પ્રણય ચતુષ્કોણ - 9 Ekta Chirag Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રણય ચતુષ્કોણ - 9

રવિવારનો દિવસ છે. આજે થોડી નિરાંત હોવાથી પિયા 8 વાગ્યે ઉઠે છે અને પહેલા ઘરે ફોન કરીને મમ્મી પપ્પા સાથે વાત કરે છે. પછી ફ્રેશ થઈ ચા-નાસ્તો કરે છે. 10 વાગ્યે કોલેજ પહોંચવાનું હોવાથી આરામથી રેડી થઈ જવા નીકળે છે. આજે પિયા ચાલમાં જે મળે છે તેની સાથે hi hello કરતી જાય છે, બાકી તો કોઈ દિવસ એને ટાઇમ જ ન મળતો. એ 10 વાગ્યે કોલેજ પહોંચે છે અને રાહ જુએ છે બધાની. 10.15 વાગ્યે માહી આવે છે અને 10.30 સુધીમાં તો  ઘણા બધા students આવી જાય છે. પિયાએ ધાર્યું ન હતું એટલો response મળ્યો. એના seniors પણ ઘણાં આવ્યા હતા જે unexpected હતું.

10.30 વાગ્યે પિયા તેેેની સ્પીચ ચાલુ કરે છે," Dear friends, thanks for being here. As I told you yesterday, we should start a campaign to help needy people. For that  idea  is like this..we will create a group of 5-5  students. Every month we will do one activity. One group will do survey and find out the needy
People and make a list of their requirement. Our next group will take responsibilty of doing arrangement of all required things. One group will go to them for providing things and one group will see for funding. Next question is how will we gather fund? For that very simple idea, we all will give Rs.50 per month , which is affordable to all as it is less than our daily canteen  expense. Moreover we will do cultural activities twice a month . So by that also we can have some funding."

બસ આટલું બોલતાજ બધા પિયાને તાળીઓના ગડગડાટથી વધાવી લે છે. પિયા બધાને કહે છે કે આ કેમ્પેઇન માટે નામ suggest કરે  અને બધાના suggestionથી નામ final થાય છે, "પ્રેરણા ગૃપ". પિયા કહે છે કે જેને જોડાવું હોઈ એ 50 રૂપિયા આપી ને નામ નોંધાવી દે. પિયા નામ લખે છે અને માહી રૂપિયા collect કરે છે. બધા એક પછી એક નામ નોંધાવે છે. પિયા તો બસ નીચું જોઈ નામ લખે છે, પણ એક એવું નામ આવે છે કે પિયા ઉભી થઇ જાય છે. કેમકે નામ છે, "રાજ શેઠ". પિયા હજી કંઈ બોલે એ પહેલાં જ રાજ કહે છે, જો પિયા આ એક સારું કાર્ય છે અને હું પણ તેનો હિસ્સો બનવા માંગુ છું.
આપણે જૂની વાતો ભૂલી નવેસરથી આગળ વધવું જોઈએ. અને રહી વાત મારા ગૃપની તો એમના તરફથી પણ કોઈ complain નહી આવે એ વાતની ગેરેન્ટી હું લવ છું. So, friends? કહી રાજ હાથ લંબાવે છે,પિયા પણ 2 મિનિટ વિચાર્યા પછી એક બનાવટી સ્મિત આપીને હાથ મિલાવે છે.

બધું કામ પૂરું થતા 1 વાગી જાય છે અને પિયા અને માહી બહાર નીકળે છે જવા માટે.પિયા માહીને bye કહે છે ત્યારે માહી કહે છે અરે bye શેનું? તું મારા ઘરે આવે છે અત્યારે , પિયા કહે છે પણ.. ત્યાં માહી કહે છે પણ બણ કાઈ નહી તું અત્યારે આવે છે બસ..આવા તડકામાં તારે ઘરે જવું છે ? અને ઘરે જઈને તું રસોઈ બનાવીશ ? મેં મમ્મીને સવારે જ કહી દીધું હતું કે પિયા અહીંયા જમશે. પણ આમ વારે વારે એ સારું ન લાગે અને આન્ટીને તકલીફ આપવાની શુ જરૂર હતી ? પણ માહી એકની બે ન થઈ અને પિયા અંતે તેની વાત માને છે.  બહાર રાજ અને મિલન ઉભા હોય છે. રાજ એમને કહે છે if you dont mind, I can drop you. ત્યા માહી કહે છે no thanks, મારુ ઘર બહુ નજીક છે. અમે જતા રહીશું. રાજ કહે છે ok. અને સાથે રાજ કહે છે, sorry maahi for that day. માહી કહે છે , its ok.

સૂરજે માહીને મમ્મી સાથે વાત કરતા સાંભળી હતી માટે એ સવારથી પિયાના આવવાની રાહ જોતો હતો અને પિયાને પોતાના ઘરે રોકી લેવા માટે એને ફુલ પ્રૂફ પ્લાન બનાવ્યો હતો. માહી અને પિયા ઘરે પહોંચે છે..બધા ઘરે એમની રાહ જોતા હોય છે..પહોંચીને ફ્રેશ થઈ બધા સાથે જમવા બેસે છે. જમતાં જમતાં જ તક જોઈને સુરજ પોતાની વાત રજુ કરે છે અને કહે છે,  મમ્મી-પપ્પા તમને નથી લાગતું કે પિયાને આપણે આપણા ઘરે જ રાખી લેવી જોઈએ ? I mean.. she can stay here with us.. બે ઘડી તો બધા વિચારતા જ રહી જાય છે કે આ સુરજ શુ કહે છે ?  પછી અશોકભાઈ સૂરજને કહે છે જરા detail માં કહે, તું શું કહેવા માંગે છે ? સૂરજે કહ્યું, અહીંયા પિયા એકલી રહે છે એ પણ ખૂબ જ દૂર. આવવા જવામાં જ એનો ઘણો સમય નીકળી જાય છે વળી એકલા રહીને બધું કામ પણ મેનેજ કરવું , એ પણ સ્ટડી સાથે થોડું difficult છે. એના કરતાં એ આપણા જ ઘરે રહે તો માહીને પણ કંપની મળી  જાય , બંને સાથે સ્ટડી કરી શકે, પિયાને ઘરનું વાતાવરણ મળે અને ઘરનું જમવાનું પણ. માહિના ઘરે તો બધા આ વાતથી ખુશ થાય છે પણ પિયાને એ યોગ્ય નથી લાગતું. એ બધાનું દિલ ન તૂટે માટે એવો જવાબ આપે છે કે હું મારા મમ્મી પપ્પાને પૂછીને કહીશ.

ક્રમશઃ