Pranay chatushkon - 14 books and stories free download online pdf in Gujarati

પ્રણય ચતુષ્કોણ - 14

આખું ગ્રુપ કેન્ટીનમાં બેઠું હોય છે ત્યારે રાજ કહે છે, friends ફોર tomorrow I have arranged One party for you all...so..be ready for great dhamaal. બધા આ વાત સાંભળી ખુશખુશાલ થઈ જાય છે ...અને ડ્રેસ કોડ અને...ઇવેન્ટ્સ ને એમ જાત જાતની વાતો કરવા લાગે છે..

ઘરે પહોંચીને રાજ પિયાને ફોન કરીને કહે છે કે એને કાલે
અનારકલી બનીને આવવાનુ છે અને રાજ સલીમ બનશે..એ બંને એક act કરશે પાર્ટીમાં અને કાલે જ એ દુનિયા સમક્ષ પોતાના પ્રેમનો એકરાર કરશે..આ વાત સાંભળી પિયાની ખુશીનો પાર નથી રહેતો. એ આખો દિવસ બજારમાં ફરીને અનારકલી બનવા માટેની શોપિંગ કરે છે. ઘરે આવીને બધુ trial કરે છે. ખૂબ જ excited હોય છે એ આ બધા માટે.
મિલન પણ આજે નક્કી કરે છે કે આજે સારાને પ્રપોઝ કરશે. એ પણ અરીસા સામે 3 થી 4 વાર rehersal કરે છે. બધા જ પાર્ટી માટે excited હોય છે. આખી રાત મગજમાં જાત જાતના વિચારો લઈને બધા સુવે છે. સવારે બધા કોલેજમાં મળે છે બધા ખુશ હોય છે પણ કોઈ પોતાના idea share નથી કરતું.
પિયા ઘરે પહોંચીને તરત જ તૈયાર થવાનું શરૂ કરી દે છે અને અરીસામાં પોતાને જોઈને જાતજાતના સપનાઓમાં ખોવાય જાય છે. બધા સમય પર પાર્ટીમાં પહોંચી જાય છે પણ પિયા અને માહીને રાજ એ અડધી કલાક મોડો time આપ્યો હોય છે, કેમકે એ પિયાની special entry કરાવવા માંગતો હોય છે.
પાર્ટીમાં હળવું સંગીત ચાલતું હોય છે અને બધા colddrink લેતા એકબીજા સાથે ગપ્પા મારી રહ્યા હોય છે...ત્યાં જ 7 ના ટકોરે પિયા અને માહી પાર્ટી venue પર પહોંચે છે. પિયા આમ પણ સુંદર હતી અને અનારકલીના getup માં એ અપ્સરા જેવી લાગી રહી હતી. રાજની નજર પિયા પરથી હટતી નથી. એ એકીટશે તેને જોઇ રહે છે અને ત્યારે જ મિલન એના ખભા પર હાથ મૂકે છે અને એ બેધ્યાન થાય છે અને અચાનક એને યાદ આવે છે કે એને આજે શુ કરવાનું છે ?

જેવી પિયાની એન્ટ્રી થાય છે રાજ announce કરે છે સો, guys please welcome our Anarkali...., Miss. Piya parikh....અને એ સાથે જ બધા હસવા લાગે છે....કેમકે બધા સિમ્પલ અને decent પાર્ટી ડ્રેસમાં હતા અને પિયા typical અનારકલી બનીને આવી હતી. પિયાની ખુશી 1 ક્ષણમાં જ ઓસરી જાય છે અને જુએ છે રાજે તો સલીમનો ગેટ અપ નથી લીધો....અને વધારે કાઈ એ સમજે એ પહેલાં તો રાજ કહે છે....ઓહ પિયા તને. આટલી પણ ખબર નથી કે પાર્ટીમાં કેવા કપડાં પહેરીને અવાય.. this is not your Nadiyad... we are in mumbai... અને બધા પિયા પર હસી રહ્યા હોય છે અને તેની વાતો કરી રહ્યા હોય છે. પિયા રડમસ થઈ ત્યાંથી બહાર નીકળી જાય છે અને માહી પણ તેની પાછળ પાછળ જાય છે. મિલનને આ જોઈ બહુ ખરાબ લાગે છે એ રાજને કહે છે તારે આવું ન કરવું જોઈએ...ત્યારે રાજ કહે છે, હું ક્યારે પણ મારું અપમાન ભૂલતો નથી, અને આજે મેં તેનો બદલો લીધો છે. હવે મને શાંતિ થશે. આ બધી વાતમાં સૌથી વધારે ખુશ સારા હોય છે. એ રાજને ગળે મળીને કહે છે.I love you...... રાજ...

અહીંયા પિયા ખૂબ દુઃખી હોય છે પણ એ આ વાત પછી વધારે strong બની જાય છે. એ જે બની ગયું એ ભૂલીને આગળ વધવાનો નિર્ણય કરે છે અને માત્ર ભણવામાં ધ્યાન કેન્દ્રિત કરે છે.

રાજ ઘરે આવીને પણ પાર્ટીના જ વિચારોમાં હોય છે..એ વિચારે છે પાર્ટીમાં એ કેટલો ખુશ હતો પણ અત્યારે એ ખુશ નથી. એવું કેમ થાય છે એની સાથે ? એ આ જ ઈચ્છતો હતો...કે પિયા સાથે બદલો લેવો અને બદલો લીધા પછી પણ કેમ એ ખુશ નથી ? એ વિચારો માં જ આખી રાત એને ઊંઘ નથી આવતી અને એ બીજા દિવસે કોલેજ જવાનું પણ ટાળે છે .
પિયા rotine માં કોલેજ જવા લાગે છે અને બસ ભણી ને ઘરે આવી જાય છે..એ માત્ર માહી સાથે જ વાતો કરે છે.
મિલન સાંજે રાજને મળવા જાય છે અને એને પરેશાન જોઈને કહે છે...રાજ હું તને તારા કરતા પણ વધારે ઓળખું છું. તે પિયા સાથે બદલો ભલે લીધો પણ એ પહેલાં પ્રેમનું નાટક કરતા કરતા તને પિયા સાથે સાચે પ્રેમ થઈ ગયો છે. એ જ કારણ છે કે આજે જીતવા છતાં તું હારી ગયો છે. તું ખુશ નથી. તું તારી જાતને બીજાથી દૂર રાખે છે. તને પિયાની આદત પડી ગઈ છે...તને પિયા સાથે વાત કર્યા વગર શાંતિ નહીં મળે....હજી સમજી જા. તારી ભૂલ સુધારી લે. પિયાની માફી માંગી લે. રાજ કહે છે , તું સાચો છે દોસ્ત પણ પિયા હવે નહીં માને. હું ઓળખું છું એને..એ ક્યારેય મને માફ નહીં કરે.

Next day રાજ કોલેજ જાય છે પણ એ પિયા પાસે નથી જઈ શકતો. પિયા સાથે નજર પણ નથી મેળવી શકતો અને પિયા સાથે વાત કરવાની એની હિમ્મત જ નથી થતી.

દિવસો પસાર થતા જાય છે.. રાજ પિયા માટે વધારે ને વધારે બેચેન થતો જાય છે પણ એ કઈ કરી શકતો નથી. મિલન try કરે છે પણ પિયા મિલન સાથે પણ વાત નથી કરતી. મિલન માહી દ્વારા વાત પહોંચાડવાની કોશિશ કરે છે પણ એ પણ નાકામ.

સુરજ પિયાની ઉદાસી જોઈને માહી ને પૂછે છે તો માહી વાત ટાળી દે છે...પણ સુરજ કસમ આપીને વાત કહેવાનું કહે છે. માહી સૂરજને બધી વાત કરે છે. સુરજ ઘણું વિચારીને રાતે એમના મમ્મી પપ્પાને કહે છે કે He wants to marry piya and he loves her. એના મમ્મી પપ્પા આ વાત સાંભળી ખૂબ ખુશ થઈ જાય છે કેમકે જ્યારથી પિયા આવી ત્યારથી એ બંનેની નજરમાં વસી જાય છે. એ લોકો નડીયાદથી પિયાના મમ્મી પપ્પાને બોલાવી એમને બધી વાત કરે છે. પિયાના મમ્મી પપ્પાને પણ કઈ વાંધો નથી પણ એ એકવાર પિયાને પૂછવા માંગે છે.


પિયા હજી બધી વાતથી અજાણ છે, પણ સ્મિતા બહેન પ્રેમથી best mother બનીને એને સમજાવે છે કે સુરજ બહુ સારો છોકરો છે. ઘર સારું છે અને લગ્નની કોઈ ઉતાવળ નથી. તું આરામથી તારું career બનાવ. પિયા વિચારે છે, એક દિવસ તો લગ્ન કરવાના જ છે. અને સુરજ તો તેનો મિત્ર છે તેને સમજે છે તો પછી ના પડવાનું કોઈ કારણ નથી. આમ સુરજ અને પિયાના લગ્નની વાત પાકી થાય છે.

સુરજ એ દિવસે પિયાને મળવા એના રૂમમાં જાય છે, ત્યારે પિયા કહે છે સુરજ હું તને કૈક કહેવા માગું છું ત્યારે સુરજ તેના હોઠ પર હાથ રાખીને કહે છે મને બધી જ ખબર છે અને આ અંગે ભવિષ્યમાં પણ આપણા વચ્ચે કોઈ ચર્ચા નહીં થાય. હું માત્ર એટલું જ કેહવા આવ્યો છું કે હવે તારી exam આવશે બસ તું એમાં best performance આપ. આપણે એક થવાના જ છીએ એટલે હવે Exam સુધી તને નો ડિસ્ટર્બન્સ પણ હા exam પછી બધો સમય માત્ર મારો રહેશે. Good luck કહી એ ત્યાંથી નીકળી જાય છે અને પિયા પોતાને ખુશનસીબ સમજી અહોભાવથી તેને જોતી રહી છે.

Exam ના એક મહિના પહેલા કોલેજનું annual function હોય છે અને પિયા તેમાં ભાગ લે છે. Blue એન્ડ parrot કલર કોમ્બિનેશન ના knee length સુધીના ચણીયા ચોળીમાં એ અદભુત લાગતી હતી. રાજ પણ પિયાની ખૂબસૂરતી જોઈને જીવ બાળે છે...પણ આજે પિયાને જોઈને એનાથી રહેવાતું ન હતું....આજે function પૂરું થાય એટલે...એ પિયાની માફી માંગવા જવાનો હતો , ભલે એ સ્વીકારે કે ન સ્વીકારે પણ રાજ આજે પિયા સામે જુકવા તૈયાર હતો. ફંકશન ચાલુ થાય છે અને પિયાનો dance જોઈને સુરજ proud feel કરે છે અને રાજ ખુશ છે પણ insecure feel કરે છે, એ પિયાને પોતાની બનાવવા માંગે છે.

Function પૂરું થતાંજ રાજ ઝડપથી પિયા પાસે પહોંચે છે, પણ ત્યાં જઈને જુએ છે તો સુરજ ઘૂંટણિયે વળીને હાથમાં ગુલાબ લઈને પિયાને propose કરે છે અને પિયા ખુશીથી એ સ્વીકારે છે... રાજની આંખોમાં આંસુ આવી જાય છે..
એ ત્યાંથી દુઃખી હૃદયે નીકળી જાય છે અને ઘણું વિચારીને નક્કી કરે છે કે જે થયુ તેમાં વાંક તેનો જ હતો, હવે જો એ પિયા ને સાચો પ્રેમ કરતો હોય તો પિયાને એની life માં ખુશ રહેવા દેશે...અને પોતે હવે કોઈને પ્રેમ નહીં કરી શકે એમ વિચારી આજીવન કુંવારા રહેવાનો નિર્ણય કરે છે.
સુરજ પિયાને ખૂબ પ્રેમ આપે છે અને ખુશ રાખે છે. પિયા પોતાને બહુ lucky ગણે છે કે એને જીવનસાથીના રૂપમાં સુરજ મળવાનો છે...
કોલેજ exam માં પિયા ટોપ કરે છે અને ક્યારેક ટોપર્સમાં રહેતો રાજ માંડ માંડ પાસ થાય છે.

હવે આગળ શું થશે ? પિયા અને સુરજ એક થશે? રાજ આજીવન કુંવારો રહેશે કે એની life માં પણ કોઈ આવશે ?
જાણવા માટે વાંચો...અંતિમ ભાગ...
.ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED