અને હું પણ જાણે સાવ પ્રેમભીનો થઇ ગયો છું. હું આવું જ છું શનિ-રવિ -બસ હવે ક્યારે આવીને મળ્યું એવું જ થાય છે અહીં આવ્યા પછી મંમી-પપ્પાને પણ મળ્યો નથી ફોન પર વાત થાય છે તને કહું છું એમ પણ આવિશ નક્કી જ. સ્તવને કહ્યું ચાલ જાન હું ફોન મૂકું અને મારે થોડુ રીફર કરવાનું છે એ કામ નીપટાવું બાય ડાર્લીગ રાત્રે ફોન કરીશ સ્તુતિએ કહ્યું "ઓકે માય લવ રાત્રે રાહ જોઇશ.... બાય.. લવ યુ.

સ્તુતિ એ ફોન મુક્યો અને શ્રૃતિ પર નજર ગઇ તો એ એની તરફ જ ટીકી ટીકીને જોઇ રહેલી. સ્તુતિએ ટોકીને કહ્યું એય શું જોયા કરે છે ? શ્રૃતિ કહે લયલાની દશા અવદશા અને જોરથી હસી પડી.... પછી કહું "દી... હું કાલે એક જગ્યાએ માર્કેટીંગ માટે રૂબરૃ મળવા જવાની છું નક્કી થઇ ગયું તો જલ્સા... સ્તુતિએ પૂછ્યુ ક્યાં?. શ્રૃતિ કહે પછી કહીશ...

વધુ આવતાં અંકે પ્રકરણ -20