મિત્ર એટલે શું ?
થશે આ પાછું નવું લાવ્યા પણ પ્રશ્ન સાચો જ છે .
ઓહ હા હવે સમજાણું હું જવાબ આપી શકું .
ના બધા એક એક કરી ને બોલો .
૧) મિત્ર એટલે મીનીમમ ત્રાસ મા સાથે હોય તે ભાઈ તું બેસી જા નીચે કાલે વાંચી ને આવજે .
બોલ રવી તું .
પણ સાહેબ અમે તો એને મિત્ર નથ કહેતા .
સાહેબ મુજાણા સાલું આ કાઇક નવું લાવશે ,એમ પણ આ ક્યા રેય બોલતો નથી બોલે ત્યારે મને ધંધે લગાડી દે છે.
હા હા બોલ રવી શું કહેતો હતો .
સાહેબ સાચું કહું તો તેને ગોમડાં ની ભાષા ભેરું કેહવાય .
અલ્યા સાહેબ કે હું કહેતો હતો આ કાઇક નવો બોમ્બ ધડાકા કરશે રવી ના બોલે તો સારું હું શહેર નો ગોમાડા નો
અમને નો આવડે .
હારું લ્યા બોલ હવે
WHAT IS MEANING OF તો ભેરૂ ?
ભેરૂ નો અર્થ થાય સાહેબ જે હંમેશ ભાઈ બની ને સાથે જ રેહતો હોય અત્યાર ના જેવું નઈ પેલું શું કેહવાય
,whatsapp ફસિબુક , મિસ્ટા ગ્રામ ,અને અમારું નવું આવ્યું તે ટેલે ગ્રામ એમાં વાતો કરે એ નહિ અને પબ્જી રમવા બોલાવે એ પણ નહિ પાછો .
સાહેબ કે તું ટોપા બેહી જા નીચે
સાહેબ જવાબ તો પૂરો કરવા દો .
હારું બોલી નાખ
સાહેબ આ બધા તો નક્રું hii, hello, Maja ma ,
થતું હોય છે સાહેબ મિત્રો તો ફસીબૂક મા ૫૦૦૦ સ પણ હારું એમના નબર ય હ . પણ તેવો હું કયાંય ફાસાનો હોય તો આવતા નથી .
સાહેબ કે ખૂબ જ સરસ રવી બેસી જા
એમાં એવું હતું કે ...........
???????????????
પણ હાચુ કઈ દઉં તો મને માલા બાળપણ ના મિત્રો ની ખુબજ યાદ આવે હો તેવો અને હું અમારી ભાઈ બંધી ની તો વાત જ નો થાય પેલા તો આ મોબાઇલ રૂપી વાદળ નું ગ્રહણ નોહતું પણ હમણાં થી તો આ ભૂત બધે પેહી ગયું છ .
તમને ખબર નય હો ય પણ હારું અમે જ્યારે બેટ દડો રમતાં ત્યારે 5 રૂપિયા ઉઘરાવતા અને ભેગા થાય તો શું કરીયે પેલા પોલો નો દડો આવતો એ 20 નો આવતો બુચ્યો 10 ને ને ગુરુ કે નીવિયા નો 50 લેતા એટલે બે દડા લાવતા પણ જો સંખ્યા વધુ હોય તો ટીમ નહિ તો નબર વાળી પણ એમાં જેની પાછળ નબર પાડતા તેની પીઠ લાલ ઘૂમ થઈ જતી પડતી એને પણ પછી પકવતા પણ ખરા
પણ તમને ખબર સ કે અમે પછી બેટ નીચે નબર પાડ્યો હતો
પણ જો પેલો નબર ના આવે તો ફરી પાડવા ના આવી અચ્યા પણ થતી અને નિયમો પણ કેવા ખબર સ
(૧) વાળ મા દળો નાખે તે લેવા જાય ના મળે તો ૫૦ ચોટે
(૧.૫) ખેતર મા સોટ મારવી નહી ને માપ મા રમવું.
(૨) દૂર સોટ મારે તેને લેવા જાવાનો
(૩) તંપલા તો ટાયર ના જ કા બે પથ્થર મૂકવા ના
(૪) ઘા કે કાતરિયા દડા નાખવા નહિ .
(૫) ખોટી એક્શન નહિ કરવાની ખબર છે બઉ આવ્યો મલિંગા વાળો
(૭) દાવ તો લઈ ને જવા નું ભલે અંધારું થઈ જાય
(૮) જીતે એનો દાવ અને બીજી વાર દાવ નઈ આવે
(૬) દડો લાવવા લોરિયા વેનવા જાવા નું બધા એ અને રઘુ બાપા ની દુકાને આપવા ની ડાંગર
(૯) પિચ તો ખેતર મા જ બનશે જે પીચ બનવડા વશે તેને જ રમવા દેવા ના
(૧૦) મેચ રાખવા ની પેપ્પસી પેપ્સી ની મારી કાળી હો
૧૦ રૂપિયા ની મેચ જ ૮ ઓવર જે ઓવર નાખે એને છેલ્લે આવવા નું એ નિયમ
બીજી મેચ કાલે આજે વરહાડ પડ્યો
આવતી કાલે રમિહુ ફરી થી
તો જોડાઈ રહો ભાઈ બંધ સાથે