Mithadi vaatlaadi books and stories free download online pdf in Gujarati

મીઠડી વાતલાડી

“ એક વાર એને મને કહ્યું હતું
      હું તને મળું ના મળું,તારું ધ્યાન રાખજે”

“તું પાગલ છે મારી પાછળ તો કહું છું
        તું મને આટલો બધો પ્રેમ કેમ કરે છે ”   

    બહુ તકલીફ પડશે તને જયારે હું નહી હોવ
મેં તને મારી ઝિંદગી ના એકાંત માં જોયો છે “

“હું તને કોઈ પણ રીતે ખુશ જોવા માગું છું
હું આ જનમ માં તો કદાચ નહી મળું તને
પણ આવતા વખતે અગાવ થી હું હા પાડું છું “

હું તારા માટે એક સપનું હતી ને રહીશ
જે કદી સાચું પડવાની આશા છે જ નહિ”

“ કદાચ હું રાખી શકત તને મારા દિલ ની નજીક
પણ માની જ જે દિલ તારા માટે છે જ નહી”

“તને લાખો મળશે સારી મારા થી પણ વધુ
આટલા તારા પ્રેંમ ને લાયક હું છું જ નહી”

મારા માટે,કદી તું એકલો નહી રે જીવનમાં
હું તને યાદ કરું છુ ને તો હસવું આવે છે

મને હસાવા તું આટલું સુકામ કરે છે
મેં મારી ઝિંદગીમાં અંધકાર જ જોયો છે

“તું મારા માટે શુખ નું સુંદર અજવાળું છે
હું જાવ પછી મારી સાથે લઈ જઈશ”

ઝઘડા,ગુસ્સો,રીસાવાનું,તું ના નહી પડતો
તું મને કદી મારા નામથી નહી બોલવતો

હું હમેશા તારું દીધેલ ઉપનામ યાદ રાખીશ
હું રોજ રાત પડશે ને રાહ જોઈશ એક સ્થિર નજરે
કોઈ હલકે થી તારો પડે તો સમજી લેજે હું તને જોવ જ છું “
“ જો તારે મારી આંખોમાં જોવું હોય તો
દરિયા કિનારાની સુની સપાટી પર “

“મોઝાનું વળગણ જોઈ લેજે
આ લોકો પ્રેંમ સુકામ કરતા હશે”

હું જો જવાબ માગું તો એમાં તું જ આવજે
આ ભગવાન મારી સાથે જ આમ કેમ કરે છે

જો તને કઈ દુખ હોય તો કે જે હું રૂબરૂ માં કહી આવીશ
મારી આંખોની કીકીઓ માં તારો ચહેરો કેદ કરી લીધો છે

આંસુ આવે તો યાદ કરું છું એવું માનતો
તું કદી એકલો નથી રહ્યો ને મારા વગર

આદત છે મારી,ના હોવ તો પણ શીખી લેજે
હું તને ના મળું તો બીજું કોઈ નહી એમ ના માનતો

કેમ કે મારી ઝીંદગી કરતા તું મારા માટે હવે ખાસ છે
હું તો પ્રેમ શબ્દ ને જ નફરત કરું છું પણ તે જ બતાવ્યું

પ્રેમ વિના જીવન માં સુખ કે દુખ ની કીમત નથી
તને રાત્રે જાગવાની આદત છે નથી સુતો મારા વગર

જો સમય મને દુર કરે તો તું કદી રાત સાથે વેર નહી બાંધે
હું તારા પેહલા મિલનથી લઈ ને અત્યાર સુધી માં

મારા હર એક શ્વાસે તારા નામથી હું પલળી છું
હું તારા માટે એક ટ્રેન સમાન હતી જીવનમાં

જે ચોકક્સ સમય માટે આવી પણ ઉભી ના રહી
તું જો કદી રડી  મારા માટે તો હું સહન નહી કરી શકું
તને ના મળવાનો બોઝ લઈને જીવી પણ નહી શકું

હું તને બહુ રાહ જોવડાવી ને જાવ છું માફ કરજે
આવતા જનમે સાથે આવવાનું ભૂલતો નહી

મેં વેલા આવી ને ભૂલ કરી છે એમ તું કહે છે
તો તે પણ મોડા આવી ને સારું નથી કર્યું

હું તને જોવ છુ ને વહાલ નો દરિયો ઉમટી પડે છે
તારો પ્રેમ સાગર છે ને હું તો એક સુકી નદી છું

જો તું મને સાચો પ્રેમ કરતો હોય તો એકલો નહી રે
મારા માટે પણ તું કોઈ સાથે ખુશ રેહશે

તે મને સમજાવેલી હર એક વાત નિબંધ છે
જો હું કદી ચુપ થાય જાવ તો તું બોલવાનું બંધ નહી કરે

તું આ દુનિયા નું એવું નાટક છે જે હર કોઈ ને ના મળે
હું જો ના મળું તો કિસ્મત ને કદી દોષ નહી દે

તે મારી આંખોના આંસુ ને લાગણી માં જોયા છે
એ પાણી ની કીમત ને તે સમજી છે ,સમજ તું

એક વાત મને કહી દે
કઈ પણ થાય તું કદી એકલો નહી રે ..


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED